< મીખાહ 7 >
1 ૧ મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.
हाय म! म ग्रीष्म ऋतुमा बटुलिएको फलझैँ भएको छु, र रस निकालिएको दाखझैँ भएको छु । त्यहाँ खानलाई दाखको झुप्पा छैन, र मेरो प्राणले इच्छा गरेकोजस्तो पहिले नै पाकेको अन्जीर पनि छैन ।
2 ૨ પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી; તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે, તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.
भुमिबाट विश्वसनीय मानिसहरू बिलिन भएका छन् । सारा मानवजातिमा कोही सोझो मानिस छैन । तिनीहरू सबै रक्तपातको निम्ति पर्खिरहन्छन् । हरेकले आफ्नो दाजुभाइलाई जालले शिकार गर्दछ ।
3 ૩ તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. સરદારો પૈસા માગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.
तिनीहरूका हातहरू हानी गर्नलाई पोक्त छन् । शासकले पैसा माग्दछन्, न्यायकर्ता घूस लिनको निम्ति तयार छन्, र शक्तिशाली मानिसले आफूले प्राप्त गर्न चाहेको कुरा अरूहरूसँग माग्दछ । यसरी तिनीहरू एकसाथ षड्यन्त्र रच्छन् ।
4 ૪ તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે, તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.
तिनीहरूमध्येको उत्कृष्टचाहिँ काँडाझैँ छ, सबैभन्दा सोझोचाहिँ काँडाको झाँगभन्दा पनि खराब छ । तिमीहरूका पहरेदारहरूले पहिले नै बताएको दिन, तिमीहरूको दण्डको दिन यही हो । अब यो तिनीहरूको भ्रमको समय हो ।
5 ૫ કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.
कुनै पनि छिमेकीमाथि विश्वास नगर्नू । कुनै साथिमाथि भरोसा नगर्नू । तिम्रा अङ्गालोमा बस्ने स्त्रीसँग पनि होसियारसँग बोल्नू ।
6 ૬ કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામે થાય છે, વહુ પોતાની સાસુની સામે થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.
किनभने छोरोले आफ्ना बुबाको अनादर गर्दछ, छोरी आफ्नी आमाको विरुद्धमा उठ्छे, र बुहारी सासूको विरुद्ध । मानिसको शत्रु आफ्नै घरका मानिसहरू हुन् ।
7 ૭ પણ હું તો યહોવાહ તરફ જોઈશ, હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; મારા ઈશ્વર મારું સાંભળશે.
तर मचाहिँ परमप्रभुतर्फ आँखा लगाउँछु । म मेरो मुक्तिको परमेश्वरको पर्खाइमा छु, मेरा परमेश्वरले मलाई सुन्नुहुन्छ ।
8 ૮ હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવાહ મને અજવાળારૂપ થશે.
ए मेरो शत्रु, मलाई देखेर रमाहट नगर् । म लडेपछि, फेरि उठ्नेछु । जब म अन्धकारमा बस्दछु, परमप्रभु मेरो निम्ति ज्योति हुनुहुनेछ ।
9 ૯ તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય આપશે ત્યાં સુધી, હું યહોવાહનો ક્રોધ સહન કરીશ, કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તે મને બહાર અજવાળામાં લાવશે, હું તેમનું ન્યાયીપણું જોઈશ.
मैले परमप्रभुको विरुद्ध पाप गरेको कारणले, उहाँले मेरो विषयमा वकालत नगर्नुभएसम्म, र मेरो निम्ति इन्साफ नगर्नुभएसम्म मैले उहाँको क्रोध सहनेछु ।
10 ૧૦ ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, “તારા ઈશ્વર યહોવાહ કયાં છે?” એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, મારી આંખો તેઓને જોશે, શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.
अनि मेरो शत्रुले त्यो देख्नेछ, र “परमप्रभु तेरो परमेश्वर कहाँ छ?” भनेर भन्नेलाई शर्मले ढाक्नेछ । मेरा आँखाले त्यसलाई हेर्नेछन् । सडकहरूका माटोझैँ त्यो कुल्चिनेछे ।
11 ૧૧ જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે.
तिमीहरूका पर्खालहरू निर्माण गर्ने दिन आउनेछ । त्यस दिनमा सिमानाहरू टाढा-टाढासम्म विस्तार हुनेछन् ।
12 ૧૨ તે દિવસે આશ્શૂરથી તથા મિસરના નગરોથી, મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી, તથા સમુદ્રથી સમુદ્ર સુધીના, તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના, લોકો તે દિવસે તારી પાસે આવશે.
त्यस दिन अश्शूर र मिश्रका शहरहरुबाट, मिश्रदेखि यूफ्रेटिस नदीसम्म, समुद्रदेखि समुद्रसम्म, र पर्वतदेखि पर्वतसम्म मानिसहरू तिमीहरूकहाँ आउनेछन् ।
13 ૧૩ તોપણ તેમાં રહેતા લોકોને કારણે, તેઓનાં કર્મોના ફળને કારણે, તે દેશો ઉજ્જડ થઈ જશે.
तर भुमि भने त्यसमा बसोबास गर्ने मानिसहरूका कारण, र तिनीहरूका कामका प्रतिफलको कारण उजाड हुनेछ ।
14 ૧૪ તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.
आफ्ना मानिसहरू, अर्थात् तपाईंका उत्तराधिकारको बगाललाई आफ्नो छडीले नियन्त्रण गर्नुहोस् । तिनीहरू एक्लै खर्कको बिचमा, र जङ्गलमा बस्छन् । पुराना दिनहरूमा झैँ तिनीहरूलाई बाशान र गिलादमा चर्न दिनुहोस् ।
15 ૧૫ મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ, હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.
मिश्रको भुमिबाट तिमीहरू बाहिर आएका दिनमा झैँ, म तिनीहरूलाई आश्चर्य कामहरू देखाउनेछु ।
16 ૧૬ અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે.
जाति-जातिहरूले यो देख्नेछन् र आफ्ना शक्तिमाथि लज्जित हुनेछन् । तिनीहरूले केही बोल्नेछैनन्, र तिनीहरू बहिरा हुनेछन् ।
17 ૧૭ તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.
तिनीहरूले सर्पले झैँ धुलो चाट्नेछन्, माटोमा घस्रने प्राणीझैँ तिनीहरूले गर्नेछन् । तिनीहरू आफ्ना गुफाहरूबाट डरसाथ निस्कनेछन् । परमप्रभु, हाम्रा परमेश्वर, तपाईंकहाँ तिनीहरू डरसाथ आउनेछन्, र तिनीहरू तपाईंको कारण भयभीत हुनेछन् ।
18 ૧૮ તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.
तपाईंझैँ परमेश्वर को छ, जसले पापलाई मेटाउनुहुन्छ, र आफ्नो उत्तराधिकारका बाँकी रहेकाहरूको अपराध क्षमा गर्नुहुन्छ? उहाँ सदाको निम्ति रिसाउनुहुन्न, किनभने उहाँ आफ्नो करारको विश्वसनीयतामा खुशी हुनुहुन्छ ।
19 ૧૯ તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો; તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો. તમે અમારાં બધાં પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો.
तपाईंले फेरि हामीमाथि दया देखाउनुहुनेछ । तपाईंले हाम्रा अपराधहरूलाई आफ्ना पाऊमुनि कुल्चनुहुनेछ । तपाईंले हाम्रा सबै पापहरूललाई समुद्रको गहिराइमा फ्याँकिदिनुहुनेछ ।
20 ૨૦ જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ, તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો.
प्राचीन दिनहरूमा तपाईंले हाम्रा पुर्खाहरूसँग प्रतिज्ञा गर्नुभएझैँ तपाईंले याकूबलाई सत्यता र अब्राहामलाई करारको विश्वसनीयता दिनुहुनेछ ।