< ગણના 34 >
1 ૧ યહોવાહે મૂસાને કહ્યું,
Then the LORD said to Moses,
2 ૨ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે,
“Command the Israelites and say to them: When you enter the land of Canaan, it will be allotted to you as an inheritance with these boundaries:
3 ૩ તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.
Your southern border will extend from the Wilderness of Zin along the border of Edom. On the east, your southern border will run from the end of the Salt Sea,
4 ૪ તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.
cross south of the Ascent of Akrabbim, continue to Zin, and go south of Kadesh-barnea. Then it will go on to Hazar-addar and proceed to Azmon,
5 ૫ ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.
where it will turn from Azmon, join the Brook of Egypt, and end at the Sea.
6 ૬ મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.
Your western border will be the coastline of the Great Sea; this will be your boundary on the west.
7 ૭ તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી,
Your northern border will run from the Great Sea directly to Mount Hor,
8 ૮ ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે.
and from Mount Hor to Lebo-hamath, then extend to Zedad,
9 ૯ ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.
continue to Ziphron, and end at Hazar-enan. This will be your boundary on the north.
10 ૧૦ તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી.
And your eastern border will run straight from Hazar-enan to Shepham,
11 ૧૧ તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે.
then go down from Shepham to Riblah on the east side of Ain and continue along the slopes east of the Sea of Chinnereth.
12 ૧૨ ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.’”
Then the border will go down along the Jordan and end at the Salt Sea. This will be your land, defined by its borders on all sides.”
13 ૧૩ મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે.
So Moses commanded the Israelites, “Apportion this land by lot as an inheritance. The LORD has commanded that it be given to the nine and a half tribes.
14 ૧૪ રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.
For the tribes of the Reubenites and Gadites, along with the half-tribe of Manasseh, have already received their inheritance.
15 ૧૫ આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.”
These two and a half tribes have received their inheritance across the Jordan from Jericho, toward the sunrise.”
16 ૧૬ યહોવાહે મૂસાને કહ્યું,
Then the LORD said to Moses,
17 ૧૭ “જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ.
“These are the names of the men who are to assign the land as an inheritance for you: Eleazar the priest and Joshua son of Nun.
18 ૧૮ તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.
Appoint one leader from each tribe to distribute the land.
19 ૧૯ તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
These are their names: Caleb son of Jephunneh from the tribe of Judah;
20 ૨૦ શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.
Shemuel son of Ammihud from the tribe of Simeon;
21 ૨૧ બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.
Elidad son of Chislon from the tribe of Benjamin;
22 ૨૨ દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.
Bukki son of Jogli, a leader from the tribe of Dan;
23 ૨૩ યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
Hanniel son of Ephod, a leader from the tribe of Manasseh son of Joseph;
24 ૨૪ એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
Kemuel son of Shiphtan, a leader from the tribe of Ephraim;
25 ૨૫ ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
Eli-zaphan son of Parnach, a leader from the tribe of Zebulun;
26 ૨૬ ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
Paltiel son of Azzan, a leader from the tribe of Issachar;
27 ૨૭ આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
Ahihud son of Shelomi, a leader from the tribe of Asher;
28 ૨૮ નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ.”
and Pedahel son of Ammihud, a leader from the tribe of Naphtali.”
29 ૨૯ યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.
These are the ones whom the LORD commanded to apportion the inheritance to the Israelites in the land of Canaan.