< નહેમ્યા 7 >
1 ૧ જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.
पर्खालको काम सिद्धिएपछि जब मैले ढोकाहरूलाई तिनका आ-आफ्ना ठाउँमा लगाएँ, र द्वारपालहरूसाथै गायक-गायिकाहरू र लेवीहरू नियुक्त गरिए,
2 ૨ મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
मैले मेरा भाइ हनानी र किल्लाको निरीक्षण गर्ने हनानीलाई यरूशलेममाथिको जिम्मा सुम्पिदिएँ किनकि तिनी अरू धेरैभन्दा विश्वासयोग्य मानिस थिए, र परमेश्वरदेखि डराउँथे ।
3 ૩ અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”
मैले तिनीहरूलाई भनेँ, “घाम चर्को गरी नलागेसम्म यरूशलेमका मूल ढोकाहरू नखोल्नू । द्वारपालहरू पहरा बस्दा तिमीहरूले ढोकाहरू बन्दी गरी आग्ला लगाउनू । यरूशलेममा बस्नेहरूबाट केही पहरादारहरूलाई पहरा बस्ने ठाउँमा र केहीलाई चाहिँ तिनीहरूका आफ्नै घरको सामुन्ने राख्न नियुक्त गर्नू ।”
4 ૪ નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.
अब सहरचाहिँ फराकिलो र विशाल थियो, तर त्यसभित्र केही मानिसहरू मात्र थिए, र अझसम्म कुनै पनि घरको पुनर्निर्माण भएको थिएन ।
5 ૫ મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.
मेरा परमेश्वरले कुलीनहरू, अधिकृतहरू र मानिसहरूलाई तिनीहरूका परिवार-परिवार गरी नाउँ दर्ता गराउनका लागि भेला गराउन मेरो हृदयमा बोझ हालिदिनुभयो । मैले सुरुमा फर्केनहरूको वंशावलीको पुस्तक भेट्टाएँ जसमा यो कुरा लेखिएको थियो ।
6 ૬ “બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
“राजा नबूकदनेसरको निर्वासनबाट जाने प्रान्तमा भएका मानिसहरू यिनै हुन् जसलाई तिनले बेबिलोनमा कैद गरेर लगेका थिए । तिनीहरू यरूशलेम र यहूदियामा आ-आफ्ना सहरहरूमा फर्के ।
7 ૭ એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.
तिनीहरू यरुबाबेल, येशूअ, नहेम्याह, सरायाह, रेलयाह, मोर्दकै, बिल्शान, मिस्पार, बिग्वै, रेहूम र बानाहसँगै आएका थिए । इस्राएलका मानिसहरूको सङ्ख्या निम्न लिखित छ ।
8 ૮ પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
परोशका परिवारका २,१७२
9 ૯ શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
शपत्याहका परिवारका ३७२
10 ૧૦ આરાહના વંશજો છસો બાવન,
आराका परिवारका ६५२
11 ૧૧ યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
येशूअ र योआबका घरानाबाट पहत-मोआबका परिवारका २,८१८
12 ૧૨ એલામના વંશજો એક હજાર બસો ચોપન,
एलामका परिवारका १,२५४
13 ૧૩ ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
जत्तूका परिवारका ८४५
14 ૧૪ ઝાકકાયના વંશજો સાતસો આઠ.
जक्कैका परिवारका ७६०
15 ૧૫ બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,
बिन्नूईका परिवारका ६४८
16 ૧૬ બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
बेबैका परिवारका ६२८
17 ૧૭ આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
अज्गादका परिवारका २,३२२
18 ૧૮ અદોનિકામના વંશજો છસો સડસઠ.
अदोनीकामका परिवारका ६६७
19 ૧૯ બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
बिग्वैका परिवारका २,०६७
20 ૨૦ આદીનના વંશજો છસો પંચાવન,
आदीनका परिवारका ६५५
21 ૨૧ હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
हिजकियाबाट आतेरका परिवारका ९८
22 ૨૨ હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
हाशूमका परिवारका ३२८
23 ૨૩ બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
बेजैका परिवारका ३२४
24 ૨૪ હારીફના વંશજો એકસો બાર,
हारीपका परिवारका ११२
25 ૨૫ ગિબ્યોનના વંશજો પંચાણું
गिबोनका परिवारका ९५
26 ૨૬ બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
बेथलेहेम र नतोपाका मानिसहरू १८८
27 ૨૭ અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
अनातोतका मानिसहरू १२८
28 ૨૮ બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
बेथ-अज्मावेतका मानिसहरू ४२
29 ૨૯ કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,
किर्यत-यारीम, कपीरा र बेरोतका मानिसहरू ७४३
30 ૩૦ રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
रामा र गेबाका मानिसहरू ६२१
31 ૩૧ મિખ્માશના વંશજો એકસો બાવીસ,
मिकमाशका मानिसहरू २२
32 ૩૨ બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
बेथेल र ऐका मानिसहरू १२३
34 ૩૪ બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
अर्को एलामका मानिसहरू १,२५४
35 ૩૫ હારીમના વંશજો ત્રણસો વીસ,
हारीमका मानिसहरू ३२०
36 ૩૬ યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
यरीहोका मानिसहरू ३४५
37 ૩૭ લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
लोद, हादीद र ओनोका मानिसहरू ७२१
38 ૩૮ સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
सेनाहका मानिसहरू ३,९३०
39 ૩૯ યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
पुजारीहरू: (येशूअको वंशबाट) यदायाहका परिवारका ९७३
40 ૪૦ ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
इम्मेरका परिवारका १,०५२
41 ૪૧ પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
पशहूरका परिवारका १,२४७
42 ૪૨ હારીમના વંશજો એક હજાર સત્તર.
हारीमका परिवारका १,०१७
43 ૪૩ લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.
लेवीहरू: होदबिया, बिन्नूई र कादमीएलका वंशबाट येशूअका परिवारका ७४
44 ૪૪ ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.
गायकहरू: आसापका परिवारका १४८
45 ૪૫ દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
द्वारपालहरू: शल्लूम, आतेर, तल्मोन, अक्कूब, हतीता, शोबैका परिवारहरूका जम्मा १३८
46 ૪૬ ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
मन्दिरका सेवकहरू: सीहा, हसूपा, तब्बाओत,
47 ૪૭ કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
कोरेस, सीआ, पादोन,
48 ૪૮ લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
लेबाना, हगाबा, शल्मै,
49 ૪૯ હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.
हानान, गिद्देल, गहर,
50 ૫૦ રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,
रायाह, रसीन, नकोदा,
51 ૫૧ ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,
गज्जाम, उज्जा, पसेह,
52 ૫૨ બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.
बेजै, मोनिम, नेपुसीम,
53 ૫૩ બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,
बक्बूक, हकूपा, हर्हुर,
54 ૫૪ બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
बस्लूत, महीदा, हर्शा,
55 ૫૫ બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
बर्कोस, सीसरा, तेमह,
56 ૫૬ નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
नसीह, र हतीपाका परिवारहरू
57 ૫૭ સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
सोलोमनका सेवकहरूका सन्तान: सोतै, सोपेरेत, पारीद,
58 ૫૮ યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
याला, दर्कोन, गिद्देल,
59 ૫૯ શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
शपत्याह, हत्तील, पोकेरेतहसेबायीम, र अमोनका परिवारहरू ।
60 ૬૦ ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
मन्दिरका सेवकहरू र सोलोमनका सेवकहरूका सन्तानको सङ्ख्या जम्मा ३९२
61 ૬૧ તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
तेल-मेलह, तेल-हर्शा, केरूब, आदोन र इम्मेर सहरबाट आएकाहरूले आफ्ना परिवारहरू इस्राएलको वंशबाट आएका हुन् भनी बताउन सकेनन् । यी हुन्:
62 ૬૨ દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.
दलायाह, तोबिया, र नकोदाका परिवारहरूका जम्मा ६४२
63 ૬૩ યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.
पुजारीहरूबाट: होबायाहका परिवार, हक्कोसका परिवार, र बर्जिल्लैका परिवार (तिनले गिलादी बर्जिल्लैका छोरीहरूमध्ये एउटीलाई विवाह गरी तिनीहरूको नाउँ राखे) ।
64 ૬૪ જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.
तिनीहरूले आफ्नो वंशावलीका अभिलेखहरू खोजे, तर तिनलाई फेला पारेनन् । त्यसैले तिनीहरूलाई अशुद्ध ठानी पुजारीको कामबाट निष्काशन गरियो ।
65 ૬૫ આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
पुजारीले ऊरीम र तुम्मीमसहित अनुमोदन नगरेसम्म तिनीहरूले पवित्र बलिदानका कुनै पनि थोक खान मिल्दैनथ्यो भनी राज्यपालले तिनीहरूलाई बताए ।
66 ૬૬ સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
सम्पूर्ण मानिसको सङ्ख्या ४२,३६० थियो ।
67 ૬૭ તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.
यीबाहेक तिनीहरूका नोकर-नोकर्नीहरू ७,३३७ जना थिए । तिनीहरूका २४५ जना गायक-गायिका थिए ।
68 ૬૮ તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,
तिनीहरूका घोडाहरूको सङ्ख्या ७३६, खच्चर २४५,
69 ૬૯ તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.
ऊँट ४३५ र गधा ६,७२० थिए ।
70 ૭૦ પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
परिवारका केही मुखियाहरूले कामको लागि दान दिए । राज्यपालले भण्डारमा १,००० सुनका सिक्का, ५० कचौरा र पुजारीहरूले लगाउने ५३० ओटा पोशाक दिए ।
71 ૭૧ પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.
परिवारका केही कामकको निम्ति मुखियाहरूले भण्डारमा २०,००० सुनका सिक्का र २,२०० चाँदीका सिक्का दिए ।
72 ૭૨ બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.
बाँकी मानिसहरूले २०,००० सुनका सिक्का, २,००० चाँदीका सिक्का र पुजारीले लगाउने ६७ ओटा पोशाक दिए ।
73 ૭૩ તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”
यसरी पुजारीहरू, लेवीहरू, द्वारपालहरू, गायक-गायिकाहरू, केही मानिसहरू, मन्दिरका सेवकहरू र सारा इस्राएल तिनीहरूका आ-आफ्ना सहरहरूमा बसे । सातौँ महिनासम्ममा इस्राएलीहरू आ-आफ्ना सहरहरूमा बसिसकेका थिए ।”