< નહેમ્યા 12 >

1 જે યાજકો તથા લેવીઓ શાલ્તીએલના દીકરો ઝરુબ્બાબેલની તથા યેશૂઆની સાથે પાછા આવ્યા તેઓનાં નામ આ છે: સરાયા, યર્મિયા, એઝરા,
А оце священики та Левити, що прийшли з Зоровавелем, сином Шеалтіїловим, та з Ісусом: Серая, Їрмея, Ездра,
2 અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ,
Амарія, Маллух, Хаттуш,
3 શખાન્યા, રહૂમ, મરેમોથ.
Шеханія, Рехум, Меремот,
4 ઇદ્દો, ગિન્નથોઈ, અબિયા,
Іддо, Ґіннетой, Авійя,
5 મીયામીન, માદ્યા, બિલ્ગા,
Мійямін, Маадія, Білґа,
6 શમાયા, યોયારીબ, યદાયા,
Шемая, і Йоярів, Єдая,
7 સાલ્લૂ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યેશૂઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય આગેવાનો હતા.
Саллу, Амок, Хілкійя, Єдая. Це го́лови священиків та брати́ їхні за днів Ісуса.
8 લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્નૂઈ, કાદમીએલ, શેરેબ્યા, યહૂદા તથા માત્તાન્યા, તે તથા તેના ભાઈઓ ગાનારાઓના અધિકારી હતા.
А Левити: Ісус, Біннуй, Кадміїл, Шеревея, Юда, Матанія, головний над славосло́в'ям він та брати́ його.
9 બાકબુક્યા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી ચોકી કરતા હતા.
І Бакбукія та Унні, їхні брати, були навпроти них на сторо́жі.
10 ૧૦ યેશૂઆ યોયાકીમનો પિતા, યોયાકીમ એલ્યાશીબનો પિતા, એલ્યાશીબ યોયાદાનો પિતા,
А Ісус породив Йоякима, а Йояким породив Ел'яшіва, а Ел'яшів породив Йояду,
11 ૧૧ યોયાદા યોનાથાનનો પિતા, યોનાથાન યાદૂઆનો પિતા હતો.
а Йояда породив Йонатана, а Йонатан породив Яддуя.
12 ૧૨ યોયાકીમના સમયમાં યાજકો, એટલે પિતૃઓના કુટુંબોના આગેવાનો આ હતા: સરાયાનો આગેવાન મરાયા, યર્મિયાનો આગેવાન હનાન્યા,
А за Йоякимових днів були священики, го́лови ба́тьківських родів: з роду Сераїного — Мерая, з Їрмеїного — Хананія,
13 ૧૩ એઝરાનો આગેવાન મશુલ્લામ, અમાર્યાનો આગેવાન યહોહાનાન,
з Ездриного — Мешуллам, з Амаріїного — Єгоханан,
14 ૧૪ મેલીકુનો આગેવાન યોનાથાન, શબાન્યાનો આગેવાન યૂસફ હતો.
з Меліхового — Йонатан, з Шеваніїного — Йо́сип,
15 ૧૫ હારીમનો આગેવાન આદના, મરાયોથનો આગેવાન હેલ્કાય,
з Харімового — Адна, з Мерайотового — Хелкай,
16 ૧૬ ઇદ્દોનો આગેવાન ઝખાર્યા, ગિન્નથોનનો આગેવાન મશુલ્લામ,
з Іддового — Захарій, з Ґіннетонового — Мешуллам,
17 ૧૭ અબિયાનો આગેવાન ઝિખ્રી, મિન્યામીન તથા મોઆદ્યાનો આગેવાન પિલ્ટાય હતો.
з Авійїного — Зіхрі, з Мін'ямінового та з Моадеїного — Пілтай,
18 ૧૮ બિલ્ગાનો આગેવાન શામ્મૂઆ, શમાયાનો આગેવાન યોનાથાન,
з Білґиного — Шаммуя, з Шемаїного — Йонатан,
19 ૧૯ યોયારીબનો આગેવાન માત્તનાય, યદાયાનો આગેવાન ઉઝિઝ,
а з Йоярівового — Маттенай, з Єдаїного — Уззі,
20 ૨૦ સાલ્લાયનો આગેવાન કાલ્લાય, આમોકનો આગેવાન એબેર,
з Саллаєвого — Каллай, з Амокового — Евер,
21 ૨૧ હિલ્કિયાનો આગેવાન હશાબ્યા, યદાયાનો આગેવાન નથાનએલ હતો.
з Хілкійїного — Хашавія, з Єдаїного — Натанаїл.
22 ૨૨ એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદૂઆના સમયમાં એ લેવીઓની તેઓના કુટુંબોના વડીલો તરીકે નોંધણી કરવામાં આવી હતી. ઇરાનના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન યાજકોની પણ નોંધ પુસ્તકમાં કરવામાં આવી હતી.
Левити, го́лови ба́тьківських ро́дів, були записані за днів Ел'яшіва, Йояди, і Йоханана, і Яддуя, а священики — за царюва́ння Дарія перського.
23 ૨૩ લેવીના વંશજો તેઓના પિતૃઓના કુટુંબોના વડીલોનાં નામ એલ્યાશીબના પુત્ર યોહાનાનના સમય સુધી કાળવૃત્તાંતોનાં પુસ્તકમાં નોંધવામાં આવ્યાં હતાં.
Сини Леві́я, го́лови ба́тьківських родів, записані в Книгу Хронік, і аж до днів Йоханана, сина Ел'яшівового.
24 ૨૪ લેવીઓના આગેવાનો આ પ્રમાણે હતા: હશાબ્યા, શેરેબ્યા તથા કાદમીએલનો પુત્ર યેશૂઆ તથા તેઓના ભાઈઓ સામસામે ઊભા રહીને ગાતા, વારાફરતી પોતપોતાના ક્રમે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તુતિ તથા આભારસ્તુતિ કરતા હતા.
А го́лови Левитів: Хашавія, Шеревія, і Ісус, син Кадміїлів, та брати́ їхні були навпроти них, щоб хвалити та сла́вити за нака́зом Давида, Божого чоловіка, черга́ за черго́ю.
25 ૨૫ માત્તાન્યા, બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કુબ તેઓ ભંડારોના દરવાજા પર ચોકી કરતા દ્વારપાળો હતા.
Матанія, і Бакбукія, Овадія, Мешуллам, Талмон, Аккув, придве́рні, сторо́жа в бра́мних скла́дах.
26 ૨૬ તેઓ યોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં તેમ જ રાજ્યપાલ નહેમ્યાના સમયમાં તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા.
Вони були за днів Йоякима, сина Ісуса, сина Йоцадакового, та за днів намісника Неемії та священика вчителя Ездри.
27 ૨૭ યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગ્યાઓમાંથી શોધી કાઢ્યા કે તેઓને ઈશ્વરની આભારસ્તુતિનાં ગાયનો ગાવા, ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેમને યરુશાલેમમાં લાવે.
А в свято освя́чення єрусалимського муру шукали Левитів по всіх їхніх місця́х, щоб приве́сти їх до Єрусалиму спра́вити свято освя́чення та радости з похвала́ми, із піснею, цимба́лами, а́рфами та з ци́трами.
28 ૨૮ ગાનારાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓનાં ગામોમાંથી એકત્ર થયા.
І позбира́лися сини́ співаків та з окру́ги навко́ло Єрусалиму та з осель нетофатян,
29 ૨૯ વળી તેઓ બેથ ગિલ્ગાલથી, ગેબાના અને આઝમાવેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.
і з Бет-Гаґґілґала, і з піль Ґеви та Азмавету, бо співаки́ побудува́ли собі двори́ навко́ло Єрусалиму.
30 ૩૦ યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.
І очи́стилися священики та Левити, і вони очи́стили народ, і брами та мур.
31 ૩૧ પછી હું યહૂદિયાના આગેવાનોને કોટ પર લાવ્યો અને મેં આભારસ્તુતિ કરનારી બે ટુકડી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી.
І повво́див я Юдиних зверхників на мур, і поставив два великі збори славосло́вників та похо́ди, з них один пішов право́руч по муру до Смітнико́вої брами.
32 ૩૨ તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો,
А за ними йшов Гошая та половина Юдиних зверхників,
33 ૩૩ અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
і Азарія, Ездра, і Мешуллам,
34 ૩૪ યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા,
Юда, і Веніямин, Шемая, і Ірмея.
35 ૩૫ તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા. આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મિખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,
А з священичих синів із су́рмами: Захарій, син Йонатана, сина Шемаї, сина Маттанії, сина Міхаї, сина Заккура, сина Асафового,
36 ૩૬ અને તેના ભાઈઓ શમાયા તથા અઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા તથા હનાની, તેઓ ઈશ્વર ભકત દાઉદના વાજિંત્રો લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો.
а брати його: Шемая, і Азаріїл, Мілай, Ґілалай, Маай, Натанаїл, і Юда, Ханані з музи́чними знаря́ддями Давида, Божого чоловіка, а вчитель Ездра — перед ними.
37 ૩૭ કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપર બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા.
А при Джерельній брамі, навпроти них, вони йшли ступеня́ми Давидового Міста, входом на стіну́ над Давидовим домом і аж до Водної брами на схід.
38 ૩૮ આભારસ્તુતિ કરનારાઓની બીજી ટુકડી તેઓની ડાબી બાજુ તરફ ગઈ. હું બાકીના અડધા લોકો સાથે કોટ પર તેઓની પાછળ ચાલ્યો અને ભઠ્ઠીના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો.
А другий збір славосло́вників ішов ліво́руч, а за ним я та половина наро́ду, зве́рху по муру вище башти Печей та аж до Широкого муру,
39 ૩૯ અને ત્યાંથી એફ્રાઇમ દરવાજો, જૂનો દરવાજો, મચ્છી દરવાજો, હનાનએલના બુરજ અને હામ્મેઆહના બુરજ આગળ થઈને ઘેટાંનો દરવાજા સુધી ગયો. તેઓ ચોકીદારના દરવાજા આગળ આવીને ઊભા રહ્યા.
і від Єфремової брами та до брами Старо́ї, і до брами Ри́бної, і башти Ханан'їла, і башти Меа, і аж до брами Овечої, і спини́лися біля брами Ув'я́знення.
40 ૪૦ પછી આભારસ્તુતિના ગાયકવૃંદની ટુકડી ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઊભી રહી. મેં તથા મારી સાથે અડધા અધિકારીઓએ પણ પોતાની જગ્યા લીધી.
І стали оби́два збо́ри славосло́вників біля Божого дому, і я, і половина заступників зо мною,
41 ૪૧ પછી યાજકોએ તેઓની જગ્યા લીધી: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યોએનાય, ઝખાર્યા, હનાન્યા, આ યાજકો રણશિંગડાં લઈને ઊભા રહ્યા;
і священики: Ел'яким, Маасея, Мін'ямин, Міхая, Елйоенай, Захарій, Хананія з су́рмами,
42 ૪૨ માસેયા, શમાયા, એલાઝાર, ઉઝિઝ, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર. ગાનારાઓ તેમને દોરનાર યિઝાહ્યાની સાથે ગાતા હતા.
і Маасея, і Шемая, і Елеазар, і Уззі, і Єгоханан, і Малкійя, і Елам, і Езер. І співаки́ співали, а Їзрахія був провіднико́м.
43 ૪૩ અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.
І вони прино́сили того дня великі жертви та раділи, бо Бог порадував їх великою радістю. І раділи також жінки́ та діти, і аж дале́ко чута була радість Єрусалиму!
44 ૪૪ તે દિવસે ભંડારો, ઉચ્છાલીયાર્પણ, પ્રથમફળો તથા દશાંશોના ભંડારો ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા. જેથી તેઓ નગરોના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને સારુ નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે. કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો અને લેવીઓના લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.
І того дня були попризна́чувані люди над коморами для ска́рбів, для прино́шень, для первопло́дів та для десятин, щоб зно́сити в них з міськи́х піль зако́нні ча́стки священикам та Левитам, бо радість Юдеї була — дивитися на священиків та на Левитів, що стояли!
45 ૪૫ તેઓએ, ગાનારાઓએ તથા દ્વારપાળોએ પોતાના ઈશ્વરની સેવા કરી તથા દાઉદ તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણની સેવા બજાવી.
І вони стерегли́ постано́ви свого Бога, і постанови про очи́щення, і були співака́ми та придве́рними за нака́зом Давида та сина його Соломона.
46 ૪૬ કારણ કે પ્રાચીનકાળમાં દાઉદના અને આસાફના સમયમાં આસાફ ગાયકોનો મુખ્ય આગેવાન હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં.
Бо відда́вна, за днів Давида та Асафа, були го́лови співаків та пісні́ хвали́ й збори славосло́вників для Бога.
47 ૪૭ ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા.
І ввесь Ізраїль за днів Зоровавеля та за днів Неемії давав ча́стки співа́цькі та придве́рничі, щодня належне, і освячував це Левитам, а Левити освячували Ааро́новим синам.

< નહેમ્યા 12 >