< નહેમ્યા 1 >
1 ૧ હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃતાંત આ પ્રમાણે છે. વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં રહેતો હતો ત્યારે એવું બન્યું કે,
౧హకల్యా కొడుకు నెహెమ్యా మాటలు. నేను 20 వ సంవత్సరం కిస్లేవు నెలలో షూషను కోటలో ఉన్న సమయంలో
2 ૨ મારા ભાઈઓમાંનો એક, હનાની, યહૂદિયામાંના કેટલાક માણસો સાથે ત્યાં આવ્યો. મેં તેઓને બંદીવાસમાંથી મુક્ત થયેલાઓમાંના તથા બચેલાઓમાંના યહૂદીઓ તથા યરુશાલેમ વિષે પૂછ્યું.
౨నా సోదరుల్లో హనానీ అనే ఒకడు, ఇంకా కొందరు యూదులు వచ్చారు. చెరలోకి రాకుండా తప్పించుకుని, అక్కడ మిగిలిపోయిన యూదుల గురించీ యెరూషలేమును గురించీ నేను వారిని అడిగాను.
3 ૩ તેઓએ મને કહ્યું કે, “બંદીવાસમાંથી છૂટીને જેઓ ત્યાં બાકી રહેલા છે તેઓ ખૂબ મુશ્કેલી તથા કરુણ સ્થિતિમાં આવી પડેલા છે. યરુશાલેમનો કોટ તોડી પાડવામાં આવેલો છે અને તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”
౩అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు.
4 ૪ જયારે એ સમાચાર મેં સાંભળ્યાં ત્યારે હું નીચે બેસીને રડ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો અને ઉપવાસ કરીને આકાશના ઈશ્વર સમક્ષ મેં પ્રાર્થના કરી.
౪ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను.
5 ૫ મેં કહ્યું, “હે યહોવાહ આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો.
౫“ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు.
6 ૬ “મારી પ્રાર્થના સાંભળો અને તમારી દ્રષ્ટિ મારા પર રાખો. તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે તે સાંભળો; “તમારા સેવકો ઇઝરાયલીઓ માટે રાતદિવસ હું તમને પ્રાર્થના કરું છું. તેઓએ તમારી વિરુદ્ધ જે પાપ કર્યાં છે તે તથા મેં તેમ જ મારા પૂર્વજોએ જે પાપ કર્યા છે તેની હું કબૂલાત કરું છું.
౬నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం.
7 ૭ અમે તમારી વિરુદ્ધ ઘણું ખરાબ વર્તન કર્યું છે. તમારા સેવક મૂસા મારફતે જે આજ્ઞાઓ, નિયમો તથા વિધિઓ અમને અપાયાં હતાં તે અમે પાળ્યાં નથી.
౭నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు.
8 ૮ જે શબ્દો તમે તમારા સેવક મૂસા મારફતે ફરમાવ્યાં હતાં તેને સંભારો, તમે કહ્યું હતું કે, ‘જો તમે અવિશ્વાસુપણે વર્તશો તો હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ,
౮నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను.
9 ૯ પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો આકાશના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’”
౯అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకూ మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి, నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకు వస్తాను’ అని చెప్పావు గదా.
10 ૧૦ “તેઓ તમારા સેવકો અને તમારા લોક છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારા બળવાન હાથ વડે મુક્ત કર્યાં છે.
౧౦మరి, నీవు నీ మహా బల ప్రభావాలతో, నీ బాహుబలంతో విడిపించిన నీ సేవకులైన నీ జనం వీరే గదా.
11 ૧૧ હે યહોવાહ, હું વિનંતી કરું છું, તમારા સેવકની પ્રાર્થના અને જેઓ તમારો આદર કરવામાં ભયસહિત આનંદ માને છે, તેવા તમારા સેવકોની પ્રાર્થના પણ સાંભળો. આજે તમે તમારા સેવકને આબાદી બક્ષો. અને આ માણસની તેના પર કૃપાદ્રષ્ટિ થાય એમ તમે કરો.” મેં રાજાની પાત્રવાહકની જેમ સેવા કરી.
౧౧యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈ రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, ఈ మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.” నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని.