< નહેમ્યા 13 >
1 ૧ તે દિવસે મૂસાનું નિયમશાસ્ત્ર લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું. તેમાં તેઓને એવું લખાણ મળ્યું કે, આમ્મોનીઓને કે મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ કરવા નહિ.
Da no ara, bere a wogu so rekenkan Mose Nhoma no, ɔmanfo no huu asɛm bi a ɛka se, ɛnsɛ sɛ wɔma Amonni anaa Moabni kwan ma ɔkɔ Onyankopɔn aguabɔ ase.
2 ૨ કેમ કે તે લોકો ઇઝરાયલીઓને માટે અન્ન તથા પાણી લઈને સામે મળવા આવ્યા નહોતા, પણ તેઓએ ઇઝરાયલીઓને શાપ આપવા માટે લાંચ આપીને બલામને રોક્યો હતો. તેમ છતાં આપણા ઈશ્વરે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો.
Ase ne sɛ, bere a Israelfo fii Misraim no, wɔne wɔn anni no yiye. Mmom, wɔbɔɔ Balaam paa sɛ ɔnnome wɔn, nanso yɛn Nyankopɔn dan nnome no ma ɛyɛɛ nhyira.
3 ૩ જયારે લોકોએ આ નિયમશાસ્ત્ર સાંભળ્યું ત્યારે સર્વ વિદેશીઓને ઇઝરાયલમાંથી જુદા કરવામાં આવ્યા.
Wɔkenkan saa mmara no wiee no, wɔpam ananafo no nyinaa fii aguabɔ no ase.
4 ૪ પરંતુ આ અગાઉ, યાજક એલ્યાશીબ જેને ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારનો કારભારી નીમ્યો હતો, તે ટોબિયાના સગો હતો.
Ansa na saa asɛm yi rebesi no, na ɔsɔfo Eliasib a woyii no sɛ ɔnyɛ Onyankopɔn Asɔredan no adekoradan sohwɛfo no a na ɔsan yɛ Tobia busuani no,
5 ૫ એલ્યાશીબે ટોબિયા માટે એક વિશાળ રૂમ તૈયાર કરી તેમાં અગાઉ ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. અને તેમાંથી નિયમ પ્રમાણે લેવીઓ, ગાનારાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતું હતું. તેમ જ યાજકોનાં ઉચ્છાલીયાર્પણો પણ તેમાં રાખવામાં આવતાં હતાં.
adan adekoradan kɛse no bi mu de ahyɛ Tobia nsa. Na anka saa dan no mu na wɔkora atoko afɔrebɔde, aduhuam, Asɔredan no nkuku ne nkaka ne atoko ntotoso du du, nsa foforo, ngo ne kyɛfa sononko a wɔahyɛ sɛ wɔmfa mma asɔfo. Na Mose ahyɛ sɛ saa afɔrebɔde no yɛ Lewifo, nnwontofo ne aponanohwɛfo no de.
6 ૬ પણ તે સમયે હું યરુશાલેમમાં નહોતો, કારણ, બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમા વર્ષે હું રાજા પાસે ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે જવાની પરવાનગી માંગી.
Saa bere no, na minni Yerusalem. Na masan kɔ Babiloniahene Artasasta nkyɛn wɔ nʼahenni afe a ɛto so aduasa abien so. Akyiri no na ɔmaa me kwan sɛ mensan mmra.
7 ૭ હું યરુશાલેમ પાછો આવ્યો. એલ્યાશીબે ટોબિયાને માટે ઈશ્વરના સભાસ્થાનની પરસાળમાં રૂમ બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી.
Mibeduu Yerusalem, na metee bɔne a Eliasib ayɛ, sɛ ɔde Onyankopɔn Asɔredan adiwo dan bi ama Tobia no,
8 ૮ ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે રૂમમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો.
ɛtɔɔ me so, na miyii Tobia nneɛma a ɛwɔ dan no mu no nyinaa gui.
9 ૯ તેને શુદ્ધ કરવાનો મેં હુકમ કર્યો અને પછી ઈશ્વરના ભક્તિસ્થાનનાં પાત્રો, ખાદ્યાર્પણો તથા લોબાન હું તેમાં પાછાં લાવ્યો.
Afei mehyɛe sɛ, wonnwira adan no nyinaa ho, na mede Awurade Asɔredan no nkuku ne nkaka no, atoko afɔrebɔde ne aduhuam no san beguu mu.
10 ૧૦ મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા.
Mesan huu sɛ wɔmfaa nea ɛsɛ sɛ Lewifo no nya no mmaa wɔn ɛ, enti na wɔne nnwontofo no a ɛsɛ sɛ wɔhwɛ ɔsom no so no asan akɔyɛ adwuma wɔ wɔn mfuw mu.
11 ૧૧ તેથી મેં આગેવાનોની સાથે ઉગ્ર થઈને પૂછ્યું, “શા માટે ઈશ્વરના સભાસ્થાનને તુચ્છકારવામાં આવે છે? મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા.
Ɛhɔ ara na mekɔɔ ntuanofo no nkyɛn, kobisaa wɔn se, “Adɛn nti na moayi mo ani afi Onyankopɔn Asɔredan no so?” Na mefrɛɛ Lewifo no nyinaa ma wɔsan bae, de wɔn tuatuaa nnwuma a ɛsɛ sɛ wɔyɛ ano.
12 ૧૨ પછી યહૂદિયાના સર્વ લોકો અનાજનો, દ્રાક્ષારસનો તથા તેલનો દસમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
Na bio, Yudafo nyinaa fii ase de wɔn atoko ntotoso du du, nsa foforo ne ngo baa Asɔredan no adekoradan no mu.
13 ૧૩ તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નીમ્યા તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓમાંનો પદાયા. તેઓના પછી માત્તાન્યાનો દીકરો ઝાક્કૂરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું.
Na mede adekoradan no hyɛɛ ɔsɔfo Selemia, mmara no kyerɛkyerɛfo Sadok ne Lewifo no mu baako a wɔfrɛ no Pedaia nsa sɛ wɔnhwɛ so. Na miyii Sakur babarima Hanan a ɔyɛ Matania nena sɛ wɔn boafo. Na saa mmarima yi wɔ din pa, na wɔn adwuma ne sɛ wɔde nokware bɛkyɛ nneɛma ama wɔn mfɛfo Lewifo no.
14 ૧૪ મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને ઈશ્વરના સભાસ્થાનને માટે તથા તેની સેવાને માટે મેં જે સારા કામ કર્યાં છે તેને નષ્ટ થવા દેશો નહિ.
Kae saa ade pa yi yɛ, me Nyankopɔn, na mma wo werɛ mfi nea mifi nokwaredi mu ayɛ nyinaa de ama me Nyankopɔn Asɔredan no.
15 ૧૫ તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને વિશ્રામવારના દિવસે દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષ પીલતા તથા અનાજની ગૂણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરુશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો.
Da koro Homeda bi, mihuu Yuda mmarima bi sɛ wɔretiatia wɔn nsakyiamoa so. Na wɔrehyehyɛ atoko afiafi wɔ wɔn mfurum so de aba. Na saa da no, na wɔde wɔn nsa, bobe aba, borɔdɔma ne nnɔbae bebree reba Yerusalem abɛtɔn. Na mekaa wɔn anim sɛ, wɔretɔn wɔn nnɔbae homeda.
16 ૧૬ યરુશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને વિશ્રામવારના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા.
Na mmarima bi nso fi Tiro a wɔde nsumnam ne aguade ahorow bebree aba. Na wɔretɔn no Homeda ama Yudafo wɔ Yerusalem fie ankasa!
17 ૧૭ પછી મેં યહૂદિયાના આગેવાનોની સામે ફરિયાદ કરીને કહ્યું, “તમે આ કેવું ખરાબ કામ કરો છો અને વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરો છો?
Ɛno nti, mekɔɔ Yuda ntuanofo no so kobisaa wɔn se, “Adɛn nti na mode saa bɔne yi gu homeda ho fi?
18 ૧૮ શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? અને તેથી આપણા ઈશ્વરે આપણા પર તથા આ નગર પર શું આ બધાં દુ: ખો વરસાવ્યાં નથી? હવે તમે વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર ઈશ્વરનો વધારે કોપ લાવો છો.”
Munnim sɛ mo agyanom yɛɛ saa bi no nti na yɛn Nyankopɔn de saa ɔhaw a ɛwɔ yɛn so mprempren yi brɛɛ yɛn ne yɛn kurow yi? Gu a moregu Homeda no ho fi ntraso mprempren no bɛma abufuwhyew aba Israelfo so.”
19 ૧૯ વિશ્રામવારને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબ્બાથ પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કોઈપણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.
Na afei, mehyɛɛ sɛ, efi saa bere no rekɔ, Fida biara anwummere, wɔntoto kurow no apon mu a wommmue ara kosi sɛ Homeda no betwa mu. Bio, memaa mʼankasa mʼasomfo kɔwɛn apon no, sɛnea wɔrentumi mfa aguade mma homeda no.
20 ૨૦ વેપારીઓ તથા સર્વ પ્રકારનો માલ વેચનારાઓએ એક બે વખત યરુશાલેમની બહાર મુકામ કર્યો.
Aguadifo ne nsaanodwumayɛfo a wɔde aguade ahorow ba no soɛɛ wɔ Yerusalem mfikyiri pɛnkoro anaa mprenu.
21 ૨૧ પણ મેં તેમને ચેતવણી આપી, “તમે દીવાલની બહાર કેમ છાવણી નાખે છે? જો તમે ફરી એ પ્રમાણે કરશો તો હું તમારી સામે પગલાં લઈશ!” ત્યાર પછી તે સમયથી તેઓ વિશ્રામવારના દિવસે ક્યારેય આવ્યા નહિ.
Nanso mekasa kyerɛɛ wɔn anibere so se, “Dɛn na motete ɔfasu yi akyi reyɛ? Sɛ moyɛ saa bio a, mɛkyere mo!” Efi hɔ no, wɔamma Yerusalem wɔ Homeda bio.
22 ૨૨ મેં લેવીઓને આજ્ઞા કરી કે વિશ્રામવારના દિવસે તેઓ પોતાને પવિત્ર રાખવા માટે પોતે શુદ્ધ થાય અને દરવાજાઓની સંભાળ રાખે. મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, મારા લાભમાં આનું પણ સ્મરણ કરો કેમ કે તમારી કૃપાને લીધે મારી પર કરુણા કરો.
Na mehyɛɛ Lewifo no sɛ, wonnwira wɔn ho, na wɔnnwɛn apon no sɛnea Homeda no kronkronyɛ no bɛka hɔ. Kae saa ade pa yi yɛ nso, me Nyankopɔn, na wʼadɔe kɛse a ɛnsa da no nti, hu me mmɔbɔ.
23 ૨૩ તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તેઓને મેં જોયા.
Saa bere koro no ara mu, mihuu sɛ Yuda mmarima no bi awareware mmaa a wofi Asdod, Amon ne Moab.
24 ૨૪ તેઓનાં બાળકો અર્ધું આશ્દોદી ભાષામાં બોલતાં હતાં અને તેઓને યહૂદીઓની ભાષા આવડતી ન હતી, પણ પોતપોતાના લોકોની મિશ્ર ભાષા બોલતાં હતાં.
Na nea na enye koraa ne sɛ, na wɔn mma no mu fa ka Asdod ne nnipa foforo bi kasa a na wontumi nka Yudafo kasa no koraa.
25 ૨૫ મેં તેઓની વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ખેંચી કાઢ્યા અને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા કે, “અમે અમારી પોતાની દીકરીઓના લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવીશું નહિ અને તેઓની દીકરીઓ સાથે અમારા દીકરાઓના લગ્ન પણ કરાવીશું નહિ.
Enti mekɔɔ wɔn so kɔdomee wɔn. Mehwee wɔn mu bi, tutuu wɔn tinwi. Mema wɔkaa ntam wɔ Awurade anim sɛ, wɔremma wɔn mma ne abosonsomfo a wɔwɔ asase no so nni aware.
26 ૨૬ ઇઝરાયલના રાજા સુલેમાને શું એ બાબતો વિષે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેટલો મહાન રાજા કોઈ નહોતો, તે પોતાના ઈશ્વરનો વહાલો હતો. અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલીઓ પર રાજા ઠરાવ્યો હતો. તેમ છતાં તેની વિદેશી પત્નીઓએ તેને પાપ કરવા પ્રેર્યો હતો.
Mibisae se, “Ɛnyɛ eyi bi pɛpɛɛpɛ na ɛde Israelhene Salomo kɔɔ bɔne mu no?” Na wode ɔman biara so hene toto ne ho a, ɛnyɛ yiye. Onyankopɔn dɔɔ no, na osii no hene wɔ Israel nyinaa so. Nanso ɔno mpo ananafo aware de no kɔɔ bɔne mu.
27 ૨૭ તો શું અમે તમારું સાંભળીને વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ?”
Dɛn na ɛhaw mo ma modwene sɛ mobɛware ananafo mmea, na monam so ayɛ bɔne a ɛte saa, na munni Onyankopɔn nokware?
28 ૨૮ મુખ્ય યાજક એલ્યાશીબનો દીકરો યોયાદાના દીકરાઓમાંના એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેથી મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.
Esiane sɛ ɔsɔfopanyin Eliasib babarima Yoiada aware Horonni Sanbalat babea nti, mepam no fii mʼanim.
29 ૨૯ હે મારા ઈશ્વર, તેઓનું સ્મરણ કરો, કેમ કે તેઓએ યાજકપદને અને યાજકપદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યાં છે.
Kae wɔn, me Nyankopɔn, efisɛ wɔagu asɔfodwuma, asɔfo ne Lewifo bɔhyɛ ne ntam no ho fi.
30 ૩૦ આ રીતે મેં સર્વ વિદેશીઓના સંબંધમાંથી તેઓને શુદ્ધ કર્યા અને યાજકોને તથા લેવીઓને પોતપોતાના કામના ક્રમ ઠરાવી આપ્યા.
Enti miguu biribiara a ɛyɛ ananasɛm, na mede nnwuma hyehyɛɛ asɔfo ne Lewifo nsa, hwɛɛ sɛ obiara nim nʼadwuma.
31 ૩૧ મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે તથા પ્રથમ ફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો. હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.
Mehwɛɛ nso sɛ, nnyina a ɛba afɔremuka so no nso bɛba mmere a ɛsɛ mu, na afei wobegye otwa a edi kan no mu nnɔbae de abrɛ asɔfo no. Kae eyi na dom me, me Nyankopɔn.