< ગણના 31 >

1 યહોવાહે મૂસાને કહ્યું,
ಯೆಹೋವ ದೇವರು ಮೋಶೆಯ ಸಂಗಡ ಮಾತನಾಡಿ,
2 “ઇઝરાયલી લોકોનો બદલો તું મિદ્યાનીઓ પાસેથી લે. તેવું કર્યા પછી તું તારા લોકો સાથે ભળી જઈશ.”
“ನೀನು ಇಸ್ರಾಯೇಲರಿಂದ ಮಿದ್ಯಾನ್ಯರಿಗೆ ಮುಯ್ಯನ್ನು ತೀರಿಸಬೇಕು. ತರುವಾಯ ನೀನು ನಿನ್ನ ಪೂರ್ವಜರ ಬಳಿಗೆ ಸೇರಬೇಕು,” ಎಂದರು.
3 તેથી મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો.
ಆಗ ಮೋಶೆಯು ಜನರ ಸಂಗಡ ಮಾತನಾಡಿ, “ನಿಮ್ಮೊಳಗಿಂದ ಜನರು ಯುದ್ಧಕ್ಕೆ ಸಿದ್ಧಮಾಡಿಕೊಳ್ಳಲಿ. ಅವರು ಮಿದ್ಯಾನ್ಯರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಹೋಗಿ, ಯೆಹೋವ ದೇವರ ಪ್ರತೀಕಾರವನ್ನು ಅವರಿಗೆ ತೀರಿಸಬೇಕು.
4 ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા.”
ಇಸ್ರಾಯೇಲರ ಸಮಸ್ತ ಗೋತ್ರಗಳೊಳಗೆ ಒಂದೊಂದು ಗೋತ್ರದಿಂದ ಸಾವಿರ ಮಂದಿಯನ್ನು ಯುದ್ಧಕ್ಕೆ ಕಳುಹಿಸಬೇಕು,” ಎಂದನು.
5 ઇઝરાયલના હજારો પુરુષોમાંથી પ્રત્યેક કુળમાંથી એક હજાર પુરુષ મુજબ મૂસાએ બાર હજાર પુરુષોને શસ્ત્રસજજ કરીને યુદ્ધને માટે મોકલ્યા.
ಆಗ ಇಸ್ರಾಯೇಲರ ಒಂದೊಂದು ಗೋತ್ರದಿಂದ ಸಾವಿರ ಮಂದಿಯಾಗಿ ಯುದ್ಧಕ್ಕೆ ಸಿದ್ಧವಾದ ಹನ್ನೆರಡು ಸಾವಿರ ಮಂದಿಯನ್ನು ಲೆಕ್ಕಿಸಿಕೊಟ್ಟರು.
6 પછી મૂસાએ દરેક કુળમાંથી હજાર પુરુષોને યુદ્ધમાં મોકલ્યા, એલાઝાર યાજકના દીકરા ફીનહાસને પવિત્રસ્થાનનાં પાત્રો તથા યુદ્ધનાદ કરવાના રણશિંગડાં લઈને યુદ્ધમાં મોકલ્યો.
ಮೋಶೆ ಒಂದೊಂದು ಗೋತ್ರದಿಂದ ಸಾವಿರ ಮಂದಿಯಾಗಿರುವ ಅವರನ್ನೂ ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನ ಮಗ ಫೀನೆಹಾಸನನ್ನೂ ಪರಿಶುದ್ಧ ಸಲಕರಣೆಗಳ ಸಂಗಡವೂ ಸೂಚಿಸುವದಕ್ಕೋಸ್ಕರ ತುತೂರಿಗಳ ಸಂಗಡವೂ ಯುದ್ಧಕ್ಕೆ ಕಳುಹಿಸಿದನು.
7 યહોવાહે જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ મિદ્યાનીઓ વિરુદ્ધ લડાઈ કરી. તેઓએ તમામ માણસોને મારી નાખ્યા.
ಯೆಹೋವ ದೇವರು ಮೋಶೆಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ ಪ್ರಕಾರ ಅವರು ಮಿದ್ಯಾನ್ಯರ ಮೇಲೆ ಯುದ್ಧಮಾಡಿ,
8 યુદ્ધમાં માર્યા ગયેલા ઉપરાંત તેઓએ મિદ્યાનીઓના રાજા અવી, રેકેમ, સૂર, હૂર તથા રેબા એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો.
ಗಂಡಸರೆಲ್ಲರನ್ನು ಕೊಂದುಹಾಕಿದರು. ಈ ಹತರಾದವರಲ್ಲದೆ ಮಿದ್ಯಾನಿನ ಅರಸರನ್ನು ಕೊಂದುಹಾಕಿದರು. ಅವರು ಮಿದ್ಯಾನಿನ ಐದು ಮಂದಿ ಅರಸರಾಗಿರುವ ಎವೀ, ರೆಕೆಮ್, ಚೂರ್, ಹೂರ್, ರೆಬಾ, ಬೆಯೋರನ ಮಗ ಬಿಳಾಮನನ್ನೂ ಖಡ್ಗದಿಂದ ಕೊಂದುಹಾಕಿದರು.
9 ઇઝરાયલના સૈન્યએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓનાં બાળકોને કેદ કરી લીધાં, તેઓનાં ઘેટાંબકરાં સહિત તમામ જાનવરોને તથા તેઓના બધા સરસામાનને લૂંટી લીધાં. આ બધું તેઓએ લૂંટ તરીકે આંચકી લીધું.
ಇಸ್ರಾಯೇಲರು ಮಿದ್ಯಾನ್ಯರ ಸ್ತ್ರೀಯರನ್ನೂ, ಅವರ ಮಕ್ಕಳನ್ನೂ ಸೆರೆಹಿಡಿದು, ಅವರ ಸಮಸ್ತ ಪಶುಗಳನ್ನೂ, ಅವರ ಸಮಸ್ತ ಹಿಂಡುಗಳನ್ನೂ, ಅವರ ಸಮಸ್ತ ಸಲಕರಣೆಗಳನ್ನೂ ಸುಲಿಗೆ ಮಾಡಿದರು.
10 ૧૦ જ્યાં તેઓ રહેતા હતા તે બધાં નગરોને તથા તેઓની બધી છાવણીઓને તેઓએ બાળી નાખ્યાં.
ಅವರು ವಾಸಮಾಡಿದ ಸಮಸ್ತ ಪಟ್ಟಣಗಳನ್ನೂ, ಅವರ ಸಮಸ್ತ ಕೋಟೆಗಳನ್ನೂ ಬೆಂಕಿಯಿಂದ ಸುಟ್ಟರು.
11 ૧૧ તેઓએ કેદીઓ એટલે માણસ તથા પશુઓ બન્નેની લૂંટફાટ લીધી.
ಮನುಷ್ಯರಲ್ಲಿಯೂ, ಪಶುಗಳಲ್ಲಿಯೂ ಸಮಸ್ತ ಸುಲಿಗೆಯನ್ನೂ, ಸಮಸ್ತ ಲೂಟಿಯನ್ನೂ ತೆಗೆದುಕೊಂಡರು.
12 ૧૨ તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.
ಅವರು ಸೆರೆಯವರನ್ನೂ, ಲೂಟಿಯನ್ನೂ, ಸುಲಿಗೆಯನ್ನೂ ಮೋಶೆ, ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನು, ಇಸ್ರಾಯೇಲರ ಸಭೆ ಇವರ ಬಳಿಗೆ ಯೆರಿಕೋ ಪಟ್ಟಣಕ್ಕೆ ಎದುರಾಗಿ ಯೊರ್ದನ್ ನದಿಯ ಮೇಲೆ ಇರುವ ಮೋವಾಬಿನ ಬಯಲುಗಳಲ್ಲಿ ಇದ್ದ ಪಾಳೆಯದೊಳಗೆ ತಂದರು.
13 ૧૩ મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા.
ಮೋಶೆಯೂ, ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನೂ, ಸಮೂಹದ ಪ್ರಧಾನರೆಲ್ಲರೂ ಅವರಿಗೆ ಎದುರಾಗಿ ಪಾಳೆಯದ ಹೊರಗೆ ಹೋದರು.
14 ૧૪ પણ મૂસા સૈન્યના અધિકારી, સહસ્રાધિપતિ તથા શતાધિપતિ જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર ગુસ્સે હતો.
ಆದರೆ ಮೋಶೆಯು ಯುದ್ಧದಿಂದ ಬಂದ ಸಹಸ್ರಾಧಿಪತಿಗಳೂ ಶತಾಧಿಪತಿಗಳೂ ಆಗಿರುವ ಪಾಳೆಯದ ಮೇಲೆ ಕೋಪಮಾಡಿಕೊಂಡರು.
15 ૧૫ મૂસાએ તેઓને કહ્યું, “શું તમે બધી સ્ત્રીઓને જીવતી રહેવા દીધી છે?
ಮೋಶೆಯು ಅವರಿಗೆ, “ಹೆಂಗಸರನ್ನೆಲ್ಲಾ ಉಳಿಸಿದರೋ?
16 ૧૬ જુઓ, આ સ્ત્રીઓએ બલામની સલાહથી ઇઝરાયલી લોકો પાસે, પેઓરની બાબતમાં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું, તેથી યહોવાહની જમાત મધ્યે મરકી ચાલી.
ಇವರೇ ಬಿಳಾಮನ ಮಾತಿನಿಂದ ಪೆಯೋರನ ಕಾರ್ಯದಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ದ್ರೋಹ ಮಾಡುವುದಕ್ಕೆ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಕಾರಣವಾಗಿದ್ದರು. ಯೆಹೋವ ದೇವರ ಸಭೆಯೊಳಗೆ ಇವರಿಂದಲೇ ವ್ಯಾಧಿಯಾಯಿತು.
17 ૧૭ તો હવે, બાળકો મધ્યેથી દરેક પુરુષને મારી નાખો, દરેક સ્ત્રી જે પુરુષ સાથે સૂઈ ગઈ હોય તેને મારી નાખો.
ಆದಕಾರಣ ಈಗ ಬಾಲಕರನ್ನೂ, ಎಲ್ಲಾ ಪುರುಷನನ್ನು ಅರಿತಿರುವ ಎಲ್ಲಾ ಸ್ತ್ರೀಯರನ್ನು ಕೊಂದುಹಾಕಿರಿ.
18 ૧૮ પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય.
ಆದರೆ ಪುರುಷನನ್ನು ಅರಿಯದ ಎಲ್ಲಾ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನು ನಿಮಗಾಗಿ ಉಳಿಸಿಕೊಳ್ಳಿರಿ.
19 ૧૯ તમે સાત દિવસ સુધી છાવણીની બહાર એટલે ઇઝરાયલની છાવણીની બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈને મારી નાખ્યો હોય કે કોઈએ મરણ પામેલાનો સ્પર્શ કર્યો હોય, ત્રીજા દિવસે તથા સાતમા દિવસે તું તથા તારા કેદીઓ પોતાને શુદ્ધ કરો.
“ಇದಲ್ಲದೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾಣ ತೆಗೆದವರು ಮತ್ತು ಶವವನ್ನು ಮುಟ್ಟಿದವರು ಏಳು ದಿವಸ ಪಾಳೆಯದ ಹೊರಗೆ ಇರಬೇಕು. ನೀವೂ, ನಿಮ್ಮ ಸೆರೆಯವರೂ ಮೂರನೆಯ ಹಾಗೂ ಏಳನೆಯ ದಿವಸಗಳಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು.
20 ૨૦ તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો.”
ಎಲ್ಲಾ ಬಟ್ಟೆಗಳನ್ನೂ, ಎಲ್ಲಾ ಚರ್ಮದ ಸಲಕರಣೆಗಳನ್ನೂ, ಮೇಕೆ ಕೂದಲಿಂದ ಮಾಡಿದ್ದೆಲ್ಲವನ್ನೂ, ಕಟ್ಟಿಗೆ ಸಲಕರಣೆಗಳೆಲ್ಲವನ್ನೂ ಶುದ್ಧಮಾಡಬೇಕು,” ಎಂದು ಹೇಳಿದನು.
21 ૨૧ જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે:
ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನು ಯುದ್ಧಕ್ಕೆ ಹೋದ ಪಾಳೆಯದ ಜನರಿಗೆ, “ಯೆಹೋವ ದೇವರು ಮೋಶೆಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ ನ್ಯಾಯದ ಕಟ್ಟಳೆಯು ಇದೇ:
22 ૨૨ સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું,
ಬೆಂಕಿ ತಾಳುವ ಬಂಗಾರ, ಬೆಳ್ಳಿ, ಕಂಚು, ಕಬ್ಬಿಣ, ತವರ, ಸೀಸ ಮೊದಲಾದವುಗಳನ್ನು
23 ૨૩ જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.
ನೀವು ಬೆಂಕಿಯಿಂದ ದಾಟಿಸಬೇಕು. ಆಗ ಅವು ಶುದ್ಧವಾಗುವುವು. ಶುದ್ಧೀಕರಣದ ನೀರಿನಲ್ಲಿ ಅದ್ದಿ ಶುದ್ಧಮಾಡಬೇಕು. ಆಗ ಅವು ಶುದ್ಧವಾಗುವುವು. ಆದರೆ ಬೆಂಕಿ ತಾಳದ ಸಮಸ್ತವನ್ನು ನೀವು ನೀರಿನಿಂದ ತೊಳೆಯಬೇಕು.
24 ૨૪ અને સાતમા દિવસે તમે તમારા વસ્ત્રો ધોઈ નાખો, ત્યાર પછી તમે શુદ્ધ થશો. ત્યાર પછી તમે ઇઝરાયલની છાવણીમાં પાછા આવો.”
ಏಳನೆಯ ದಿವಸದಲ್ಲಿ ನೀವು ನಿಮ್ಮ ಬಟ್ಟೆಗಳನ್ನು ಒಗೆದುಕೊಂಡು ಶುದ್ಧರಾಗಬೇಕು. ತರುವಾಯ ಪಾಳೆಯದೊಳಗೆ ಬರಬೇಕು,” ಎಂದು ಹೇಳಿದನು.
25 ૨૫ યહોવાહે મૂસાને કહ્યું,
ಯೆಹೋವ ದೇವರು ಮೋಶೆಯ ಸಂಗಡ ಮಾತನಾಡಿ,
26 ૨૬ “તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.
“ನೀನೂ, ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನೂ, ಕುಲಾಧಿಪತಿಗಳೂ ಸೈನಿಕರ ಕೈಗೆ ಸಿಕ್ಕಿರುವ ಮನುಷ್ಯರನ್ನೂ ಪಶುಗಳನ್ನೂ ಲೆಕ್ಕಮಾಡಿ ಒಟ್ಟು ಎಷ್ಟೆಂದು ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ.
27 ૨૭ લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.
ಆ ಸುಲಿಗೆಯನ್ನು ಯುದ್ಧಕ್ಕೆ ಹೊರಟ ಯುದ್ಧಭಟರಿಗೂ, ಸಮಸ್ತ ಸಭೆಗೂ ಎರಡು ಪಾಲನ್ನು ಮಾಡಬೇಕು.
28 ૨૮ જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
ಜನರಿಂದಲೂ, ಪಶುಗಳಿಂದಲೂ, ಕತ್ತೆಗಳಿಂದಲೂ, ಕುರಿಗಳಿಂದಲೂ ಐನೂರರಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾಣವನ್ನು ಯುದ್ಧಕ್ಕೆ ಹೊರಟ ಯುದ್ಧಭಟರ ಕಡೆಯಿಂದ ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಕಪ್ಪವಾಗಿ ಎತ್ತಬೇಕು.
29 ૨૯ તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.
ಅವರ ಅರ್ಧ ಪಾಲಿನಿಂದ ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು, ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆಯಾಗಿ, ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನಿಗೆ ಕೊಡಬೇಕು.
30 ૩૦ ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો.”
ಇಸ್ರಾಯೇಲರ ಅರ್ಧ ಪಾಲಿನಿಂದ ಜನರಿಂದಲೂ, ಕತ್ತೆಗಳಿಂದಲೂ, ಮಂದೆಗಳಿಂದಲೂ, ಸಮಸ್ತ ಪಶುಗಳಿಂದಲೂ ಐವತ್ತರಲ್ಲಿ ಒಂದು ಪಾಲು ತೆಗೆದುಕೊಂಡು, ಅವುಗಳನ್ನು ಯೆಹೋವ ದೇವರ ಗುಡಾರವನ್ನು ನಿರ್ವಹಿಸುವ ಲೇವಿಯರಿಗೆ ಕೊಡಬೇಕು,” ಎಂದರು.
31 ૩૧ તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.
ಆಗ ಮೋಶೆಯೂ, ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನೂ ಯೆಹೋವ ದೇವರು ಮೋಶೆಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ ಪ್ರಕಾರ ಮಾಡಿದರು.
32 ૩૨ સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
ಯುದ್ಧಭಟರು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ ಲೂಟಿಯಲ್ಲಿ ಉಳಿದ ಸುಲಿಗೆ ಎಷ್ಟೆಂದರೆ 6,75,000 ಕುರಿಗಳು.
33 ૩૩ બોતેર હજાર બળદો,
72,000 ಪಶುಗಳು;
34 ૩૪ એકસઠ હજાર ગધેડાં,
ಕತ್ತೆಗಳು 61,000;
35 ૩૫ બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
ಪುರುಷರನ್ನು ಅರಿಯದ ಸ್ತ್ರೀಯರು 32,000 ಮಂದಿ.
36 ૩૬ યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
ಯುದ್ಧಕ್ಕೆ ಹೊರಟವರ ಅರ್ಧ ಭಾಗದ ಲೆಕ್ಕವಿದು: 3,37,500 ಕುರಿಗಳಿಂದ
37 ૩૭ ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಕೊಡಲಾದ ಕಪ್ಪವು 675;
38 ૩૮ છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
ಹಾಗೆಯೇ ಅವರಿಗೆ ದೊರಕಿದ 36,000 ದನಕರುಗಳಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಉಂಟಾದ ಕಪ್ಪವು 72 ದನಕರುಗಳು;
39 ૩૯ ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
30,500 ಕತ್ತೆಗಳು; ಅವುಗಳಿಂದ ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಉಂಟಾದ ಕಪ್ಪವು 61;
40 ૪૦ જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
16,000 ಜನರು, ಅವರಿಂದ ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಉಂಟಾದ ಕಪ್ಪವು 32 ಜನ.
41 ૪૧ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.
ಮೋಶೆಯು ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಪಡೆಯುವ ಕಪ್ಪವನ್ನು ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನಿಗೆ ಯೆಹೋವ ದೇವರು ಆಜ್ಞಾಪಿಸಿದ ಪ್ರಕಾರ ಕೊಟ್ಟನು.
42 ૪૨ ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે,
ಮೋಶೆಯು ಯುದ್ಧಕ್ಕೆ ಹೋದ ಜನರಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಹಂಚಿದ ಅರ್ಧ ಭಾಗದ ವಿವರ:
43 ૪૩ જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટાં,
ಕುರಿಗಳಿಂದ ಸಭೆಯ ಅರ್ಧ 3, 37,500 ಕುರಿಗಳು;
44 ૪૪ છત્રીસ હજાર બળદો,
36,000 ಪಶುಗಳು;
45 ૪૫ ત્રીસ હજાર પાંચસો ગધેડાં,
30,500 ಕತ್ತೆಗಳು;
46 ૪૬ સોળ હજાર માણસો હતાં.
16,000 ಜನರು;
47 ૪૭ જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
ಮೋಶೆಯು ಇಸ್ರಾಯೇಲರ ಅರ್ಧದಿಂದ ಮನುಷ್ಯರಲ್ಲಿಯೂ ಪಶುಗಳಲ್ಲಿಯೂ ಐವತ್ತರಲ್ಲಿ ಒಂದು ಪಾಲನ್ನು ತೆಗೆದುಕೊಂಡು, ಯೆಹೋವ ದೇವರು ತನಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ ಪ್ರಕಾರ ಯೆಹೋವ ದೇವರ ಗುಡಾರವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವ ಲೇವಿಯರಿಗೆ ಕೊಟ್ಟನು.
48 ૪૮ પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.
ಆಗ ಸೈನ್ಯದ ಅಧಿಕಾರಿಗಳಾದ ಸಹಸ್ರಾಧಿಪತಿಗಳೂ ಶತಾಧಿಪತಿಗಳೂ ಮೋಶೆಯ ಬಳಿಗೆ ಬಂದು,
49 ૪૯ તેઓએ મૂસાને કહ્યું, “જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.
ಮೋಶೆಗೆ ಅವರು, “ನಿನ್ನ ಸೇವಕರಾದ ನಾವು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿದ್ದ ಯುದ್ಧಭಟರ ಲೆಕ್ಕವನ್ನು ತೆಗೆದುಕೊಂಡೆವು. ಅವರೊಳಗೆ ಒಬ್ಬನಾದರೂ ಕಡಿಮೆಯಾಗಲಿಲ್ಲ.
50 ૫૦ અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ.”
ಆದ್ದರಿಂದ ಯೆಹೋವ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಾಣಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಕ್ಕಾಗಿ ನಾವು ಒಬ್ಬೊಬ್ಬನಿಗೆ ಸಿಕ್ಕಿದಂಥ ಬಂಗಾರದ ವಸ್ತುಗಳಾದ ಸರಪಣಿಗಳನ್ನೂ, ಕಡಗಗಳನ್ನೂ, ಉಂಗುರಗಳನ್ನೂ, ವಾಲೆಗಳನ್ನೂ, ಪದಕಗಳನ್ನೂ ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಕಾಣಿಕೆಯಾಗಿ ತಂದಿದ್ದೇವೆ,” ಎಂದು ಹೇಳಿದರು.
51 ૫૧ મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.
ಮೋಶೆಯೂ, ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನೂ ವಿಚಿತ್ರ ಕೆಲಸವಾಗಿರುವ ಬಂಗಾರವನ್ನೆಲ್ಲಾ ಅದರಿಂದ ತೆಗೆದುಕೊಂಡರು.
52 ૫૨ ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.
ಸಹಸ್ರಾಧಿಪತಿಗಳೂ, ಶತಾಧಿಪತಿಗಳೂ ಯೆಹೋವ ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸಿದ ಕಾಣಿಕೆಯ ಒಟ್ಟು ತೂಕ 16,750 ಶೆಕೆಲ್‌ಗಳು.
53 ૫૩ દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી.
ಯುದ್ಧದ ಜನರು ಒಬ್ಬೊಬ್ಬನು ಸ್ವಂತವಾಗಿ ಸುಲಿದುಕೊಂಡಿದ್ದನು.
54 ૫૪ મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.
ಆಗ ಮೋಶೆಯೂ, ಯಾಜಕನಾದ ಎಲಿಯಾಜರನೂ ಸಹಸ್ರಾಧಿಪತಿಗಳ ಮತ್ತು ಶತಾಧಿಪತಿಗಳ ಕೈಯಿಂದ ಬಂಗಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು, ಯೆಹೋವ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಜ್ಞಾಪಕಕ್ಕಾಗಿ ದೇವದರ್ಶನ ಗುಡಾರದೊಳಗೆ ತಂದರು.

< ગણના 31 >