< નાહૂમ 3 >
1 ૧ ખૂની નગરને અફસોસ! તે જૂઠથી તથા લૂંટથી ભરેલું છે; તેમાં શિકાર કરવાનું બંધ થયું નથી.
रगतले भरिएको सहरलाई धिक्कार! त्यो झूट र लूटको सम्पत्तिले भरिएको छ । त्यसका शिकारहरू सधैँ त्यहीँभित्र छन् ।
2 ૨ પણ હવે ત્યાં ચાબુકનો તથા ગડગડતા પૈડાનો, કૂદતા ઘોડા તથા ઊછળતા રથોનો અવાજ સંભળાય છે.
तर अब त्यहाँबाट कोर्राहरूको, तेज पाङ्ग्राहरू, उफ्रदै गरेका घोडाहरू, र रथहरूको कुदाइको आवाज आउँछन् ।
3 ૩ ઘોડેસવારોની દોડાદોડ, ચમકતી તલવારો, તેજસ્વી ભાલાઓ, લાશોના તથા કતલ થયેલાઓના ઢગલા અને મૃતદેહોનો તો કોઈ અંત જ નથી; તેઓ પર હુમલો કરનારાઓ મૃતદેહો પર થઈને જાય છે.
आक्रमण गर्ने घोडचढीहरू, टल्कने तरवारहरू, चम्कने भालाहरू, लास र मुर्दाहरूको थुप्रो त्यहाँ छन् । त्यहाँ अनगिन्ती लाशहरू छन् । त्यसलाई आक्रमण गर्नेहरू लाशमा ठोकर खाँदै हिँड्छन् ।
4 ૪ આ બધાનું કારણ એ છે કે, સુંદર ગણિકાની વિષયવાસના, જે જાદુક્રિયામાં પ્રવીણ, જે પોતાની ગણિકાગીરીથી પ્રજાઓને તથા લોકોને પોતાના જાદુક્રિયાથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ છે.
टुनामुनामा निपुण, त्यो सुन्दर वेश्या, जसले आफ्नो, र टुनामुनाले जाति-जातिहरूलाई बेच्छे, त्यसको कामवासनापूर्ण कामहरूका कारण यो भइरहेको छ ।
5 ૫ સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું,” “હું તારો ચણિયો તારા મુખ પર ઉઠાવીશ અને તારી નગ્નતા હું પ્રજાઓને દેખાડીશ, રાજ્યોને તારી શરમ બતાવીશ.
सेनाहरूका परमप्रभु घोषणा गर्नुहुन्छ, “हेर्, म तेरो विरुद्ध छु । म तेरो फरियालाई तेरो अनुहारभन्दा माथिसम्म उचालिदिनेछु र तेरा गुप्तांगहरू जाति-जातिहरूलाई, र तेरो शर्म राज्यहरूलाई देखाइदिनेछु ।
6 ૬ હું તારા પર કંટાળાજનક ગંદકી નાખીશ, અને તને ધિક્કારપાત્ર કરીશ; હું તને હાસ્યસ્પદ બનાવીશ કે દરેક લોક તને જોઈ શકે.
म तँमाथि घिनलाग्दो फोहोर फ्याँक्नेछु र तँलाई घृणित बनाइदिनेछु । म तँलाई यस्तो बनाउनेछु, कि सबैले तँलाई हेर्नेछन् ।
7 ૭ ત્યારે એવું થશે કે જે લોકો તને જોશે તેઓ તારી પાસેથી નાસી જશે અને કહેશે, ‘નિનવેનો નાશ થયો છે; કોણ તેના માટે વિલાપ કરશે?’ તને આશ્વાસન આપનારને હું ક્યાં શોધું?”
तँलाई हेर्ने सबै तँबाट टाढा भाग्नेछन् र भन्नेछन्, ‘निनवे नष्ट भएको छ, त्यसको निम्ति कसले विलौना गर्ला?’ तँलाई शान्त्वना दिने मैले कहाँ पाउन सक्छु?”
8 ૮ નિનવે, શું તું નોનો કરતાં પણ ઉત્તમ છે, જે નીલ નદીને કિનારે બાંધેલું હતું, જેની આસપાસ પાણી હતું, સમુદ્ર તેનો કિલ્લો હતો અને પાણી તેનો કોટ હતો?
निनवे, के तँ नील नदीको किनारमा बनाइएको नो शहरभन्दा असल छस्, त्यो शहर जसको वरिपरि पानी थियो, जसको सुरक्षा सागर, र जसको पर्खाल समुद्र थियो?
9 ૯ કૂશ તથા મિસર તેનું બળ હતું, અને તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.
कूश र मिश्र त्यसका शक्ति थिए, र त्यसको कुनै अन्त थिएन । पूत र लिबिया त्यसका मित्रराष्ट्रहरू थिए ।
10 ૧૦ તેમ છતાં તેનું અપહરણ થયું; તે ગુલામગીરીમાં ગઈ; શેરીની ભાગળમાં તેનાં બાળકોને મારીને ટુકડા કરવામાં આવ્યા, તેના માનવંતા માણસો માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી, તેના બધા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા.
तथापि नो शहर निर्वासनमा लगियो, त्यो दासत्वमा लगियो, त्यसका छोराछोरीहरू हरेक सडकहरूका मुखमा टुक्रा-टुक्रा पारिए । त्यसका शत्रुहरूले त्यसका भारदारहरूका निम्ति चिट्ठा हाले, र त्यसका सबै महान् मानिसहरू साङ्लाले बाँधिए ।
11 ૧૧ હે નિનવે, તું પણ નશાથી ચકચૂર બનશે; તું પોતાને છુપાવશે; તું પણ શત્રુને લીધે આશ્રયસ્થાન શોધશે.
तँ मतवाला हुनेछस्, तँ लुक्न कोसिस गर्नेछस्, र तैँले आफ्नो शत्रुबाट भाग्नलाई शरणस्थान खोज्नेछस् ।
12 ૧૨ તારા બધા કિલ્લાઓ તો પ્રથમ ફળના અંજીર જેવા થશે. જો કોઈ તેમને હલાવે તો તે ખાનારાના મોમાં પડે છે.
तेरा सबै किल्लाहरू पहिले नै फल पाकेका अन्जिरका रूखहरूझैँ हुनेछन् । ती हल्लाइए भने, त्यसका सबै फल खानेवालाको मुखमा झर्नेछन् ।
13 ૧૩ જો, તારામાં રહેનાર લોકો સ્ત્રીઓ જેવા છે; તારા દેશની ભાગળો તારા શત્રુ માટે ખુલ્લી મૂકવામાં આવી છે; અગ્નિ વડે તારા દરવાજાઓ ભસ્મ કરી નાખવામાં આવ્યા છે.
हेर्, तेरा बिचमा भएका मानिसहरू स्त्रीहरू मात्र छन् । तेरो देशका प्रवेशद्धारहरु शत्रुहरूका निम्ति खुला भएका छन् । आगोले त्यसका गजबारहरू भस्म पारेको छ ।
14 ૧૪ પોતાને સારુ ઘેરો માટે પાણીનો સંગ્રહ કર; તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને પગે ચાલીને ખાંડણી બનાવ અને ઈંટના બીબાં બનાવ.
घेरावन्दीको दिनको निम्ति पानी भर्, आफ्ना किल्लाहरू बलियो पार् । हिलोमा जा, र त्यसलाई कुल्ची । इट बनाउने भाँडो बोक् ।
15 ૧૫ અગ્નિ તને ભસ્મ કરી નાખશે, તલવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ ભસ્મ કરી નાખશે. તીડની તથા કાતરાઓની જેમ તને વધારશે.
आगोले तँलाई त्यहाँ भस्म पार्नेछ, र तरवारले तँलाई नाश गर्नेछ । सलहहरूले सबै कुरा सखाप पारेझैँ त्यसले तँलाई सखाप पार्नेछ । फटेङ्ग्राहरू जस्ता अनगिन्ती हो, र सलाहहरूझैँ संख्यामा बढ् ।
16 ૧૬ તમે આકાશના તારા કરતાં તમારા વેપારીઓની સંખ્યા વધારી છે, પણ તેઓ તીડના જેવા છે: તેઓ જમીનને લૂંટે છે અને પછી ઊડી જાય છે.
तैँले आफ्ना व्यापारीहरूलाई आकाशका ताराहरूभन्दा पनि धेरै बनाएको छस्, तर तिनीहरू सलहहरूझैँ हुन्, तिनीहरूले भुमिलाई लुटेर उडिजान्छन् ।
17 ૧૭ તારા રાજકુમારો તીડ જેવા છે અને તારા સેનાપતિઓ તીડના ટોળાં જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડોમાં છાવણી કરે છે પણ સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે અને ક્યાં ગયા તેની કોઈને ખબર પડતી નથી.
तेरा राजकुमारहरू सलहहरूझैँ धेरै छन्, र तेरा अधिकारीहरू सलहका बथानझैँ छन्, जो चिसो दिनमा पर्खालहरूमा बस्छन् । तर घाम उदाएपछि ती कहाँ उडेर जान्छन् भन्ने नै थाहा हुँदैन ।
18 ૧૮ હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે. તારા લોકો પર્વતો પર વિખેરાઈ ગયા છે, તેઓને એકત્ર કરનાર કોઈ નથી.
अश्शूरको राजा, तेरा गोठालाहरू सुतेका छन्, तेरा शासकहरू विश्राम गर्दै पल्टेका छन् । तेरा मानिसहरू पर्वतहरूमा छरिएका छन्, र तिनीहरूलाई त्यहाँ भेला गर्ने कोही छैन ।
19 ૧૯ તારો ઘા રુઝાઈ શકે એવું શક્ય નથી. તારો ઘા ભારે છે. તારા વિષે ખબર સાંભળનારા સર્વ તારી પડતી જોઈને તાળીઓ પાડે છે. કેમ કે એવો કોઈ છે કે જેના પ્રત્યે તેં સખત દુષ્ટતા આચરી ના હોય?
तेरा घाउहरू निको हुँदैनन् । ती गहिरा छन् । तेरो विषयमा सुन्ने सबैले रमाहटले ताली बजाउँछन् । तेरो लगातारको दुष्टताबाट को भागेको छ र?