< નહેમ્યા 11 >
1 ૧ લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
౧ప్రజల అధికారులు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేంలో నివసించాలనీ, మిగిలిన తొమ్మిదిమంది వేరు వేరు పట్టణాల్లో నివసించాలనీ చీట్లు వేసి నిర్ణయించారు.
2 ૨ યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
౨యెరూషలేంలో నివసించడానికి సంతోషంగా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు.
3 ૩ પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા.
౩ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలొమోను సేవకుల వంశాలవారు, దేశంలో ప్రముఖులు యెరూషలేం, యూదా పట్టణాల్లో వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో నివసించారు.
4 ૪ યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે. યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો પુત્ર અને માહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો.
౪యూదుల నాయకుల్లో కొందరు, బెన్యామీనీయుల నాయకుల్లో కొందరు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. యూదుల నాయకుల జాబితాలో ఉన్నవారు ఎవరంటే, జెకర్యా మనవడు ఉజ్జియా కొడుకు అతాయా. జెకర్యా తండ్రి అమర్యా, అమర్యా తండ్రి షెఫట్య, షెఫట్య తండ్రి పెరెసు వంశీకుడైన మహలలేలు.
5 ૫ અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો.
౫కొల్హోజె మనవడు బారూకు కొడుకు అయిన మయశేయా. కొల్హోజె తండ్రి హజాయా, హజయా తండ్రి అదాయా, అదాయా తండ్రి యోయారీబు, యోయారీబు తండ్రి జెకర్యా. జెకర్యా షెలా వంశం వాడు.
6 ૬ પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.
౬యెరూషలేంలో నివసించిన పెరెసు వంశంవారు పరాక్రమవంతులైన 468 మంది.
7 ૭ બિન્યામીનના વંશજો આ છે: સાલ્લૂ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો.
౭బెన్యామీనీయుల వంశంలో ఉన్నవారు, యోవేదు మనవడు, మెషుల్లాము కొడుకు సల్లు. పెదాయా కొడుకు యావేరు, కోలాయా కొడుకు మయశేయా, మయశేయా కొడుకు కాలాయా, ఈతీయేలు కొడుకు మయసీయా, మయసీయా కొడుకు యెషయా.
8 ૮ અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા.
౮సల్లును అనుసరించి వీరి అనుచరులు గబ్బయి, సల్లయి. వీరంతా మొత్తం 928 మంది.
9 ૯ ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સેનુઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો.
౯జిఖ్రీ కొడుకు యోవేలు వారికి నాయకుడుగా ఉన్నాడు. సెనూయా కొడుకు యూదా ఆ పట్టణపు అధికారుల్లో రెండవ స్థానంలో ఉన్నాడు.
10 ૧૦ યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
౧౦యాజకుల్లో, యోయారీబు కొడుకులు యెదాయా, యాకీను.
11 ૧૧ સરાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહિટૂબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના સભાસ્થાનનો કારભારી હતો,
౧౧శెరాయా దేవుని మందిరంలో అధిపతిగా ఉన్నాడు. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబుల పూర్వీకుల క్రమంలో హిల్కీయాకు పుట్టాడు.
12 ૧૨ અને તેઓના ભાઈઓ જેઓ સભાસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યરોહામનો પુત્ર, અદાયા.
౧౨నిర్మాణ పని చేసినవాళ్ళ బంధువులు 822 మంది, పూర్వీకులైన మల్కీయా, పషూరు, జెకర్యా, అమీజు, పెలల్యాల క్రమంలో యెరోహాముకు పుట్టిన అదాయా.
13 ૧૩ તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઈમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારેલનો પુત્ર, અમાશસાય,
౧౩పెద్దల్లో ప్రముఖులైన అదాయా బంధువులు 242 మంది. పూర్వీకులైన ఇమ్మేరు, మెషిల్లేమోతె, అహజైయల క్రమంలో అజరేలుకు పుట్టిన అమష్షయి.
14 ૧૪ અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો.
౧౪పరాక్రమం గలవారి బంధువులు 128 మంది. వీరి నాయకుడు హగ్గేదోలిము కొడుకు జబ్దీయేలు.
15 ૧૫ લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝ્રીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
౧౫లేవీయుల నుండి షెమయా. ఇతడు అజ్రీకాము మనవడు, హష్షూబు కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు, హషబ్యా బున్నీ కొడుకు.
16 ૧૬ લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા.
౧౬లేవీయుల్లో ప్రముఖులైన షబ్బెతై, యోజాబాదులకు దేవుని మందిరం బయటి పనుల నిర్వహించే అధికారం ఇచ్చారు.
17 ૧૭ અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મિખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો.
౧౭ఆసాపుకు పుట్టిన జబ్దికి మనుమడూ, మీకా కొడుకు అయిన మత్తన్యా ప్రార్థన, స్తుతి గీతాల నిర్వహణలో ప్రవీణుడు. అతనికి సహాయులుగా తన సహోదరుల్లో బక్బుక్యా, యెదూతూ కొడుకు గాలాలు మనవడు షమ్మూయ కొడుకు అబ్దా ఉన్నారు.
18 ૧૮ પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
౧౮పరిశుద్ధ పట్టణంలో నివాసమున్న లేవీయుల సంఖ్య 284 మంది.
19 ૧૯ દ્વારપાળો: આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.
౧౯ద్వారపాలకులు అక్కూబు, టల్మోను. ద్వారాల దగ్గర కాపలా ఉండేవారు 172 మంది.
20 ૨૦ બાકીના ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, યહૂદિયાનાં સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા.
౨౦ఇశ్రాయేలీయుల్లో మిగిలిపోయిన యాజకులు, లేవీయులు, ఇతరులు అన్ని యూదా పట్టణాల్లో ఎవరి వంతులో వారు ఉండిపోయారు.
21 ૨૧ ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા.
౨౧దేవాలయం పనివారు ఓపెలులో నివసించారు. వారిలో ప్రముఖులు జీహా, గిష్పా అనేవాళ్ళు.
22 ૨૨ યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મિખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો.
౨౨యెరూషలేంలో ఉన్న లేవీయులకు నాయకుడు ఉజ్జీ. ఇతడు మీకా మనవడు, మత్తన్యా కొడుకు హషబ్యాకు పుట్టిన బానీ కొడుకు. ఆసాపు సంతానం వాళ్ళు గాయకులు, దేవుని మందిరం పనులు పర్యవేక్షించే వారిపై అధికారులు.
23 ૨૩ તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું.
౨౩వీరు చేయాల్సిన పని ఏమిటంటే, గాయకులు నిర్ణయించిన సమయంలో తమ వంతుల ప్రకారం క్రమంగా పనిచేసేలా చూడాలి. రాజు నిర్ణయించిన రోజువారీ పనులు క్రమంగా జరిగించాలి.
24 ૨૪ યહૂદાના દીકરો ઝેરાહના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
౨౪యూదా గోత్రం వాడైన జెరహు వంశంలో పుట్టిన మెషేజబెయేలు కొడుకు పెతహయా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించే పనిలో రాజు దగ్గర ఉన్నాడు.
25 ૨૫ ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા.
౨౫గ్రామాల, పొలాల విషయంలో, యూదా వంశం వారిలో కొందరు కిర్యతర్బా, దానికి చెందిన ఊళ్లలో, దీబోను, దానికి చెందిన ఊళ్లలో, యెకబ్సెయేలు, దానికి చెందిన ఊళ్లలో నివసించారు.
26 ૨૬ અને યેશૂઆમાં, મોલાદામાં, બેથ-પેલેટમાં.
౨౬ఇంకా, యేషూవ, మోలాదా, బేత్పెలెతు ఊళ్ళలో,
27 ૨૭ હસાર-શૂઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
౨౭హజర్షువలు, బెయేర్షెబా దానికి చెందిన ఊళ్లలో,
28 ૨૮ તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં,
౨౮సిక్లగులో, మెకోనాలకు చెందిన ఊళ్లలో,
29 ૨૯ એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં,
౨౯ఏన్రిమ్మోను, జొర్యా, యర్మూతు ఊళ్ళలో,
30 ૩૦ ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
౩౦జానోహ, అదుల్లాము, వాటికి చెందిన ఊళ్లలో, లాకీషులో ఉన్న పొలంలో, అజేకా, దానికి చెందిన ఊళ్లలో నివాసం ఉన్నారు. బెయేర్షెబా నుండి హిన్నోము లోయ దాకా వారు నివసించారు.
31 ૩૧ બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા.
౩౧గెబ నివాసులైన బెన్యామీనీయులు మిక్మషులో, హాయిలో, బేతేలు వాటికి చెందిన ఊళ్లలో,
32 ૩૨ તેઓ અનાથોથ, નોબ, અનાન્યા,
౩౨అనాతోతులో, నోబులో, అనన్యాలో,
33 ૩૩ હાસોર, રામા, ગિત્તાઈમ,
౩౩హాసోరులో, రామాలో, గిత్తయీములో,
34 ૩૪ હાદીદ, સબોઈમ, નબાલ્લાટ,
౩౪హదీదులో, జెబోయిములో, నెబల్లాటులో,
35 ૩૫ લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.
౩౫లోదులో, పనివారి లోయ అని పిలిచే ఓనోలో నివసించారు.
36 ૩૬ અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.
౩౬లేవీ గోత్రికుల గుంపులో యూదా, బెన్యామీను గోత్రాలవారు కొన్ని భాగాలు పంచుకున్నారు.