< ગણના 26 >

1 મરકી બંધ થયા પછી યહોવાહે મૂસાને તથા હારુન યાજકના પુત્ર એલાઝારને કહ્યું,
विपत्तिपछि परमप्रभुले मोशा र पुजारी हारूनका छोरा एलाजारलाई भन्‍नुभयो,
2 “ઇઝરાયલી લોકોની આખી જમાતમાં જેઓ વીસ વર્ષના કે તેથી વધારે ઉંમરના હોય, એટલે કે જેઓ ઇઝરાયલ માટે યુદ્ધમાં જવાને સમર્થ હોય તેઓની તથા તેઓના પિતૃઓના કુટુંબોની ગણતરી કર.”
“इस्राएलका सारा समुदायलाई तिनीहरूका पुर्खाहरूका कुल-कुलअनुसार बिस वर्ष र त्यसभन्दा माथिका इस्राएलका निम्ति युद्धमा जान सक्‍ने सबैको गन्ती गर ।”
3 યર્દન નદીને કિનારે યરીખોના, મોઆબના મેદાનમાં મૂસા તથા એલાઝાર યાજકે તેઓની સાથે વાત કરી કે,
त्यसैले मोशा र पुजारी एलाजारले यर्दन नजिकैको मोआबको मैदान यरीहोमा तिनीहरूलाई भने,
4 વીસ વર્ષ તથા તેથી વધારે ઉંમરના લોકોની ગણતરી કરો, જેમ યહોવાહે મૂસાને તથા ઇઝરાયલ લોકોને મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે તેઓને આજ્ઞા આપી હતી તેમ.”
“परमप्रभुले मोशा र इस्राएलका मानिसहरूलाई आज्ञा गर्नुभएअनुसार बिस वर्ष र त्यसभन्दा माथिका मिश्रबाट आएका मानिसहरूको गन्ती गर ।”
5 ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો રુબેન હતો. તેના દીકરા હનોખથી હનોખીઓનું કુટુંબ. પાલ્લૂથી પાલ્લૂનું કુટુંબ.
रूबेन इस्राएलका जेठा छोरा थिए । तिनको छोरा हानोकबाट हानोकीहरूको वंश आयो । पल्लुबाट पल्लुईहरूको वंश आयो ।
6 હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. કાર્મીથી કાર્મીઓનું કુટુંબ.
हेस्रोनबाट हेस्रोनीहरूको वंश आयो । कर्मीबाट कर्मीहरूको वंश आयो ।
7 રુબેનના વંશજોનાં આટલાં કુળો હતાં, તેઓની સંખ્યા તેંતાલીસહજાર સાતસોત્રીસની હતી.
यिनीहरू रूबेनका कुलहरू थिए, जसको सङ्ख्या ४३,७३० थियो ।
8 પાલ્લૂનો દીકરો અલિયાબ હતો.
एलीआब पल्लुका छोरा थिए ।
9 અલિયાબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા.
एलीआबका छोराहरू नमूएल, दातान र अबीराम थिए । मोशा र हारूनलाई चुनौती दिँदा अनि परमप्रभुको विरुद्धमा विद्रोह गर्दा कोरहको पछि लाग्‍ने दातान र अबीराम यिनै थिए ।
10 ૧૦ જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પૃથ્વી પોતાનું મુખ ખોલીને તેઓને કોરાહ સહિત ગળી ગઈ. તે જ સમયે અગ્નિએ બસો પચાસ માણસોનો નાશ કરી નાખ્યો જેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.
कोरहलाई पछ्याउने सबै मर्दा पृथ्वीले मुख बायो र तिनीहरूलाई निल्यो । त्यस बेला २५० जना आगोले भस्म भए, जो चेताउनीका सङ्केत भए ।
11 ૧૧ તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ.
तर कोरहका वंश मरेनन् ।
12 ૧૨ શિમયોનના વંશજોનાં કુટુંબો નીચે પ્રમાણે છે: નમુએલથી નમુએલીઓનું કુટુંબ. યામીનથી યામીનીઓનું કુટુંબ. યાખીનથી યાખીનીઓનું કુટુંબ,
शिमियोनका सन्तानहरू यिनै थिएः नमूएलबाट नमूएलीहरूको वंश, यामीनबाट यामिनीहरूको वंश, याकीनबाट याकीनीहरूको वंश,
13 ૧૩ ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. શાઉલથી શાઉલીઓનું કુટુંબ.
जेरहबाट जेरहातीहरूको वंश, शौलबाट शौलीहरूको वंश भए ।
14 ૧૪ આ શિમયોનના વંશજોનાં કુટુંબો હતાં, જેઓ સંખ્યામાં બાવીસહજાર બસો માણસો હતા.
यिनीहरू शिमियोनका सन्तानहरूका कुलहरू थिए, जसको सङ्ख्या २२,२०० थियो । यिनीहरू
15 ૧૫ ગાદના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે. સફોનથી સફોનીઓનું કુટુંબ. હાગ્ગીથી હાગ્ગીઓનું કુટુંબ. શૂનીથી શૂનીઓનું કુટુંબ.
दानका सन्तानहरूका कुलहरू थिएः सेफोनबाट सेफोनीहरूका वंश, हाग्यीबाट हाग्यीहरूको वंश, शूनीबाट शूनीहरूको वंश भए ।
16 ૧૬ ઓઝનીથી ઓઝનીઓનું કુટુંબ. એરીથી એરીઓનું કુટુંબ.
ओजनीबाट ओजनीहरूको वंश, एरीबाट एरीहरूको वंश,
17 ૧૭ અરોદથી અરોદીઓનું કુટુંબ. આરએલીથી આરએલીઓનું કુટુંબ.
अरोदबाट अरोदीहरूको वंश, अरेलीबाट अरेलीहरूको वंश भए ।
18 ૧૮ આ ગાદના વંશજોના કુટુંબો હતા જેઓની સંખ્યા ચાલીસહજાર પાંચસો માણસોની હતી.
यिनीहरू दानका सन्तानहरूका कुलहरू थिए, जसको सङ्ख्या ४०,५०० थियो ।
19 ૧૯ એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.
एर् र ओनान यहूदाका छोराहरू थिए, तर यिनीहरू कनानको भूमिमा नै मरे ।
20 ૨૦ યહૂદાના બીજા વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.
यहूदाका अन्य सन्तानहरूका कुलहरू यिनै थिएः शेलहबाट शेलानीहरूको वंश, फारेसबाट फारेसीहरूको वंश, जेरहबाट जेहातीहरूको वंश भए ।
21 ૨૧ પેરેસના વંશજો આ હતા એટલે: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.
फारेसका सन्तानहरू यिनै थिएः हेस्रोनबाट हेस्रोनीहरूको वंश, हामूलबाट हामूलीहरूको वंश भए ।
22 ૨૨ આ યહૂદાના વંશજોનાં કુટુંબો હતા, જેઓની સંખ્યા છોતેરહજાર પાંચસો માણસોની હતી.
यिनीहरू यहूदाका सन्तानहरूका कुलहरू थिए, जसको सङ्ख्या ७६,५०० थियो ।
23 ૨૩ ઇસ્સાખારના વંશજોના કુટુંબો આ હતાં એટલે: તોલાથી તોલાઈઓનું કુટુંબ. પુવાહથી પૂનીઓનું કુટુંબ.
यिनीहरू इस्साखारका सन्तानहरूका कुलहरू थिएः तोलाबाट तोलाहीहरूको वंश, पुवाबाट पुवातीहरूको वंश,
24 ૨૪ યાશૂબથી યાશૂબીઓનું કુટુંબ. શિમ્રોનથી શિમ્રોનીઓનું કુટુંબ.
याशूबबाट याशूबीहरूको वंश, शिम्रोनबाट शिम्रनीहरूको वंश भए ।
25 ૨૫ આ ઇસ્સાખારના વંશજોના કુટુંબો હતા, જેઓની સંખ્યા ચોસઠહજાર ત્રણસો માણસોની હતી.
यिनीहरू इस्साखारका कुलहरू थिए, जसको सङ्ख्या ६४,३०० थियो ।
26 ૨૬ ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ.
यिनीहरू जबूलूनका सन्तानहरूका कुलहरू थिएः सेरेदबाट सेरेदीहरूको वंश, एलोनबाट एलोनीहरूको वंश, यहलेलबाट यहेलेलीको वंश भए ।
27 ૨૭ આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી.
यिनीहरू जबूलूनका कुलहरू थिए, जसको सङ्ख्या ६०,५०० थियो ।
28 ૨૮ યૂસફના વંશજો મનાશ્શા અને એફ્રાઇમ હતા.
योसेफका सन्तानहरूका कुलहरू मनश्‍शे र एफ्राइम थिए ।
29 ૨૯ મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ માખીર ગિલ્યાદનો પિતા હતો, ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.
यिनीहरू मनश्‍शेका सन्तानहरू थिएः माकीरबाट माकीरीहरूको वंश (माकीर गिलादका बुबा थिए),
30 ૩૦ ગિલ્યાદનાં કુટુંબો આ હતાં: ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને
गिलादबाट गिलादीहरूका वंश भए । यिनीहरू गिलादका सन्तानहरू थिएः ईएजेरबाट ऐएजेरीहरूका वंश, हेलेकबाट हेलेकीहरूका वंश,
31 ૩૧ આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ. અને શખેમથી શખેમીઓનું કુટુંબ.
अस्रीएलबाट अस्रीएलीहरूका वंश, शकेमबाट शकेमीहरूका वंश,
32 ૩૨ શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ.
शमीदाबाट शमीदीहरूका वंश, हेपेरबाट हेपेरहरूका वंश भए ।
33 ૩૩ હેફેરના દીકરા સલોફહાદને દીકરા નહોતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. તેની દીકરીઓનાં નામ માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા હતાં.
हेपेरका छोरा सलोफादका छोराहरू थिएनन्, तर छोरीहरू मात्र थिए । तिनका छोरीहरूका नाउँ महला, नोआह, होग्‍ला, मिल्का र तिर्सा थिए ।
34 ૩૪ આ મનાશ્શાનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા બાવનહજાર સાતસો માણસોની હતી.
यिनीहरू मनश्‍शेका कुलहरू थिए, जसको सङ्ख्या ५२,७०० थियो ।
35 ૩૫ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.
यिनीहरू एफ्राइमका सन्तानहरूका कुलहरू थिएः शूतेलहबाट शूतेलहीहरूका वंश, बेकेरबाट बेकेरीहरूका वंश, तहनबाट तहनीहरूका वंश भए ।
36 ૩૬ શૂથેલાહના વંશજો, એરાનથી એરાનીઓનું કુટુંબ.
शूतेलहका सन्तानहरू, एरानबाट एरानीहरू थिए ।
37 ૩૭ આ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા બત્રીસહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો તેઓના કુટુંબોની ગણતરી પ્રમાણે આ છે.
यिनीहरू एफ्राइमका सन्तानहरूका कुलहरू थिए, जसको सङ्ख्या ३२,५०० थियो । यिनीहरू आ-आफ्ना कुलअनुसार गन्ती गरिएका योसेफका सन्तानहरू थिए ।
38 ૩૮ બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ.
यिनीहरू बेन्यामीनका सन्तानहरूका कुलहरू थिएः बेलाबाट बेलाहीहरूका वंश, अश्बेलबाट अश्बेलीहरूका वंश, अहीरामबाट अहीरामीहरूका वंश,
39 ૩૯ શૂફામથી શૂફામીઓનું કુટુંબ. હૂફામથી હૂફામીઓનું કુટુંબ.
शूपामबाट शूपामीहरूको वंश, हूपामबाट हूपामीहरूका वंश भए । आर्द र नामान
40 ૪૦ બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ.
बेलाका छोराहरू थिए । आर्दबाट आर्दीहरूका वंश, नामानबाट नामानीहरूका वंश भए ।
41 ૪૧ આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી.
यिनीहरू बेन्यामीनका सन्तानहरूका कुलहरू थिए । तिनीहरूको सङ्ख्या ४५,६०० थियो ।
42 ૪૨ દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું.
शूहामबाट आएका शूहामीहरूका वंश नै दानका सन्तानहरूका कुलहरू थिए । यिनीहरू दानका सन्तानका कुलहरू थिए ।
43 ૪૩ શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી.
शूहामीहरूका सबै कुलको सङ्ख्या ६४,४०० थियो ।
44 ૪૪ આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ.
आशेरका सन्तानहरूका कुलहरू यिनै थिएः यिम्‍नाबाट यिम्‍नीहरूका वंश, यिश्‍वीबाट यिश्‍वीहरूका वंश, बरीआबाट बरीआतीहरूका वंश भए ।
45 ૪૫ બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.
बरीआका सन्तानहरू यिनै थिएः हेबेरबाट हेबेरीहरूका वंश, मल्कीएलबाट मल्कीएलीहरूका वंश भए ।
46 ૪૬ આશેરની દીકરીનું નામ સેરાહ હતું.
आशेरकी छोरीको नाउँ सेरह थियो ।
47 ૪૭ આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.
यिनीहरू आशेरका सन्तानहरूका कुलहरू थिए, जसको सङ्ख्या ५३,४०० थियो ।
48 ૪૮ નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,
यिनीहरू नप्‍तालीका सन्तानहरूका वंशहरू थिएः यहसीलबाट यहसीलीहरूका वंश, गुनीबाट गुनीहरूका वंश,
49 ૪૯ યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.
येसेरबाट येसेरीहरूका वंश, शिल्लेमबाट शिल्लेमीहरूको वंश भए ।
50 ૫૦ નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી.
यिनीहरू नप्‍तालीका सन्तानहरूका वंशहरू थिए, जसको सङ्ख्या ४५,४०० थियो ।
51 ૫૧ ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી.
इस्राएलका मानिसहरूका गनिएका पुरुषहरूका पुरा सङ्ख्या ६,०१,७३० थियो ।
52 ૫૨ પછી યહોવાહે મૂસાને કહ્યું,
परमप्रभु मोशासँग बोल्नुभयो,
53 ૫૩ “તેઓનાં નામોની સંખ્યા પ્રમાણે માણસોને આ દેશનો વારસો વહેંચી આપવો.
“यो भूमि तिनीहरूका आ-आफ्ना नाउँको सङ्ख्याअनुसार यी मानिसहरू माझ उत्तराधिकारको रूपमा बाँड्नुपर्छ ।
54 ૫૪ મોટા કુટુંબને વધારે વારસો આપવો, નાના કુટુંબને થોડો વારસો આપવો. દરેક કુટુંબના માણસોની ગણતરી પ્રમાણે તેમને વારસો આપવો.
ठुलो कुललाई ठुलो अंश दिनुपर्छ र सानो कुललाई सानो अंश दिनुपर्छ । हरेक कुललाई गनिएका पुरुषहरूको सङ्ख्याअनुसार एक‍-एक अंश दिनुपर्छ ।
55 ૫૫ ચિઠ્ઠી નાખીને દેશની વહેંચણી કરવી. દરેકને તેમના પિતૃઓનાં કુળો પ્રમાણે વારસો મળે.
तथापि, भूमिलाई चिट्ठा हालेर बाँड्नुपर्छ ।
56 ૫૬ વધારે તથા થોડા કુટુંબોની વચ્ચે ચિઠ્ઠીઓ નાખીને વારસાની વહેંચણી કરવી.”
आ-आफ्ना कुललाई बाँडिदिएअनुसार तिनीहरूले भूमि पाउनुपर्छ । तिनीहरूलाई चिट्ठाद्वारा बाँडिदिएअनुसार ठुला र साना कुलहरूलाई आ-आफ्ना अंश भाग लगाउनुपर्छ ।”
57 ૫૭ લેવીઓનાં કુટુંબો: તેઓનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તે આ હતી: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ. મરારીથી મરારીઓનું કુટુંબ,
वंश-वंशअनुसार गन्ती गरिएका लेवीका वंश यिनै थिएः गेर्शोनबाट गेर्शोनीहरूका वंश, कहातबाट कहातीहरूका वंश, मरारीबाट मरारीहरूका वंश भए ।
58 ૫૮ લેવીઓનાં કુટુંબો નીચે મુજબ છે: લિબ્નીઓનું કુટુંબ. હેબ્રોનીઓનું કુટુંબ. માહલીઓનું કુટુંબ. મુશીઓનું કુટુંબ. તથા કોરાહીઓનું કુટુંબ. કહાથ આમ્રામનો પૂર્વજ હતો.
यिनीहरू लेवीका वंशहरू थिएः लिब्‍नीहरूका वंश, हेब्रोनीहरूका वंश, महलीहरूका वंश, मूशीहरूका वंश, कोरहीहरूका वंश । कहात अम्रामका पूर्खा थिए ।
59 ૫૯ આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું, તે લેવીની દીકરી હતી, જે મિસરમાં લેવીને ઘરે જન્મી હતી. તેનાથી હારુન, મૂસા તથા તેમની બહેન મરિયમ જન્મ્યા હતા.
लेवी कुलका सन्तान अम्रामकी पत्‍नीको नाउँ योकेबेद थियो, जो मिश्रमा लेवी कुलमा जन्मेकी थिइन् । तिनीबाट अम्रामका छोराछोरीहरू हारून, मोशा र तिनीहरूका दिदी मिरियम जन्मे ।
60 ૬૦ હારુનની પત્નીએ નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામારને જન્મ આપ્યો. આમ્રામ તેનો પતિ હતો.
हारूनबाट नादाब र अबीहू, एलाजार र ईतामार जन्मे ।
61 ૬૧ નાદાબ તથા અબીહૂ યહોવાહ સમક્ષ અમાન્ય અગ્નિ ચઢાવતા મૃત્યુ પામ્યા.
नदाब र अबीहूले परमप्रभुको सामु अस्वीकार्य आगो चढाउँदा तिनीहरू मरे ।
62 ૬૨ તેઓ મધ્યેના જેઓની ગણતરી થઈ તેઓ એટલે એક મહિનો તથા તેનાથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા તેવીસ હજારની હતી. પણ તેઓની ગણતરી ઇઝરાયલ લોકો વચ્ચે થઈ ન હતી, કેમ કે તેઓને ઇઝરાયલ લોકો મધ્યે વારસો મળ્યો ન હતો.
तिनीहरू माझ एक महिना र त्यसभन्दा माथिका गन्ती गरिएका पुरुषहरूको सङ्ख्या तेइस हजार थियो । तर तिनीहरूलाई इस्राएलका सन्तानहरूमाझ गन्ती गरिएन, किनभने तिनीहरूलाई इस्राएलका मानिसहरूमाझ कुनै अंश दिइएको थिएन ।
63 ૬૩ મૂસા તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ આ હતા. તેઓએ યર્દનને કિનારે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇઝરાયલ લોકોની ગણતરી કરી.
मोशा र पुजारी एलाजारले गन्ती गरेकाहरू यिनीहरू नै थिए । तिनीहरूले इस्राएलका मानिसहरूलाई यरीहोपारि यर्दन नजिकै मोआबको मैदानमा गन्ती गरे ।
64 ૬૪ મૂસાએ તથા હારુન યાજકે સિનાઈ અરણ્યમાં ઇઝરાયલના વંશજોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ હતી તેઓમાંનો એક પણ માણસ ત્યાં ન હતો.
तर यिनीहरूमा मोशा र पुजारी हारूनले सीनैको मरुभूमिमा गन्ती गरेका इस्राएलका सन्तानहरू कुनै पनि थिएनन् ।
65 ૬૫ કેમ કે, યહોવાહે કહ્યું હતું કે આ બધા લોકો અરણ્યમાં મૃત્યુ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ સિવાય તેઓમાંનો એક પણ માણસ બચશે નહિ.
किनभने ती मानिसहरू सबै मरूभूमीमा नै मर्नेथिए भनी परमप्रभुले भन्‍नुभएको थियो । तिनीहरूमा यपुन्‍नेका छोरा कालेब र नूनका छोरा यहोशूबाहेक कोही पनि बाँकी रहेनन् ।

< ગણના 26 >