< નાહૂમ 1 >

1 નિનવે વિષે ઈશ્વરનું વચન. નાહૂમ એલ્કોશીના સંદર્શનનું પુસ્તક.
Břímě Ninive: Kniha vidění Nahuma Elkošského.
2 યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે.
Hospodin jest Bůh horlivý a mstitel, mstitel jestiť Hospodin, a zůřivý. Hospodin uvodí pomstu na protivníky své, a drží hněv proti nepřátelům svým.
3 યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે.
Hospodin dlouhočekající jest a velikomocný, však nikoli neospravedlňuje vinného. U vichru a bouři jest cesta Hospodinova, a oblak jest prach noh jeho.
4 તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે.
Když domlouvá moři, vysušuje je, i všecky řeky vysušuje; chřadne Bázan i Karmel, i květ Libánský chřadne.
5 તેમની હાજરીમાં પર્વતો ધ્રૂજે છે, અને ડુંગરો ઓગળી જાય છે; તેમની હાજરીમાં પૃથ્વી, હા, દુનિયા તથા તેમાં વસતા બધા લોકો હાલી ઊઠે છે.
Hory se třesou před ním, a pahrbkové se rozplývají, země pak hoří před tváří jeho, i okršlek zemský a všickni, kteříž přebývají na něm.
6 તેમના ક્રોધ આગળ કોણ ઊભો રહી શકે? તેમના ઉગ્ર ક્રોધનો સામનો કોણ કરી શકે? તેમનો ક્રોધ અગ્નિની જેમ વ્યાપે છે, અને તેમના કોપથી ખડકો તૂટી જાય છે.
Před rozhněváním jeho kdo ostojí? A kdo se postaví proti prchlivosti hněvu jeho? Prchlivost jeho vylévá se jako oheň, a skály vyvracejí se před ním.
7 યહોવાહ સારા છે; સંકટના સમયમાં તે ગઢરૂપ છે; તેમના પર ભરોસો રાખનારને તે ઓળખે છે.
Dobrýť jest Hospodin, silou jest v den ssoužení, a zná ty, kdož v něho doufají.
8 પણ તે પ્રચંડ પૂરથી પોતાના શત્રુઓનો અંત લાવશે; તે તેઓને અંધારામાં ધકેલી દેશે.
Protož povodní prudkou konec učiní místu jeho, a nepřátely Boží stihati budou temnosti.
9 શું તમે યહોવાહની વિરુદ્ધ ષડયંત્ર રચો છો? તે સંપૂર્ણપણે અંત લાવશે; બીજીવાર કશી વિપત્તિ ઊભી થશે નહિ.
Co myslíte proti Hospodinu? Onť konec učiní, nezdvihne druhé rány.
10 ૧૦ કેમ કે તેઓના હાલ ગૂંચવાયેલા કાંટા જેવા થશે; તેઓ પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે; તેઓ સંપૂર્ણપણે સૂકાઘાસની માફક નાશ થઈ જશે.
Nebo rovně jako trní spleteni jsouce, a jako vínem opojeni, jako strniště suché docela sehlceni budou.
11 ૧૧ હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે.
Z tebeť vyšel ten, kterýž myslí proti Hospodinu zlé, rádce nešlechetný.
12 ૧૨ યહોવાહ આમ કહે છે, “જો કે તેઓ સંપૂર્ણ બળવાન તથા સંખ્યામાં ઘણાં હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે; તેમના લોકો પણ રહેશે નહિ. પણ તું, યહૂદા જોકે મેં તને દુઃખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુઃખી નહિ કરું.
Takto dí Hospodin: Byť se byli pokojně měli, byliť by tak v rozšíření zůstali aneb by toliko přemrštěni byli; i bylo by to pominulo, a netrápil bych jich více, tak jako jsem trápil.
13 ૧૩ હવે હું તારા પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ; હું તારી સાંકળો તોડી નાખીશ.”
Nyní pak polámi jho jeho, aby neleželo na tobě, a to, čímž jsi svázán, roztrhám.
14 ૧૪ યહોવાહે તારા વિષે આજ્ઞા આપી છે, નિનવે, વંશજો તારું નામ ધારણ કરશે નહિ. તારા દેવોના મંદિરોમાંથી ઘડેલી મૂર્તિઓનો તથા ઢાળેલી પ્રતિમાઓનો હું નાશ કરીશ. હું તારી કબર ખોદીશ, કેમ કે તું દુષ્ટ છે.
Nebo přikázaní vydal proti tobě Hospodin, nebudeť rozsíváno ze jména tvého více; z domu Boha tvého vyhladím rytinu i slitinu, a když zlehčen budeš, způsobímť hrob.
15 ૧૫ જુઓ, સારા સમાચાર લાવનાર, શાંતિની ખબર આપનારનાં પગલાં પર્વત પર દેખાય છે; તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે. હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર, કેમ કે હવે પછી કોઈ દુષ્ટ તારી મધ્યે થઈને જશે નહિ; તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે.
Aj hle na horách těchto nohy potěšené věci zvěstujícího, ohlašujícího pokoj. Slaviž, o Judo, slavnosti své, plň sliby své. Neboť nepokusí se více ani mimo tebe choditi nešlechetný, docelať jest vyhlazen.

< નાહૂમ 1 >