< ગણના 27 >
1 ૧ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા.
१मग योसेफाचा मुलगा मनश्शे ह्याच्या कुळातला सलाफहाद हेफेरचा मुलगा होता. हेफर गिलादाचा मुलगा होता. गिलाद माखीरचा मुलगा होता. माखिर मनश्शेचा मुलगा होता. सलाफहादला पाच मुली होत्या. त्यांची नावे महला, नोआ, होग्ला, मिल्का व तिरसा.
2 ૨ તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું,
२या पाच स्त्रिया दर्शनमंडप प्रवेशद्वारापाशी गेल्या आणि मोशे, याजक एलाजार, पुढारी आणि इस्राएलाच्या मंडळीसमोर जाऊन उभ्या राहिल्या. त्या म्हणाल्या,
3 ૩ “અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.
३आमचे वडील रानात असताना मरण पावले. ज्या मंडळीने कोरहाच्या समूहाला मिळून परमेश्वरास विरोध केला होता त्यामध्ये तो नव्हता तर तो आपल्याच पापाने मेला. त्याऐवजी त्याच्या स्वतःच्या पापाच्या कारणाने तो मेला.
4 ૪ અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે.”
४त्यास पुत्र नव्हते एवढ्यावरूनच आमच्या बापाचे नाव त्याच्या कुळातून का काढून टाकावे? आमच्या वडिलांच्या भावांमध्ये आम्हास वतन दे.
5 ૫ માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.
५तेव्हा मोशेने परमेश्वरासमोर त्यांचे प्रकरण ठेवले.
6 ૬ અને યહોવાહે મૂસાને કહ્યું,
६परमेश्वर मोशेशी बोलला व म्हणाला,
7 ૭ “સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.
७सलाफहादाच्या मुलींचे म्हणणे बरोबर आहे. त्यांच्या वडिलांच्या नातेवाईकांबरोबर त्यांना मिळणाऱ्या वतनात त्यांचाही वाटा द्यावा. म्हणून त्यांच्या वडिलांचे वतन त्यांच्या नावे कर.
8 ૮ ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.
८इस्राएल लोकांसाठी हा नियम कर: जर एखाद्याला मुलगा नसला आणि तो निपुत्रिक मेला तर त्याचे वतन त्याच्या मुलींना मिळावे.
9 ૯ જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.
९जर त्यास मुलीही नसल्या तर त्याचे वतन त्याच्या भावांना मिळावे.
10 ૧૦ જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.
१०जर त्यास भाऊही नसला तर त्याचे वतन त्याच्या चुलत्याला द्यावे.
11 ૧૧ અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’”
११जर त्याच्या वडिलांना भाऊ नसेल तर त्याचे वतन त्याच्या कुळापैकी जो सर्वात जवळचा नातेवाईक असेल त्यास ते मिळावे. इस्राएल लोकांमध्ये हा कायदा असावा अशी आज्ञा परमेश्वराने मोशेला केली. हा इस्राएली लोकांचा कायदा व्हावा.
12 ૧૨ યહોવાહે મૂસાને કહ્યું, “તું અબારીમના પર્વત પર જા અને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપેલો છે તે જો.
१२परमेश्वर मोशेला म्हणाला, यार्देन नदीच्या पूर्वेकडील रानातील अबारीम डोंगरावर तू चढून जा. मी इस्राएल लोकांस जो देश देणार आहे तो तेथून पाहा.
13 ૧૩ તે જોયા પછી તું પણ તારા ભાઈ હારુનની જેમ તારા લોકો સાથે ભળી જશે.
१३तो पाहिल्यानंतर तुझा भाऊ अहरोन जसा आपल्या पूर्वजांस जाऊन मिळाला तसा तू आपल्या पूर्वजांस जाऊन मिळशील.
14 ૧૪ કેમ કે સીનના અરણ્યમાં આખી જમાતની દ્રષ્ટિમાં ખડકમાંથી વહેતા પાણી પાસે કાદેશમાં મરીબાહનાં પાણી મને પવિત્ર માનવા વિષે તેં મારી આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો.
१४त्सीनच्या रानात मंडळीचे भांडण झाले त्यावेळी त्या झऱ्याजवळ त्यांच्यासमोर माझे पावित्र्य प्रगट करावे म्हणून जी आज्ञा होती तिच्याविरूद्ध तुम्ही दोघांनी बंड केले. हे त्सीनच्या रानात कादेश येथील मरीबा झऱ्याच्याजवळ घडले.
15 ૧૫ પછી મૂસાએ યહોવાહની સાથે વાત કરીને કહ્યું,
१५मोशे परमेश्वराशी बोलला व म्हणाला,
16 ૧૬ “યહોવાહ, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, તે લોકો પર એક માણસને નિયુક્ત કરે.
१६परमेश्वर सर्व मानवजातीच्या आत्म्यांचा देव याने एका मनुष्यास मंडळीवर नेमून ठेवावे.
17 ૧૭ કોઈ માણસ તેઓની આગળ બહાર જાય અને અંદર આવે, જે તેઓને બહાર ચલાવે અને અંદર લાવે, જેથી તમારા લોકો પાળક વગરનાં ઘેટાં જેવા ન રહે.”
१७तो त्यांच्यापुढे बाहेर जाईल व त्यांच्यापुढे आत येईल. तो त्यांना बाहेर नेईल व आत आणील म्हणजे परमेश्वराची मंडळी मेंढपाळ नसलेल्या मेंढरासारखी होणार नाही.
18 ૧૮ યહોવાહે મૂસાને કહ્યું, “નૂનનો દીકરો યહોશુઆ, જેનામાં મારો આત્મા રહે છે, તેના પર તારો હાથ મૂક.
१८तेव्हा परमेश्वर मोशेला म्हणाला, नूनाचा मुलगा यहोशवा ह्याला घेऊन त्याच्यावर आपला हात ठेव, त्याच्याठायी माझा आत्मा राहतो.
19 ૧૯ તું તેને એલાઝાર યાજક તથા આખી જમાત સમક્ષ ઊભો કર, તેઓના દેખતાં તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.
१९त्यास याजक एलाजार आणि सर्व मंडळीसमोर उभे करून आणि त्यास त्यांच्या समक्ष आज्ञा कर.
20 ૨૦ તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે.
२०तू आपला काही अधिकार त्यास दे. याकरिता की, इस्राएलाच्या सर्व मंडळीने त्याची आज्ञा मानावी.
21 ૨૧ એલાઝાર યાજક પાસે તે ઊભો રહે, ઉરીમના નિર્ણય વડે યહોવાહની સમક્ષ તેને માટે પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા ઇઝરાયલી લોકોની આખી જમાત બહાર જાય અને અંદર આવે.
२१तो एलाजार याजकापुढे उभा राहील, तो त्याच्यावतीने उरीमाच्या निर्णयासाठी परमेश्वरास विचारील. त्याने व त्याच्याबरोबर इस्राएलाच्या सर्व लोकांनी त्याच्या सांगण्यावरून बाहेर जावे व आत यावे.
22 ૨૨ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો.
२२मोशेने परमेश्वराने आज्ञा दिल्याप्रमाणे केले. त्याने यहोशवाला एलाजार याजकाच्या आणि लोकांच्या पुढे उभे केले.
23 ૨૩ યહોવાહે જેમ કરવાનું કહ્યું હતું તેમ મૂસાએ તેનો હાથ તેના પર મૂકીને સોંપણી કરી.
२३परमेश्वराने आज्ञा दिल्याप्रमाणे मोशेने त्याच्यावर हात ठेवले आणि त्याने त्यास नेतृत्व करण्याची आज्ञा दिली.