< નહેમ્યા 6 >

1 હવે જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ તથા અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં કોટ ફરી બાંધ્યો છે અને તેમાં કશું બાકી રહ્યું નથી, જોકે તે વખત સુધી મેં દરવાજાઓનાં બારણાં બેસાડ્યાં નહોતાં
A kad èu Sanavalat i Tovija i Gisem Arapin i ostali naši neprijatelji da sam sazidao zid i da nije ostalo u njemu ništa provaljeno, a do tada još ne bijah namjestio krila na vrata,
2 સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવ્યું, “આવ, આપણે ઓનોના કોઈ એક ગામના મેદાનમાં મળીએ.” પણ તેઓનો ઇરાદો તો મને નુકસાન પહોંચાડવાનો હતો.
Posla Sanavalat i Gisem k meni i poruèi: hodi da se sastanemo u kom selu u polju Ononskom. A oni mišljahu zlo po me.
3 મેં તેઓની પાસે સંદેશવાહકો મોકલીને જણાવ્યું, “હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી આવી શકાય તેમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ પડતું મૂકું?”
I poslah k njima glasnike i poruèih: u poslu sam velikom, zato ne mogu doæi. Jer bi stao posao kad bih ga ostavio da doðem k vama.
4 તેઓએ મને એનો એ જ સંદેશો ચાર વખત મોકલ્યો. અને દરેક વખતે મેં તેઓને એ જ જવાબ આપ્યો.
I slaše tako k meni èetiri puta; i ja im onako odgovorih.
5 પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના ચાકરને હાથમાં એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો.
Tada Sanavalat posla k meni tako peti put slugu svojega s knjigom otvorenom u ruci.
6 તેમાં એવું લખેલું હતું: “પ્રજાઓમાં એવી અફવા ચાલે છે અને ગેશેમ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બળવો કરવાનો ઇરાદો કરે છે. તે કારણથી જ તું કોટ ફરીથી બાંધે છે. તું પોતે તેઓનો રાજા થવા ઇચ્છે છે એવી અફવા પણ ચાલે છે.
A u njoj pisaše: èuje se po narodima i Gasmuj kaže da se ti i Judejci mislite odmetnuti, zato zidaš zid, i hoæeš da im budeš car, kako se govori,
7 અને તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નિમ્યા તેઓ કહે કે, ‘યહૂદિયામાં રાજા છે!’ આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ આપણે ભેગા મળીને વિચારણા કરીએ.”
I da si postavio proroke da razglašuju za tebe u Jerusalimu i govore: car je u Judeji. A to æe doæi do cara; nego hodi da se dogovorimo.
8 પછી મેં તેને જવાબ મોકલ્યો, “જે તું જણાવે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી. એ તો તારા પોતાના જ મનની કલ્પના જ છે.”
Tada poslah k njemu i poruèih: nije tako kako ti kažeš; nego si sam izmislio.
9 કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા કે, “અમે નાહિંમત થઈને કામ છોડી દઈએ અને પછી તે પૂરું થાય જ નહિ. પણ હવે ઈશ્વર, મારા હાથ તમે મજબૂત કરો.”
Jer oni svi šæahu nas uplašiti govoreæi: klonuæe ruke njihove od posla i neæe se svršiti. Zato, Bože, ukrijepi ruke moje.
10 ૧૦ મહેટાબેલના દીકરા દલાયાના દીકરા, શમાયાને ઘરે હું ગયો. ત્યારે તે બારણાં બંધ કરીને પોતાના જ ઘરમાં ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે આપણા ઈશ્વરના ઘરમાં, સભાસ્થાનની અંદર મળીએ. અને ભક્તિસ્થાનનાં બારણાં બંધ રાખીએ, કેમ કે તેઓ તને રાત્રે મારી નાખવા આવશે.”
Jošte otidoh u kuæu Semaji sinu Dalaje sina Metaveilova, koji se bješe zatvorio, i reèe mi: da otidemo zajedno u dom Božji usred crkve i da zakljuèamo vrata crkvi, jer æe doæi da te ubiju, doæi æe noæu da te ubiju.
11 ૧૧ મેં જવાબ આપ્યો, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ ભક્તિસ્થાનમાં ભરાઈ જાય? હું અંદર નહિ જાઉં.”
A ja rekoh: zar æe èovjek kakav sam ja bježati? ili ko bi ovaki kakav sam ja ušao u crkvu da ostane u životu? neæu iæi.
12 ૧૨ મને ખાતરી થઈ કે ઈશ્વરે તેને મોકલ્યો નહોતો, પણ તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો. કેમ કે ટોબિયાએ તથા સાન્બાલ્લાટે તેને લાંચ આપીને રાખ્યો હતો.
I razumjeh da ga nije Bog poslao, nego to proroštvo kaza za me, jer ga Tovija i Sanavalat potkupiše.
13 ૧૩ કે હું બી જાઉં અને તેણે જે કહ્યું હતું તે કરીને હું પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે.
Zato bješe potkupljen da me uplaši da onako uèinim i zgriješim da bih se osramotio da me mogu ružiti.
14 ૧૪ “હે મારા ઈશ્વર, ટોબિયાનાં તથા સાન્બાલ્લાટનાં આ કૃત્યો તમે યાદ રાખજો. અને નોઆદ્યા પ્રબોધિકા તથા અન્ય પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઇચ્છતાં હતાં, તેઓને પણ યાદ રાખજો.”
Pomeni, Bože moj, Toviju i Sanavalata po ovijem djelima njihovijem, i Noadiju proroèicu i druge proroke koji me šæahu uplašiti.
15 ૧૫ દીવાલનું કામ બાવન દિવસોમાં અલૂલ માસની પચીસમી તારીખે પૂરું થયું.
I tako dovrši se zid dvadeset petoga dana mjeseca Elula za pedeset i dva dana.
16 ૧૬ જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આજુબાજુના સર્વ વિદેશીઓને ડર લાગ્યો અને તેઓ અતિશય નિરાશ થયા. કેમ કે આ કામ તો અમારા ઈશ્વરની મદદથી જ પૂરું થયું છે, એમ તેઓએ જાણ્યું.
I kad èuše svi neprijatelji naši i vidješe svi narodi koji bijahu oko nas, uplašiše se vrlo, jer poznaše da je Bog naš uèinio to djelo.
17 ૧૭ તે સમયે યહૂદિયાના અમીરોએ ટોબિયા પર ઘણા પત્રો લખ્યા હતા, તેમ જ ટોબિયાના પત્રો પણ તેઓના પર આવતા હતા.
I u one dane mnogi glavari Judejski slahu knjige Toviji, i od Tovije njima dolažahu knjige.
18 ૧૮ યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધા હતા, કેમ કે તે આરાહના દીકરા શખાન્યાનો જમાઈ હતો. તેનો દીકરો યહોહાનાન બેરેખ્યાના દીકરાએ મશુલ્લામની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં.
Jer mnogi Judejci bijahu mu se zakleli; jer bješe zet Sehaniji sinu Arahovu, i Joanan sin njegov bješe oženjen kæerju Mesulama sina Varahijina.
19 ૧૯ તેઓ મારી આગળ તેનાં સુકૃત્યો વિષે કહી જણાવતાં હતાં અને મારી કહેલી વાતોની તેને જાણ કરતા હતા. ટોબિયા મને બીવડાવવા માટે પત્રો મોકલતો હતો.
I govorahu preda mnom dobro o njemu, i rijeèi moje dokazivahu mu; i Tovija slaše knjige da me uplaši.

< નહેમ્યા 6 >