< ગણના 12 >
1 ૧ અને મૂસાએ એક કૂશી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેને લીધે મરિયમ અને હારુન મૂસાની વિરુદ્ધ બોલ્યા.
၁မောရှေသည်မိဒျန်အမျိုးသမီးတစ်ဦး နှင့်စုံဖက်သဖြင့် မိရိအံနှင့်အာရုန်တို့ ကသူ့အားအပြစ်တင်ကြလေသည်။-
2 ૨ તેઓએ કહ્યું, “શું યહોવાહ ફક્ત મૂસા મારફતે જ બોલ્યા છે? શું તેઓ આપણી મારફતે બોલ્યા નથી? “હવે યહોવાહે તેઓએ જે કહ્યું તે સાંભળ્યું.
၂သူတို့က``ထာဝရဘုရားသည်မောရှေအား ဖြင့်သာလျှင်မိန့်ကြားတော်မူသလော။ ငါ တို့အားဖြင့်လည်းမိန့်ကြားတော်မမူသလော'' ဟုဆိုကြ၏။ ထိုစကားကိုထာဝရဘုရား ကြားတော်မူသည်။-
3 ૩ મૂસા ખૂબ નમ્ર હતો, પૃથ્વી પર નમ્ર તેના જેવો બીજો કોઈ ન હતો.
၃(မောရှေသည်စိတ်နှိမ့်ချသူဖြစ်၏။ ကမ္ဘာပေါ် တွင်သူကဲ့သို့စိတ်နှိမ့်ချသူတစ်ယောက်မျှ မရှိ။)
4 ૪ યહોવાહે મૂસા, હારુન અને મરિયમને એકાએક કહ્યું; “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે બહાર આવો.” અને તેઓ ત્રણે બહાર આવ્યાં.
၄ချက်ချင်းပင်ထာဝရဘုရားသည်မောရှေ၊ အာရုန်နှင့်မိရိအံတို့အား``သင်တို့သုံး ဦးစလုံးတဲတော်သို့လာခဲ့ကြလော့'' ဟု မိန့်တော်မူ၏။ သူတို့သည်တဲတော်သို့ရောက်ရှိ သောအခါ၊-
5 ૫ પછી યહોવાહ મેઘસ્તંભમાં ઊતર્યા. અને તેઓ તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુનને અને મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં.
၅ထာဝရဘုရားသည်မိုးတိမ်တိုင်ဖြင့်ကြွ လာ၍ တဲတော်တံခါးဝတွင်ရပ်လျက်``အာရုန်၊ မိရိအံ'' ဟူ၍ခေါ်တော်မူ၏။ ထိုအခါသူ တို့နှစ်ဦးသည်ရှေ့သို့ထွက်လာသဖြင့်၊-
6 ૬ યહોવાહે કહ્યું, “હવે મારા શબ્દો સાંભળો. જ્યારે તમારી સાથે મારો પ્રબોધક હોય, તો હું પોતે સંદર્શનમાં તેને પ્રગટ થઈશ. અને સ્વપ્નમાં હું તેની સાથે બોલીશ.
၆``ငါမိန့်တော်မူသမျှကိုနားထောင်လော့။ သင် တို့တွင်ပရောဖက်များရှိသောအခါ ငါသည် သူတို့အားအိပ်မက်အားဖြင့်သော်လည်းကောင်း၊ ရူပါရုံအားဖြင့်သော်လည်းကောင်းဗျာဒိတ် ပေး၏။-
7 ૭ મારો સેવક મૂસા એવો નથી તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.
၇ငါ၏အစေခံမောရှေသည်ကားထိုကဲ့သို့ သောပရောဖက်မဟုတ်။ ငါ၏လူမျိုးတော် ဣသရေလအမျိုးသားအပေါင်းတို့ကို သူ၏လက်ဝယ်၌ငါအပ်ထားပြီ။-
8 ૮ હું મૂસા સાથે તો મુખોપમુખ બોલીશ, મર્મો વડે નહિ. તે મારું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ બીધા નહિ?”
၈သို့ဖြစ်၍ငါသည်သူနှင့်မျက်နှာချင်းဆိုင်၍ ရှင်းလင်းပြတ်သားစွာစကားပြောဆို၏။ စကားဝှက်ဖြင့်ပြောဆိုလေ့မရှိ။ သူသည် ငါ၏ပုံသဏ္ဌာန်တော်ကိုပင်ဖူးတွေ့ခဲ့ရ၏။ သင်တို့သည်ငါ၏အစေခံမောရှေကို အဘယ်ကြောင့်အပြစ်တင်ပြောဆိုဝံ့ သနည်း'' ဟုမိန့်တော်မူ၏။
9 ૯ પછી યહોવાહનો કોપ તેઓના પર સળગી ઊઠ્યો અને તે તેમની પાસેથી ચાલ્યા ગયા.
၉ထာဝရဘုရားသည် သူတို့ကိုအမျက်ထွက် တော်မူ၏။ သို့ဖြစ်၍ကိုယ်တော်ပြန်လည်ကြွ သွားလျက်၊-
10 ૧૦ અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ટરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી.
၁၀တဲတော်ပေါ်မှမိုးတိမ်တက်သွားသည့်အခါ မိရိအံတွင် ကြောက်မက်ဖွယ်သောကိုယ်ရေပြား ရောဂါစွဲသဖြင့်တစ်ကိုယ်လုံးဆွတ်ဆွတ်ဖြူ လာလေ၏။ အာရုန်သည်မိရိအံကိုယ်၌ ရောဂါ စွဲသည့်အခြင်းအရာကိုတွေ့မြင်ရသော အခါ၊-
11 ૧૧ હારુને મૂસાને કહ્યું કે, “ઓ મારા માલિક, કૃપા કરીને અમારા પર આ દોષ ન મૂક. કેમ કે અમે મૂર્ખાઈ કરી અને પાપ કર્યું છે.
၁၁မောရှေအား``အရှင်၊ အကျွန်ုပ်တို့၏မိုက်မဲ သောအပြစ်ကြောင့်ဒဏ်မခံရပါစေနှင့်။-
12 ૧૨ પોતાની માતા જન્મ આપે તે વખતે જેનું અડધું શરીર ખવાઈ ગયું હોય એવી મૃત્યુ પામેલા જેવી તે ન થાઓ.”
၁၂ဖွားစကပင်ကိုယ်ခန္ဓာတစ်ဝက်ကိုပုပ်ပျက် သော အသေကောင်ကဲ့သို့မိရိအံမဖြစ်ပါ စေနှင့်'' ဟုတောင်းပန်လေ၏။
13 ૧૩ તેથી, મૂસાએ યહોવાહને વિનંતી કરી. તેણે કહ્યું કે, ઓ ઈશ્વર, હું તમને વિનંતી કરું છું કે તેને સાજી કરો.”
၁၃သို့ဖြစ်၍မောရှေသည်ထာဝရဘုရားအား``အို ဘုရားသခင်၊ မိရိအံ၏အနာရောဂါကို ပျောက်ကင်းစေတော်မူပါ'' ဟုအော်ဟစ်တောင်း လျှောက်လေ၏။
14 ૧૪ યહોવાહે મૂસાને કહ્યું કે, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે.”
၁၄ထာဝရဘုရားကမောရှေအား``အကယ်၍ သူ၏ဖခင်သည်သူ၏မျက်နှာကိုတံတွေး နှင့်ထွေးလျှင် သူသည်ခုနစ်ရက်ပတ်လုံး အရှက်ခွဲခြင်းခံရမည်မဟုတ်လော။ ထို ကြောင့်သူ့ကိုစခန်းအပြင်တွင်ခုနစ်ရက် မျှသီးခြားနေထိုင်စေလော့။ ရက်စေ့လျှင် သူ့ကိုစခန်းအတွင်းသို့ပြန်လည်ခေါ်ဆောင် ရမည်'' ဟုမိန့်တော်မူ၏။-
15 ૧૫ આથી મરિયમને સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકોએ આગળ મુસાફરી કરી નહિ.
၁၅ထို့ကြောင့်မိရိအံကိုစခန်းအပြင်သို့ ခုနစ် ရက်မျှသီးခြားနေထိုင်ရန်ထုတ်ထားကြသည်။ သူစခန်းထဲသို့ပြန်ရောက်မှလူများတို့သည် ခရီးဆက်ကြလေသည်။-
16 ૧૬ પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી.
၁၆ထိုနောက်သူတို့သည်ဟာဇရုတ်စခန်းမှ ထွက်ခွာ၍ ပါရန်ဟုခေါ်သောတောကန္တာရ တွင်စခန်းချကြလေသည်။