< ગણના 19 >

1 યહોવાહે મૂસા તથા હારુન સાથે વાત કરી તેમણે મૂસાને કહ્યું,
耶和华晓谕摩西、亚伦说:
2 “જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.
“耶和华命定律法中的一条律例乃是这样说:你要吩咐以色列人,把一只没有残疾、未曾负轭、纯红的母牛牵到你这里来,
3 લાલ વાછરડી એલાઝાર યાજકને આપ. તે તેને છાવણી બહાર લાવે અને કોઈ તેની સામે તે વાછરડીને મારી નાખે.
交给祭司以利亚撒;他必牵到营外,人就把牛宰在他面前。
4 એલાઝાર યાજક તેમાંથી થોડું રક્ત પોતાની આંગળી પર લે અને મુલાકાતમંડપની આગળની તરફ સાત વખત તેનો છંટકાવ કરે.
祭司以利亚撒要用指头蘸这牛的血,向会幕前面弹七次。
5 બીજો યાજક તેની નજર સમક્ષ તે વાછરડીનું દહન કરે. તે વ્યક્તિ વાછરડીના ચામડાનું, માંસનું, લોહીનું તેના છાણ સહિત દહન કરે.
人要在他眼前把这母牛焚烧;牛的皮、肉、血、粪都要焚烧。
6 ત્યારબાદ યાજક દેવદાર વૃક્ષનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરી આ બધું લઈને વાછરડીના દહન મધ્યે નાખે.
祭司要把香柏木、牛膝草、朱红色线都丢在烧牛的火中。
7 ત્યારબાદ તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. પછી છાવણીમાં આવે, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
祭司必不洁净到晚上,要洗衣服,用水洗身,然后可以进营。
8 જેણે વાછરડીનું દહન કર્યું હોય તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
烧牛的人必不洁净到晚上,也要洗衣服,用水洗身。
9 જે શુદ્ધ હોય તેવી વ્યક્તિ વાછરડીની રાખ ભેગી કરે, છાવણીની બહાર સ્વચ્છ જગ્યાએ તેની ઢગલી કરે. ઇઝરાયલ લોકોના સમુદાય માટે આ રાખને રાખી મૂકવી. પાપથી શુદ્ધ થવા માટે આ રાખનું તેઓ પાણીમાં મિશ્રણ કરે, તે પાપાર્થાપર્ણ છે.
必有一个洁净的人收起母牛的灰,存在营外洁净的地方,为以色列会众调做除污秽的水。这本是除罪的。
10 ૧૦ જે કોઈએ વાછરડીની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ઇઝરાયલના લોકો માટે અને તેઓની સાથે રહેતા પરદેશીઓ માટે તે હંમેશનો નિયમ થાય.
收起母牛灰的人必不洁净到晚上,要洗衣服。这要给以色列人和寄居在他们中间的外人作为永远的定例。”
11 ૧૧ જે કોઈ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
“摸了人死尸的,就必七天不洁净。
12 ૧૨ પછી તે વ્યક્તિ ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ કરે. પછી તે શુદ્ધ ગણાય. પણ જો તે ત્રીજે દિવસે અને સાતમે દિવસે પોતાને શુદ્ધ ન કરે, તો તે સાતમા દિવસે પણ શુદ્ધ ન ગણાય.
那人到第三天要用这除污秽的水洁净自己,第七天就洁净了。他若在第三天不洁净自己,第七天就不洁净了。
13 ૧૩ જે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિનો એટલે કે, મૃત્યુ પામેલા માણસનાં શરીરનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાહના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેને ઇઝરાયલમાંથી વંચિત કરાય કેમ કે તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નહોતું. તે અશુદ્ધ ગણાય; તેના પર હજી પોતાનું અશુદ્ધપણું છે.
凡摸了人死尸、不洁净自己的,就玷污了耶和华的帐幕,这人必从以色列中剪除;因为那除污秽的水没有洒在他身上,他就为不洁净,污秽还在他身上。
14 ૧૪ જ્યારે કોઈ માણસ તંબુમાં મૃત્યુ પામે ત્યારે તેના માટે આ નિયમ છે. પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં જાય અને પ્રત્યેક વ્યક્તિ જે તંબુમાં હોય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
“人死在帐棚里的条例乃是这样:凡进那帐棚的,和一切在帐棚里的,都必七天不洁净。
15 ૧૫ દરેક ખુલ્લું પાત્ર, જેના પર ઢાંકણ ન હોય તે અશુદ્ધ છે.
凡敞口的器皿,就是没有扎上盖的,也是不洁净。
16 ૧૬ જો કોઈ વ્યક્તિ તંબુની બહાર તલવારથી મારી નંખાયેલાનો, મૃતદેહનો, માણસનાં હાડકાંનો, કે કબરનો સ્પર્શ કરે તો તે વ્યક્તિ સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.
无论何人在田野里摸了被刀杀的,或是尸首,或是人的骨头,或是坟墓,就要七天不洁净。
17 ૧૭ અશુદ્ધ વ્યક્તિ માટે આ પ્રમાણે કર. પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેનું વાસણમાં ઝરાના પાણી સાથે મિશ્રણ કર.
要为这不洁净的人拿些烧成的除罪灰放在器皿里,倒上活水。
18 ૧૮ જે કોઈ શુદ્ધ હોય તેણે ઝુફો લઈને પાણીમાં બોળીને મંડપ ઉપર તથા તેમાંના બધાં પાત્રો ઉપર તથા ત્યાં જે બધા માણસો હતા તેઓ પર છાંટવું, જે વ્યક્તિએ હાડકાને, મૃત્યુ પામેલા વ્યક્તિને, મારી નાખવામાં આવેલા વ્યક્તિને કે કબરને સ્પર્શ કર્યો હોય તેની ઉપર પણ છાટવું.
必当有一个洁净的人拿牛膝草蘸在这水中,把水洒在帐棚上,和一切器皿并帐棚内的众人身上,又洒在摸了骨头,或摸了被杀的,或摸了自死的,或摸了坟墓的那人身上。
19 ૧૯ શુદ્ધ માણસે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પાણી છાંટવું. સાતમે દિવસે અશુદ્ધ માણસે પોતાને શુદ્ધ કરવો. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થશે.
第三天和第七天,洁净的人要洒水在不洁净的人身上,第七天就使他成为洁净。那人要洗衣服,用水洗澡,到晚上就洁净了。
20 ૨૦ પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે.
“但那污秽而不洁净自己的,要将他从会中剪除,因为他玷污了耶和华的圣所。除污秽的水没有洒在他身上,他是不洁净的。
21 ૨૧ આ તમારે માટે સદાનો નિયમ છે. પાણીનો છંટકાવ કરનાર વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે. વળી જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.
这要给你们作为永远的定例。并且那洒除污秽水的人要洗衣服。凡摸除污秽水的,必不洁净到晚上。
22 ૨૨ અશુદ્ધ વ્યક્તિ કશાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”
不洁净人所摸的一切物就不洁净;摸了这物的人必不洁净到晚上。”

< ગણના 19 >