< ગણના 10 >
1 ૧ યહોવાહ મૂસાને કહ્યું કે,
The LORD spoke to Moses, saying,
2 ૨ “તું પોતાને માટે ચાંદીનાં બે રણશિંગડાં બનાવ અને તે ઘડતર કામના બનાવ. અને તું પ્રજાને બોલાવવાના તથા છાવણીમાંથી ચાલી નીકળવાના કામમાં લે.
"Make two trumpets of silver. You shall make them of beaten work. You shall use them for the calling of the congregation, and for the journeying of the camps.
3 ૩ જે સમયે બન્ને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તમારી સમક્ષ એકત્ર થવું.
When they blow them, all the congregation shall gather themselves to you at the door of the Tent of Meeting.
4 ૪ પરંતુ જો યાજક એક જ રણશિંગડું વગાડે તો આગેવાનો, ઇઝરાયલકુળના મુખ્ય પુરુષો તારી સમક્ષ એકઠા થાય.
But if they blow just one, then the leaders, the heads of the thousands of Israel, shall gather themselves to you.
5 ૫ જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.
When you blow an alarm, the camps that lie on the east side shall go forward.
6 ૬ બીજી વખતે રણશિંગડાં મોટા અવાજે વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે રણશિંગડું મોટા અવાજે વગાડવું.
When you blow an alarm the second time, the camps that lie on the south side shall go forward. They shall blow an alarm for their journeys.
7 ૭ પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડું એકધારું વગાડવું.
But when the assembly is to be gathered together, you shall blow, but you shall not sound an alarm.
8 ૮ હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમારે પેઢી દરપેઢી કરવાનો છે.
The sons of Aaron, the priests, shall blow the trumpets. This shall be to you for a statute forever throughout your generations.
9 ૯ અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે.
When you go to war in your land against the adversary who oppresses you, then you shall sound an alarm with the trumpets. Then you will be remembered before the LORD your God, and you will be saved from your enemies.
10 ૧૦ વળી, તમારા ઉત્સવો વખતે, તમારા ઠરાવેલ પર્વોએ અને તમારા મહિનાઓના આરંભમાં તમે તમારા દહનીયાર્પણો તેમ જ શાંત્યર્પણો પર રણશિંગડું વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારે માટે સ્મરણાર્થે થશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.”
"Also in the day of your gladness, and in your set feasts, and in the beginnings of your months, you shall blow the trumpets over your burnt offerings, and over the sacrifices of your peace offerings; and they shall be to you for a memorial before your God. I am the LORD your God."
11 ૧૧ અને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યોના મંડપ ઉપરથી મેઘ ઊપડ્યો.
It happened in the second year, in the second month, on the twentieth day of the month, that the cloud was taken up from over the tabernacle of the testimony.
12 ૧૨ અને ઇઝરાયલપ્રજાએ સિનાઈના અરણ્યમાંથી પોતાની મુસાફરી શરૂ કરી અને મેઘ પારાનના અરણ્યમાં થોભ્યો.
The children of Israel went forward according to their journeys out of the wilderness of Sinai; and the cloud abode in the wilderness of Paran.
13 ૧૩ મૂસાને યહોવાહ તરફથી અપાયેલી આજ્ઞા મુજબ તેઓએ પોતાની પ્રથમ યાત્રા શરૂ કરી.
They first went forward according to the commandment of the LORD by Moses.
14 ૧૪ અને યહૂદાપુત્રોની પહેલી છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યોનો આગેવાન આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.
First, the standard of the camp of the people of Judah went forward according to their armies. Nahshon the son of Amminadab was over his army.
15 ૧૫ ઇસ્સાખારના દીકરાઓના કુળના સૈન્યનો આગેવાન સુઆરનો દીકરો નથાનએલ હતો.
Nethanel the son of Zuar was over the army of the tribe of the people of Issachar.
16 ૧૬ અને ઝબુલોનના દીકરાઓના કુળનો સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો.
Eliab the son of Helon was over the army of the tribe of the people of Zebulun.
17 ૧૭ ત્યાર પછી મંડપ ઉપાડવામાં આવ્યો એટલે ગેર્શોનના દીકરા તથા મરારીના દીકરાઓ મંડપ ઊંચકીને ચાલી નીકળ્યા.
The tabernacle was taken down; and the sons of Gershon and the sons of Merari, who bore the tabernacle, went forward.
18 ૧૮ તે પછી, રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઊપરી શદેઉરનો દીકરો અલીસૂર હતો.
The standard of the camp of Reuben went forward according to their armies. Elizur the son of Shedeur was over his army.
19 ૧૯ અને શિમયોનનો દીકરાના કુળના સૈન્યનો ઉપરી સૂરીશાદ્દાયનો દીકરો શલુમિયેલ હતો.
Shelumiel the son of Zurishaddai was over the army of the tribe of the people of Simeon.
20 ૨૦ અને ગાદના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દીકરો એલિયાસાફ હતો.
Eliasaph the son of Reuel was over the army of the tribe of the people of Gad.
21 ૨૧ અને કહાથીઓ પવિત્રસ્થાનમાંની સાધનસામગ્રી ઊંચકીને ચાલ્યા. તેઓ જઈ પહોંચે તે અગાઉ બીજાઓએ મંડપને ઊભો કર્યો.
The Kohathites set forward, bearing the sanctuary. The others set up the tabernacle before they arrived.
22 ૨૨ પછી એફ્રાઇમના દીકરાઓની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી અને તેના સૈન્ય પર આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.
The standard of the camp of the people of Ephraim set forward according to their armies. Elishama the son of Ammihud was over his army.
23 ૨૩ અને મનાશ્શાના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી પદાહસૂરનો દીકરો ગમાલ્યેલ હતો.
Gamaliel the son of Pedahzur was over the army of the tribe of the people of Manasseh.
24 ૨૪ અને બિન્યામીનના દીકરાના કુળના સૈન્યનો ઉપરી ગિદિયોનીનો દીકરો અબીદાન હતો.
Abidan the son of Gideoni was over the army of the tribe of the people of Benjamin.
25 ૨૫ પછી દાનના દીકરાઓની છાવણીની ધજા તેમનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. બધી છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.
The standard of the camp of the people of Dan, which was the rearward of all the camps, set forward according to their armies. Ahiezer the son of Ammishaddai was over his army.
26 ૨૬ અને આશેરના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી ઓક્રાનનો દીકરા પાગિયેલ હતો.
Pagiel the son of Ochran was over the army of the tribe of the people of Asher.
27 ૨૭ અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો.
Ahira the son of Enan was over the army of the tribe of the people of Naphtali.
28 ૨૮ ઇઝરાયલપ્રજાના સૈન્યોની કૂચનો ક્રમ આ મુજબ હતો. અને તેઓએ કૂચ આરંભી.
Thus were the travels of the children of Israel according to their armies; and they went forward.
29 ૨૯ અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”
Moses said to Hobab, the son of Reuel the Midianite, Moses' brother-in-law, "We are journeying to the place of which the LORD said, 'I will give it to you.' Come with us, and we will treat you well; for the LORD has spoken good concerning Israel."
30 ૩૦ પણ હોબાબે મૂસાને ઉત્તર આપ્યો કે, “હું તમારી સાથે નહિ આવું. હું તો મારા પોતાના દેશમાં મારાં સગાઓ પાસે જઈશ.”
He said to him, "I will not go; but I will depart to my own land, and to my relatives."
31 ૩૧ મૂસાએ જવાબ આપ્યો કે, “કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે.
He said, "Do not leave us, please; because you know how we are to camp in the wilderness, and you can be our eyes.
32 ૩૨ અને જો તું અમારી સાથે આવશે તો એમ થશે કે, યહોવાહ અમારું જે કંઈ ભલું કરશે તેમ અમે તમારું ભલું કરીશું.”
And it shall be, if you go with us, that it shall be that whatever good the LORD does to us, we will do the same to you."
33 ૩૩ અને તેઓએ યહોવાહના પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાહનો કરારકોશ તેમને માટે વિશ્રામસ્થાનની જગ્યા શોધવા તેઓની આગળ ચાલ્યો.
They set forward from the Mount of the LORD three days' journey. The ark of the covenant of the LORD went before them three days' journey, to seek out a resting place for them.
34 ૩૪ અને દિવસે તેઓ છાવણીમાંથી ચાલી નીકળતા. ત્યારે યહોવાહનો મેઘસ્તંભ તેઓના ઉપર રહેતો.
The cloud of the LORD was over them by day, when they set forward from the camp.
35 ૩૫ અને જ્યારે કરારકોશ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે, મૂસા કહેતો, “હે યહોવાહ, તમે ઊઠો અને તમારા શત્રુઓને વેરવિખેર કરી નાખો, અને તમારો તિરસ્કાર કરનારને દૂર કરો.”
It happened, when the ark went forward, that Moses said, "Rise up, LORD, and let your enemies be scattered. Let those who hate you flee before you."
36 ૩૬ અને જ્યારે કરારકોશ થોભતો ત્યારે મૂસા કહેતો કે, હે યહોવાહ, ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો.”
When it rested, he said, "Return, LORD, to the ten thousands of the thousands of Israel."