< માથ્થી 7 >
1 ૧ કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે.
“दोष मत लगाओ, ताकि तुसा पाँदे बी दोष नि लगाया जाओ।
2 ૨ કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.
कऊँकि जिंयाँ तुसे दोष लगाओए, तिंयाँ ई परमेशरो तुसा पाँदे बी दोष लगाणा और जेड़ा बर्ताव तुसे लोका साथे करोए परमेशरो बी तेड़ा ई बर्ताव तुसा साथे करना।
3 ૩ તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી?
“तूँ कऊँ आपणे पाईए री छोटी-छोटी गल़तिया टोल़ेया तांदे आपणिया बड़ी-बड़ी गल़तिया नजर कऊँ नि आँऊदिया?
4 ૪ અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે ‘મને તારી આંખમાંથી ફોતરું કાઢવા દે’; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટીયો છે?
जेबे तांदे आपू दे बड़ी-बड़ी गल़तिया ए, तो तूँ आपणे पाईए खे किंयाँ बोली सकेया, ‘तूँ गल़त ए?’
5 ૫ ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.
ओ कपटी! पईले आपणी बड़ी-बड़ी गल़तिया देख, तेबेई तो तूँ आपणे पाईए री गल़तिया ठीक-टंगो रे देखी की निकयाल़ी सकेया।
6 ૬ જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.
“पवित्र चीज कुत्तेया खे नि देओ और आपणे मोती सूंअरो रे आगे नि सेटो, एड़ा नि ओ कि सेयो तिना खे आपणे पैरा निठे केसी देयो और ताखे खाणे पड़ो।
7 ૭ માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે.
“तुसा री जो बी जरूरत ए से परमेशरो ते माँगो और परमेशरो ते पाणे री उम्मीद बी राखो।
8 ૮ કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે.
कऊँकि जो कोई माँगोआ तेसखे मिलोआ। जो टोल़ोआ, से पाओआ। जो खटखटाओआ तेसखे खोलेया जाओआ।
9 ૯ તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે?
तुसा बीचा ते कुण एड़ा मांणू ए कि तेसरा पाऊ तेसते रोटी मांगोगा और से तेसखे पात्थर देओ?
10 ૧૦ અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?
या मछली माँगो और तेसखे साप देओ?
11 ૧૧ માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે?
तो तेबे तुसे बुरे ऊई की आपणे बच्चेया खे खरी चीजा देणा जाणोए, तो तुसा रे स्वर्गिय पिते आपणे मांगणे वाल़ेया खे अच्छी चीजा कऊँ नि देणियां?
12 ૧૨ માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે.
इजी बजअ ते जो कुछ तुसे चाओए कि मांणू तुसा साथे करो, तुसे बी तिना साथे तेड़ा ई करो, कऊँकि मूसे रा बिधान और भविष्यबक्तेया री येई शिक्षा ए।
13 ૧૩ તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે.
“स्वर्गो रे परमेशरो तक पऊँछणे री बाट बऊत कठण ए। पर एते बाटा रिये तुसा चलणा ईए। एक और चौड़ी बाट ए जिदे जादातर लोक चलणा पसंद करोए, से बाट नरको खे जाओई और लोक तिदे मरी जाणे। ()
14 ૧૪ જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
कऊँकि संगड़ा ए से फाटक और कठण ए से बाट, जो अनन्त जिन्दगिया खे पऊँछाओई और सेयो थोड़े ईए, जिना खे से मिलोई।
15 ૧૫ જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો.
“चूठे भविष्यबक्तेया ते सावधान रओ, जो पेडा रे पेषो रे तुसा गे आओए, पर पीतरो ते सेयो फाड़ने वाल़े भेड़िए ओए।
16 ૧૬ તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે?
तिना रे बुरे कामो ते तुसा सेयो पछयाणी लणे, क्या जाड़ो रे अँगूर और कांडेया ते दाऊगल़े तोड़े जाओए?
17 ૧૭ તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.
तिंयाँ ई हर एक अच्छा डाल़ अच्छा फल ल्याओआ और नकम्मा डाल़ बुरा फल।
18 ૧૮ સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.
अच्छा डाल़ बुरा फल नि ल्याई सकदा और ना नकम्मा डाल़ अच्छा फल ल्याई सकदा।
19 ૧૯ દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
जिंयाँ जो-जो डाल़ अच्छा फल नि ल्याऊँदे, सेयो बाडे जाओए और आगी बीचे सेटे जाओए। तिंयाँ ई चूठे भविष्यवक्ता बी नरको री आगी रे सेटे जाणे। ()
20 ૨૦ તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.
ईंयां तिना रे कामो ते तुसा सेयो पछयाणी लणे।
21 ૨૧ જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે.
“जो माखे, ‘ओ प्रभु, ओ प्रभु’ बोलोआ, तिना बीचा ते हर एक स्वर्गो रे राज्य रे नि जाणा, पर सेई, जो-जो मेरे स्वर्गिय पिते री इच्छा पाँदे चलोआ।
22 ૨૨ તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં?
न्याय रे तेस दिने बऊत मांणूआ माखे बोलणा, ‘ओ प्रभु, ओ प्रभु, क्या आसे तेरे नाओं ते भविष्यबाणी नि कित्ती, और तेरे नाओं ते दुष्टात्मा नि निकयाल़िया, और तेरे नाओं ते बऊत सामर्था रे काम नि कित्ते?’
23 ૨૩ ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”
तेबे मां तिना खे खुली की बोली देणा, ‘आऊँ तो तुसा खे कदी नि जाणदा। ओ कुकर्म करने वाल़ेयो, मांगा गे ते चली जाओ।’
24 ૨૪ એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
“इजी री खातर जो कोई मेरिया गल्ला सुणी की तिना खे मानोआ, से तेस अक्लमंद मांणूए जेड़ा ऊणा, जिने आपणा कअर चट्टानी पाँदे बणाया।
25 ૨૫ વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.
तेबे बरखा उईया, बाढ़ा आईया और तूफान चले, और तेस कअरो रे टकराए, पर से कअर नि टल़ेया, कऊँकि तिजी री निऊँ चट्टानी पाँदे थी बणाई री।
26 ૨૬ જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.
पर जो कोई मेरी इना गल्ला तो सुणोआ, पर मानदा नि, से तेस मूर्ख मांणूए जेड़ा ऊणा, जिने आपणा कअर बालूए पाँदे बणाया।
27 ૨૭ વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.
जेबे बरखा ऊईया, बाढ़ा आईया, तूफान चले और तेस कअरो साथे टकराए और से कअर तेबुई टल़ीगा और सत्यानाश ऊईगा।”
28 ૨૮ ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા,
जेबे यीशु इना गल्ला करी चुके, तो एड़ा ऊआ कि जो तेती पीड़ थी, से हैरान उईगी।
29 ૨૯ કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.
कऊँकि सेयो तिना शास्त्रिया जेड़े नि, पर अक्को साथे उपदेश देयो थे।