< ગણના 36 >

1 યૂસફના વંશજોના-કુટુંબોમાંના મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇઝરાયલી લોકોના પિતૃઓના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર અરજ કરીને કહ્યું,
Sai shugabannin gidajen iyalan Gileyad ɗan Makir, ɗan Manasse, waɗanda suka fito daga kabilar zuriyar Yusuf, suka zo, suka yi magana a gaban Musa da shugabanni, shugabannin iyalan Isra’ilawa.
2 તેઓએ કહ્યું, “યહોવાહે મારા માલિકને આજ્ઞા કરી છે કે, ચિઠ્ઠી નાખીને ઇઝરાયલી લોકોને દેશનો ભાગ વહેંચી આપવો. યહોવાહ તરફથી તમને આજ્ઞા મળી છે કે અમારા ભાઈ સલોફહાદનો ભાગ તેની દીકરીઓને આપવો.
Suka ce, “Sa’ad da Ubangiji ya umarce ranka yă daɗe, yă raba ƙasar gādo ga Isra’ilawa ta wurin ƙuri’a, ya umarce ka, ka ba wa’ya’ya matan nan na Zelofehad ɗan’uwanmu gādonsa.
3 પરંતુ જો તેની દીકરીઓ ઇઝરાયલી લોકોમાંના કોઈ બીજા કુળના પુરુષો સાથે લગ્ન કરે, તો તેઓના દેશનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી નાબૂદ કરવામાં આવશે. તો જે કુળની તેઓ થાય તેને તે ભાગ જોડી દેવામાં આવે. એમ કરવાથી અમારા વારસાના હિસ્સામાંથી તે નાબૂદ કરવામાં આવશે.
To, a ce sun auri mutane daga waɗansu kabilan Isra’ilawa fa; ka ga, za a ɗebe gādonsu daga gādon kakanninmu a ƙara wa gādon kabilan mutanen da suka aura ke nan. Ta haka za a ɗebe sashe daga gādon da aka ba mu ke nan.
4 જ્યારે ઇઝરાયલીઓનું જ્યુબિલી પર્વ આવશે, ત્યારે તેઓનો ભાગ તેઓ જે કુળની થઈ હશે તે કુળને તેના ભાગ સાથે જોડી દેવામાં આવશે. આ પ્રમાણે, તેઓનો ભાગ અમારા પિતૃઓના ભાગમાંથી લઈ લેવામાં આવશે.”
Sa’ad da Shekara ta Murnar Isra’ilawa ta kewayo, za a haɗa gādonsu da na kabilan mutanen da suka aura, a kuma ba su mallakar gādon da aka ɗebe daga kabilar kakanninmu.”
5 મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાહના વચન પ્રમાણે આજ્ઞા આપી. તેણે કહ્યું, “યૂસફના વંશજોના કુળનું કહેવું વાજબી છે.
Ta wurin umarnin Ubangiji, Musa ya ba Isra’ilawa wannan umarni, “Abin da kabilar zuriyar Yusuf suke faɗi, daidai ne.
6 સલોફહાદની દીકરીઓ વિષે યહોવાહ એવી આજ્ઞા કરે છે કે, ‘તેઓ જેને ઉત્તમ સમજે તેની સાથે લગ્ન કરવા દે, પણ ફક્ત તેઓ પોતાના જ પિતૃઓના કુળમાં લગ્ન કરે.’”
Ga abin da Ubangiji ya umarta saboda’ya’ya matan nan na Zelofehad. Za su iya auri duk wanda suka ga dama, muddin sun yi aure a cikin kabilar kakanninsu.
7 ઇઝરાયલી લોકોનો ભાગ એક કુળમાંથી બીજા કુળમાં બદલી શકાશે નહિ. દરેક ઇઝરાયલી લોકો પોતાના પિતૃઓના કુળના ભાગને વળગી રહશે.
Ba gādon Isra’ilan da za a ba wa wata kabila daga wata kabila, gama kowane mutumin Isra’ila zai riƙe gādonsa na kabilar da ya gāda daga kakanninsa.
8 ઇઝરાયલી લોકોની મધ્યે વારસો પામેલી દરેક સ્ત્રી પોતાના પિતૃઓના કુટુંબમાંના કોઈની સાથે લગ્ન કરે. એટલા માટે કે ઇઝરાયલી લોકોમાંના દરેકને પોતાના પિતૃઓનો વારસો મળે.
Kowace’ya wadda ta ci gādon ƙasa, a kowace kabilar Isra’ilawa, dole tă auri wani cikin kabilar kakanninta, saboda kowane mutumin Isra’ila yă mallaki gādon kakanninsa.
9 જેથી વારસાનો કોઈ પણ ભાગ એક કુળમાંથી બીજા કુળમાં જશે નહિ. ઇઝરાયલી લોકોના કુળમાંનો દરેક માણસ પોતાના વારસાને વળગી રહશે.”
Ba gādon da za a ba wa wata kabila daga wata kabila, gama kowace kabilar Isra’ilawa za tă riƙe mallaka da ta gāda.”
10 ૧૦ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે સલોફહાદની દીકરીઓએ કર્યું.
Saboda haka’ya’yan Zelofehad mata suka yi yadda Ubangiji ya umarci Musa.
11 ૧૧ માહલાહ, તિર્સા, હોગ્લાહ, મિલ્કાહ તથા નૂહે એટલે સલોફહાદની દીકરીઓએ, મનાશ્શાના દીકરાઓ સાથે લગ્ન કર્યાં.
’Ya’yan Zelofehad mata, Mala, Tirza, Hogla, Milka da Nowa, suka auri’ya’yan’yan’uwa na gefen mahaifinsu.
12 ૧૨ તેઓએ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબમાં લગ્ન કર્યાં, તેઓનો વારસો તેઓના પિતૃઓના કુટુંબના કુળમાં કાયમ જળવાઈ રહ્યો.
Suka yi aure cikin kabilar zuriyar Manasse ɗan Yusuf, gādonsu kuwa ya kasance a cikin iyali da kuma kabilar mahaifinsu.
13 ૧૩ જે આજ્ઞાઓ તથા કાનૂનો યર્દન નદીને કિનારે મોઆબના મેદાનોમાં યરીખો સામે યહોવાહે મૂસાને ઇઝરાયલી લોકો માટે આપ્યા તે એ છે.
Waɗannan su ne umarnai da ƙa’idodin da Ubangiji ya ba wa Isra’ilawa ta wurin Musa, a filayen Mowab kusa da Urdun, ɗaura da Yeriko.

< ગણના 36 >