< મીખાહ 6 >
1 ૧ યહોવાહ જે કહે છે તે હવે તમે સાંભળો. મીખાહે તેને કહ્યું, “ઊઠો અને પર્વતોની આગળ તમારી ફરિયાદ રજૂ કરો; ડુંગરોને તમારો અવાજ સંભળાવો.
Послухайте, що промовляє Господь: Устань, спереча́йсь перед го́рами, і хай узгі́р'я почують твій голос!
2 ૨ હે પર્વતો તથા પૃથ્વીના મજબૂત પાયાઓ, તમે યહોવાહની ફરિયાદ સાંભળો. કેમ કે યહોવાહને પોતાના લોકોની સાથે ફરિયાદ છે અને તે ઇઝરાયલની વિરુદ્ધ દાવો ચલાવશે.
Послухайте, гори, Господнього су́ду, і візьміть до вух, ви, основи землі, бо в Господа пря із народом Своїм, і з Ізраїлем буде судитися Він!
3 ૩ “હે મારા લોકો, મેં તમને શું કર્યું છે? મેં તમને કઈ રીતે કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દો.
„Наро́де ти Мій, що́ тобі Я зробив і чим мучив тебе, — свідчи на Ме́не!
4 ૪ કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં.
Бо Я з кра́ю єгипетського тебе вивів, і тебе викупив з дому рабів, і перед тобою послав Я Мойсея, Ааро́на та Марія́м.
5 ૫ હે મારા લોકો, યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી યોજના કરી અને બેઓરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો? શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી શું બન્યું તે તમે યાદ કરો, જેથી તમે યહોવાહનાં ન્યાયી કાર્યોને સમજી શકો.”
Мій наро́де, згадай, що Бала́к, цар моавський, заду́мував був, і що йому відповів Валаа́м, син Бео́рів, від Шітті́му аж по Ґілґал, щоб пізнати тобі справедливості Господа“.
6 ૬ હું શું લઈને યહોવાહની આગળ આવું? કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, અથવા એક વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું?
„З чим піду́ перед Господа, схилю́сь перед Богом Високо́сти? Чи піду́ перед Нього з цілопа́леннями, з річними телятами?
7 ૭ શું હજારો ઘેટાંઓથી, કે તેલની દસ હજાર નદીઓથી યહોવાહ ખુશ થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું? મારા આત્માનાં પાપને માટે મારા શરીરના ફળનું અર્પણ કરું?
Чи Господь уподо́бає тисячі барані́в, десятити́сячки потоків оливи? Чи дам за свій гріх свого пе́рвенця, плід утроби моєї за гріх моєї душі?“
8 ૮ હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે, કે સારું શું છે; ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું, યહોવાહ તારી પાસે બીજું શું માગે છે.
„Було тобі ви́явлено, о люди́но, що́ добре, і чого́ пожадає від тебе Госпо́дь, — нічо́го, а тільки чини́ти правосу́ддя, і милосе́рдя любити, і з твоїм Богом ходи́ти суми́рно“.
9 ૯ યહોવાહ નગરને બોલાવે છે; જેઓ જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે: “સોટીનું તથા તેનું નિર્માણ કરનારનું સાંભળ.
Голос Господній кли́че до міста, — а хто мудрий, боїться той Йме́ння Твого: „Послухайте же́зла й Того, Хто призначив його́:
10 ૧૦ અપ્રામાણિકતાની સંપત્તિ તથા તિરસ્કારપાત્ર ખોટાં માપ દુષ્ટોના ઘરોમાં શું હજુ પણ છે?
Чи є ще у домі безбожного кошто́вності несправедливі, та неповна й непра́вна ефа́?
11 ૧૧ ખોટા ત્રાજવાં તથા કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું?
Чи Я всправедли́влю вагу́ неправдиву, і кали́тку з важка́ми обма́нними?
12 ૧૨ તેના ધનવાન માણસો હિંસાખોર હોય છે. તેના રહેવાસીઓ જૂઠું બોલે છે, અને તેમના મુખમાં કપટી જીભ હોય છે.
Що повні наси́льства його багачі́, мешка́нці ж його говорили неправду, а їхній язик в їхніх у́стах — ома́на,
13 ૧૩ તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.
то теж бити зачну́ Я тебе, пусто́шити тебе за гріхи́ твої.
14 ૧૪ તું ખાશે પણ તૃપ્ત થશે નહિ; તારામાં કંગાલિયત રહેશે. તું સામાનનો સંગ્રહ કરશે પણ કંઈ બચાવી શકશે નહિ, તું જે કંઈ બચાવશે તે હું તલવારને સ્વાધીન કરીશ.
Будеш ти їсти, але не наси́тишся, і буде голод у ну́трі твоїм, і станеш ховати, але не врятуєш, а що ти врятуєш — мече́ві відда́м.
15 ૧૫ તું વાવશે પણ કાપણી કરી શકશે નહિ, તું જૈતૂનને પીલશે પણ તારા શરીર પર તેલ લગાવવા પામશે નહિ; તું દ્રાક્ષા પીલશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.
Ти сі́яти бу́деш, але не пожне́ш, ти бу́деш оливку топта́ти, та не будеш масти́тись оливою, і молодий виноград, та вина ти не пи́тимеш!
16 ૧૬ ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે. અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”
Бо ще перехо́вуються всі устави Омрі та всі́ вчинки дому Ахава, і за їхніми радами ходите ви, тому́ то Я видам тебе на спусто́шення, і на по́сміх — мешка́нців його, і ви га́ньбу наро́ду Мого понесе́те!