< ગણના 16 >
1 ૧ લેવીના દીકરા કહાથના દીકરા યિસ્હારનો દીકરો કોરા, અલિયાબના દીકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દીકરો ઓન, એ રુબેનના વંશજોએ કેટલાક માણસોને ભેગા કર્યા.
І взяли Коре́й, син Їцгара, сина Кегата, сина Левієвого, і Дата́н, і Авіро́н, сини Еліявові, та Он, син Пелета, сини Руви́мові,
2 ૨ અને તેઓ ઇઝરાયલ લોકોમાંના કેટલાક એટલે પ્રજાના બસો પચાસ આગેવાનો કે જેઓ સભા માટે નિમંત્રાયેલા નામાંકિત માણસો હતા તેઓને લઈને મૂસાની સામે ઊભા થયા.
та й повстали проти Мойсея, а з ними двісті й п'ятдеся́т мужа Ізраїлевих синів, начальники громади, закли́кувані на збори, люди вельможні.
3 ૩ મૂસા તથા હારુનની વિરુદ્ધ તેઓએ સભા બોલાવીને તેઓને કહ્યું, “તમે હવે હદ પાર કરો છો. આખી જમાત પવિત્ર છે, તેઓમાંનો દરેક યહોવાહ માટે મુકરર કરાયેલો છે અને યહોવાહ તેઓની મધ્યે છે. તમે પોતાને યહોવાહની જમાત કરતાં ઊંચા શા માટે કરો છો?”
І зібра́лися вони на Мойсея та на Ааро́на, та й сказали до них: „До́сить вам, бо вся громада — усі вони святі, а серед них Госпо́дь! І чому́ ви несе́теся понад зборами Господніми?“
4 ૪ જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડી ગયો.
І почув це Мойсей, та й упав на обличчя своє.
5 ૫ તે કોરા તથા તેની આખી ટોળી સાથે બોલ્યો, તેણે કહ્યું, “સવારે યહોવાહ બતાવશે કે કોણ તેઓના છે અને કોણ યહોવાહ માટે મુકરર કરાયેલા છે. જેને તેઓ પસંદ કરશે તેને ઈશ્વર પોતાની પાસે બોલાવશે. યહોવાહ તેને પોતાની પાસે બોલાવશે.
І промовив він до Коре́я та до всієї громади його, говорячи: „Уранці Господь дасть знати, хто́ Його та хто́ святий, щоб набли́зити його до Себе; а кого вибере, того Він і набли́зить до Себе.
6 ૬ કોરા તથા તારી આખી ટોળી આ પ્રમાણે કરો. ધૂપપાત્ર લો
Зробіть ви оце: візьміть собі кадильниці, Коре́ю та вся громадо твоя́,
7 ૭ આવતીકાલે અગ્નિ તથા ધૂપ લઈ યહોવાહની આગળ મૂકો. યહોવાહ જેને પસંદ કરશે, જે મુકરર થયેલ છે તે વ્યક્તિ પવિત્ર બનશે. હે લેવીના વંશજ તમે ઘણાં દૂર જતા રહ્યા છો.”
і дайте в них огню та покладіть на них кадила перед Господнє лице взавтра. І станеться, — той чоловік, що Господь його вибере, — він святий. До́сить вам, Левієві сини!“
8 ૮ ફરીથી, મૂસાએ કોરાને કહ્યું, “ઓ લેવીના વંશજો, હવે સાંભળો:
І сказав Мойсей до Корея: „Слухайте ж, Левієві сини, —
9 ૯ ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, તેમના મંડપની સેવા કરવા માટે અને તેમના લોકની સામે ઊભા રહીને તેમની સેવા કરવા માટે ઇઝરાયલ પ્રજામાંથી અલગ કર્યા છે શું એ તમને ઓછું લાગે છે?
чи вам мало, що Бог Ізраїлів відділив вас від Ізраїлевої громади, щоб набли́зити вас до Се́бе, і щоб ви виконували службу Господньої скинії, і стояли перед громадою, щоб служити їй?
10 ૧૦ તેઓ તને તથા તારી સાથેના સર્વ ભાઈઓ એટલે લેવીના દીકરાઓને નજીક લાવ્યા છે, તમે હજી પણ યાજકપદ માગો છો?
І Він набли́зив тебе та всіх братів твоїх, Левієвих синів, із тобою; а ти будеш домагатися ще й свяще́нства?
11 ૧૧ તેથી તું અને તારી આખી ટોળી યહોવાહની વિરુદ્ધ એકત્ર થયાં છો. તો તમે શા માટે હારુન વિષે ફરિયાદ કરે છો, કોણ યહોવાહની આજ્ઞા પાળે છે?”
Тому ти та вся громада твоя змовилися проти Господа. А Ааро́н, — що́ він, що ви ремствуєте проти нього?“
12 ૧૨ પછી મૂસાએ અલિયાબના દીકરા દાથાનને અને અબિરામને બોલાવ્યા, પણ તેઓએ કહ્યું કે, “અમે ત્યાં નહિ આવીએ.
I послав Мойсей та Ааро́н закли́кати Дата́на й Авіро́на, синів Еліявових, та сказали вони: „Не ви́йдемо!
13 ૧૩ તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાંથી આ અરણ્યમાં મરવા માટે લઈ આવ્યા એટલું ઓછું છે કે તમે અમારા પર પાછા સત્તા ચલાવવા માગો છો?
Чи мало того, що ти вивів нас із кра́ю, який тече́ молоком та медом, щоб повбивати нас у пустині? Хочеш ще панувати над нами, щоб бути також вельмо́жею?
14 ૧૪ તદુપરાંત, તમે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં નથી લાવ્યા અને તમે અમને ખેતરો કે દ્રાક્ષવાડીઓનો વારસો નથી આપ્યો. શું તમે અમને ખાલી વચન આપીને મૂર્ખ બનાવશો? અમે તમારી પાસે નહિ આવીએ.”
Ти не впровадив нас ані до кра́ю, що тече молоком та медом, ані не дав нам на власність поля́ та виноградники. Чи ти ви́береш очі цим лю́дям? Не вийдемо!“
15 ૧૫ મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો અને તેણે યહોવાહને કહ્યું, “તેઓના અર્પણનો સ્વીકાર કરશો નહિ. મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી અને તેઓમાંના કોઈનું કંઈ નુકસાન પણ કર્યુ નથી.”
А Мойсей сильно запалився, та й сказав до Господа: „Не обернися до їхнього прино́шення! Я не взяв від них жодного осла, і зла не вчинив жодному з них!“
16 ૧૬ એટલે મૂસાએ કોરાને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ એટલે તું, તેઓ અને હારુન આવતીકાલે યહોવાહની આગળ જજો.
І сказав Мойсей до Коре́я: „Ти та вся громада твоя будьте перед Господнім лицем, ти й вони та Ааро́н узавтра.
17 ૧૭ તમારામાંનો પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર લે તેમાં ધૂપ નાખે. પછી પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર એટલે બસો પચાસ ધૂપપાત્રો યહોવાહ સમક્ષ લાવે. તું અને હારુન પોતપોતાનાં ધૂપપાત્ર લાવો.”
І візьміть кожен свою кади́льницю, і покладіть на неї кадила та й принесе́те перед Господнє лице кожен кади́льницю свою, двісті й п'ятдеся́т кадильниць, і ти та Ааро́н, кожен кадильницю свою“.
18 ૧૮ તેથી તે પ્રત્યેક માણસે પોતાનું ધૂપપાત્ર લીધું, તેમાં અગ્નિ મૂક્યો તથા ધૂપ નાખ્યું અને મૂસા તથા હારુનની સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
І взяли кожен кадильницю свою, і поклали на них огню, і поклали на неї кадила, та й стали при вході скинії заповіту, а також Мойсей та Аарон.
19 ૧૯ કોરાએ આખી જમાતને મૂસા તથા હારુન વિરુદ્ધ મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી કરી અને આખી જમાતને યહોવાહનું ગૌરવ દેખાયું.
І Коре́й зібрав на них усю громаду до входу скинії заповіту. І показалася слава Господня всій громаді!
20 ૨૦ પછી યહોવાહ મૂસા તથા હારુન સાથે બોલ્યા;
І промовив Господь до Мойсея та до Аароиа, говорячи:
21 ૨૧ “આ જમાત મધ્યેથી પોતાને અલગ કરો કે હું તેઓનો તરત જ નાશ કરું.”
„Відділіться від цієї громади, — Я винищу їх умить!“
22 ૨૨ મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, “ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?”
А вони попа́дали на обличчя свої та й сказали: „Боже, Боже духів і кожного тіла! Як згрішить один чоловік, чи Ти будеш гніватися на всю громаду?“
23 ૨૩ યહોવાહે મૂસાને ઉત્તર આપ્યો. તેમણે કહ્યું કે,
І Господь промовляв до Мойсея, говорячи:
24 ૨૪ “જમાત સાથે વાત કર. કહે કે, કોરા, દાથાન તથા અબિરામના તંબુઓથી દૂર જાઓ.’”
„Скажи до громади, говорячи: Відступіться зо всіх боків від місця ме́шкання Коре́я, Дата́на й Авіро́на!“
25 ૨૫ પછી મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો; ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા.
І встав Мойсей, і пішов до Датана та Авірона, і пішли за ним ста́рші Ізраїлеві.
26 ૨૬ મૂસાએ જમાત સાથે વાત કરીને કહ્યું કે, “હવે આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જાઓ અને એમની કોઈ વસ્તુને અડકશો નહિ. રખેને તેઓનાં બધાં પાપોને કારણે તમારો નાશ થાય.”
І він промовляв до громади, говорячи: „Відступіть від наметів тих несправедливих людей, і не доторкніться до всьо́го, що їхнє, щоб і ви не загинули за всі їхні гріхи!“
27 ૨૭ તેથી જમાત કોરા, દાથાન તથા અબિરામના તંબુઓની દરેક બાજુએથી ચાલ્યા ગયા. દાથાન તથા અબિરામ પોતાની પત્નીઓ, દીકરાઓ તથા નાનાં બાળકો સાથે બહાર નીકળીને તંબુઓના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
І вони відступи́лися від місця ме́шкання Корея, Датана й Авірона зо всіх боків; а Дата́н та Авіро́н вийшли, і стояли при вході наметів своїх, і жінки́ їх, і сини їх, та діти їхні.
28 ૨૮ પછી મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને જાણશો કે યહોવાહે આ સર્વ કામ કરવા મને મોકલ્યો છે, કેમ કે એ કામો મેં મારી પોતાની જાતે કર્યાં નથી.
І сказав Мойсей: „Оцим пізнаєте, що Господь послав мене зробити всі діла́ ці, що вони не з моєї ви́гадки.
29 ૨૯ જો આ લોકો બીજા બધા માણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માનવું કે યહોવાહે મને મોકલ્યો નથી.
Якщо вони повмирають, як умирає кожна люди́на, і їх спіткає доля кожної люди́ни, то не Господь послав мене!
30 ૩૦ પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે.” (Sheol )
А коли Господь створить щось нове́, і земля відкриє уста свої та й поглине їх та все, що їхнє, і вони зі́йдуть живі до шео́лу, то пізнаєте, що люди обра́зили Господа“. (Sheol )
31 ૩૧ મૂસાએ આ સર્વ વાતો બોલવાનું પૂરું કર્યું કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી.
І сталося, як скінчи́в він говорити всі ці слова́, то розступи́лася та земля, що під ними!
32 ૩૨ પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેમનાં કુટુંબો અને કોરાના સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમિલકતને સ્વાહા કરી ગઈ.
А земля відкрила свої уста, та й поглинула їх, і доми́ їхні, і кожну люди́ну, що Кореєва, та ввесь їх має́ток.
33 ૩૩ તેઓ અને તેઓનાં ઘરનાં સર્વ જીવતાં જ મૃત્યુલોકમાં પહોંચી ગયાં. પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં અને આ રીતે તેઓ સમુદાયમાંથી નાશ પામ્યાં. (Sheol )
І зійшли вони та все, що їхнє, живі до шео́лу, і накрила їх земля, і вони погинули з-посеред збору! (Sheol )
34 ૩૪ તેમની ચીસો સાંભળીને આસપાસ ઊભેલા બધા ઇઝરાયલીઓ નાસવા માંડયા. તેઓએ કહ્યું, “રખેને આપણને પણ ધરતી ગળી જાય!”
А ввесь Ізра́їль, що був навко́ло них, повтікав на їхній крик, бо казали: „Щоб земля не поглинула й нас!“
35 ૩૫ પછી યહોવાહ પાસેથી અગ્નિ ધસી આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા અઢીસો માણસોને ભસ્મ કર્યા.
І вийшов огонь від Господа, та й поїв тих двісті й п'ятдеся́т чоловіка, що прино́сили кадило!
36 ૩૬ પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા તેમણે કહ્યું કે,
І Господь промовляв до Мойсея, говорячи:
37 ૩૭ “હારુન યાજકના દીકરા એલાઝાર સાથે વાત કર અને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ લઈ લે, કેમ કે તે ધૂપ પવિત્ર છે, મારા માટે મુકરર થયેલ છે. તે કોલસા અને રાખ વિખેરી નાખ.
„Скажи до Елеаза́ра, сина священика Ааро́на, і нехай він позбирає ті кадильниці з-посеред погорі́лища, а огонь повикидає геть, бо вони освятилися,
38 ૩૮ જેઓએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે ધૂપપાત્ર લઈ લે. તેમને ટીપીને વેદીને ઢાંકવા માટે પતરાં બનાવવાં. તે પુરુષોએ તેઓનું અર્પણ મને કર્યું, તેથી તેઓ પવિત્ર છે, મારા માટે મુકરર કરેલ છે. તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.”
кадильниці тих грішників, їхньою смертю. І нехай і вони зроблять із них биті бля́хи на покриття для жертівника, бо прино́сили їх перед Господнє лице, і вони освятилися. І будуть вони знаком для Ізраїлевих синів“.
39 ૩૯ તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રનું અર્પણ કર્યું હતું તે યાજક એલાઝારે લીધાં. મૂસા દ્વારા યહોવાહ જેમ બોલ્યા હતા તે મુજબ તેણે તેઓને ટીપીને વેદીને ઢાંકવા માટે આવરણ બનાવડાવ્યાં.
І взяв священик Елеаза́р мідяні́ кадильниці, що прино́сили їх ті, що спалені, і перекува́ли їх на покриття для жертівника,
40 ૪૦ તે ઇઝરાયલીપુત્રોને માટે સ્મરણમાં રહે કે, જેથી કોઈ વ્યક્તિ એટલે હારુનના વંશજમાંની કોઈ પણ વ્યક્તિએ યહોવાહ સમક્ષ ધૂપ ચઢાવવાને આવવું નહિ. આ રીતે, તેના હાલ કોરા અને તેના સાથીઓ જેવા ન થાય.
пам'ятка для Ізраїлевих синів, щоб чужий чоловік, хто не з Ааронового насіння, не наближа́вся кадити кадило перед Господнім лицем, щоб не сталося з ними, як із Кореєм та з громадою його, як Господь говорив йому через Мойсея.
41 ૪૧ પરંતુ બીજે દિવસે આખી ઇઝરાયલી જમાતે મૂસા અને હારુનની વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ કહ્યું કે, “તમે યહોવાહના લોકોને મારી નાખ્યા છે.”
А назавтра вся громада Ізраїлевих синів нарікали на Мойсея та на Аарона, говорячи: „Ви повбивали Господній наро́д!“
42 ૪૨ જ્યારે મૂસા અને હારુનની વિરુદ્ધ સમગ્ર સમાજ એકઠો થયો ત્યારે એમ થયું કે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું તો એકાએક વાદળે તેના પર આચ્છાદન કર્યું. યહોવાહનું ગૌરવ દેખાયું.
І сталося, коли громада збиралася на Мойсея та на Аарона, то обернулися вони до скинії заповіту, — аж ось покрила її хмара, і показа́лася слава Господня!
43 ૪૩ અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ જઈને ઊભા રહ્યા.
І ввійшли Мойсей та Аарон до пе́реду ски́нії запові́ту.
44 ૪૪ પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું,
І Господь промовляв до Мойсея, говорячи:
45 ૪૫ “આ જમાત આગળથી દૂર જાઓ જેથી હું તેઓનો તરત જ નાશ કરું.” એટલે મૂસા અને હારુન જમીન પર ઊંધા પડ્યા.
„Вийдіть з-посеред цієї громади, а я ви́нищу їх умить!“І вони попа́дали на обличчя свої.
46 ૪૬ મૂસાએ હારુનને કહ્યું, “ધૂપદાની લે, વેદીમાંથી અગ્નિ લે અને તેમાં નાખ, તેમાં ધૂપ નાખ, તરત જ તે જમાત પાસે લઈ જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાહનો કોપ આવ્યો છે. મરકી શરૂ થઈ છે.”
І сказав Мойсей до Аарона: „Візьми кадильницю, і поклади на неї огню від же́ртівника, і поклади кадила, та й понеси швидко до громади, та й очисть її, бо вийшов гнів від Господнього лиця, і розпочалася пора́зка“.
47 ૪૭ આથી મૂસાના કહ્યા પ્રમાણે હારુને કર્યું. તે જમાતની વચ્ચે દોડી ગયો. લોકોમાં મરકી ફેલાવાનું શરુ થયું, તેથી તેણે ધૂપ નાખી લોકોને સારુ પ્રાયશ્ચિત કર્યું.
І взяв Аарон, як говорив Мойсей, і побіг до сере́дини зборів, аж ось — розпочалася пора́зка наро́ду! І він поклав кадила, і очистив наро́д.
48 ૪૮ હારુન મરેલા તથા જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો; આ પ્રમાણે મરકી બંધ થઈ.
І став він поміж уме́рлими та поміж живими, — і затрималась та пора́зка.
49 ૪૯ કોરાની બાબતમાં જેઓ મૃત્યુ પામ્યાં હતાં તેઓ ઉપરાંત મરકીથી મર્યા તેઓની સંખ્યા ચૌદ હજાર સાતસો હતી.
І було́ померлих поразкою чотирна́дцять тисяч і сімсо́т, окрім померлих у справі Корея.
50 ૫૦ હારુન મુલાકાતમંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો અને મરકી બંધ થઈ.
І вернувся Аарон до Мойсея до входу скинії заповіту, а пора́зка припинилася.