< માથ્થી 5 >
1 ૧ ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા.
ⲁ̅ⲛⲧⲉⲣⲉϥⲛⲁⲩ ⲇⲉ ⲉⲙⲙⲏⲏϣⲉ ⲁϥⲁⲗⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙⲡⲧⲟⲟⲩ. ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲉϥϩⲙⲟⲟⲥ ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲉⲣⲟϥ ⲛϭⲓⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ.
2 ૨ તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.
ⲃ̅ⲁϥⲟⲩⲱⲛ ⲉⲣⲱϥ ⲁϥϯⲥⲃⲱ ⲛⲁⲩ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ.
3 ૩ “આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
ⲅ̅ϫⲉ ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛϩⲏⲕⲉ ϩⲙⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ϫⲉ ⲧⲱⲟⲩ ⲧⲉ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ.
4 ૪ જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.
ⲇ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲧⲣϩⲃⲃⲉ ϫⲉ ⲛⲧⲟⲟⲩ ⲛⲉⲧⲟⲩⲛⲁⲥⲡⲥⲱⲡⲟⲩ.
5 ૫ જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે.
ⲉ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲣⲙⲣⲁϣ ϫⲉ ⲛⲧⲟⲟⲩ ⲛⲉⲧⲛⲁⲕⲗⲏⲣⲟⲛⲟⲙⲉⲓ ⲙⲡⲕⲁϩ.
6 ૬ જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.
ⲋ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲧϩⲕⲁⲉⲓⲧ ⲉⲧⲟⲃⲉ ⲛⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ϫⲉ ⲛⲧⲟⲟⲩ ⲛⲉⲧⲛⲁⲥⲉⲓ.
7 ૭ દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે.
ⲍ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲛⲁⲏⲧ ϫⲉ ⲛⲧⲟⲟⲩ ⲛⲉⲧⲟⲩⲛⲁⲛⲁ ⲛⲁⲩ.
8 ૮ મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
ⲏ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ϩⲙⲡⲉⲩϩⲏⲧ ϫⲉ ⲛⲧⲟⲟⲩ ⲛⲉⲧⲛⲁⲛⲁⲩ ⲉⲡⲛⲟⲩⲧⲉ.
9 ૯ સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે.
ⲑ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲣⲉϥⲣⲉⲓⲣⲏⲛⲏ ϫⲉ ⲛⲧⲟⲟⲩ ⲛⲉⲧⲟⲩⲛⲁⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲟⲩ ϫⲉ ⲛϣⲏⲣⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ.
10 ૧૦ ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
ⲓ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲧⲁⲩⲡⲱⲧ ⲛⲥⲱⲟⲩ ⲉⲧⲃⲉⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ϫⲉ ⲧⲱⲟⲩ ⲧⲉ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ.
11 ૧૧ જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો.
ⲓ̅ⲁ̅ⲛⲁⲓⲁⲧⲧⲏⲩⲧⲛ ⲉⲩϣⲁⲛⲛⲉϭⲛⲉϭⲧⲏⲩⲧⲛ. ⲛⲥⲉⲡⲱⲧ ⲛⲥⲱⲧⲛ. ⲛⲥⲉϫⲉϩⲱⲃ ⲛⲓⲙ ⲉⲑⲟⲟⲩ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲱⲧⲛ ⲉⲩϫⲓϭⲟⲗ ⲉⲣⲱⲧⲛ ⲉⲧⲃⲏⲏⲧ.
12 ૧૨ તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા.
ⲓ̅ⲃ̅ⲣⲁϣⲉ ⲛⲧⲉⲧⲛⲧⲉⲗⲏⲗ ϫⲉ ⲡⲉⲧⲛⲃⲉⲕⲉ ⲛⲁϣⲱϥ ϩⲣⲁⲓ ϩⲛⲙⲡⲏⲩⲉ. ⲧⲁⲓ ⲅⲁⲣ ⲧⲉ ⲑⲉ ⲛⲧⲁⲩⲡⲱⲧ ⲛⲥⲁⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲉⲧϩⲁⲧⲉⲧⲛϩⲏ.
13 ૧૩ તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી.
ⲓ̅ⲅ̅ⲛⲧⲱⲧⲛ ⲡⲉ ⲡⲉϩⲙⲟⲩ ⲙⲡⲕⲁϩ. ⲉⲣϣⲁⲛⲡⲉϩⲙⲟⲩ ⲇⲉ ⲃⲁⲁⲃⲉ ⲉⲩⲛⲁⲙⲟⲗϩϥ ⲛⲟⲩ. ⲙⲉϥⲣϣⲁⲩ ⲛⲗⲁⲁⲩ ⲛⲥⲁⲛⲟϫϥ ⲉⲃⲟⲗ ⲛⲥⲉϩⲟⲙϥ ϩⲓⲧⲛⲛⲉⲣⲱⲙⲉ.
14 ૧૪ તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.
ⲓ̅ⲇ̅ⲛⲧⲱⲧⲛ ⲡⲉ ⲡⲟⲩⲟⲉⲓⲛ ⲙⲡⲕⲟⲥⲙⲟⲥ. ⲙⲛϣϭⲟⲙ ⲛⲟⲩⲡⲟⲗⲓⲥ ⲉϩⲱⲡ ⲉⲥⲕⲏ ⲉϩⲣⲁⲓ ϩⲓϫⲛⲟⲩⲧⲟⲟⲩ.
15 ૧૫ દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે.
ⲓ̅ⲉ̅ⲟⲩⲇⲉ ⲙⲉⲩϫⲉⲣⲉⲟⲩϩⲏⲃⲥ ⲛⲥⲉⲕⲁⲁϥ ϩⲁⲟⲩϣⲓ. ⲁⲗⲗⲁ ⲛϣⲁⲩⲕⲁⲁϥ ϩⲓϫⲛⲧⲗⲩⲭⲛⲓⲁ ⲛϥⲣⲟⲩⲟⲉⲓⲛ ⲉⲛⲉⲧϣⲟⲟⲡ ⲧⲏⲣⲟⲩ ϩⲙⲡⲏⲓ.
16 ૧૬ તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.
ⲓ̅ⲋ̅ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲙⲁⲣⲉϥⲣⲟⲩⲟⲉⲓⲛ ⲛϭⲓⲡⲉⲧⲛⲟⲩⲟⲉⲛ ⲙⲡⲉⲙⲧⲟ ⲉⲃⲟⲗ ⲛⲛⲉⲣⲱⲙⲉ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉⲛⲁⲩ ⲉⲛⲉⲧⲛϩⲃⲏⲩⲉ ⲉⲧⲛⲁⲛⲟⲩⲟⲩ ⲛⲥⲉϯⲉⲟⲟⲩ ⲙⲡⲉⲧⲛⲉⲓⲱⲧ ⲉⲧϩⲛⲙⲡⲏⲩⲉ.
17 ૧૭ એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.
ⲓ̅ⲍ̅ⲙⲡⲣⲱϣ ϫⲉ ⲛⲧⲁⲓⲉⲓ ⲉⲕⲁⲧⲁⲗⲩ ⲙⲡⲛⲟⲙⲟⲥ ⲏ ⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ. ⲛⲧⲁⲓⲉⲓ ⲁⲛ ⲉⲕⲁⲧⲁⲗⲩ ⲙⲙⲟⲟⲩ ⲁⲗⲗⲁ ⲉϫⲟⲕⲟⲩ ⲉⲃⲟⲗ.
18 ૧૮ કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.
ⲓ̅ⲏ̅ϩⲁⲙⲏⲛ ⲅⲁⲣ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ. ϫⲉ ϣⲁⲛⲧⲉⲧⲡⲉ ⲡⲁⲣⲁⲅⲉ ⲙⲛⲡⲕⲁϩ ⲟⲩⲓⲱⲧⲁ ⲛⲟⲩⲱⲧ. ⲏ ⲟⲩϣⲱⲗϩ ⲛⲟⲩⲱⲧ ⲛⲛⲉⲩⲥⲉⲓⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲙⲡⲛⲟⲙⲟⲥ ϣⲁⲛⲧⲟⲩϣⲱⲡⲉ ⲧⲏⲣⲟⲩ.
19 ૧૯ એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે.
ⲓ̅ⲑ̅ⲡⲉⲧⲛⲁⲃⲱⲗ ϭⲉ ⲉⲃⲟⲗ ⲛⲟⲩⲉⲓ ⲛⲛⲉⲓⲉⲛⲧⲟⲗⲏ ⲉⲧⲥⲟⲃⲕ ⲛϥϯⲥⲃⲱ ⲛⲛⲣⲱⲙⲉ ⲛⲧⲉⲓϩⲉ. ⲥⲉⲛⲁⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡⲉⲗⲁⲭⲓⲥⲧⲟⲥ ϩⲛⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ. ⲡⲉⲧⲛⲁⲁⲁⲩ ⲇⲉ ⲁⲩⲱ ⲛϥϯⲥⲃⲱ ⲛϩⲏⲧⲟⲩ. ⲡⲁⲓ ⲥⲉⲛⲁⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡⲛⲟϭ ϩⲛⲧⲙⲛⲧⲣⲣⲟ ⲙⲡⲛⲟⲩⲧⲉ.
20 ૨૦ કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.
ⲕ̅ϯϫⲱ ⲅⲁⲣ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ. ϫⲉ ⲉⲥϣⲁⲛⲧⲙⲣϩⲟⲩⲟ ⲛϭⲓⲧⲉⲧⲛⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲛϩⲟⲩⲟ ⲉⲧⲁⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲙⲛⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲛⲛⲉⲧⲛⲃⲱⲕ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ.
21 ૨૧ ‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.
ⲕ̅ⲁ̅ⲁⲧⲉⲧⲛⲥⲱⲧⲙ ϫⲉ ⲁⲩϫⲟⲟⲥ ⲛⲛⲁⲣⲭⲁⲓⲟⲥ ϫⲉ ⲛⲛⲉⲕϩⲱⲧⲃ. ⲡⲉⲧⲛⲁϩⲱⲧⲃ ⲇⲉ ϥⲟ ⲛⲉⲛⲟⲭⲟⲥ ⲉⲧⲉⲕⲣⲓⲥⲓⲥ.
22 ૨૨ પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે. (Geenna )
ⲕ̅ⲃ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲛⲁⲛⲟⲩϭⲥ ⲉⲡⲉϥⲥⲟⲛ ⲉⲓⲕⲏ ϥⲟ ⲛⲉⲛⲟⲭⲟⲥ ⲉⲧⲉⲕⲣⲓⲥⲓⲥ. ⲡⲉⲧⲛⲁϫⲟⲟⲥ ⲙⲡⲉϥⲥⲟⲛ ϫⲉ ⲕϣⲟⲩⲉⲓⲧ ϥⲟ ⲛⲉⲛⲟⲭⲟⲥ ⲉⲡⲥⲩⲛϩⲉⲇⲣⲓⲟⲛ. ⲡⲉⲧⲛⲁϫⲟⲟⲥ ϫⲉ ⲡⲥⲟϭ ϥⲟ ⲛⲉⲛⲟⲭⲟⲥ ⲉⲧⲅⲉϩⲉⲛⲛⲁ ⲛⲥⲁⲧⲉ. (Geenna )
23 ૨૩ એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે,
ⲕ̅ⲅ̅ⲉϣⲱⲡⲉ ⲇⲉ ⲉⲕϣⲁⲛⲉⲓ ⲉⲕⲛⲁⲧⲁⲗⲟ ⲙⲡⲉⲕⲇⲱⲣⲟⲛ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙⲡⲉⲑⲩⲥⲓⲁⲥⲧⲏⲣⲓⲟⲛ. ⲛⲅⲣⲡⲙⲉⲉⲩⲉ ⲙⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ϫⲉ ⲟⲩⲛⲧⲉⲡⲉⲕⲥⲟⲛ ⲟⲩϩⲱⲃ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲟⲕ.
24 ૨૪ તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
ⲕ̅ⲇ̅ⲕⲱ ⲙⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ⲙⲡⲉⲕⲇⲱⲣⲟⲛ ϩⲓⲑⲏ ⲙⲡⲉⲑⲩⲥⲓⲁⲥⲧⲏⲣⲓⲟⲛ ⲛⲅⲃⲱⲕ ⲛϣⲟⲣⲡ ⲛⲅϩⲱⲧⲡ ⲙⲛⲡⲉⲕⲥⲟⲛ. ⲧⲟⲧⲉ ⲛⲅⲉⲓ ⲛⲅⲧⲁⲗⲟ ⲉϩⲣⲁⲓ ⲙⲡⲉⲕⲇⲱⲣⲟⲛ.
25 ૨૫ જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે.
ⲕ̅ⲉ̅ϣⲱⲡⲉ ⲉⲕⲟⲩⲱⲱⲙⲉ ⲙⲙⲟⲕ ⲙⲛⲡⲉⲧϫⲓϩⲁⲡ ⲛⲙⲙⲁⲕ ϩⲛⲟⲩϭⲉⲡⲏ. ⲉⲛϩⲟⲥⲟⲛ ⲕϣⲟⲟⲡ ⲛⲙⲙⲁϥ ϩⲓⲧⲉϩⲓⲏ. ⲙⲏⲡⲟⲧⲉ ⲛⲧⲉⲡⲉⲧϫⲓϩⲁⲡ ⲛⲙⲙⲁⲕ ⲧⲁⲁⲕ ⲉⲧⲟⲟⲧϥ ⲙⲡⲣⲉϥϯϩⲁⲡ. ⲛⲧⲉⲡⲣⲉϥϯϩⲁⲡ ⲧⲁⲁⲕ ⲉⲧⲟⲟⲧϥ ⲙⲡϩⲩⲡⲉⲣⲉⲧⲏⲥ. ⲛⲥⲉⲛⲟϫⲕ ⲉⲡⲉϣⲧⲉⲕⲟ.
26 ૨૬ ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.
ⲕ̅ⲋ̅ϩⲁⲙⲏⲛ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁⲕ ϫⲉ ⲛⲛⲉⲕⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲙⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ϣⲁⲛⲧⲉⲕϯ ⲙⲡϩⲁⲉ ⲛⲕⲟⲛⲇⲣⲁⲛⲧⲏⲥ.
27 ૨૭ ‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે.
ⲕ̅ⲍ̅ⲁⲧⲉⲧⲛⲥⲱⲧⲙ ϫⲉ ⲁⲩϫⲟⲟⲥ ϫⲉ ⲛⲛⲉⲕⲣⲛⲟⲉⲓⲕ.
28 ૨૮ પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે.
ⲕ̅ⲏ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲛⲁϭⲱϣⲧ ⲛⲥⲁⲟⲩⲥϩⲓⲙⲉ ⲉⲉⲡⲉⲓⲑⲩⲙⲉⲓ ⲉⲣⲟⲥ. ⲁϥⲟⲩⲱ ⲉϥⲣⲛⲟⲉⲓⲕ ⲉⲣⲟⲥ ϩⲙⲡⲉϥϩⲏⲧ.
29 ૨૯ જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna )
ⲕ̅ⲑ̅ⲉϣϫⲉⲡⲉⲕⲃⲁⲗ ⲇⲉ ⲛⲟⲩⲛⲁⲙ ⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲙⲙⲟⲕ. ⲡⲟⲣⲕϥ ⲛⲅⲛⲟϫϥ ⲛⲥⲁⲃⲟⲗ ⲙⲙⲟⲕ. ⲥⲉⲣⲛⲟϥⲣⲉ ⲅⲁⲣ ⲛⲁⲕ ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϩⲉ ⲉⲃⲟⲗ ⲛϭⲓⲟⲩⲁ ⲛⲛⲉⲕⲙⲉⲗⲟⲥ. ⲛⲥⲉⲧⲙⲛⲟⲩϫⲉ ⲙⲡⲉⲕⲥⲱⲙⲁ ⲧⲏⲣϥ ⲉⲧⲅⲉϩⲉⲛⲛⲁ ⲛⲥⲁⲧⲉ. (Geenna )
30 ૩૦ જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. (Geenna )
ⲗ̅ⲁⲩⲱ ⲉϣϫⲉⲧⲉⲕϭⲓϫ ⲛⲟⲩⲛⲁⲙ ⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲙⲙⲟⲕ ⲥⲟⲗⲡⲥ ⲛⲅⲛⲟϫⲥ ⲥⲁⲃⲟⲗ ⲙⲙⲟⲕ. ⲥⲉⲣⲛⲟϥⲣⲉ ⲅⲁⲣ ⲛⲁⲕ ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϩⲉ ⲉⲃⲟⲗ ⲛϭⲓⲟⲩⲁ ⲛⲛⲉⲕⲙⲉⲗⲟⲥ. ⲛⲥⲉⲧⲙⲛⲟⲩϫⲉ ⲙⲡⲉⲕⲥⲱⲙⲁ ⲧⲏⲣϥ ⲉⲧⲅⲉϩⲉⲛⲛⲁ. (Geenna )
31 ૩૧ ‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું.
ⲗ̅ⲁ̅ⲁⲩϫⲟⲟⲥ ⲇⲉ ϫⲉ ⲡⲉⲧⲛⲁⲛⲟⲩϫⲉ ⲉⲃⲟⲗ ⲛⲧⲉϥⲥϩⲓⲙⲉ ⲙⲁⲣⲉϥϯ ⲛⲁⲥ ⲛⲟⲩϫⲱⲱⲙⲉ ⲛⲧⲟⲩⲉⲓⲟ.
32 ૩૨ પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
ⲗ̅ⲃ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲡⲉⲧⲛⲁⲛⲟⲩϫⲉ ⲉⲃⲟⲗ ⲛⲧⲉϥⲥϩⲓⲙⲉ ⲁϫⲛϣⲁϫⲉ ⲙⲡⲟⲣⲛⲓⲁ. ϥⲛⲁⲧⲣⲉⲩⲣⲛⲟⲉⲓⲕ ⲉⲣⲟⲥ. ⲁⲩⲱ ⲡⲉⲧⲛⲁϩⲙⲟⲟⲥ ⲙⲛⲟⲩⲉⲓ ⲉⲁⲡⲉⲥϩⲁⲓ ⲛⲟϫⲥ ⲉⲃⲟⲗ ϥⲟ ⲛⲛⲟⲉⲓⲕ.
33 ૩૩ વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
ⲗ̅ⲅ̅ⲁⲧⲉⲧⲛⲥⲱⲧⲙ ⲟⲛ ϫⲉ ⲁⲩϫⲟⲟⲥ ϩⲛⲛⲁⲣⲭⲁⲓⲟⲥ ϫⲉ ⲛⲛⲉⲕⲱⲣⲕ ⲛⲛⲟⲩϫ ⲉⲕⲉϯ ⲇⲉ ⲛⲛⲉⲕⲁⲛⲁⲩϣ ⲙⲡϫⲟⲉⲓⲥ.
34 ૩૪ પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે;
ⲗ̅ⲇ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ. ϫⲉ ⲙⲡⲣⲱⲣⲕ ⲛⲗⲁⲁⲩ. ⲙⲡⲣⲱⲣⲕ ⲛⲧⲡⲉ ϫⲉ ⲡⲉⲑⲣⲟⲛⲟⲥ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉ.
35 ૩૫ પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.
ⲗ̅ⲉ̅ⲟⲩⲇⲉ ⲙⲡⲣⲱⲣⲕ ⲙⲡⲕⲁϩ ϫⲉ ⲡϩⲩⲡⲟⲡⲟⲇⲓⲟⲛ ⲛⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲡⲉ. ⲟⲩⲇⲉ ⲙⲡⲣⲱⲣⲕ ⲛⲑⲓⲉⲣⲟⲥⲟⲗⲩⲙⲁ ϫⲉ ⲧⲡⲟⲗⲓⲥ ⲙⲡⲛⲟϭ ⲛⲣⲣⲟ ⲧⲉ.
36 ૩૬ તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી.
ⲗ̅ⲋ̅ⲟⲩⲇⲉ ⲙⲡⲣⲱⲣⲕ ⲛⲧⲉⲕⲁⲡⲉ ϫⲉ ⲙⲛϣϭⲟⲙ ⲙⲙⲟⲕ ⲉⲧⲣⲉⲟⲩⲃⲱ ⲛⲟⲩⲱⲧ ⲟⲩⲃⲁϣ. ⲏ ⲛϥⲕⲙⲟⲙ.
37 ૩૭ પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.
ⲗ̅ⲍ̅ⲙⲁⲣⲉⲡⲉⲧⲛϣⲁϫⲉ ⲇⲉ ϣⲱⲡⲉ ⲛⲥⲉ ⲛⲥⲉ. ⲁⲩⲱ ⲙⲙⲟⲛⲛⲙⲙⲟⲛ. ⲡⲉϩⲟⲩⲟ ⲇⲉ ⲛⲛⲁⲓ ⲟⲩⲉⲃⲟⲗ ϩⲙⲡⲡⲟⲛⲏⲣⲟⲥ ⲡⲉ.
38 ૩૮ ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
ⲗ̅ⲏ̅ⲁⲧⲉⲧⲛⲥⲱⲧⲙ ϫⲉ ⲁⲩϫⲟⲟⲥ ϫⲉ ⲟⲩⲃⲁⲗ ⲉⲡⲙⲁ ⲛⲟⲩⲃⲁⲗ ⲟⲩⲟϩⲃⲉ ⲉⲡⲙⲁ ⲛⲟⲩⲟϩⲃⲉ.
39 ૩૯ પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.
ⲗ̅ⲑ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ. ϫⲉ ⲙⲡⲣⲁϩⲉⲣⲁⲧⲧⲏⲩⲧⲛ ⲟⲩⲃⲉⲡⲡⲉⲑⲟⲟⲩ. ⲁⲗⲗⲁ ⲡⲉⲧⲛⲁⲣⲁϩⲧⲕ ⲉⲧⲉⲕⲟⲩⲟϭⲉ ⲛⲟⲩⲛⲁⲙ. ⲕⲧⲟ ⲉⲣⲟϥ ⲛⲧⲕⲉⲧⲉ.
40 ૪૦ જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે.
ⲙ̅ⲁⲩⲱ ⲡⲉⲧⲟⲩⲱϣ ⲉϫⲓϩⲁⲡ ⲛⲙⲙⲁⲕ ⲉϥⲓ ⲛⲧⲉⲕϣⲧⲏⲛ ⲕⲱ ⲉⲃⲟⲗ ⲛⲥⲱϥ ⲙⲡⲉⲕⲕⲉϩⲟⲓⲧⲉ.
41 ૪૧ જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા.
ⲙ̅ⲁ̅ⲡⲉⲧⲛⲁⲕⲟⲟⲃⲉⲕ ⲛⲟⲩⲕⲟⲧ ⲃⲱⲕ ⲛⲙⲙⲁϥ ⲛⲥⲛⲁⲩ.
42 ૪૨ જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.
ⲙ̅ⲃ̅ⲡⲉⲧⲁⲓⲧⲉⲓ ⲙⲙⲟⲕ ϯ ⲛⲁϥ. ⲁⲩⲱ ⲡⲉⲧⲟⲩⲱϣ ⲉϫⲓ ⲛⲧⲟⲟⲧⲕ ⲙⲡⲣⲕⲧⲟϥ ⲛⲥⲁⲃⲟⲗ ⲙⲙⲟⲕ.
43 ૪૩ ‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે.
ⲙ̅ⲅ̅ⲁⲧⲉⲧⲛⲥⲱⲧⲙ ϫⲉ ⲁⲩϫⲟⲟⲥ ϫⲉ ⲉⲕⲉⲙⲉⲣⲉⲡⲉⲧϩⲓⲧⲟⲩⲱⲕ ⲛⲅⲙⲉⲥⲧⲉⲛⲉⲕϫⲁϫⲉ.
44 ૪૪ પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો,
ⲙ̅ⲇ̅ⲁⲛⲟⲕ ⲇⲉ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ. ϫⲉ ⲙⲉⲣⲉⲛⲉⲧⲛϫⲓⲛϫⲉⲉⲩⲉ. ⲛⲧⲉⲧⲛϣⲗⲏⲗ ⲉϫⲛⲛⲉⲧⲡⲏⲧ ⲛⲥⲁⲧⲏⲩⲧⲛ.
45 ૪૫ એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકલે છે.
ⲙ̅ⲉ̅ϫⲉⲕⲁⲥ ⲉⲧⲉⲧⲛⲉϣⲱⲡⲉ ⲛϣⲏⲣⲉ ⲙⲡⲉⲧⲛⲉⲓⲱⲧ ⲉⲧϩⲛⲙⲡⲏⲩⲉ. ϫⲉ ϥⲧⲣⲉⲡⲉϥⲣⲏ ϣⲁ ⲉϫⲛⲛⲁⲅⲁⲑⲟⲥ ⲙⲛⲙⲡⲟⲛⲏⲣⲟⲥ. ⲁⲩⲱ ϥϩⲱⲟⲩ ⲉϫⲛⲛⲇⲓⲕⲁⲓⲟⲥ ⲙⲛⲛⲣⲉϥϫⲓ ⲛϭⲟⲛⲥ.
46 ૪૬ કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?
ⲙ̅ⲋ̅ⲉⲧⲉⲧⲛϣⲁⲛⲙⲉⲣⲉⲛⲉⲧⲙⲉ ⲅⲁⲣ ⲙⲙⲱⲧⲛ. ⲁϣ ⲡⲉ ⲡⲉⲧⲛⲃⲉⲕⲉ ⲉⲧⲉⲩⲛⲧⲏⲧⲛϥ. ⲛⲧⲉⲗⲱⲛⲏⲥ ⲛⲧⲟⲟⲩ ⲉⲓⲣⲉ ⲁⲛ ⲛⲧⲉⲓϩⲉ.
47 ૪૭ જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં?
ⲙ̅ⲍ̅ⲁⲩⲱ ⲉⲧⲉⲧⲛϣⲁⲛⲁⲥⲡⲁⲍⲉ ⲛⲛⲉⲧⲛⲉⲣⲏⲩ ⲙⲙⲁⲧⲉ ⲟⲩ ⲡⲉ ⲡⲉϩⲟⲩⲟ ⲉⲧⲉⲧⲛⲉⲓⲣⲉ ⲙⲙⲟϥ. ⲛⲕⲉϩⲉⲑⲛⲟⲥ ⲛⲧⲟⲟⲩ ⲉⲓⲣⲉ ⲁⲛ ⲙⲡⲁⲓ.
48 ૪૮ એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.
ⲙ̅ⲏ̅ϣⲱⲡⲉ ϭⲉ ⲛⲧⲱⲧⲛ ⲛⲧⲉⲗⲓⲟⲥ ⲛⲑⲉ ⲙⲡⲉⲧⲛⲉⲓⲱⲧ ⲉⲧϩⲛⲙⲡⲏⲩⲉ ⲉⲩⲧⲉⲗⲓⲟⲥ ⲡⲉ.