< ગણના 21 >
1 ૧ જ્યારે નેગેબમાં રહેતા કનાનીઓના રાજા અરાદે સાંભળ્યું કે ઇઝરાયલ અથારીમને માર્ગેથી મુસાફરી કરી રહ્યા છે, ત્યારે તેણે ઇઝરાયલ સામે લડાઈ કરીને તેમાંના કેટલાકને કેદ કરી લીધા.
Kralj Arada, Kanaanac koji je živio u Negebu, ču da Izrael dolazi Atarimskim putem, pa navali na Izraela i neke njegove zarobi.
2 ૨ તેથી ઇઝરાયલે યહોવાહને વચન આપીને કહ્યું કે, “જો તમે અમને આ લોકો ઉપર વિજય આપશો, તો અમે તેઓનાં નગરોનો સંપૂર્ણ નાશ કરી નાખીશું.”
Tada se Izrael ovako zavjetova Jahvi: “Ako u moje ruke izručiš ovaj narod, potpuno ću uništiti njegove gradove.”
3 ૩ યહોવાહે ઇઝરાયલીઓની વિનંતી સાંભળીને તેઓને કનાનીઓ ઉપર વિજય અપાવ્યો. તેઓએ તેઓનો અને તેઓના નગરોનો સંપૂર્ણપણે નાશ કર્યો. અને તે જગ્યાનું નામ હોર્માહ પડ્યું.
Jahve usliša glas Izraela i predade mu Kanaance. A Izrael njih i njihove gradove 'heremom' uništi. Stoga se ono mjesto prozva Horma.
4 ૪ તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં.
Od brda Hora zapute se prema Crvenom moru da zaobiđu zemlju edomsku. Narod putem postane nestrpljiv.
5 ૫ લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ.”
I počne govoriti i protiv Boga i protiv Mojsija: “Zašto nas izvedoste iz Egipta da pomremo u ovoj pustinji? Nema kruha, nema vode, a to bijedno jelo već se ogadilo dušama našim.”
6 ૬ ત્યારે યહોવાહે લોકોની વચ્ચે ઝેરી સાપો મોકલ્યા. એ સાપો લોકોને કરડ્યા; ઘણાં લોકો મરી ગયા.
Onda Jahve pošalje na narod ljute zmije; ujedale ih one, tako te pomrije mnogo naroda u Izraelu.
7 ૭ તેથી લોકોએ મૂસા પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે કેમ કે અમે તારી અને યહોવાહની વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાહને પ્રાર્થના કર કે તેઓ અમારી મધ્યેથી સાપો દૂર કરે.” તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી.
Dođe narod k Mojsiju pa reče: “Sagriješili samo kad smo govorili protiv Jahve i protiv tebe. Pomoli se Jahvi da ukloni zmije od nas!” Mojsije se pomoli za narod,
8 ૮ યહોવાહે મૂસાને કહ્યું, “એક સાપ બનાવ અને તેને સ્તંભ પર મૂક. એટલે એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે, તેને જોઈને બચી જાય.”
i Jahve reče Mojsiju: “Napravi otrovnicu i stavi je na stup: tko god bude ujeden, ostat će na životu ako je pogleda.”
9 ૯ તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂક્યો. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને જો તે પિત્તળના સાપ તરફ જુએ, તો તે બચી જશે.
Mojsije napravi zmiju od mjedi i postavi je na stup. Kad bi koga ujela ljutica, pogledao bi u mjedenu zmiju i ozdravio.
10 ૧૦ ઇઝરાયલ લોકોએ આગળ મુસાફરી કરીને ઓબોથમાં છાવણી કરી.
Pođu Izraelci i utabore se u Obotu.
11 ૧૧ તેઓએ ઓબોથથી મુસાફરી કરીને ઈયે-અબારીમમાં છાવણી કરી તે અરણ્યમાં મોઆબની પૂર્વ તરફ છે.
Potom se zapute iz Obota i utabore se kraj Ije-Abarima, u pustinji što je nasuprot Moabu, sa strane sunčeva izlaska.
12 ૧૨ અને ત્યાંથી મુસાફરી કરીને તેઓએ ઝેરેદની ખીણ આગળ છાવણી કરી.
Odande otputuju te se utabore u dolini Zaredu.
13 ૧૩ ત્યાંથી તેઓએ મુસાફરી કરીને આર્નોન નદીની બીજી બાજુએ છાવણી કરી, જે અમોરીઓની સરહદ સુધી વિસ્તરેલા અરણ્યમાં છે, આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.
Odande krenu i utabore se s onu stranu Arnona, koji je u pustinji a izvire u području Amorejaca. Jer je Arnon granica moapska između Moabaca i Amorejaca.
14 ૧૪ માટે યહોવાહના યુદ્ધોની યાદીમાં કહેલું છે, “સૂફામાં વાહેબ, તથા આર્નોનની ખીણો,
Zato se veli u “Knjizi Jahvinih vojni”: “Vaheb kod Sufe i doline arnonske
15 ૧૫ આર નગરની તરફ ઢળતો, તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ.”
i padine doline što se naginje prema mjestu Aru i naslanja se na granicu moapsku ...”
16 ૧૬ ત્યાંથી તેઓ મુસાફરી કરીને બએર એટલે જે કૂવા સંબંધી યહોવાહે મૂસાને કહ્યું હતું કે, “તું લોકોને મારા માટે એકત્ર કર હું તેઓને પાણી આપીશ ત્યાં આવ્યા.”
Odande odoše u Beer. To je bunar o kojem je Jahve rekao Mojsiju: “Skupi narod da im dam vode!”
17 ૧૭ ત્યારે ઇઝરાયલે આ ગીત ગાયું: “હે કૂવા, તારાં ઝરણ ફોડ. તેને વિષે ગાઓ.
Tada Izrael zapjeva ovu pjesmu: “Proključaj, studenče! A vi ga uznosite:
18 ૧૮ જે કૂવો અમારા અધિપતિઓએ ખોદ્યો, જે કૂવો નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો છે.” પછી અરણ્યથી તેઓએ મત્તાનાહ સુધી મુસાફરી કરી.
knezovi ga iskopali, prvaci narodni izdubli žezlom, štapom svojim.” Iz pustinje odu u Matanu,
19 ૧૯ મત્તાનાહથી તેઓ મુસાફરી કરીને નાહલીએલ ગયા અને નાહલીએલથી બામોથ,
iz Matane u Nahaliel, a iz Nahaliela u Bamot;
20 ૨૦ બામોથથી મોઆબીઓના દેશમાંની ખીણમાં પિસ્ગાહ પર્વતની તળેટીમાં અરણ્યમાં આવેલી ખીણ તરફ ગયા.
iz Bamota u dolinu što se stere u moapskom polju, prema vrhuncu Pisge, s koje se pruža vidik na pustaru.
21 ૨૧ પછી ઇઝરાયલે સંદેશાવાહકોને મોકલીને અમોરીઓના રાજા સીહોનને કહેવડાવ્યું કે,
Sad Izrael posla glasnike Sihonu, amorejskome kralju, s porukom:
22 ૨૨ કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. અમે વળીને તારા ખેતરો કે દ્રાક્ષવાડીઓમાં થઈને નહિ જઈએ. અમે તારા કૂવાઓમાંથી પાણી નહિ પીએ. અમે તારી સરહદ પસાર કરીએ ત્યાં સુધી રાજમાર્ગે થઈને ચાલીશું.”
“Pusti da prođem preko tvoje zemlje. Nećemo zalaziti u polja i u vinograde, niti ćemo piti vode iz bunara. Ići ćemo Kraljevskim putem dok ne prođemo tvoje područje.”
23 ૨૩ પણ રાજા સીહોને ઇઝરાયલને પોતાની સરહદમાં થઈને જવા દીધા નહિ. સીહોન રાજાએ પોતાના સૈન્યને એકત્ર કર્યું અને રણમાં ઇઝરાયલીઓ ઉપર હુમલો કર્યો. તે યાહાસ પહોંચી ગયો. ત્યાં તેઓએ ઇઝરાયલ સાથે યુદ્ધ કર્યું.
Ali Sihon ne dopusti Izraelu da prođe njegovim područjem, nego skupi sav svoj narod te izađe u pustinju da presretne Izraelce. Stigavši do Jahze, zavojuje na Izraela.
24 ૨૪ પણ ઇઝરાયલે સીહોનના સૈન્યનો તલવારની ધારથી સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક નદી સુધી, આમ્મોન લોકોની સરહદ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો. આમ્મોન લોકોની સરહદ કિલ્લાબંધ હતી.
Ali ga Izrael potuče oštrim mačem i osvoji njegovu zemlju od Arnona do Jaboka, do Amonaca, jer je Az ležao na granici Amonaca.
25 ૨૫ ઇઝરાયલે હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.
Izrael zauzme sve one gradove i Izrael se nastani u svim onim gradovima Amorejaca; u Hešbonu i svim njegovim naseljima.
26 ૨૬ હેશ્બોન અમોરીઓના રાજા સીહોનનું નગર હતું, સીહોને અગાઉના મોઆબના રાજા સામે યુદ્ધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.
Kako je Hešbon bio glavni grad Sihona, amorejskog kralja, koji je ratovao protiv prijašnjega moapskoga kralja te osvojio svu njegovu zemlju do Arnona,
27 ૨૭ માટે કહેવતો કહેનારા કહે છે, “તમે હેશ્બોનમાં આવો, સીહોનનું નગર ફરીથી બંધાય અને સ્થપાય.
kažu zato pjesnici: “Hrabro, o Hešbone, dobro sazdani, čvrsto posađeni grade Sihonov!
28 ૨૮ હેશ્બોનમાંથી અગ્નિ, એટલે સીહોનના નગરમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળ્યો તેણે મોઆબના આરને, આર્નોન પર્વતના માલિકોને, ભસ્મ કર્યા.
Iz Hešbona oganj suknu, plamen iz grada Sihonova, sažga Ar moapski, proždrije visove arnonske.
29 ૨૯ હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો, તમારો નાશ થયો છે. તેણે પોતાના દીકરાઓને નાસી ગયેલા અને પોતાની દીકરીઓએ કેદીઓ તરીકે, અમોરીઓના રાજા સીહોનને સોંપી દીધા છે.
Teško tebi, Moabe! Propao si, narode Kemošev! Od sinova bjegunce učini, a od kćeri svojih ropkinje Sihonu, kralju amorejskom.
30 ૩૦ પણ અમે સીહોનને જીતી લીધો છે. દીબોન સુધી હેશ્બોનનો વિનાશ થઈ ગયો છે. મેદબા પાસેના નોફાહ સુધી, અમે તેઓને હરાવ્યા છે.”
Pobili smo ih; propao je Hešbon do Dibona: sve smo razorili do Nofaha, što je blizu Medebe ...”
31 ૩૧ આ રીતે ઇઝરાયલ અમોરીઓના દેશમાં વસ્યો.
Tako se Izrael nastani u zemlji Amorejaca.
32 ૩૨ મૂસાએ યાઝેર પર જાસૂસી કરવા માટે માણસો મોકલ્યા. તેઓએ તેમનાં ગામો લઈ લીધાં અને ત્યાં જે અમોરીઓ હતા તેઓને હાંકી કાઢ્યા.
Mojsije se uputi da izvidi Jazer. Potom zauzmu njegova naselja a rastjeraju Amorejce koji bijahu ondje.
33 ૩૩ પછી તેઓએ પાછા વળીને બાશાનના રસ્તેથી ગયા. બાશાનનો રાજા ઓગ અને તેનું આખું સૈન્ય તેઓની સાથે યુદ્ધ કરવા એડ્રેઇ આવ્યા.
Okrenu se onda i pođu prema Bašanu. A bašanski kralj Og presrete ih sa svim svojim narodom da zapodjene boj kod Edreja.
34 ૩૪ યહોવાહે મૂસાને કહ્યું, “તેનાથી બીતો નહિ, કેમ કે મેં તને તેના પર, તેના આખા સૈન્ય પર અને તેના દેશ પર વિજય આપ્યો છે. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનની સાથે જેવું તેં કર્યું તેવું જ તેની સાથે કરજે.”
Ali Jahve reče Mojsiju: “Ne boj ga se! Predao sam u tvoje ruke njega, sav njegov narod i njegovu zemlju. Postupi s njim kako si postupio s amorejskim kraljem Sihonom koji je boravio u Hešbonu.”
35 ૩૫ માટે તેઓએ તેને, તેના દીકરાઓને અને તેના આખા સૈન્યને એટલે સુધી માર્યા કે તે લોકોમાંનું કોઈ પણ જીવતું બચ્યું નહિ. તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.
I potukoše ga, i sinove njegove, i sav njegov narod, tako da nitko ne uteče. Potom zaposjedoše njegovu zemlju.