< ગણના 35 >
1 ૧ મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું,
ଏଥିଉତ୍ତାରେ ସଦାପ୍ରଭୁ ମୋୟାବ-ପଦାରେ ଯିରୀହୋ ନିକଟସ୍ଥ ଯର୍ଦ୍ଦନ ନଦୀ ସମୀପରେ ମୋଶାଙ୍କୁ କହିଲେ,
2 ૨ “તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.
“ତୁମ୍ଭେ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣକୁ ଏହି ଆଜ୍ଞା ଦିଅ; ସେମାନେ ଆପଣା ଆପଣା ଅଧିକୃତ ବାଣ୍ଟରୁ କେତେକ ବସତି-ନଗର ଲେବୀୟମାନଙ୍କୁ ଦିଅନ୍ତୁ, ଆଉ ତୁମ୍ଭେମାନେ ଲେବୀୟମାନଙ୍କୁ ସେହି ନଗରମାନର ତଳିଭୂମି ନିମନ୍ତେ ସେସବୁର ଚତୁର୍ଦ୍ଦିଗସ୍ଥ ଭୂମି ଦେବ।
3 ૩ આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે.
ତହିଁରେ ସେହି ସବୁ ନଗରରେ ସେମାନଙ୍କର ନିବାସ ହେବ; ପୁଣି, ତହିଁର ତଳିଭୂମିସବୁ ସେମାନଙ୍କ ପଶୁ, ସମ୍ପତ୍ତି ଓ ଜୀବମାନଙ୍କ ନିମନ୍ତେ ହେବ।
4 ૪ તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય.
ଆଉ ତୁମ୍ଭେମାନେ ଲେବୀୟମାନଙ୍କୁ ଯେଉଁ ଯେଉଁ ନଗର ଦେବ, ସେହିସବୁର ତଳିଭୂମି ନଗର-ପ୍ରାଚୀରଠାରୁ ବାହାରେ ଚତୁର୍ଦ୍ଦିଗରେ ଏକ ସହସ୍ର ହସ୍ତ ହେବ।
5 ૫ તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે.
ପୁଣି, ତୁମ୍ଭେମାନେ ନଗରର ବାହାରେ ତହିଁର ପୂର୍ବ ସୀମା ଦୁଇ ସହସ୍ର ହସ୍ତ, ଦକ୍ଷିଣ ସୀମା ଦୁଇ ସହସ୍ର ହସ୍ତ, ପଶ୍ଚିମ ସୀମା ଦୁଇ ସହସ୍ର ହସ୍ତ ଓ ଉତ୍ତର ସୀମା ଦୁଇ ସହସ୍ର ହସ୍ତ ପରିମିତ କରିବ; ନଗର ତହିଁର ମଧ୍ୟସ୍ଥଳରେ ରହିବ। ଏହା ସେମାନଙ୍କ ନଗରର ତଳିଭୂମି ହେବ।
6 ૬ જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં.
ଆଉ ତୁମ୍ଭେମାନେ ଲେବୀୟମାନଙ୍କୁ ଯେଉଁ ଯେଉଁ ନଗର ଦେବ, ତହିଁରୁ ଛଅଗୋଟି ଆଶ୍ରୟ ନଗର ହେବ, ନରହତ୍ୟାକାରୀ ସେଠାକୁ ପଳାଇବା ନିମନ୍ତେ ତୁମ୍ଭେମାନେ ତାହା ଦେବ; ଆଉ ତାହା ବ୍ୟତୀତ ଆହୁରି ବୟାଳିଶ ନଗର ଦେବ।
7 ૭ આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી.
ସର୍ବସୁଦ୍ଧା ତୁମ୍ଭେମାନେ ଲେବୀୟମାନଙ୍କୁ ଅଠଚାଳିଶ ନଗର ଦେବ; ତୁମ୍ଭେମାନେ ସେମାନଙ୍କୁ ନଗର ସଙ୍ଗେ ତହିଁର ତଳିଭୂମି ଦେବ।
8 ૮ ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે.”
ପୁଣି, ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣଙ୍କର ଅଧିକାରରୁ ସେହି ସବୁ ନଗର ଦେବା ନିମନ୍ତେ ତୁମ୍ଭେମାନେ ଅଧିକ ଲୋକଙ୍କଠାରୁ ଅଧିକ ନେବ ଓ ଅଳ୍ପ ଲୋକଙ୍କଠାରୁ ଅଳ୍ପ ନେବ; ପ୍ରତ୍ୟେକ ବଂଶ ଆପଣାର ଅଧିକୃତ ଅଧିକାରାନୁସାରେ ଆପଣା ନଗରମାନଙ୍କରୁ ଲେବୀୟମାନଙ୍କୁ ଦେବେ।”
9 ૯ પછી યહોવાહે મૂસાને કહ્યું,
ଏଥିଉତ୍ତାରେ ସଦାପ୍ରଭୁ ମୋଶାଙ୍କୁ କହିଲେ,
10 ૧૦ “તું ઇઝરાયલી લોકોને કહે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો.
“ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣଙ୍କୁ କୁହ, ‘ତୁମ୍ଭେମାନେ ଯର୍ଦ୍ଦନ ପାର ହୋଇ କିଣାନ ଦେଶରେ ଉପସ୍ଥିତ ହେଲେ,
11 ૧૧ ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે.
ଆପଣାମାନଙ୍କର ଆଶ୍ରୟ ନଗର ହେବା ନିମନ୍ତେ କେତେଗୁଡ଼ିଏ ନଗର ନିରୂପଣ କରିବ, ତହିଁରେ ଯେଉଁ ଜନ ଭ୍ରାନ୍ତିରେ କୌଣସି ମନୁଷ୍ୟକୁ ବଧ କରେ, ଏପରି ନରହତ୍ୟାକାରୀ ସେଠାକୁ ପଳାଇ ଯାଇ ପାରିବ।
12 ૧૨ આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે.
ପୁଣି, ନରହତ୍ୟାକାରୀ ବିଚାରାର୍ଥେ ମଣ୍ଡଳୀ ସମ୍ମୁଖରେ ଉପସ୍ଥିତ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ଯେପରି ନ ମରେ, ଏଥିପାଇଁ ସେହି ନଗରମାନ ପ୍ରତିହନ୍ତାଠାରୁ ତୁମ୍ଭମାନଙ୍କ ପ୍ରତି ଆଶ୍ରୟ ସ୍ଥାନ ହେବ;
13 ૧૩ તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.
ଏହିରୂପେ ତୁମ୍ଭେମାନେ ଯେଉଁ ଯେଉଁ ନଗର ଦେବ, ତାହା ତୁମ୍ଭମାନଙ୍କ ନିମନ୍ତେ ଛଅ ଆଶ୍ରୟ ନଗର ହେବ।
14 ૧૪ ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં.
ତୁମ୍ଭେମାନେ ଯର୍ଦ୍ଦନର ପୂର୍ବପାରିରେ ତିନି ନଗର ଦେବ ଓ କିଣାନ ଦେଶ ମଧ୍ୟରେ ତିନି ନଗର ଦେବ; ତାହାସବୁ ଆଶ୍ରୟ ନଗର ହେବ।
15 ૧૫ આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય.
ଇସ୍ରାଏଲ ସନ୍ତାନମାନଙ୍କ ନିମନ୍ତେ ଓ ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ବିଦେଶୀ ଓ ପ୍ରବାସୀ ନିମନ୍ତେ ସେହି ଛଅ ନଗର ଆଶ୍ରୟ ସ୍ଥାନ ହେବ; ତହିଁରେ ଯେଉଁ ପ୍ରତ୍ୟେକ ଜନ ଭ୍ରାନ୍ତିରେ କୌଣସି ମନୁଷ୍ୟକୁ ବଧ କରେ, ସେ ସେହି ସ୍ଥାନକୁ ପଳାଇ ଯାଇପାରେ।
16 ૧૬ પણ જો તે કોઈને લોખંડના સાધનથી એવી રીતે મારે કે તે મરી જાય, તો તે ખૂની ગણાશે, તે ખૂનીને દેહાંતદંડની સજા આપવામાં આવે.
ମାତ୍ର ଯଦି କେହି ଲୌହ ଅସ୍ତ୍ର ଦ୍ୱାରା କାହାରିକୁ ଏପରି ଆଘାତ କରେ ଯେ, ତହିଁରେ ସେ ମରେ, ତେବେ ସେ ନରହତ୍ୟାକାରୀ; ସେହି ନରହତ୍ୟାକାରୀର ଅବଶ୍ୟ ପ୍ରାଣଦଣ୍ଡ ହେବ।
17 ૧૭ જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, જેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે, તે ખૂનીને દેહાતદંડની સજા થશે.
ଆଉ ଯାହା ଦ୍ୱାରା ମନୁଷ୍ୟ ମରିପାରେ, ଏପରି ପଥର ହସ୍ତରେ ନେଇ ଯଦି ସେ କାହାକୁ ଆଘାତ କରେ ଓ ତହିଁରେ ସେ ମରେ, ତେବେ ସେ ନରହତ୍ୟାକାରୀ; ସେହି ନରହତ୍ୟାକାରୀର ଅବଶ୍ୟ ପ୍ରାଣଦଣ୍ଡ ହେବ।
18 ૧૮ જો દોષી માણસ તેના શિકારને મારી નાખવા માટે લાકડાંના હથિયારથી મારે, જો તે શિકાર મરી જાય, તો તે ખૂની ગણાય. તે ખૂનીને દેહાંતદંડની સજા થશે.
ଅବା ଯାହା ଦ୍ୱାରା ମନୁଷ୍ୟ ମରିପାରେ, ଏପରି କୌଣସି କାଷ୍ଠ-ଅସ୍ତ୍ର ହସ୍ତରେ ନେଇ ଯଦି ସେ କାହାକୁ ଆଘାତ କରେ ଓ ତହିଁରେ ସେ ମରେ, ତେବେ ସେ ନରହତ୍ୟାକାରୀ; ସେହି ନରହତ୍ୟାକାରୀର ଅବଶ୍ୟ ପ୍ରାଣଦଣ୍ଡ ହେବ।
19 ૧૯ લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.
ରକ୍ତର ପ୍ରତିହନ୍ତା ନିଜେ ସେହି ନରହତ୍ୟାକାରୀକୁ ବଧ କରିବ; ସେ ତାହାର ଦେଖା ପାଇଲେ ତାହାକୁ ବଧ କରିବ।
20 ૨૦ તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય,
ଆଉ ଯଦି ହିଂସା କରି କେହି କାହାକୁ ଧକ୍କା ମାରେ, ଅବା ଛକି ବସି ତାହା ଉପରେ କିଛି ପକାଏ ଓ ତହିଁରେ ସେ ମରେ;
21 ૨૧ અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.
କିଅବା ଶତ୍ରୁତା କରି ଯଦି ସେ କାହାକୁ ଆପଣା ହସ୍ତରେ ଆଘାତ କରେ ଓ ତହିଁରେ ସେ ମରେ, ତେବେ ଯେ ତାହାକୁ ଆଘାତ କଲା, ତାହାର ଅବଶ୍ୟ ପ୍ରାଣଦଣ୍ଡ ହେବ; ସେ ନରହତ୍ୟାକାରୀ ରକ୍ତର ପ୍ରତିହନ୍ତା ସେହି ନରହତ୍ୟାକାରୀର ଦେଖା ପାଇଲେ ତାହାକୁ ବଧ କରିବ।
22 ૨૨ પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,
ମାତ୍ର ଯଦି କେହି ଶତ୍ରୁତା ବିନା ହଠାତ୍ କାହାକୁ ଆଘାତ କରେ, ଅବା ଛକି ନ ବସି କାହା ଉପରେ କୌଣସି ଅସ୍ତ୍ର ପକାଏ,
23 ૨૩ અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.
କିଅବା ଯାହା ଦ୍ୱାରା ମନୁଷ୍ୟ ମରିପାରେ, ଏପରି କୌଣସି ପଥର କାହାରି ଉପରେ ନ ଦେଖି ପକାଏ ଓ ତହିଁରେ ସେ ମରେ, ଅଥଚ ସେ ତାହାର ଶତ୍ରୁ କି ଅନିଷ୍ଟ ଚେଷ୍ଟାକାରୀ ହୋଇ ନ ଥାଏ,
24 ૨૪ તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે.
ତେବେ ମଣ୍ଡଳୀ ସେହି ବଧକାରୀର ଓ ରକ୍ତର ପ୍ରତିହନ୍ତାର ବିଷୟ ଏହି ଶାସନାନୁସାରେ ବିଚାର କରିବେ।
25 ૨૫ જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે.
ଆଉ ମଣ୍ଡଳୀ ରକ୍ତର ପ୍ରତିହନ୍ତାର ହସ୍ତରୁ ସେହି ନରହତ୍ୟାକାରୀକୁ ଉଦ୍ଧାର କରିବେ; ପୁଣି, ସେ ଯେଉଁ ସ୍ଥାନକୁ ପଳାଇ ଯାଇଥିଲା, ସେହି ଆଶ୍ରୟ ନଗରରେ ମଣ୍ଡଳୀ ପୁନର୍ବାର ତାହାକୁ ପହୁଞ୍ଚାଇ ଦେବେ ଓ ଯେପର୍ଯ୍ୟନ୍ତ ପବିତ୍ର ତୈଳରେ ଅଭିଷିକ୍ତ ମହାଯାଜକର ମୃତ୍ୟୁୁ ନ ହୁଏ, ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ସେହି ସ୍ଥାନରେ ବାସ କରିବ।
26 ૨૬ પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય,
ମାତ୍ର ସେହି ନରହତ୍ୟାକାରୀ ଯେଉଁ ଆଶ୍ରୟ ନଗରକୁ ପଳାଇଅଛି, ଯଦି କୌଣସି ସମୟରେ ସେ ତହିଁର ସୀମାର ବାହାରକୁ ଯାଏ
27 ૨૭ લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ.
ଓ ରକ୍ତର ପ୍ରତିହନ୍ତା ଆଶ୍ରୟ ନଗର-ସୀମାର ବାହାରେ ତାହାକୁ ପାଏ ଓ ତହିଁର ପ୍ରତିହନ୍ତା ତାହାକୁ ବଧ କରେ, ତେବେ ସେ ରକ୍ତପାତର ଅପରାଧୀ ହେବ ନାହିଁ।
28 ૨૮ કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય.
କାରଣ ମହାଯାଜକର ମୃତ୍ୟୁୁ ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣା ଆଶ୍ରୟ ନଗରରେ ତାହାର ଥିବା ଉଚିତ; ମାତ୍ର ମହାଯାଜକର ମୃତ୍ୟୁୁ ହେଲା ଉତ୍ତାରେ ସେହି ନରହତ୍ୟାକାରୀ ଆପଣା ଅଧିକାର ଗୃହକୁ ଫେରିଯାଇ ପାରିବ।
29 ૨૯ આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય.
ଆଉ ତୁମ୍ଭମାନଙ୍କର ପୁରୁଷାନୁକ୍ରମେ ସକଳ ନିବାସ ସ୍ଥାନରେ ଏହିସବୁ ତୁମ୍ଭମାନଙ୍କ ବିଚାରର ବିଧି ହେବ।
30 ૩૦ જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ.
ଯେଉଁ ବ୍ୟକ୍ତି କୌଣସି ଲୋକକୁ ବଧ କରେ, ସେହି ନରହତ୍ୟାକାରୀ ସାକ୍ଷୀମାନଙ୍କ ସାକ୍ଷ୍ୟ ଦ୍ୱାରା ହତ ହେବ; ମାତ୍ର ଏକ ସାକ୍ଷୀର ସାକ୍ଷ୍ୟ କୌଣସି ଲୋକର ପ୍ରତିକୂଳରେ ପ୍ରାଣଦଣ୍ଡ ନିମନ୍ତେ ଗ୍ରାହ୍ୟ ହେବ ନାହିଁ।
31 ૩૧ જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ.
ଆହୁରି ପ୍ରାଣଦଣ୍ଡ ଯୋଗ୍ୟ ନରହତ୍ୟାକାରୀର ପ୍ରାଣ ନିମନ୍ତେ କୌଣସି ପ୍ରାୟଶ୍ଚିତ୍ତ ଗ୍ରହଣ କରିବ ନାହିଁ; ମାତ୍ର ସେ ଅବଶ୍ୟ ହତ ହେବ।
32 ૩૨ મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ.
ପୁଣି, କେହି ଯେପରି ଆପଣା ଆଶ୍ରୟ ନଗରକୁ ପଳାଇ ପୁନର୍ବାର ଆପଣା ଦେଶକୁ ଆସି ବାସ କରେ, ଏଥିପାଇଁ ତୁମ୍ଭେମାନେ ଯାଜକର ମରଣ ପର୍ଯ୍ୟନ୍ତ ତାହା ନିମନ୍ତେ କୌଣସି ପ୍ରାୟଶ୍ଚିତ୍ତ ଗ୍ରହଣ କରିବ ନାହିଁ।
33 ૩૩ એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.
ଏହିରୂପେ ତୁମ୍ଭେମାନେ ଆପଣାମାନଙ୍କ ନିବାସ ଦେଶ ଅପବିତ୍ର କରିବ ନାହିଁ; କାରଣ ରକ୍ତ ହିଁ ଦେଶକୁ ଅପବିତ୍ର କରେ; ଆଉ ଦେଶରେ ଯେଉଁ ରକ୍ତପାତ ହୁଏ, ରକ୍ତପାତୀର ରକ୍ତ ବିନା ତହିଁ ନିମନ୍ତେ କୌଣସି ପ୍ରାୟଶ୍ଚିତ୍ତ କରାଯାଇ ନ ପାରେ।
34 ૩૪ તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.’”
ଏଣୁ ତୁମ୍ଭମାନଙ୍କର ଯେଉଁ ନିବାସ ଦେଶରେ ଆମ୍ଭେ ବାସ କରୁଅଛୁ, ତୁମ୍ଭେ ତାହା ଅଶୁଚି କରିବ ନାହିଁ; କାରଣ ଆମ୍ଭେ ସଦାପ୍ରଭୁ, ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣଙ୍କ ମଧ୍ୟରେ ବାସ କରୁଅଛୁ।’”