< માથ્થી 6 >
1 ૧ માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.
Kitaenyo a saan nga iti sangoanan dagiti tattao ti pangaramidanyo kadagiti nalinteg nga aramidyo tapno makitada, ta no saan, awanto ti gunggonayo manipud iti Amayo nga adda sadi langit.
2 ૨ માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
Isu a no mangtedkayo iti limos, saanyo a pagunien ti trumpeta iti sangoananyo kas iti ar-aramiden dagiti managinsisingpet kadagiti sinagoga ken kadagiti kalkalsada, tapno padayawan ida dagiti tatttao. Pudno, ibagak kadakayo, inawatdan ti gunggonada.
3 ૩ પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે,
Ngem no mangtedkayo iti limos, saanyo nga ipakaammo iti makannigid nga imayo no ania ti ar-aramiden ti makannawan nga imayo,
4 ૪ એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
tapno ti sagutyo ket maited a nalimed. Ket ti Amayo a makakita iti nalimed ket gunggonaannakayo.
5 ૫ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
Ket no agkararagkayo, saankayo koma a maipada kadagiti managinsisingpet, ta isuda pagay-ayatda ti agtakder ken agkararag idiay sinagoga ken kadagiti suli ti kalsada, tapno makita isuda dagiti tattao. Pudno, ibagak kadakayo, naawatdan ti gunggonada.
6 ૬ પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
Ngem dakayo, no agkararagkayo, sumrekkayo iti siledyo. Irikepyo ti ruangan, ket agkararagkayo iti Amayo nga adda iti nalimed. Ket ti Amayo a makakita iti nalimed ket gunggonaannakayo.
7 ૭ તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.
Ket no agkararagkayo, saankayo nga agkakararag a paulit-ulit nga awan serserbina a kas iti ar-aramiden dagiti Hentil, ta panpanunotenda a mabalinto a mangngegan ida gapu iti adu a sarsaritaenda.
8 ૮ એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.
Ngarud, saankayo a maipada kadakuada, ta ammo ti Amayo no ania dagiti banbanag a kasapulanyo sakbay a dawatenyo kenkuana.
9 ૯ માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.
Ngarud, agkakaragkayo a kas iti daytoy: 'Amami nga adda sadi langit, madaydayaw koma ti naganmo.
10 ૧૦ તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
Umay koma ti pagariam, matungpal koma ti pagayatam, ditoy daga a kas met iti langit.
11 ૧૧ દિવસની અમારી રોટલી આજ અમને આપો.
Itedmo kadakami ita ti tinapaymi iti inaldaw.
12 ૧૨ જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.
Pakawanennakami kadagiti utangmi, a kas met iti panangpakawanmi kadagiti nakautang kadakami.
13 ૧૩ અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
Ket saannakami nga ipan iti sulisog, ngem isalakannakami manipud iti managdakdakes.'
14 ૧૪ કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.
Ta no pakawanenyo dagiti tattao iti naglabsinganda, ti Amayo nga adda sadi langit ket pakawanennakayto met.
15 ૧૫ પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.
Ngem no saanyo a pakawanen dagiti naglabsinganda, saanto met pakawanen ti Amayo dagiti naglabsinganyo.
16 ૧૬ વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
Kanayonanna pay, no kasta nga agayunarkayo, saan koma a naladingit ti rupayo a kas iti ar-aramiden dagiti managinsisingpet, ta agruppangetda tapno kasla agay-ayunarda iti panagkita dagiti tattao. Pudno, ibagak kadakayo, naawatdan ti gunggonada.
17 ૧૭ પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ,
Ngem dakayo, no kasta nga agayunarkayo, sapsapuanyo ti uloyo ken agdiram-uskayo.
18 ૧૮ એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાવ. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
Tapno saankayo a kasla agay-ayunar iti panagkita dagiti tattao, ket ti Amayo a makakita iti nalimed ket gunggonaannakayo.
19 ૧૯ પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.
Saanyo nga iyurnongan dagiti bagbagiyo kadagiti kinabaknang ditoy daga, no sadino ket dadaelen ti insekto ken lati, ken no sadino ket serken ken takawen dagiti agtatakaw.
20 ૨૦ પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.
Ngem ketdi, agurnongkayo iti kinabaknang idiay langit, sadiay ket saan a makadadael ti insekto ken lati, ken sadiay ket saan a makaserrek ken agtakaw dagiti agtatakaw.
21 ૨૧ કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
Ta no sadino ti ayan ti kinabaknangyo, adda met sadiay ti pusoyo.
22 ૨૨ શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
Ti mata ket isu ti silaw ti bagi. Ngarud, no nasayaat ti matayo, ti sibubukel a bagi ket napnoan iti lawag.
23 ૨૩ પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!
Ngem no saan a nasayaat ti matayo, ti sibubukel a bagiyo ket napnoan iti kinasipnget. Ngarud, no ti lawag nga adda kadakayo ket kinasipnget gayam, anian a nagkaro dayta a kinasipnget!
24 ૨૪ કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
Awan ti makapagserbi iti dua nga amo, ta no kasta, mabalin a guraenna ti maysa ket ayatenna ti maysa, ta no saan, napudno iti maysa ket umsienna ti maysa. Saankayo a makapagserbi iti Dios ken iti kinabaknang.
25 ૨૫ એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?
Ngarud ibagak kadakayo, saanyo a pakadanagan ti maipanggep iti biagyo, no anianto ti kanenyo wenno no anianto ti inumenyo — wenno ti maipanggep iti bagiyo, no anianto ti ikawesyo. Ta saan aya a napatpateg ti biag ngem ti taraon, ken napatpateg ti bagi ngem dagiti kawes?
26 ૨૬ આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?
Kitaenyo dagiti billit iti tangatang. Saanda nga agmula wenno agapit wenno agipenpen kadagiti kamalig, ngem tartaraonan ida ti Amayo nga adda sadi langit. Saan kadi a napatpategkayo ngem kadakuada?
27 ૨૭ ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકે છે?
Ket siasino kadakayo ti makapaatiddog iti biagna iti maysa a kasiko babaen iti panagdandanagna?
28 ૨૮ વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી.
Apay a pakadanaganyo ti maipapan iti pagkawesyo? Panunotenyo dagiti lirio kadagiti tay-ak, no kasanoda a dumakkel. Saanda nga agtrabaho, ken saanda nga agabel iti lupot.
29 ૨૯ તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
Ngem ibagak kadakayo, uray ni Solomon iti amin a dayagna, ket saan a nakawesan a kas iti maysa kadagitoy.
30 ૩૦ એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?
No kawkawesan ti Dios dagiti ruot kadagiti kataltalonan, a tumaud ita ken inton bigat ket maipuruak iti urno, saan aya nga ad-adda pay a kawesannakayo, dakayo a bassit ti pammatina?
31 ૩૧ માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.
Ngarud, saankayo nga agdanag ket kunaen, 'Anianto ti kanenmi?' wenno, 'Anianto ti inumenmi?' wenno, 'Anianto ti lupot a pagkawesmi?'
32 ૩૨ કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે.
Ta dagiti Hentil ket sapsapulenda dagitoy a banbanag, ket ti Amayo nga adda sadi langit ket ammona a kasapulanyo dagitoy.
33 ૩૩ પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.
Ngem birukenyo nga umuna ti pagarian ti Dios ken ti kinalintegna ket amin dagitoy a banbanag ket maitedto kadakayo.
34 ૩૪ તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.
Ngarud, saanyo a pakadanagan ti usarenyo iti sumaruno nga aldaw, ta ti sumaruno nga aldaw pakadanagannanto ti bagbagina. Iti tumunggal aldaw ket addaan iti umdas a pakariribukanna.