< માથ્થી 4 >
1 ૧ પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.
Apre sa, Lespri Sen an te mennen Jésus nan savann nan pou L ta kapab tante pa Satan.
2 ૨ ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.
Lè Li te fin fè jèn karant jou avèk karant nwit lan, Li te grangou.
3 ૩ પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”
Konsa, Tantatè a te parèt, e te di Li: “Si Ou se Fis Bondye a, kòmande wòch sa yo vin pen.”
4 ૪ પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’”
Men Li te reponn li e te di l: “Sa ekri Lòm pa pou viv sèlman pa pen, men pa chak mo ki sòti nan bouch Bondye”.
5 ૫ ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભા રાખ્યા,
Apre sa, Satan te mennen Li antre nan vil sen, Jérusalem nan. Li te fè L kanpe sou pi wo pwent tanp lan.
6 ૬ અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.”
Konsa, li te di Li: “Si Ou menm se Fis Bondye a, jete kò Ou anba, paske sa ekri: ‘L ap bay zanj Li yo lòd de Ou menm, e ‘ak men yo, y ap bay Ou soutyen pou ke Ou pa ta menm frape pye Ou kont yon wòch’”.
7 ૭ ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’
Jésus te di l: “Anplis sa ekri: ‘Ou pa pou tante Senyè a, Bondye Ou a’”.
8 ૮ ફરીથી શેતાન તેમને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યા.
Ankò dyab la te mennen Li nan yon mòn wo e te montre Li tout wayòm nan mond lan, avèk tout glwa yo.
9 ૯ અને તેમને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”
Li te di Li: “Tout bagay sa yo, mwen va bay Ou yo si Ou pwostène pou adore mwen.”
10 ૧૦ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’”
Konsa, Jésus te di li: “Soti la Satan! Paske sa ekri: ‘Ou va adore Senyè a, Bondye ou a, e sèvi Li menm sèl’”.
11 ૧૧ ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
Konsa, dyab la te kite Li, e lapoula, zanj yo te vini sèvi Li.
12 ૧૨ યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.
Alò lè Jésus te tande ke Jean te arete, Li te retire kò li pou L antre Galilée.
13 ૧૩ પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.
Lè Li kite Nazareth, Li te vin rete Capernanüm, toupre lanmè a, nan zòn Zabulon avèk Nephtali.
14 ૧૪ એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,
Sa te fèt pou akonpli sa ke pwofèt Esaïe te pale lè li te di:
15 ૧૫ “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ!
“Peyi Zabulon ak peyi Nephtali, toupre lanmè a, lòtbò Jourdain an, Galilée ki pou payen yo”
16 ૧૬ જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”
“Pèp la ki te chita nan tenèb la te wè yon gwo limyè; e sila yo ki te chita nan peyi lonbraj lanmò a, sou yo menm yon limyè te vin parèt.”
17 ૧૭ ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
Depi lè sa a, Jésus te kòmanse preche. Li te di: “Repanti, paske wayòm syèl la pwòch.”
18 ૧૮ ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.
Alò pandan Jésus t ap mache sou kote lanmè Galilée a, Li te wè de frè yo, Simon, ke yo rele Pierre, ak André, frè li. Yo t ap voye yon filè nan lanmè a, paske se moun lapèch yo te ye.
19 ૧૯ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’
Li te di yo: “Swiv Mwen e M ap fè nou vin fè lapèch moun.”
20 ૨૦ તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
Lapoula, yo te kite filè yo pou yo te swiv Li.
21 ૨૧ ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તેમણે તેઓને બોલાવ્યા,
Lè Li te vin ale pi lwen, Li te wè de lòt frè, Jacques fis a Zébédé avèk Jean, frè li. Yo te nan kannòt la avèk Zébédé, papa yo. Yo t ap repare filè yo. Li te rele yo.
22 ૨૨ અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
Imedyatman, yo te kite kannòt la avèk papa yo pou yo te swiv Li.
23 ૨૩ ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.
Jésus t ap prale toupatou nan tout Galilée. Li t ap enstwi nan sinagòg yo pou pwoklame bòn nouvèl wayòm nan, e Li t ap fè gerizon tout kalite maladi pami pèp la.
24 ૨૪ ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.
Nouvèl Li te gaye toupatou nan peyi Syrie. Yo te pote bay Li tout sila ki te gen maladi avèk tout kalite doulè yo, sila ki te gen move lespri yo, sila ki te fè gwo kriz, ki te vin paralize yo, e Li te geri yo.
25 ૨૫ ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.
Gran foul la te swiv Li soti Galilée, Decapolis, Jérusalem avèk Judée e rive jis lòtbò Jourdain an.