< ગણના 23 >

1 બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદીઓ બાંધ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.”
And Balaam said to Balak, Build me here seven altars, and prepare me here seven bullocks and seven rams.
2 જેમ બલામે વિનંતી કરી હતી તેમ બાલાકે કર્યું. બાલાક તથા બલામે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
And Balak did as Balaam had spoken. And Balak and Balaam offered on every altar a bullock and a ram.
3 બલામે બાલાકને કહ્યું, “તું “તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ.” પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.
And Balaam said to Balak, Stand by thy burnt offering, and I will go. Perhaps Jehovah will come to meet me, and whatever he shows me I will tell thee. And he went to a bare height.
4 ઈશ્વર તેને મળ્યા અને બલામે યહોવાહને કહ્યું, “મેં સાત વેદીઓ બાંધી છે અને દરેક પર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું છે.”
And God met Balaam, and he said to him, I have prepared the seven altars, and I have offered up a bullock and a ram on every altar.
5 પછી યહોવાહે બલામના મુખમાં વચન મૂક્યું અને કહ્યું, “તું બાલાક પાસે પાછો જા અને તેને કહે.”
And Jehovah put a word in Balaam's mouth, and said, Return to Balak, and thus thou shall speak.
6 બલામ બાલાક પાસે પાછો ગયો. જુઓ તે તથા મોઆબના બધા વડીલો તેના દહનીયાર્પણની પાસે ઊભા હતા.
And he returned to him. And, lo, he was standing by his burnt offering, he, and all the rulers of Moab.
7 બલામે ભવિષ્યવાણી બોલીને કહ્યું, “મોઆબનો રાજા પૂર્વના પર્વતોમાંથી એટલે અરામથી બાલાક મને લાવ્યો છે. ‘તેણે કહ્યું, આવ, મારે માટે યાકૂબને શાપ દે.’ ‘આવ, ઇઝરાયલને તુચ્છકાર.’
And he took up his oracle, and said, From Aram Balak has brought me, the king of Moab from the mountains of the East. Come, curse Jacob for me, and come, defy Israel.
8 જેને ઈશ્વર શાપ આપતા નથી તેને હું કેવી રીતે શાપ આપું? યહોવાહ જેને તુચ્છકારતા નથી તેને હું કેવી રીતે તુચ્છકારું?
How shall I curse, whom God has not cursed? And how shall I defy, whom Jehovah has not defied?
9 કેમ કે ખડકોના શિખર પરથી હું તેને જોઈ શકું છું; ટેકરીઓ પરથી હું તેને જોઉં છું. જુઓ, ત્યાં એકલા રહેનારા લોકો છે અને પોતાની જાતને સાધારણ પ્રજા ગણતા નથી.
For from the top of the rocks I see him, and from the hills I behold him. Lo, it is a people that dwells alone, and shall not be reckoned among the nations.
10 ૧૦ યાકૂબની ધૂળને કોણ ગણી શકે અથવા ઇઝરાયલના ચતુર્થાંશની કોણ ગણતરી કરી શકે? મારું મૃત્યુ ન્યાયી વ્યક્તિના જેવું થાઓ, અને મારા જીવનનો અંત પણ તેના જેવો થાઓ!”
Who can count the dust of Jacob, or number the fourth part of Israel? Let me die the death of the righteous, and let my last end be like his!
11 ૧૧ બાલાકે બલામને કહ્યું, “આ તેં મારી સાથે શું કર્યું છે? મેં તને મારા દુશ્મનોને શાપ આપવા બોલાવ્યો, પણ જો, તેં તેઓને આશીર્વાદ આપ્યો.”
And Balak said to Balaam, What have thou done to me? I took thee to curse my enemies, and, behold, thou have blessed them altogether.
12 ૧૨ બલામે જવાબ આપીને કહ્યું, “યહોવાહ મારા મુખમાં જે વચન મૂકે તે બોલવાને મારે સંભાળ ન રાખવી?”
And he answered and said, Must I not take heed to speak that which Jehovah puts in my mouth?
13 ૧૩ ત્યાર પછી બાલાકે તેને કહ્યું, “કૃપા કરી મારી સાથે બીજી જગ્યાએ આવ કે જ્યાં તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના નજીકના ભાગને જોઈ શકશે, તેઓ બધાને તું નહિ દેખે. ત્યાંથી તું તેઓને મારા માટે શાપ દે.”
And Balak said to him, Come, I pray thee, with me to another place, from where thou may see them. Thou shall see but the outmost part of them, and shall not see them all, and curse them for me from there.
14 ૧૪ તે બલામને પિસ્ગાહ પર્વતની શિખરે આવેલા સોફીમના ખેતરમાં લઈ ગયો, ત્યાં તેણે સાત વેદીઓ બાંધી. દરેક વેદી ઉપર એક બળદ અને એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
And he took him into the field of Zophim, to the top of Pisgah, and built seven altars, and offered up a bullock and a ram on every altar.
15 ૧૫ બલામે બાલાકને કહ્યું, “અહીં તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે, હું યહોવાહને મળવા ત્યાં ઉપર જાઉ છું.”
And he said to Balak, Stand here by thy burnt offering, while I meet Jehovah yonder.
16 ૧૬ યહોવાહ બલામને મળવા આવ્યા અને તેના મુખમાં વચન મૂક્યું. તેમણે કહ્યું, “બાલાક પાસે પાછો જા અને મારું વચન તેને આપ.”
And Jehovah met Balaam, and put a word in his mouth, and said, Return to Balak, and thus shall thou speak.
17 ૧૭ બલામ તેની પાસે પાછો આવ્યો, તો જુઓ, તે તથા મોઆબના વડીલો તેની સાથે તેના દહનીયાર્પણ પાસે ઊભા હતા. ત્યારે બાલાકે તેને પૂછ્યું, “યહોવાહે તને શું કહ્યું છે?”
And he came to him. And, lo, he was standing by his burnt offering, and the rulers of Moab with him. And Balak said to him, What has Jehovah spoken?
18 ૧૮ બલામે તેની ભવિષ્યવાણીની શરૂઆત કરી. તેને કહ્યું, “બાલાક ઊઠ, અને સાંભળ. હે સિપ્પોરના દીકરા, મને સાંભળ.
And he took up his oracle, and said, Rise up, Balak, and hear. Hearken to me, thou son of Zippor.
19 ૧૯ ઈશ્વર મનુષ્ય નથી કે તે જૂઠું બોલે, અથવા માણસ નથી કે તે પોતાનું મન બદલે. તે પોતાનું વચન પૂરું નહિ કરે? પોતાનું બોલવું પૂરું નહિ કરે?
God is not a man, that he should lie, neither the son of man, that he should repent. Has he said, and will he not do it? Or has he spoken, and will he not make it good?
20 ૨૦ જુઓ, આશીર્વાદ આપવાની આજ્ઞા મને મળી છે. ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો છે તે હું ફેરવી શકતો નથી.
Behold, I have received to bless. And he has blessed, and I cannot reverse it.
21 ૨૧ તેઓએ યાકૂબમાં કઈ જ ખોટું જોયું નથી. કે ઇઝરાયલમાં મુશ્કેલી જોઈ નથી. યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સાથે છે, અને તેઓની વચ્ચે રાજાનો જયજયકાર છે.
He has not beheld iniquity in Jacob, neither has he seen perverseness in Israel. Jehovah his God is with him, and the shout of a king is among them.
22 ૨૨ ઈશ્વર તેઓને મિસરમાંથી બહાર લાવ્યા છે, અને જંગલી બળદ જેવી તાકાત આપે છે.
God brings them forth out of Egypt. He has as it were the strength of the wild-ox.
23 ૨૩ યાકૂબ વિરુદ્ધ કોઈ મંત્રતંત્ર નહિ ચાલે, ઇઝરાયલ પર કંઈ પણ મંત્રવિદ્યા ચાલશે નહિ. ઇઝરાયલ તથા યાકૂબ વિષે કહેવાશે કે, ‘જુઓ ઈશ્વરે કેવું કર્યું છે!’
Surely there is no enchantment with Jacob, neither is there any divination with Israel. Now it shall be said of Jacob and of Israel, What has God wrought!
24 ૨૪ જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે, જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે. તે મારેલો શિકાર ખાય અને તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ.”
Behold, the people rise up as a lioness, and as a lion he lifts himself up. He shall not lie down until he eats of the prey, and drinks the blood of the slain.
25 ૨૫ પછી બાલાકે બલામને કહ્યું, “તેઓને શાપ ન દે તેમ જ આશીર્વાદ પણ ન આપ.”
And Balak said to Balaam, Neither curse them at all, nor bless them at all.
26 ૨૬ પણ બલામે બાલાકને જવાબ આપીને કહ્યું, “શું મેં તને કહ્યું ન હતું કે યહોવાહ મને જે કહેશે તે જ હું કહીશ.”
But Balaam answered and said to Balak, Did I not tell thee, saying, All that Jehovah speaks, that I must do?
27 ૨૭ બાલાકે બલામને જવાબ આપ્યો, “હવે આવ, હું તને બીજી જગ્યાએ લઈ જાઉં. કદાચ ઈશ્વર પ્રસન્ન થાય અને ત્યાંથી તું તેઓને મારે સારુ શાપ આપે.”
And Balak said to Balaam, Come now, I will take thee to another place. Perhaps it will please God that thou may curse them for me from there.
28 ૨૮ બાલાક બલામને પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જ્યાંથી અરણ્ય જોઈ શકાતું હતું.
And Balak took Balaam to the top of Peor, that looks down upon the desert.
29 ૨૯ બલામે બાલાકને કહ્યું, “અહીં મારે સારુ સાત વેદી બાંધી આપ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.”
And Balaam said to Balak, Build for me here seven altars, and prepare for me here seven bullocks and seven rams.
30 ૩૦ જેમ બલામે કહ્યું તેમ બાલાકે કર્યું, તેણે દરેક વેદી પર એક બળદ તથા એક ઘેટાંનું બલિદાન ચઢાવ્યું.
And Balak did as Balaam had said, and offered up a bullock and a ram on every altar.

< ગણના 23 >