< માથ્થી 28 >

1 વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.
tataH paraM vizrAmavArasya zESE saptAhaprathamadinasya prabhOtE jAtE magdalInI mariyam anyamariyam ca zmazAnaM draSTumAgatA|
2 ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
tadA mahAn bhUkampO'bhavat; paramEzvarIyadUtaH svargAdavaruhya zmazAnadvArAt pASANamapasAryya taduparyyupavivEza|
3 તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું.
tadvadanaM vidyudvat tEjOmayaM vasanaM himazubhranjca|
4 તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.
tadAnIM rakSiNastadbhayAt kampitA mRtavad babhUvaH|
5 ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.
sa dUtO yOSitO jagAda, yUyaM mA bhaiSTa, kruzahatayIzuM mRgayadhvE tadahaM vEdmi|
6 જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ.
sO'tra nAsti, yathAvadat tathOtthitavAn; Etat prabhOH zayanasthAnaM pazyata|
7 જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”
tUrNaM gatvA tacchiSyAn iti vadata, sa zmazAnAd udatiSThat, yuSmAkamagrE gAlIlaM yAsyati yUyaM tatra taM vIkSiSyadhvE, pazyatAhaM vArttAmimAM yuSmAnavAdiSaM|
8 ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી.
tatastA bhayAt mahAnandAnjca zmazAnAt tUrNaM bahirbhUya tacchiSyAn vArttAM vaktuM dhAvitavatyaH| kintu ziSyAn vArttAM vaktuM yAnti, tadA yIzu rdarzanaM dattvA tA jagAda,
9 ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.
yuSmAkaM kalyANaM bhUyAt, tatastA Agatya tatpAdayOH patitvA praNEmuH|
10 ૧૦ ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”
yIzustA avAdIt, mA bibhIta, yUyaM gatvA mama bhrAtRn gAlIlaM yAtuM vadata, tatra tE mAM drakSyanti|
11 ૧૧ તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું.
striyO gacchanti, tadA rakSiNAM kEcit puraM gatvA yadyad ghaTitaM tatsarvvaM pradhAnayAjakAn jnjApitavantaH|
12 ૧૨ તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે,
tE prAcInaiH samaM saMsadaM kRtvA mantrayantO bahumudrAH sEnAbhyO dattvAvadan,
13 ૧૩ તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’”
asmAsu nidritESu tacchiSyA yAminyAmAgatya taM hRtvAnayan, iti yUyaM pracArayata|
14 ૧૪ જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.”
yadyEtadadhipatEH zrOtragOcarIbhavEt, tarhi taM bOdhayitvA yuSmAnaviSyAmaH|
15 ૧૫ પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.
tatastE mudrA gRhItvA zikSAnurUpaM karmma cakruH, yihUdIyAnAM madhyE tasyAdyApi kiMvadantI vidyatE|
16 ૧૬ પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા.
EkAdaza ziSyA yIzunirUpitAgAlIlasyAdriM gatvA
17 ૧૭ તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.
tatra taM saMvIkSya praNEmuH, kintu kEcit sandigdhavantaH|
18 ૧૮ ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરનો સર્વ અધિકાર મને અપાયો છે.
yIzustESAM samIpamAgatya vyAhRtavAn, svargamEdinyOH sarvvAdhipatitvabhArO mayyarpita AstE|
19 ૧૯ એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
atO yUyaM prayAya sarvvadEzIyAn ziSyAn kRtvA pituH putrasya pavitrasyAtmanazca nAmnA tAnavagAhayata; ahaM yuSmAn yadyadAdizaM tadapi pAlayituM tAnupAdizata|
20 ૨૦ મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (aiōn g165)
pazyata, jagadantaM yAvat sadAhaM yuSmAbhiH sAkaM tiSThAmi| iti| (aiōn g165)

< માથ્થી 28 >