< માથ્થી 6 >

1 માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.
ಸಾವಧಾನಾ ಭವತ, ಮನುಜಾನ್ ದರ್ಶಯಿತುಂ ತೇಷಾಂ ಗೋಚರೇ ಧರ್ಮ್ಮಕರ್ಮ್ಮ ಮಾ ಕುರುತ, ತಥಾ ಕೃತೇ ಯುಷ್ಮಾಕಂ ಸ್ವರ್ಗಸ್ಥಪಿತುಃ ಸಕಾಶಾತ್ ಕಿಞ್ಚನ ಫಲಂ ನ ಪ್ರಾಪ್ಸ್ಯಥ|
2 માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
ತ್ವಂ ಯದಾ ದದಾಸಿ ತದಾ ಕಪಟಿನೋ ಜನಾ ಯಥಾ ಮನುಜೇಭ್ಯಃ ಪ್ರಶಂಸಾಂ ಪ್ರಾಪ್ತುಂ ಭಜನಭವನೇ ರಾಜಮಾರ್ಗೇ ಚ ತೂರೀಂ ವಾದಯನ್ತಿ, ತಥಾ ಮಾ ಕುರಿ, ಅಹಂ ತುಭ್ಯಂ ಯಥಾರ್ಥಂ ಕಥಯಾಮಿ, ತೇ ಸ್ವಕಾಯಂ ಫಲಮ್ ಅಲಭನ್ತ|
3 પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે,
ಕಿನ್ತು ತ್ವಂ ಯದಾ ದದಾಸಿ, ತದಾ ನಿಜದಕ್ಷಿಣಕರೋ ಯತ್ ಕರೋತಿ, ತದ್ ವಾಮಕರಂ ಮಾ ಜ್ಞಾಪಯ|
4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
ತೇನ ತವ ದಾನಂ ಗುಪ್ತಂ ಭವಿಷ್ಯತಿ ಯಸ್ತು ತವ ಪಿತಾ ಗುಪ್ತದರ್ಶೀ, ಸ ಪ್ರಕಾಶ್ಯ ತುಭ್ಯಂ ಫಲಂ ದಾಸ್ಯತಿ|
5 જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
ಅಪರಂ ಯದಾ ಪ್ರಾರ್ಥಯಸೇ, ತದಾ ಕಪಟಿನಇವ ಮಾ ಕುರು, ಯಸ್ಮಾತ್ ತೇ ಭಜನಭವನೇ ರಾಜಮಾರ್ಗಸ್ಯ ಕೋಣೇ ತಿಷ್ಠನ್ತೋ ಲೋಕಾನ್ ದರ್ಶಯನ್ತಃ ಪ್ರಾರ್ಥಯಿತುಂ ಪ್ರೀಯನ್ತೇ; ಅಹಂ ಯುಷ್ಮಾನ್ ತಥ್ಯಂ ವದಾಮಿ, ತೇ ಸ್ವಕೀಯಫಲಂ ಪ್ರಾಪ್ನುವನ್|
6 પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
ತಸ್ಮಾತ್ ಪ್ರಾರ್ಥನಾಕಾಲೇ ಅನ್ತರಾಗಾರಂ ಪ್ರವಿಶ್ಯ ದ್ವಾರಂ ರುದ್ವ್ವಾ ಗುಪ್ತಂ ಪಶ್ಯತಸ್ತವ ಪಿತುಃ ಸಮೀಪೇ ಪ್ರಾರ್ಥಯಸ್ವ; ತೇನ ತವ ಯಃ ಪಿತಾ ಗುಪ್ತದರ್ಶೀ, ಸ ಪ್ರಕಾಶ್ಯ ತುಭ್ಯಂ ಫಲಂ ದಾಸ್ಯತಿ
7 તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.
ಅಪರಂ ಪ್ರಾರ್ಥನಾಕಾಲೇ ದೇವಪೂಜಕಾಇವ ಮುಧಾ ಪುನರುಕ್ತಿಂ ಮಾ ಕುರು, ಯಸ್ಮಾತ್ ತೇ ಬೋಧನ್ತೇ, ಬಹುವಾರಂ ಕಥಾಯಾಂ ಕಥಿತಾಯಾಂ ತೇಷಾಂ ಪ್ರಾರ್ಥನಾ ಗ್ರಾಹಿಷ್ಯತೇ|
8 એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.
ಯೂಯಂ ತೇಷಾಮಿವ ಮಾ ಕುರುತ, ಯಸ್ಮಾತ್ ಯುಷ್ಮಾಕಂ ಯದ್ ಯತ್ ಪ್ರಯೋಜನಂ ಯಾಚನಾತಃ ಪ್ರಾಗೇವ ಯುಷ್ಮಾಕಂ ಪಿತಾ ತತ್ ಜಾನಾತಿ|
9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.
ಅತಏವ ಯೂಯಮ ಈದೃಕ್ ಪ್ರಾರ್ಥಯಧ್ವಂ, ಹೇ ಅಸ್ಮಾಕಂ ಸ್ವರ್ಗಸ್ಥಪಿತಃ, ತವ ನಾಮ ಪೂಜ್ಯಂ ಭವತು|
10 ૧૦ તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
ತವ ರಾಜತ್ವಂ ಭವತು; ತವೇಚ್ಛಾ ಸ್ವರ್ಗೇ ಯಥಾ ತಥೈವ ಮೇದಿನ್ಯಾಮಪಿ ಸಫಲಾ ಭವತು|
11 ૧૧ દિવસની અમારી રોટલી આજ અમને આપો.
ಅಸ್ಮಾಕಂ ಪ್ರಯೋಜನೀಯಮ್ ಆಹಾರಮ್ ಅದ್ಯ ದೇಹಿ|
12 ૧૨ જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.
ವಯಂ ಯಥಾ ನಿಜಾಪರಾಧಿನಃ ಕ್ಷಮಾಮಹೇ, ತಥೈವಾಸ್ಮಾಕಮ್ ಅಪರಾಧಾನ್ ಕ್ಷಮಸ್ವ|
13 ૧૩ અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
ಅಸ್ಮಾನ್ ಪರೀಕ್ಷಾಂ ಮಾನಯ, ಕಿನ್ತು ಪಾಪಾತ್ಮನೋ ರಕ್ಷ; ರಾಜತ್ವಂ ಗೌರವಂ ಪರಾಕ್ರಮಃ ಏತೇ ಸರ್ವ್ವೇ ಸರ್ವ್ವದಾ ತವ; ತಥಾಸ್ತು|
14 ૧૪ કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.
ಯದಿ ಯೂಯಮ್ ಅನ್ಯೇಷಾಮ್ ಅಪರಾಧಾನ್ ಕ್ಷಮಧ್ವೇ ತರ್ಹಿ ಯುಷ್ಮಾಕಂ ಸ್ವರ್ಗಸ್ಥಪಿತಾಪಿ ಯುಷ್ಮಾನ್ ಕ್ಷಮಿಷ್ಯತೇ;
15 ૧૫ પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.
ಕಿನ್ತು ಯದಿ ಯೂಯಮ್ ಅನ್ಯೇಷಾಮ್ ಅಪರಾಧಾನ್ ನ ಕ್ಷಮಧ್ವೇ, ತರ್ಹಿ ಯುಷ್ಮಾಕಂ ಜನಕೋಪಿ ಯುಷ್ಮಾಕಮ್ ಅಪರಾಧಾನ್ ನ ಕ್ಷಮಿಷ್ಯತೇ|
16 ૧૬ વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
ಅಪರಮ್ ಉಪವಾಸಕಾಲೇ ಕಪಟಿನೋ ಜನಾ ಮಾನುಷಾನ್ ಉಪವಾಸಂ ಜ್ಞಾಪಯಿತುಂ ಸ್ವೇಷಾಂ ವದನಾನಿ ಮ್ಲಾನಾನಿ ಕುರ್ವ್ವನ್ತಿ, ಯೂಯಂ ತಇವ ವಿಷಣವದನಾ ಮಾ ಭವತ; ಅಹಂ ಯುಷ್ಮಾನ್ ತಥ್ಯಂ ವದಾಮಿ ತೇ ಸ್ವಕೀಯಫಲಮ್ ಅಲಭನ್ತ|
17 ૧૭ પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ,
ಯದಾ ತ್ವಮ್ ಉಪವಸಸಿ, ತದಾ ಯಥಾ ಲೋಕೈಸ್ತ್ವಂ ಉಪವಾಸೀವ ನ ದೃಶ್ಯಸೇ, ಕಿನ್ತು ತವ ಯೋಽಗೋಚರಃ ಪಿತಾ ತೇನೈವ ದೃಶ್ಯಸೇ, ತತ್ಕೃತೇ ನಿಜಶಿರಸಿ ತೈಲಂ ಮರ್ದ್ದಯ ವದನಞ್ಚ ಪ್ರಕ್ಷಾಲಯ;
18 ૧૮ એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાવ. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
ತೇನ ತವ ಯಃ ಪಿತಾ ಗುಪ್ತದರ್ಶೀ ಸ ಪ್ರಕಾಶ್ಯ ತುಭ್ಯಂ ಫಲಂ ದಾಸ್ಯತಿ|
19 ૧૯ પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.
ಅಪರಂ ಯತ್ರ ಸ್ಥಾನೇ ಕೀಟಾಃ ಕಲಙ್ಕಾಶ್ಚ ಕ್ಷಯಂ ನಯನ್ತಿ, ಚೌರಾಶ್ಚ ಸನ್ಧಿಂ ಕರ್ತ್ತಯಿತ್ವಾ ಚೋರಯಿತುಂ ಶಕ್ನುವನ್ತಿ, ತಾದೃಶ್ಯಾಂ ಮೇದಿನ್ಯಾಂ ಸ್ವಾರ್ಥಂ ಧನಂ ಮಾ ಸಂಚಿನುತ|
20 ૨૦ પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.
ಕಿನ್ತು ಯತ್ರ ಸ್ಥಾನೇ ಕೀಟಾಃ ಕಲಙ್ಕಾಶ್ಚ ಕ್ಷಯಂ ನ ನಯನ್ತಿ, ಚೌರಾಶ್ಚ ಸನ್ಧಿಂ ಕರ್ತ್ತಯಿತ್ವಾ ಚೋರಯಿತುಂ ನ ಶಕ್ನುವನ್ತಿ, ತಾದೃಶೇ ಸ್ವರ್ಗೇ ಧನಂ ಸಞ್ಚಿನುತ|
21 ૨૧ કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
ಯಸ್ಮಾತ್ ಯತ್ರ ಸ್ಥಾನೇ ಯುಷ್ಮಾಂಕ ಧನಂ ತತ್ರೈವ ಖಾನೇ ಯುಷ್ಮಾಕಂ ಮನಾಂಸಿ|
22 ૨૨ શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
ಲೋಚನಂ ದೇಹಸ್ಯ ಪ್ರದೀಪಕಂ, ತಸ್ಮಾತ್ ಯದಿ ತವ ಲೋಚನಂ ಪ್ರಸನ್ನಂ ಭವತಿ, ತರ್ಹಿ ತವ ಕೃತ್ಸ್ನಂ ವಪು ರ್ದೀಪ್ತಿಯುಕ್ತಂ ಭವಿಷ್ಯತಿ|
23 ૨૩ પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!
ಕಿನ್ತು ಲೋಚನೇಽಪ್ರಸನ್ನೇ ತವ ಕೃತ್ಸ್ನಂ ವಪುಃ ತಮಿಸ್ರಯುಕ್ತಂ ಭವಿಷ್ಯತಿ| ಅತಏವ ಯಾ ದೀಪ್ತಿಸ್ತ್ವಯಿ ವಿದ್ಯತೇ, ಸಾ ಯದಿ ತಮಿಸ್ರಯುಕ್ತಾ ಭವತಿ, ತರ್ಹಿ ತತ್ ತಮಿಸ್ರಂ ಕಿಯನ್ ಮಹತ್|
24 ૨૪ કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
ಕೋಪಿ ಮನುಜೋ ದ್ವೌ ಪ್ರಭೂ ಸೇವಿತುಂ ನ ಶಕ್ನೋತಿ, ಯಸ್ಮಾದ್ ಏಕಂ ಸಂಮನ್ಯ ತದನ್ಯಂ ನ ಸಮ್ಮನ್ಯತೇ, ಯದ್ವಾ ಏಕತ್ರ ಮನೋ ನಿಧಾಯ ತದನ್ಯಮ್ ಅವಮನ್ಯತೇ; ತಥಾ ಯೂಯಮಪೀಶ್ವರಂ ಲಕ್ಷ್ಮೀಞ್ಚೇತ್ಯುಭೇ ಸೇವಿತುಂ ನ ಶಕ್ನುಥ|
25 ૨૫ એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?
ಅಪರಮ್ ಅಹಂ ಯುಷ್ಮಭ್ಯಂ ತಥ್ಯಂ ಕಥಯಾಮಿ, ಕಿಂ ಭಕ್ಷಿಷ್ಯಾಮಃ? ಕಿಂ ಪಾಸ್ಯಾಮಃ? ಇತಿ ಪ್ರಾಣಧಾರಣಾಯ ಮಾ ಚಿನ್ತಯತ; ಕಿಂ ಪರಿಧಾಸ್ಯಾಮಃ? ಇತಿ ಕಾಯರಕ್ಷಣಾಯ ನ ಚಿನ್ತಯತ; ಭಕ್ಷ್ಯಾತ್ ಪ್ರಾಣಾ ವಸನಾಞ್ಚ ವಪೂಂಷಿ ಕಿಂ ಶ್ರೇಷ್ಠಾಣಿ ನ ಹಿ?
26 ૨૬ આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?
ವಿಹಾಯಸೋ ವಿಹಙ್ಗಮಾನ್ ವಿಲೋಕಯತ; ತೈ ರ್ನೋಪ್ಯತೇ ನ ಕೃತ್ಯತೇ ಭಾಣ್ಡಾಗಾರೇ ನ ಸಞ್ಚೀಯತೇಽಪಿ; ತಥಾಪಿ ಯುಷ್ಮಾಕಂ ಸ್ವರ್ಗಸ್ಥಃ ಪಿತಾ ತೇಭ್ಯ ಆಹಾರಂ ವಿತರತಿ|
27 ૨૭ ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકે છે?
ಯೂಯಂ ತೇಭ್ಯಃ ಕಿಂ ಶ್ರೇಷ್ಠಾ ನ ಭವಥ? ಯುಷ್ಮಾಕಂ ಕಶ್ಚಿತ್ ಮನುಜಃ ಚಿನ್ತಯನ್ ನಿಜಾಯುಷಃ ಕ್ಷಣಮಪಿ ವರ್ದ್ಧಯಿತುಂ ಶಕ್ನೋತಿ?
28 ૨૮ વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી.
ಅಪರಂ ವಸನಾಯ ಕುತಶ್ಚಿನ್ತಯತ? ಕ್ಷೇತ್ರೋತ್ಪನ್ನಾನಿ ಪುಷ್ಪಾಣಿ ಕಥಂ ವರ್ದ್ಧನ್ತೇ ತದಾಲೋಚಯತ| ತಾನಿ ತನ್ತೂನ್ ನೋತ್ಪಾದಯನ್ತಿ ಕಿಮಪಿ ಕಾರ್ಯ್ಯಂ ನ ಕುರ್ವ್ವನ್ತಿ;
29 ૨૯ તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
ತಥಾಪ್ಯಹಂ ಯುಷ್ಮಾನ್ ವದಾಮಿ, ಸುಲೇಮಾನ್ ತಾದೃಗ್ ಐಶ್ವರ್ಯ್ಯವಾನಪಿ ತತ್ಪುಷ್ಪಮಿವ ವಿಭೂಷಿತೋ ನಾಸೀತ್|
30 ૩૦ એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?
ತಸ್ಮಾತ್ ಕ್ಷದ್ಯ ವಿದ್ಯಮಾನಂ ಶ್ಚಃ ಚುಲ್ಲ್ಯಾಂ ನಿಕ್ಷೇಪ್ಸ್ಯತೇ ತಾದೃಶಂ ಯತ್ ಕ್ಷೇತ್ರಸ್ಥಿತಂ ಕುಸುಮಂ ತತ್ ಯದೀಶ್ಚರ ಇತ್ಥಂ ಬಿಭೂಷಯತಿ, ತರ್ಹಿ ಹೇ ಸ್ತೋಕಪ್ರತ್ಯಯಿನೋ ಯುಷ್ಮಾನ್ ಕಿಂ ನ ಪರಿಧಾಪಯಿಷ್ಯತಿ?
31 ૩૧ માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.
ತಸ್ಮಾತ್ ಅಸ್ಮಾಭಿಃ ಕಿಮತ್ಸ್ಯತೇ? ಕಿಞ್ಚ ಪಾಯಿಷ್ಯತೇ? ಕಿಂ ವಾ ಪರಿಧಾಯಿಷ್ಯತೇ, ಇತಿ ನ ಚಿನ್ತಯತ|
32 ૩૨ કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે.
ಯಸ್ಮಾತ್ ದೇವಾರ್ಚ್ಚಕಾ ಅಪೀತಿ ಚೇಷ್ಟನ್ತೇ; ಏತೇಷು ದ್ರವ್ಯೇಷು ಪ್ರಯೋಜನಮಸ್ತೀತಿ ಯುಷ್ಮಾಕಂ ಸ್ವರ್ಗಸ್ಥಃ ಪಿತಾ ಜಾನಾತಿ|
33 ૩૩ પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.
ಅತಏವ ಪ್ರಥಮತ ಈಶ್ವರೀಯರಾಜ್ಯಂ ಧರ್ಮ್ಮಞ್ಚ ಚೇಷ್ಟಧ್ವಂ, ತತ ಏತಾನಿ ವಸ್ತೂನಿ ಯುಷ್ಮಭ್ಯಂ ಪ್ರದಾಯಿಷ್ಯನ್ತೇ|
34 ૩૪ તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.
ಶ್ವಃ ಕೃತೇ ಮಾ ಚಿನ್ತಯತ, ಶ್ವಏವ ಸ್ವಯಂ ಸ್ವಮುದ್ದಿಶ್ಯ ಚಿನ್ತಯಿಷ್ಯತಿ; ಅದ್ಯತನೀ ಯಾ ಚಿನ್ತಾ ಸಾದ್ಯಕೃತೇ ಪ್ರಚುರತರಾ|

< માથ્થી 6 >