< નહેમ્યા 10 >

1 જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,
ועל החתומים נחמיה התרשתא בן חכליה וצדקיה׃
2 સરાયા, અઝાર્યા, યર્મિયા,
שריה עזריה ירמיה׃
3 પાશહૂર, અમાર્યા, માલ્કિયા.
פשחור אמריה מלכיה׃
4 હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ,
חטוש שבניה מלוך׃
5 હારીમ મરેમોથ, ઓબાદ્યા,
חרם מרמות עבדיה׃
6 દાનિયેલ, ગિન્નથોન, બારુખ,
דניאל גנתון ברוך׃
7 મશુલ્લામ, અબિયા, મીયામીન,
משלם אביה מימן׃
8 માઝયા, બિલ્ગાય, શમાયા આ બધા યાજકો હતા.
מעזיה בלגי שמעיה אלה הכהנים׃
9 લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ,
והלוים וישוע בן אזניה בנוי מבני חנדד קדמיאל׃
10 ૧૦ અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન,
ואחיהם שבניה הודיה קליטא פלאיה חנן׃
11 ૧૧ મીખા, રહોબ, હશાબ્યા,
מיכא רחוב חשביה׃
12 ૧૨ ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા,
זכור שרביה שבניה׃
13 ૧૩ હોદિયા, બાની અને બનીનુ.
הודיה בני בנינו׃
14 ૧૪ લોકોના આગેવાનો: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તૂ, બાની.
ראשי העם פרעש פחת מואב עילם זתוא בני׃
15 ૧૫ બુન્ની, આઝગાદ, બેબાય,
בני עזגד בבי׃
16 ૧૬ અદોનિયા, બિગ્વાય, આદીન,
אדניה בגוי עדין׃
17 ૧૭ આટેર, હિઝકિયા, આઝઝુર,
אטר חזקיה עזור׃
18 ૧૮ હોદિયા, હાશુમ, બેસાય,
הודיה חשם בצי׃
19 ૧૯ હારીફ, અનાથોથ, નેબાય,
חריף ענתות נובי׃
20 ૨૦ માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર,
מגפיעש משלם חזיר׃
21 ૨૧ મશેઝાબએલ, સાદોક, યાદૂઆ.
משיזבאל צדוק ידוע׃
22 ૨૨ પલાટયા, હાનાન, અનાયા,
פלטיה חנן עניה׃
23 ૨૩ હોશિયા, હનાન્યા, હાશ્શૂબ,
הושע חנניה חשוב׃
24 ૨૪ હાલ્લોહેશ, પિલ્હા, શોબેક,
הלוחש פלחא שובק׃
25 ૨૫ રહૂમ, હશાબનાહ, માસેયા,
רחום חשבנה מעשיה׃
26 ૨૬ અહિયા, હાનાન, આનાન,
ואחיה חנן ענן׃
27 ૨૭ માલ્લૂખ, હારીમ તથા બાનાહ.
מלוך חרם בענה׃
28 ૨૮ બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.
ושאר העם הכהנים הלוים השוערים המשררים הנתינים וכל הנבדל מעמי הארצות אל תורת האלהים נשיהם בניהם ובנתיהם כל יודע מבין׃
29 ૨૯ તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું.
מחזיקים על אחיהם אדיריהם ובאים באלה ובשבועה ללכת בתורת האלהים אשר נתנה ביד משה עבד האלהים ולשמור ולעשות את כל מצות יהוה אדנינו ומשפטיו וחקיו׃
30 ૩૦ અમે વચન આપીએ છીએ કે, અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહિ અને અમારા પુત્રોનાં લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહિ.
ואשר לא נתן בנתינו לעמי הארץ ואת בנתיהם לא נקח לבנינו׃
31 ૩૧ અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું.
ועמי הארץ המביאים את המקחות וכל שבר ביום השבת למכור לא נקח מהם בשבת וביום קדש ונטש את השנה השביעית ומשא כל יד׃
32 ૩૨ અમે પોતાના ઈશ્વરના સભાસ્થાનની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો નિયમ સ્વીકારીએ છીએ.
והעמדנו עלינו מצות לתת עלינו שלשית השקל בשנה לעבדת בית אלהינו׃
33 ૩૩ વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારનાં દહનીયાર્પણો માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલાં પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થાર્પણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો.
ללחם המערכת ומנחת התמיד ולעולת התמיד השבתות החדשים למועדים ולקדשים ולחטאות לכפר על ישראל וכל מלאכת בית אלהינו׃
34 ૩૪ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં.
והגורלות הפלנו על קרבן העצים הכהנים הלוים והעם להביא לבית אלהינו לבית אבתינו לעתים מזמנים שנה בשנה לבער על מזבח יהוה אלהינו ככתוב בתורה׃
35 ૩૫ અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં.
ולהביא את בכורי אדמתנו ובכורי כל פרי כל עץ שנה בשנה לבית יהוה׃
36 ૩૬ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં.
ואת בכרות בנינו ובהמתינו ככתוב בתורה ואת בכורי בקרינו וצאנינו להביא לבית אלהינו לכהנים המשרתים בבית אלהינו׃
37 ૩૭ અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે.
ואת ראשית עריסתינו ותרומתינו ופרי כל עץ תירוש ויצהר נביא לכהנים אל לשכות בית אלהינו ומעשר אדמתנו ללוים והם הלוים המעשרים בכל ערי עבדתנו׃
38 ૩૮ લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો.
והיה הכהן בן אהרן עם הלוים בעשר הלוים והלוים יעלו את מעשר המעשר לבית אלהינו אל הלשכות לבית האוצר׃
39 ૩૯ ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે. આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ.
כי אל הלשכות יביאו בני ישראל ובני הלוי את תרומת הדגן התירוש והיצהר ושם כלי המקדש והכהנים המשרתים והשוערים והמשררים ולא נעזב את בית אלהינו׃

< નહેમ્યા 10 >