< માથ્થી 28 >
1 ૧ વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.
А по вечеру суботном на освитак првог дана недеље дође Марија Магдалина и друга Марија да огледају гроб.
2 ૨ ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
И гле, земља се затресе врло; јер анђео Господњи сиђе с неба, и приступивши одвали камен од врата гробних и сеђаше на њему.
3 ૩ તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.
А лице његово беше као муња, и одело његово као снег.
4 ૪ તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.
И од страха његовог уздрхташе се стражари, и постадоше као мртви.
5 ૫ ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.
А анђео одговарајући рече женама: Не бојте се ви; јер знам да Исуса распетог тражите.
6 ૬ જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ.
Није овде: јер устаде као што је казао. Ходите да видите место где је лежао Господ.
7 ૭ જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”
Па идите брже те кажите ученицима Његовим да је устао из мртвих. И гле, Он ће пред вама отићи у Галилеју; тамо ћете Га видети. Ето ја вам казах.
8 ૮ ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી.
И изишавши брзо из гроба са страхом и радости великом, потекоше да јаве ученицима Његовим.
9 ૯ ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.
А кад иђаху да јаве ученицима Његовим, и гле, срете их Исус говорећи: Здраво! А оне приступивши ухватише се за ноге Његове и поклонише Му се.
10 ૧૦ ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”
Тада рече им Исус: Не бојте се; идите те јавите браћи мојој нека иду у Галилеју; и тамо ће ме видети.
11 ૧૧ તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.
А кад иђаху, гле, неки од стражара дођоше у град и јавише главарима свештеничким све што се догодило.
12 ૧૨ તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે,
И они саставши се са старешинама учинише веће, и дадоше војницима довољно новаца
13 ૧૩ તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’”
Говорећи: Кажите: Ученици његови дођоше ноћу и украдоше га кад смо ми спавали.
14 ૧૪ જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.”
И ако то чује судија, ми ћемо њега умирити, и учинити да вама ништа не буде.
15 ૧૫ પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.
А они узевши новце учинише као што су научени били. И разгласи се ова реч по Јеврејима и до данас.
16 ૧૬ પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા.
А једанаест ученика отидоше у Галилеју у гору куда им је казао Исус.
17 ૧૭ તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.
И кад Га видеше, поклонише Му се; а једни посумњаше.
18 ૧૮ ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરનો સર્વ અધિકાર મને અપાયો છે.
И приступивши Исус рече им говорећи: Даде ми се свака власт на небу и на земљи.
19 ૧૯ એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
Идите дакле и научите све народе крстећи их ва име Оца и Сина и Светог Духа,
20 ૨૦ મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (aiōn )
Учећи их да све држе што сам вам заповедао; и ево ја сам с вама у све дане до свршетка века. Амин. (aiōn )