< નાહૂમ 2 >
1 ૧ જોરથી પછાડીને ટુકડે ટુકડા કરનાર તારી સામે આવ્યો છે. તારા કિલ્લાની રક્ષા કર, રસ્તાની ચોકી કર, પોતાને મજબૂત બનાવ, તારી બધી સામર્થ્ય ભેગી કર.
Mai hari yana matsowa a kanki, Ninebe. Ki tsare mafaka, ki yi gadin hanya ki sha ɗamara ki tattaro dukan ƙarfinki!
2 ૨ કેમ કે યહોવાહ યાકૂબનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું પુન: સ્થાપિત કરશે, કેમ કે લૂંટારાઓએ તેમને લૂંટી લીધા છે અને તેમની દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે.
Ubangiji zai maido da darajar Yaƙub, kamar ta Isra’ila, ko da yake masu washewa sun washe su suka kuma lalatar da inabinsu.
3 ૩ તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.
Garkuwoyin sojojinsa ja wur ne; jarumawansa suna sanye da kaya masu ruwan jan garura. Ƙarafan kekunan yaƙi suna walƙiya a ranar da aka shirya su; ana kaɗa māsu da bantsoro.
4 ૪ શેરીઓમાં રથો ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે; તેઓ ચોકમાં એકબીજાની સામે અથડાય છે. તેમનો દેખાવ મશાલના જેવો છે અને તેઓ વીજળીની પેઠે દોડે છે.
Kekunan yaƙi sun zabura a tituna, suna kai da kawowa a dandali. Suna walƙiya kamar tocila suna sheƙawa a guje kamar walƙiya.
5 ૫ તે પોતાના અધિકારીઓને ગોઠવે છે; તેઓ કૂચ કરતા ઠોકર ખાય છે, તેઓ કોટ પર હુમલો કરવા આગળ ધસે છે. હુમલો કરનારાઓથી રક્ષણ મેળવવા ભાલા તૈયાર કરવામાં આવ્યા છે.
Ninebe ta tattara rundunarta, duk da haka sun yi ta tuntuɓe a kan hanyarsu. Sun ruga zuwa katangan birnin, sun sanya garkuwar kāriya a inda ya kamata.
6 ૬ નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે.
An buɗe ƙofofin rafuffukan sai wurin ya rurrushe.
7 ૭ નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ છાતી કૂટીને કબૂતરનાં જેવો વિલાપ કરે છે.
An umarta cewa birnin za tă tafi bauta, za a kuma yi gaba da su. Bayi’yan mata suna kuka kamar tattabaru suna buga ƙirjinsu.
8 ૮ નિનવે પાણીના સરોવર જેવું છે, જેમ પાણી વહી જાય છે તેમ તેનાથી લોકો દૂર નાસી જાય છે. તેઓ પોકારે છે, “ઊભા રહો, ઊભા રહો,” પણ કોઈ પાછું ફરતું નથી.
Ninebe tana kama da tafki, wanda ruwanta yana yoyo. Suna kuka suna cewa, “Ku tsaya! Ku tsaya,” amma ba wanda ya waiga.
9 ૯ તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સુંદર વસ્તુઓનો ગૌરવનો ત્યાં કોઈ અંત નથી.
A washe azurfa; a washe zinariya; dukiyarsu ba ta da iyaka, arzikinsu kuma ba ya ƙarewa.
10 ૧૦ નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.
Ta zama wofi, an washe ta, an tuɓe ta! Zukata sun narke, gwiwoyi suna kaɗuwa, jikuna suna rawa, fuskoki duk sun kwantsare!
11 ૧૧ જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ જુવાન સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે?
Ina kogon zakokin nan yake yanzu, inda suka ciyar da’ya’yansu, inda zaki da zakanya sukan shiga, da’ya’yansu, ba mai damunsu
12 ૧૨ સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.
Zaki ya kashe abin da ya ishe’ya’yansa ya kuma murɗe wuyan dabbobi ya cika wurin zamansa da abin da ya kama ya cika kogwanninsa da abin da ya kashe.
13 ૧૩ સૈન્યોના યહોવાહ કહે છે; “જો, હું તારી વિરુદ્ધ છું.” “હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ, તલવાર તારાં બચ્ચાઓનો સંહાર કરશે. હું પૃથ્વી પરથી તારા શિકારનો નાશ કરીશ, તારા સંદેશાવાહકનો અવાજ ફરી કદી સંભળાશે નહિ.”
“Ina gāba da ke,” in ji Ubangiji Maɗaukaki. “Zan ƙone kekunan yaƙinki, takobi kuma zai fafare’ya’yan zakokinki. Ba kuma zan bar miki namun jejin da za ki kashe a duniya ba. Ba kuwa za a ƙara jin muryar’yan saƙonki ba.”