< ગણના 33 >

1 મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે:
Ma e chenro mar wuodh jo-Israel e kinde mane gia Misri kopog-gi e migepe mopogore opogore kendo kotelnegi gi Musa kod Harun.
2 જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે.
Kaluwore gi chik mar Jehova Nyasaye, Musa nondiko nonro maber mar migepe mag wuodhgi. Ma e kaka ne giwuotho e migawo ka migawo:
3 તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા.
Jo-Israel nochako wuoth koa Rameses e odiechiengʼ mar apar gabich mar dwe mokwongo, ma en odiechiengʼ mokwongo bangʼ Pasaka. Negiwuok ayanga ka jo-Misri nenogi to ne ok gidewo,
4 જ્યારે મિસરવાસીઓ પોતાના પ્રથમજનિતો જેઓને યહોવાહે તેઓની મધ્યેથી મારી નાખ્યા તેઓને દફ્નાવતા હતા તે સમયે એવું બન્યું. યહોવાહે બતાવ્યું કે તેમના દેવો કરતા તે વધુ સામર્થ્ય છે.
nikech jo-Misri noyudo yiko nyithindgi makayo mane Jehova Nyasaye onego ka ngʼadogo bura ne nyisechegi.
5 ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં છાવણી કરી.
Jo-Israel nowuok Rameses kendo negibuoro Sukoth.
6 તેઓએ સુક્કોથથી નીકળીને અરણ્ય કિનારે આવેલા એથામમાં છાવણી કરી.
Negiwuok Sukoth mi gibworo Etham, mantiere e bath thim.
7 તેઓ એથામથી નીકળીને પાછા ફરીને બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ આવ્યા, ત્યાં તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.
Negiwuok Etham, mi gidok chien Pi Hahiroth, man yo wuok chiengʼ mar Baal Zefon, mi gibworo but Migdol.
8 પછી પી-હાહીરોથથી નીકળીને સમુદ્ર મધ્યે થઈને તેઓ અરણ્યમાં ગયા. તેઓએ એથામના અરણ્યમાં ત્રણ દિવસ મુસાફરી કરીને મારાહમાં છાવણી કરી.
Negiwuok Pi Hahiroth mi gingʼado nam nyaka e thim, kendo kane gisewuotho kuom ndalo adek e Thim mar Etham, negibuoro Mara.
9 તેઓ મારાહથી આગળ વધીને એલીમ આવ્યા. એલીમમાં પાણીના બાર ઝરા અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષો હતાં. ત્યાં તેઓએ છાવણી કરી.
Negiwuok Mara mi gidhi Elim, kuma ne nitie sokni apar gariyo kod yiend othidhe piero abiriyo, kendo negibuoro kanyo.
10 ૧૦ તેઓએ એલીમથી નીકળીને લાલ સમુદ્ર પાસે છાવણી કરી.
Negiwuok Elim mi gibworo but Nam Makwar.
11 ૧૧ તેઓએ લાલ સમુદ્રથી નીકળીને સીનના અરણ્યમાં છાવણી કરી.
Negiwuok Nam Makwar mi gibworo e Thim mar Sin.
12 ૧૨ તેઓએ સીનના અરણ્યમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.
Negiwuok e Thim mar Sin mi gibworo Dofka.
13 ૧૩ દોફકાહથી નીકળીને આલૂશમાં છાવણી કરી.
Negiwuok Dofka mi gibworo Alush.
14 ૧૪ તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું.
Negiwuok Alush mi gibworo Refidim, kama ne onge pi ma ji ne nyalo modho.
15 ૧૫ તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.
Negiwuok Refidim mi gibworo e Thim mar Sinai.
16 ૧૬ તેઓએ સિનાઈના અરણ્યમાંથી નીકળીને કિબ્રોથ હાત્તાવાહમાં છાવણી કરી.
Negiwuok e Thim mar Sinai mi gibworo Kibroth Hatava.
17 ૧૭ તેઓએ કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથમાં છાવણી કરી.
Negiwuok Kibroth Hatava mi gibworo Hazeroth.
18 ૧૮ તેઓએ હસેરોથથી નીકળીને રિથ્માહમાં છાવણી કરી.
Negiwuok Hazeroth mi gibworo Rithma.
19 ૧૯ રિથ્માહથી નીકળીને તેઓએ રિમ્મોનપેરેસમાં છાવણી કરી.
Negiwuok Rithma mi gibworo Rimon Perez.
20 ૨૦ રિમ્મોનપેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં છાવણી કરી.
Negiwuok Rimon Perez mi gibworo Libna.
21 ૨૧ લિબ્નાહથી નીકળીને તેઓએ રિસ્સાહમાં છાવણી કરી.
Negiwuok Libna mi gibworo Risa.
22 ૨૨ રિસ્સાહથી નીકળીને તેઓએ કહેલાથાહમાં છાવણી કરી.
Negiwuok Risa mi gibworo Kehelatha.
23 ૨૩ કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ છાવણી કરી.
Negiwuok Kehelatha mi gibworo e Got Shefa.
24 ૨૪ શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં છાવણી કરી.
Negiwuok Got Shefa mi gibworo Harada.
25 ૨૫ હરાદાહથી નીકળીને તેમણે માકેહેલોથમાં છાવણી કરી.
Negiwuok Harada mi gibworo Makheloth.
26 ૨૬ માકેહેલોથથી નીકળી તેઓએ તાહાથમાં છાવણી કરી.
Negiwuok Makheloth mi gibworo Tahath.
27 ૨૭ તાહાથથી નીકળીને તેઓએ તેરાહમાં છાવણી કરી.
Negiwuok Tahath mi gibworo Tera.
28 ૨૮ તેરાહથી નીકળીને તેઓએ મિથ્કાહમાં છાવણી કરી.
Negiwuok Tera mi gibworo Mithka.
29 ૨૯ મિથ્કાહમાંથી નીકળીને તેઓએ હાશ્મોનાહમાં છાવણી કરી.
Negiwuok Mithka mi gibworo Hashmona.
30 ૩૦ હાશ્મોનાહથી નીકળીને તેઓએ મોસેરોથમાં છાવણી કરી.
Negiwuok Hashmona mi gibworo Moseroth.
31 ૩૧ મોસેરોથથી નીકળીને તેઓએ બનીયાઅકાનમાં છાવણી કરી.
Negiwuok Moseroth mi gibworo Bene Jaakan.
32 ૩૨ બનીયાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં છાવણી કરી.
Negiwuok Bene Jaakan mi gibworo Hor Hagidgad.
33 ૩૩ હોર-હાગિદગાદથી નીકળીને તેઓએ યોટબાથાહમાં છાવણી કરી.
Negiwuok Hor Hagidgad mi gibworo Jotbatha.
34 ૩૪ યોટબાથાહથી નીકળીને તેઓએ આબ્રોનામાં છાવણી કરી.
Negiwuok Jotbatha mi gibworo Abrona.
35 ૩૫ આબ્રોનાથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં છાવણી કરી.
Negiwuok Abrona mi gibworo Ezion Geber.
36 ૩૬ એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ કાદેશમાં એટલે કે સીનના અરણ્યમાં છાવણી કરી.
Negiwuok Ezion Geber mi gibworo Kadesh, mantiere e Thim mar Zin.
37 ૩૭ કાદેશથી નીકળીને તેઓએ અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ છાવણી કરી.
Negiwuok Kadesh mi gibworo e Got Hor, mantiere e tongʼ mar Edom.
38 ૩૮ યહોવાહની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ઇઝરાયલી લોકોના મિસર દેશમાંથી બહાર આવ્યા પછી ચાળીસમાં વર્ષે, એટલે પાંચમા મહિનાના પ્રથમ દિવસે તે ત્યાં મૃત્યુ પામ્યો.
Kaluwore gi chik mar Jehova Nyasaye, Harun jadolo nodhi e Got Hor, kama nothoe odiechiengʼ mokwongo mar dwe mar abich, e higa mar piero angʼwen bangʼ wuok jo-Israel e piny Misri.
39 ૩૯ હારુન હોર પર્વત પર મરણ પામ્યો ત્યારે તે એકસો તેવીસ વર્ષનો હતો.
Harun ne ja-higni mia achiel gi piero ariyo gadek eka ne otho e Got Hor.
40 ૪૦ કનાની દેશના નેગેબમાં રહેતા અરાદના કનાની રાજાએ ઇઝરાયલી લોકોના આવવા વિષે સાંભળ્યું.
Ruoth Arad ma ja-Kanaan, mane odak Negev mar Kanaan, nowinjo ni jo-Israel biro.
41 ૪૧ તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.
Kane giwuok e Got Hor negibuoro Zalmona.
42 ૪૨ સાલ્મોનાથી નીકળીને તેઓએ પૂનોનમાં છાવણી કરી.
Negiwuok Zalmona mi gibworo Punon.
43 ૪૩ પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં છાવણી કરી.
Negiwuok Punon mi gibworo Oboth.
44 ૪૪ ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓની સરહદમાં આવેલા ઈયે-અબારીમમાં છાવણી કરી.
Negiwuok Oboth mi gibworo Iye Abarim, mantiere e tongʼ piny Moab.
45 ૪૫ ઈયે-અબારીમથી નીકળીને તેઓએ દીબોનગાદમાં છાવણી કરી.
Negiwuok Iye Abarim mi gibworo Dibon Gad.
46 ૪૬ દીબોનગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં છાવણી કરી.
Negiwuok Dibon Gad mi gibworo Almon Diblathaim.
47 ૪૭ આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેઓએ નબોની સામે આવેલા અબારીમના પર્વતો આગળ છાવણી કરી.
Negiwuok Almon Diblathaim mi gibworo e gode mag Abarim, man but Nebo.
48 ૪૮ અબારીમના પર્વતોથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીના કિનારે આવેલા મોઆબના મેદાનોમાં છાવણી કરી.
Bangʼ kane giwuok e gode mag Abarim negibuoro e pewe mag Moab mokiewo gi Jordan momanyore gi Jeriko.
49 ૪૯ તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.
Negibuoro e pewe mag Moab mokiewo gi Jordan chakre Beth Jeshimoth nyaka Abel Shitim.
50 ૫૦ મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની પાસે યહોવાહે મૂસાને કહ્યું,
Jehova Nyasaye nowuoyo gi Musa e pewe mag Moab momanyore gi Jeriko mokiewo gi Jordan kowachone niya,
51 ૫૧ “તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં જાઓ,
“Wuo gi jo-Israel kendo iwachnegi kama: Ka ungʼado Jordan mi udonjo Kanaan,
52 ૫૨ ત્યારે તમારે દેશના બધા રહેવાસીને તમારી આગળથી કાઢી મૂકવા. તમારે તેઓની બધી કોતરેલી મૂર્તિઓનો નાશ કરવો. તેઓની બધી ગાળેલી મૂર્તિઓનો તથા તેમના ઉચ્ચસ્થાનોનો તમારે નાશ કરવો.
to uriemb ji duto modak e pinyno. Kethuru gigegi duto mopa milamo bende uwit kido duto milamo ma giloso, kendo umuki kuondegi magiloso motingʼore gi malo mar lemo.
53 ૫૩ તમારે તે દેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કેમ કે, તે દેશ મેં તમને વતનને સારુ આપ્યો છે.
Kawuru pinyno mi udagie, nimar asemiyougo mondo obed maru.
54 ૫૪ તમારે ચિઠ્ઠી નાખીને તે દેશ તમારા કુળ પ્રમાણે વહેંચી લેવો. વધારે સંખ્યા ધરાવતા કુળને વધારે વિસ્તાર ધરાવતા દેશનો ભાગ અને ઓછી સંખ્યા ધરાવતા કુળને ઓછો વિસ્તાર ધરાવતા દેશનો ભાગ વહેંચી આપવો. દરેક કુળના નામની ચિઠ્ઠી જ્યાં પડે તે પ્રદેશ તેને મળે. તમારા પિતૃઓના કુળો પ્રમાણે દેશનો વારસો તમને મળે.
Poguru pinyno e kugoyo ombulu e kindu, kaluwore gi dhoutu. Dhoot maduongʼ opog lowo maduongʼ, to dhoot matin opog lowo matin. Gimoro amora mopogne dhoutu gombulu nobed margi. Pog-gi kaluwore gi dhout kweregi.
55 ૫૫ પણ જો તમે તે દેશના રહેવાસીઓને તમારી આગળથી હાંકી નહિ કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખમાં કણીરૂપ અને તમારા પડખામાં કાંટારૂપ થઈ પડશે. જે દેશમાં તમે વસો છો ત્યાં તેઓ તમારા જીવનો પર દુઃખ લાવશે.
“‘To ka ok uriembo joma odak e pinyno, to joma uweyo modongʼ biro bedonu ka cha bondo e wangʼu kendo ka kudho machwoyo dendu koni gi koni. Ginimiu chandruok e piny ma ubiro dakieno.
56 ૫૬ અને એવું થશે કે મેં તે લોકોની જે દશા કરવાનું ધાર્યું હતું તે હું તમારી સાથે કરીશ.’”
Bangʼ mano anatimnu gima ne achano mondo atimnegi.’”

< ગણના 33 >