< નહેમ્યા 2 >
1 ૧ આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીના વીસમા વર્ષે નીસાન માસમાં તેણે દ્રાક્ષારસ પસંદ કર્યો. મેં તે દ્રાક્ષારસ લઈને તેને આપ્યો. હું ઉદાસ હતો. આ પહેલાં તેની હજૂરમાં હું કદી ઉદાસ થયો નહોતો.
І сталося в місяці ніса́ні, двадцятого року царя Артаксе́ркса, було раз вино перед ним. І взяв я те вино й дав цареві. І я, здавалося, не був сумни́й перед ним.
2 ૨ તેથી રાજાએ મને પૂછ્યું, “તું કેમ આવો ઉદાસ દેખાય છે? તું બીમાર તો લાગતો નથી. જરૂર તારા મનમાં કોઈ ભારે ખેદ હોવો જોઈએ.” આ સાંભળી હું બહુ ગભરાઈ ગયો.
Та сказав мені цар: „Чому́ обличчя твоє сумне́, — чи ти не хворий? Це не інше що, як тільки сум серця“. І я ве́льми сильно злякався!
3 ૩ મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડિયર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે હું ઉદાસ થયેલો છું.”
І сказав я до царя: „Нехай цар живе навіки! Чому́ не буде сумне́ обличчя моє, коли місто дому гробі́в батьків моїх поруйноване, а брами його попа́лені огнем!“
4 ૪ પછી રાજાએ મને પૂછ્યું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરને પ્રાર્થના કરી.
І сказав мені цар: „Чого ж ти просиш?“І я помолився до Небесного Бога,
5 ૫ પછી મેં રાજાને કહ્યું, “આપને ઠીક લાગે તો મને યહૂદિયા જવાની રજા આપો. કારણ કે જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા, તે શહેરનો હું ફરીથી જીર્ણોધ્ધાર કરી શકું.”
і сказав цареві: Якщо це цареві вгодне, і якщо раб твій уподо́баний перед обличчям твоїм, то пошли мене до Юдеї, до міста гробі́в батьків моїх, — і я відбуду́ю його“!
6 ૬ રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે અને તું ક્યારે પાછો આવશે?” મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! તેથી મને જવા માટે રજા મળી ગઈ!
І сказав мені цар (а цариця сиділа при ньо́му): „Скільки ча́су буде дорога твоя, і коли ти пове́рнешся?“І сподо́балось це цареві, і він послав мене, а я призна́чив йому час.
7 ૭ પછી મેં રાજાને કહ્યું, “જો આપની ઇચ્છા હોય તો નદી પારના રાજકર્તાઓ ઉપર મને એવા પત્ર અપાવજો કે, હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને ત્યાં જતો અટકાવે નહિ.
І сказав я цареві: „Якщо це цареві вгодне, нехай дадуть мені листи́ до намісників Зарі́ччя, щоб прова́дили мене, аж поки не прийду́ до Юдеї,
8 ૮ વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર અપાવજો કે ભક્તિસ્થાનના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે નગરના કોટને તથા જે ઘરમાં હું રહું તેને માટે મને લાકડાં આપે.” મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.
і листа до Асафа, дозо́рця царевого лісу, щоб дав мені де́рева на бру́сся для замко́вих брам, що належать до Божого дому, і для місько́го муру, і для дому, що до нього ввійду́“. І дав мені цар в міру того, як добра була Божа рука надо мною.
9 ૯ હું નદી પારના રાજ્યપાલો પાસે આવ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. હવે રાજાએ તો મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા.
І прибув я до намісників Заріччя, і дав їм цареві листи́. А цар послав зо мною зверхників ві́йська та верхівці́в.
10 ૧૦ જ્યારે હોરોનવાસી સાન્બાલ્લાટે તથા આમ્મોની ચાકર ટોબિયાએ આ વિષે સાંભળ્યું કે, ઇઝરાયલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું.
І почув про це хоронянин Санваллат та раб аммоні́тянин Товія, і було їм прикро, дуже прикро, що прийшов чоловік клопота́тися про добро для Ізраїлевих синів.
11 ૧૧ તેથી હું યરુશાલેમ આવ્યો અને ત્રણ દિવસ ત્યાં રહ્યો.
І прийшов я до Єрусалиму, і був там три дні.
12 ૧૨ મેં રાત્રે ઊઠીને મારી સાથે થોડા માણસોને લીધા. યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી, તે વિષે મેં કોઈને કંઈ કહ્યું નહિ. જે જાનવર પર હું સવારી કરતો હતો તે સિવાય બીજું કોઈ જાનવર મારી સાથે ન હતું.
І встав я вночі, я та трохи людей зо мною, і не розповів я ніко́му, що Бог мій дав до мого серця зробити для Єрусалиму. А худоби не було зо мною, окрім тієї худоби, що я нею їздив.
13 ૧૩ હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કૂંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું, તે તૂટી પડેલો હતો અને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા.
І вийшов я Долинною брамою вночі, і пішов до джерела́ Таннін, і до брами Смітникової. І я докладно огля́нув мури Єрусалиму, що були́ поруйно́вані, а брами його були попа́лені огнем.
14 ૧૪ પછી ત્યાંથી આગળ ચાલીને હું કચરાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. હું જે જાનવર પર સવારી કરતો હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી.
І перейшов я до Джерельної брами та до царсько́го ставу, та там не було місця для перехо́ду худоби, що була́ підо мною.
15 ૧૫ તેથી હું રાત્રે નાળાં તરફ ગયો અને કોટનું અવલોકન કર્યું. ત્યાંથી પાછો વળીને ખીણના દરવાજામાં થઈને હું પાછો વળ્યો.
І йшов я долиною вночі, і докладно оглядав мура. Потім я вернувся, і ввійшов Долинною брамою, і вернувся.
16 ૧૬ હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યું હતું, તે અધિકારીઓનાં જાણવામાં આવ્યું નહિ. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને આ અંગે કશું પણ કહ્યું ન હતું.
А заступники не знали, куди я пішов та що́ я роблю́, а юдеям, і священикам, і шляхті, і заступникам, і решті тих, що робили працю, я доти нічо́го не розповіда́в.
17 ૧૭ મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજ્જડ થયેલું છે. તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદા કે ટીકારૂપ ન થઈએ.”
I сказав я до них: „Ви бачите біду́, що ми в ній, що Єрусалим зруйно́ваний, а бра́ми його попа́лені огнем. Ідіть, і збудуйте мура Єрусалиму, і вже не бу́демо ми га́ньбою!“
18 ૧૮ મારા ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર હતી. તે વિષે તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, “ઊઠો અને આપણે બાંધીએ.” તેથી તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.
І розповів я їм про руку Бога мого, що вона добра до мене, а також слова царя, які сказав він мені. І сказали вони: „Станемо й збудуємо!“І зміцнили вони руки свої на добре ді́ло.
19 ૧૯ પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી ઉડાવી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?”
І почув це хоронянин Санваллат та аммоні́тянин раб Товія, і араб Ґешем, і сміялися з нас, і пого́рджували нами й говорили: „Що це за річ, яку ви робите? Чи проти царя ви бунтуєтесь?“
20 ૨૦ પછી મેં તેઓને જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. અમે તેમના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરુશાલેમમાં નથી, એ સમજી લેજો.”
А я їм відповів і сказав до них: „Небесний Бог — Він дасть нам у́спіх, а ми, Його раби, станемо й збудуємо! А вам нема ані частки, ані права, ані пам'ятки в Єрусалимі!“