< ગણના 23 >
1 ૧ બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદીઓ બાંધ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.”
And Balaam said to Balak, Make me here seven altars and get ready seven oxen and seven male sheep.
2 ૨ જેમ બલામે વિનંતી કરી હતી તેમ બાલાકે કર્યું. બાલાક તથા બલામે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
And Balak did as Balaam had said; and Balak and Balaam made an offering on every altar of an ox and a male sheep.
3 ૩ બલામે બાલાકને કહ્યું, “તું “તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ.” પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.
Then Balaam said to Balak, Take your place by your burned offering, and I will go and see if the Lord comes to me: and I will give you word of whatever he says to me. And he went to an open place on a hill.
4 ૪ ઈશ્વર તેને મળ્યા અને બલામે યહોવાહને કહ્યું, “મેં સાત વેદીઓ બાંધી છે અને દરેક પર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું છે.”
And God came to Balaam, and Balaam said to him, I have made ready seven altars, offering an ox and a male sheep on every altar.
5 ૫ પછી યહોવાહે બલામના મુખમાં વચન મૂક્યું અને કહ્યું, “તું બાલાક પાસે પાછો જા અને તેને કહે.”
And the Lord put words in Balaam's mouth, and said, Go back to Balak, and this is what you are to say.
6 ૬ બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા.
So he went back to him where he was waiting by his burned offering with all the chiefs of Moab.
7 ૭ બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું, “મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી એટલે અરામથી બાલાક મને લાવ્યો છે. ‘તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.’ ‘આવ, ઇઝરાયલને તુચ્છકાર.’
And in the words which the Lord had given him he said, From Aram Balak has sent for me, the king of Moab from the mountains of the East: come, put curses on Jacob for me and be angry with Israel.
8 ૮ જેને ઈશ્વર શાપ આપતા નથી તેને હું કેવી રીતે શાપ આપું? યહોવાહ જેને તુચ્છકારતા નથી તેને હું કેવી રીતે તુચ્છકારું?
How may I put curses on him who is not cursed by God? how may I be angry with him with whom the Lord is not angry?
9 ૯ કેમ કે ખડકોના શિખર પરથી હું તેને જોઈ શકું છું; ટેકરીઓ પરથી હું તેને જોઉં છું. જુઓ, ત્યાં એકલા રહેનારા લોકો છે અને પોતાની જાતને સાધારણ પ્રજા ગણતા નથી.
From the top of the rocks I see him, looking down on him from the hills: it is a people made separate, not to be numbered among the nations.
10 ૧૦ યાકૂબની ધૂળને કોણ ગણી શકે અથવા ઇઝરાયલના ચતુર્થાંશની કોણ ગણતરી કરી શકે? મારું મૃત્યુ ન્યાયી વ્યક્તિના જેવું થાઓ, અને મારા જીવનનો અંત પણ તેના જેવો થાઓ!”
Who is able to take the measure of the dust of Jacob or the number of the thousands of Israel? May my death be the death of the upright and my last end like his!
11 ૧૧ બાલાકે બલામને કહ્યું, “આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો.”
Then Balak said to Balaam, What have you done to me? I sent for you so that my haters might be cursed, and see, you have given them a blessing.
12 ૧૨ બલામે જવાબ આપીને કહ્યું, “યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?”
And in answer he said, Am I not ordered to say only what the Lord puts into my mouth?
13 ૧૩ ત્યાર પછી બાલાકે તેને કહ્યું, “કૃપા કરી મારી સાથે બીજી જગ્યાએ આવ કે જ્યાં તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના નજીકના ભાગને જોઈ શકશે, તેઓ બધાને તું નહિ દેખે. ત્યાંથી તું તેઓને મારા માટે શાપ દે.”
And Balak said to him, Come with me now into another place from which you will not be able to see them all, but only the outskirts of them; and you will send curses on them from there.
14 ૧૪ તે બલામને પિસ્ગાહ પર્વતની શિખરે આવેલા સોફીમના ખેતરમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી. દરેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
So he took him into the country of Zophim, to the top of Pisgah, and there they made seven altars, offering an ox and a male sheep on every altar.
15 ૧૫ બલામે બાલાકને કહ્યું, “અહીં તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે, હું યહોવાહને મળવા ત્યાં ઉપર જાઉ છું.”
Then he said to Balak, Take your place here by your burned offering, while I go over there to the Lord.
16 ૧૬ યહોવાહ બલામને મળવા આવ્યા અને તેના મુખમાં વચન મૂક્યું. તેમણે કહ્યું, “બાલાક પાસે પાછો જા અને મારું વચન તેને આપ.”
And the Lord came to Balaam, and put words in his mouth, and said, Go back to Balak, and this is what you are to say.
17 ૧૭ બલામ તેની પાસે પાછો આવ્યો, તો જુઓ, તે તથા મોઆબના વડીલો તેની સાથે તેના દહનીયાર્પણ પાસે ઊભા હતા. ત્યારે બાલાકે તેને પૂછ્યું, “યહોવાહે તને શું કહ્યું છે?”
So he came to him where he was waiting by his burned offering with the chiefs of Moab by his side. And Balak said to him, What has the Lord said?
18 ૧૮ બલામે તેની ભવિષ્યવાણીની શરૂઆત કરી. તેને કહ્યું, “બાલાક ઊઠ, અને સાંભળ. હે સિપ્પોરના દીકરા, મને સાંભળ.
And in the words which the Lord had given him he said, Up! Balak, and give ear; give attention to me, O son of Zippor:
19 ૧૯ ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે, અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે. તે પોતાનું વચન પૂરું નહિ કરે? પોતાનું બોલવું પૂરું નહિ કરે?
God is not a man, to say what is false; or the son of man, that his purpose may be changed: what he has said, will he not do? and will he not give effect to the words of his mouth?
20 ૨૦ જુઓ, આશીર્વાદ આપવાની આજ્ઞા મને મળી છે. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો છે તે હું ફેરવી શકતો નથી.
See, I have had orders to give blessing: and he has given a blessing which I have no power to take away.
21 ૨૧ તેઓએ યાકૂબમાં કઈ જ ખોટું જોયું નથી. કે ઇઝરાયલમાં મુશ્કેલી જોઈ નથી. યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સાથે છે, અને તેઓની વચ્ચે રાજાનો જયજયકાર છે.
He has seen no evil in Jacob or wrongdoing in Israel: the Lord his God is with him, and the glad cry of a king is among them.
22 ૨૨ ઈશ્વર તેઓને મિસરમાંથી બહાર લાવ્યા છે, અને જંગલી બળદ જેવી તાકાત આપે છે.
It is God who has taken them out of Egypt; his horns are like those of the mountain ox.
23 ૨૩ યાકૂબ વિરુદ્ધ કોઈ મંત્રતંત્ર નહિ ચાલે, ઇઝરાયલ પર કંઈ પણ મંત્રવિદ્યા ચાલશે નહિ. ઇઝરાયલ તથા યાકૂબ વિષે કહેવાશે કે, ‘જુઓ ઈશ્વરે કેવું કર્યું છે!’
No evil power has effect against Jacob, no secret arts against Israel; at the right time it will be said of Jacob and of Israel, See what God has done!
24 ૨૪ જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે, જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે. તે મારેલો શિકાર ખાય અને તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ.”
See, Israel comes up like a she-lion, lifting himself up like a lion: he will take no rest till he has made a meal of those he has overcome, drinking the blood of those he has put to death.
25 ૨૫ પછી બાલાકે બલામને કહ્યું, “તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ.”
Then Balak said to Balaam, If you will not put a curse on them, at all events do not give them a blessing.
26 ૨૬ પણ બલામે બાલાકને જવાબ આપીને કહ્યું, “શું મેં તને કહ્યું ન હતું કે યહોવાહ મને જે કહેશે તે જ હું કહીશ.”
But Balaam in answer said to Balak, Did I not say to you, I may only do what the Lord says?
27 ૨૭ બાલાકે બલામને જવાબ આપ્યો, “હવે આવ, હું તને બીજી જગ્યાએ લઈ જાઉં. કદાચ ઈશ્વર પ્રસન્ન થાય અને ત્યાંથી તું તેઓને મારે સારુ શાપ આપે.”
Then Balak said to Balaam, Come now, I will take you to another place; it may be that God will let you put a curse on them from there.
28 ૨૮ બાલાક બલામને પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જ્યાંથી અરણ્ય જોઈ શકાતું હતું.
So Balak took Balaam to the top of Peor, looking down over the waste land.
29 ૨૯ બલામે બાલાકને કહ્યું, “અહીં મારે સારુ સાત વેદી બાંધી આપ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.”
And Balaam said to Balak, Make me seven altars here and get seven oxen and seven male sheep ready for me.
30 ૩૦ જેમ બલામે કહ્યું તેમ બાલાકે કર્યું, તેણે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
And Balak did as Balaam said, offering an ox and a male sheep on every altar.