< ગણના 28 >
1 ૧ યહોવાહે મૂસા સાથે વાત કરતાં કહ્યું,
Och Herren talade med Mose, och sade:
2 ૨ “ઇઝરાયલ લોકોને આજ્ઞા કરીને તેઓને કહે, ‘તમારે નિશ્ચિત સમયે મારે સારુ બલિદાન ચઢાવવું, મારે સારુ સુવાસિત હોમયજ્ઞને સારુ મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
Bjud Israels barnom, och säg till dem: Mitt bröds offer, hvilket mitt offer är till en söt lukt, skolen I hålla i sinom tid, så att I mig det offren.
3 ૩ તારે તેઓને કહેવું, “આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખાંપણ વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.
Och säg till dem: Dessa äro de offer, som I offra skolen Herranom: årsgamla lamb, de som utan vank äro, dagliga tu till dagligit bränneoffer;
4 ૪ એક હલવાન તમારે સવારે ચઢાવવું અને બીજું હલવાન સાંજે ચઢાવવું.
Ett lamb om morgonen, det andra om aftonen.
5 ૫ ખાદ્યાર્પણને સારુ એક દશાંશ એફાહ મેંદો, પા હિન કૂટીને કાઢેલો તેલથી મોહેલો.
Dertill tiondeparten af ett epha semlomjöl till spisoffer, blandadt med oljo, den stött är, en fjerdepart af ett hin.
6 ૬ તે રોજનું દહનીયાર્પણ છે જે યહોવાહની આજ્ઞા પ્રમાણે સુવાસને સારુ યહોવાહના હોમયજ્ઞ તરીકે સિનાઈ પર્વતમાં ઠરાવાયો હતો.
Det är ett dagligit bränneoffer, det I uppå Sinai berg offraden, till en söt lukt af ett offer Herranom.
7 ૭ પેયાર્પણ એક હલવાનને સારુ પા હિન દ્રાક્ષારસનું હોય. તમે યહોવાહને માટે પવિત્રસ્થાનમાં મધનું પેયાર્પણ રેડો.
Dertill dess drickoffer, ju till hvart lambet en fjerdedel af ett hin; och det skall offradt varda i helgedomenom, obemängdt Herranom.
8 ૮ બીજુ હલવાન તમે સાંજે ચઢાવો, સવારના ખાદ્યાર્પણની માફક અને સાંજના પેયાર્પણની માફક તમે તે ચઢાવો. આ સુવાસિત હોમયજ્ઞ યહોવાહને માટે છે.
Det andra lambet skall du göra om aftonen, såsom spisoffret om morgonen, och dess drickoffer till en söt lukts offer Herranom.
9 ૯ “વિશ્રામવારને દિવસે તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે હલવાન ચઢાવવા, ખાદ્યાર્પણ તરીકે બે દશાંશ એફાહ મેંદાનો લોટ તેલમાં મોહેલો અને તેનું પેયાર્પણ ચઢાવવું.
Men om Sabbathsdagen tu årsgamla lamb utan vank, och två tiungar af semlomjöl till spisoffer, blandadt med oljo, och dess drickoffer.
10 ૧૦ દરેક વિશ્રામવારનું દહનીયાપર્ણ અને રોજનું દહનીયાર્પણ અને પેયાર્પણ ઉપરાંત એ છે.
Det är hvars Sabbathens bränneoffer, utöfver det dagliga bränneoffret, med sitt drickoffer.
11 ૧૧ દરેક મહિનાના પ્રથમ દિવસે તમે યહોવાહને દહનીયાર્પણ ચઢાવો. તમે ખોડખાંપણ વગરના બે વાછરડો, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચઢાવો.
Men på första dagen i edra månader skolen I offra Herranom ett bränneoffer, två unga stutar, en vädur, sju årsgamla lamb utan vank;
12 ૧૨ પ્રત્યેક બળદને સારુ ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ ખાદ્યાર્પણ તરીકે અને એક ઘેટાંને સારુ બે દશાંશ એફાહ મેદાનો લોટ તેલથી મોહેલો ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
Och ju tre tiungar semlomjöl till spisoffer, blandadt med oljo, till en stut, och två tiungar semlomjöl till spisoffer, blandadt med oljo, till en vädur;
13 ૧૩ અને પ્રત્યેક હલવાન માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો. આ દહનીયાર્પણ યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ છે.
Och ju en tiung semlomjöl till spisoffer, med oljo blandadt, till ett lamb; det är bränneoffret till en söt lukt, ett offer Herranom.
14 ૧૪ તેઓનાં પેયાર્પણ દરેક વાછરડા સાથે અડધો હિન, ઘેટાંની સાથે તૃતીયાંશ હિન અને હલવાન સાથે પા હિન દ્રાક્ષારસ હોય. વર્ષના પ્રત્યેક મહિનામાંના પ્રથમ દિવસનું આ દહનીયાર્પણ છે.
Och deras drickoffer skall vara, ett halft hin vin till stuten, en tredjedel af ett hin till väduren, en fjerdedel af ett hin till lambet; det är bränneoffret till hvar månad om året.
15 ૧૫ એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમારે યહોવાહને ચઢાવવો. રોજના દહનીયાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનું આ અર્પણ છે.
Dertill skall man göra en getabock till ett syndoffer Herranom, öfver det dagliga bränneoffret, och dess drickoffer.
16 ૧૬ પહેલા મહિનાને ચૌદમા દિવસે યહોવાહનું પાસ્ખાપર્વ છે.
Men på fjortonde dagenom i första månaden är Passah Herranom.
17 ૧૭ આ મહિનાને પંદરમે દિવસે પર્વ રાખવું. સાત દિવસ સુધી બેખમીરી રોટલી ખાવી.
Och uppå femtonde dagenom i samma månaden är högtid; i sju dagar skall man äta osyradt bröd.
18 ૧૮ પ્રથમ દિવસે યહોવાહની સમક્ષ પવિત્ર સભા રાખવી. તે દિવસે રોજનું કામ કરવું નહિ.
Den förste dagen skall kallas helig, att I sammankommen; intet tjenstearbete skolen I göra deruppå.
19 ૧૯ પણ તમારે યહોવાહને દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ ચઢાવવું. તમે બે વાછરડા, એક ઘેટાં અને એક વર્ષની ઉંમરના ખોડખાંપણ વગરના સાત હલવાનો ચઢાવ.
Och skolen I göra Herranom bränneoffer, två unga stutar, en vädur, sju årsgamla lamb utan vank;
20 ૨૦ બળદની સાથે ત્રણ દશાંશ એફાહ તેલથી મોહેલો મેંદાનો લોટ અને ઘેટાંની સાથે બે દશાંશ એફાહ ખાદ્યાર્પણ તરીકે ચઢાવો.
Med deras spisoffer, tre tiungar semlomjöl, blandadt med oljo, till hvar stuten, och två tiungar till väduren;
21 ૨૧ સાત હલવાનોમાંના દરેક હલવાન સાથે એક દશાંશ એફાહ મેંદાનો લોટ તેલથી મોહેલો તમારે ચઢાવવો.
Och ju en tiung till hvart af de sju lamben.
22 ૨૨ તમારા પોતાના માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ તરીકે તમે એક બકરાનું અર્પણ કરો.
Dertill en bock till syndoffer, på det I skolen försonade varda.
23 ૨૩ સવારનું દહનીયાર્પણ કે જે નિયમિત દહનીયાર્પણ છે તે ઉપરાંત આ અર્પણો ચઢાવો.
Och det skolen I göra om morgonen, förutan det bränneoffret, som ett dagligit bränneoffer är.
24 ૨૪ સાત દિવસ સુધી દરરોજ યહોવાહને માટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન તમે ચઢાવો. રોજના દહનીયાર્પણ તથા પેયાર્પણ તરીકે તે ચઢાવવામાં આવે.
Efter detta sättet skolen I hvar dag i de sju dagar offra bröd till en söt lukts offer Herranom, till det dagliga bränneoffret, dertill dess drickoffer.
25 ૨૫ સાતમા દિવસે યહોવાહના આદરમાં પવિત્રસભા કરવી અને તે દિવસે રોજનું કામ કરવું નહિ.
Och den sjunde dagen skall kallas helig ibland eder, att I sammankommen; intet tjenstearbete skolen I göra deruppå.
26 ૨૬ પ્રથમ ફળના દિવસે, એટલે જયારે અઠવાડિયાનાં પર્વમાં તમે યહોવાહને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે પ્રથમ દિવસે, તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી, તે દિવસે તમારે રોજનું કામ કરવું નહિ.
Och förstlingens dag, då I offren det nya spisoffret Herranom, när edra veckor äro framledna, skall helig kallas, att I sammankommen; intet tjenstearbete skolen I göra deruppå.
27 ૨૭ તમે યહોવાહને સુવાસને સારુ દહનીયાર્પણ ચઢાવો. એટલે તમારે બે વાછરડા, એક ઘેટાં તથા એક વર્ષના સાત નર હલવાનો ચઢાવવાં.
Och skolen I göra Herranom bränneoffer till en söt lukt, två unga stutar, en vädur, sju årsgamla lamb;
28 ૨૮ તેઓનું ખાદ્યાર્પણ તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક બળદને સારુ, બે દશાંશ ઘેટાંને સારુ ચઢાવો.
Med deras spisoffer, tre tiungar semlomjöl, blandadt med oljo, till hvar stuten, två tiungar till väduren;
29 ૨૯ તેલથી મોહેલો એક દશાંશ એફાહ મેંદો સાત હલવાનોમાંના દરેકને ચઢાવવો.
Och ju en tiung till hvart och ett af de sju lamben;
30 ૩૦ તમારા પોતાના પ્રાયશ્ચિતને માટે એક બકરો અર્પણ કરવો.
Och en getabock till att försona eder.
31 ૩૧ રોજના દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ઉપરાંત તમારે બલિદાન માટે ખામી વગરના પશુઓ ચઢાવવાં.
Detta skolen I göra, förutan det dagliga bränneoffret med sitt spisoffer; utan vank skall det vara; dertill deras drickoffer.