< માથ્થી 26 >

1 ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,
כשסיים ישוע ללמד את תלמידיו, אמר להם:
2 “તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”
”כידוע לכם חג הפסח מתחיל בעוד יומיים, וימסרו אותי למוות על הצלב.“
3 પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.
באותה שעה התכנסו ראשי הכוהנים והמנהיגים האחרים בביתו של קייפא הכוהן הגדול,
4 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.
כדי לחשוב איך לתפוס את ישוע בחשאי ולהרגו.
5 પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”
”לא בזמן חגיגות הפסח, “הסכימו ביניהם,”פן תתחולל מהומה בעם.“
6 ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,
בזמן שישוע היה בבית־עניה, בביתו של שמעון המצורע,
7 તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું.
ניגשה אליו אישה ובידה בקבוק בושם יקר מאוד, ושפכה את הבושם על ראשו בשעה שאכל.
8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો?
התלמידים כעסו מאוד ואמרו:”מדוע היא מבזבזת את הבושם היקר הזה? הלא יכולנו למכור אותו בכסף רב, ואת הכסף היינו נותנים לעניים!“
9 કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”
10 ૧૦ ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.
”מדוע אתם מציקים לה?“שאל ישוע.”הלא היא עשתה מעשה טוב.
11 ૧૧ કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
העניים נמצאים איתכם תמיד, ואילו אני לא אהיה איתכם תמיד.
12 ૧૨ તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.
היא שפכה עלי את הבושם כדי להכין את גופי לקבורה.
13 ૧૩ હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”
אני אומר לכם: בכל מקום שבו תוכרז הבשורה הזאת, תיזכר גם האישה הזאת, בזכות המעשה שעשתה.“
14 ૧૪ ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે,
לאחר מכן הלך יהודה איש־קריות, שהיה אחד משנים־עשר התלמידים, אל ראשי הכוהנים
15 ૧૫ “તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.
ושאל:”מה תתנו לי אם אמסור לידיכם את ישוע?“הם נתנו לו שלושים מטבעות כסף,
16 ૧૬ ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
ומאותה שעה חיפש יהודה הזדמנות למסור לידיהם את ישוע.
17 ૧૭ બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?”
בערב הפסח באו התלמידים אל ישוע ושאלו:”היכן אתה רוצה שנכין את הסדר?“
18 ૧૮ ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’”
”לכו העירה אל אדם פלוני, “ענה ישוע,”ואמרו לו:’אדוננו אמר: שעתי הגיעה, והפעם אני ותלמידי נערוך את הסדר בביתך‘. “
19 ૧૯ ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.
התלמידים עשו כדבריו והכינו את הסדר.
20 ૨૦ સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.
בערב ישב ישוע עם תלמידיו ליד השולחן,
21 ૨૧ તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.”
ובשעת הארוחה אמר להם:”אחד מכם יבגוד בי ויסגיר אותי.“
22 ૨૨ ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”
התלמידים התעצבו מאוד ושאלו זה אחר זה:”האם אתה מתכוון אלי?“
23 ૨૩ ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે.
”אני מתכוון לאחד אשר טבל את המצה שלו בקערה יחד אתי.
24 ૨૪ માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.”
בן־האדם הולך למות כפי שכתוב שצריך לקרות, אולם אני אומר לכם: אוי לאיש שיסגיר אותו; מוטב שלא היה נולד בכלל!“
25 ૨૫ ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”
גם יהודה שאל את ישוע:”רבי, האם אתה מתכוון אלי?“וישוע השיב:”כן.“
26 ૨૬ તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”
בעת הסעודה לקח ישוע את הלחם (מצה), ברך, פרס לפרוסות, הגיש לתלמידיו ואמר:”קחו ואכלו; זהו גופי.“
27 ૨૭ પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,”
אחר כך לקח כוס יין, ברך, הגיש לתלמידיו ואמר:”שתו ממנה כולכם,
28 ૨૮ કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.
כי זהו דמי החותם את הברית החדשה בין אלוהים לבין בני־האדם; זהו דמי הנשפך כדי לסלוח לחטאיהם של אנשים רבים.
29 ૨૯ હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”
ובכן לא אשתה יותר יין עד היום שבו אשתה יין חדש איתכם במלכות אבי.“
30 ૩૦ તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
כל הנוכחים שרו מזמורי תהלים, ולאחר מכן הלכו להר הזיתים.
31 ૩૧ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’
”הלילה כולכם תעזבו אותי, “אמר ישוע לתלמידיו,”והרי כתוב:’אכה את הרעה ותפוצין הצאן‘.
32 ૩૨ પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
אולם לאחר שאקום לתחייה אלך לגליל ואפגוש אתכם שם.“
33 ૩૩ ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.”
”אפילו אם כולם יעזבו אותך, אני לעולם לא אעזוב אותך!“קרא פטרוס.
34 ૩૪ ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.”
אולם ישוע אמר לו:”האמת היא שעוד הלילה, לפני שיקרא התרנגול את קריאת השחר, תתכחש לי שלוש פעמים!“
35 ૩૫ પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.
”לעולם לא אתכחש לך, “התעקש פטרוס,”אפילו אם יהיה עלי למות!“ושאר התלמידים גם אמרו כך.
36 ૩૬ ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”
הם הגיעו לחורשת עצי־זית הנקראת”גת־שמנים“, ואמר לתלמידיו:”חכו לי כאן עד שאחזור. אני הולך להתפלל.“
37 ૩૭ પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.
הוא לקח איתו את פטרוס ואת יעקב ויוחנן, בני זבדי, והתמלא עצב ומועקה.
38 ૩૮ પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”
”אני מתייסר עד מוות!“אמר להם ישוע.”חכו כאן… הישארו לידי ערים…“
39 ૩૯ પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
הוא התרחק מהם מעט, נפל על פניו והתפלל:”אבי, אם זה אפשרי, הסר ממני את כוס הייסורים. אולם לא כרצוני כי אם רצונך ייעשה!“
40 ૪૦ પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
לאחר מכן הוא חזר אל שלושת התלמידים ומצא אותם ישנים.”פטרוס, “קרא ישוע,”האם לא יכולתם להישאר ערים איתי שעה אחת בלבד?
41 ૪૧ તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”
עמדו על המשמר והתפללו שלא תבואו לידי ניסיון. אני יודע שהרוח אכן רוצה, אבל גופכם חלש כל־כך!“
42 ૪૨ બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
ישוע עזב אותם שוב והתפלל:”אבי, אם עלי לשתות את הכוס הזאת, אז שרצונך ייעשה!“
43 ૪૩ ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
הוא חזר אל תלמידיו, וגם הפעם מצא אותם ישנים, כי עיניהם היו כבדות.
44 ૪૪ ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
הוא שוב עזב אותם וחזר על תפילתו בפעם השלישית.
45 ૪૫ ત્યારે તેમણે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.
לאחר מכן הוא חזר אל תלמידיו ואמר:”האם אתם עדיין ישנים? הגיעה השעה שבן־האדם יימסר לידי אנשים חוטאים.
46 ૪૬ ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”
קומו, הבה נלך מכאן. הביטו, הנה מתקרב האיש שיסגיר אותי.“
47 ૪૭ તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
לפני שהספיק ישוע לסיים את דבריו הגיע למקום יהודה, אחד משנים־עשר התלמידים, ואיתו המון שנשלח מטעם ראשי הכוהנים וזקני העם, חמוש בחרבות ובמקלות.
48 ૪૮ હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”
יהודה אמר להם לתפוס את האיש שייתן לו נשיקה,
49 ૪૯ તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.
ואז ניגש ישר אל ישוע ואמר:”שלום, רבי!“ונישק אותו.
50 ૫૦ ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
”ידידי, “אמר לו ישוע,”עשה את מה שבאת לעשות.“באותו רגע תפסו אותו האחרים.
51 ૫૧ પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો.
אחד האנשים שהיו עם ישוע שלף חרב וקיצץ את אוזנו של עבד הכוהן הגדול.
52 ૫૨ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે.
”עזוב את החרב שלך, “אמר לו ישוע,”מי שחי בחרב ימות בחרב.
53 ૫૩ શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?
אתה לא מבין שאני יכול לבקש מאבי שייתן לי אלפי מלאכים להגן עלי, והוא היה שולח אותם מיד?
54 ૫૪ તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”
אולם אילו הייתי עושה כך, כיצד הייתה מתקיימת הנבואה בכתובים המתארת את המתרחש עכשיו?“
55 ૫૫ તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.
ישוע פנה אל ההמון ואמר:”האם אני פושע מסוכן? מדוע אתם באים לאסור אותי בחרבות ובמקלות? הלא לימדתי אתכם במקדש יום־יום ויכולתם לאסור אותי שם ללא קושי!
56 ૫૬ પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.
אולם כל זה בא למלא את דברי הנביאים בכתבי הקודש.“אז עזבו אותו התלמידים וברחו.
57 ૫૭ પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.
ההמון לקח את ישוע אל ביתו של קייפא הכוהן הגדול – שם כבר המתינו לו הסופרים והזקנים.
58 ૫૮ પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણા સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.
באותו זמן הלך פטרוס במרחק מה אחרי ההמון. הוא נכנס לחצר ביתו של הכוהן הגדול, ישב בין החיילים וחיכה לראות מה יקרה לישוע.
59 ૫૯ મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.
ראשי הכוהנים וחברי הסנהדרין, שהתאספו שם, חיפשו עדי שקר שיעידו נגד ישוע, כדי שיוכלו להטיל עליו אשמה כלשהי ולדון אותו למוות.
60 ૬૦ જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,
אבל למרות שמצאו אנשים רבים שהסכימו לתת עדות שקר, דבריהם תמיד סתרו זה את זה. לבסוף באו שני אנשים שהצהירו:”האיש הזה אמר שהוא יכול להרוס את בית־המקדש ולבנות אותו מחדש תוך שלושה ימים.“
61 ૬૧ “આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”
62 ૬૨ ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”
הכוהן הגדול קם על רגליו ושאל:”מה יש לך לומר להגנתך? מה יש לך לומר על כל ההאשמות נגדך?“
63 ૬૩ પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”
אך ישוע שתק.”בשם אלוהים חיים, “קרא הכוהן הגדול,”אני דורש ממך שתאמר לנו אם אתה המשיח, בנו של הקדוש־ברוך־הוא!“
64 ૬૪ ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”
”אתה אמרת, “אמר ישוע,”אבל אני אומר שאתם תראו את בן־האדם יושב לימין האלוהים ובא עם ענני השמים.“
65 ૬૫ ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
הכוהן הגדול קרע את בגדיו וקרא בקול:”מגדף! איננו זקוקים לעדים נוספים, כולכם שמעתם את דבריו! מה אתם פוסקים?“”מוות!“הם צעקו.”מוות! מוות!“
66 ૬૬ તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”
67 ૬૭ ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,
הם ירקו בפניו של ישוע, הכו אותו, סטרו לו על הלחי וקראו:
68 ૬૮ “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”
”משיח שכמוך, התנבא לנו! מי הכה אותך הפעם?“
69 ૬૯ પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”
כשכל זה קרה, פטרוס ישב בחצר הבית. לפתע עברה לידו משרתת וקראה:”גם אתה היית עם ישוע מהגליל!“
70 ૭૦ પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”
אולם פטרוס הכחיש את דבריה בקול:”מה פתאום? אני בכלל לא יודע על מה את מדברת!“
71 ૭૧ તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”
מאוחר יותר נערה אחרת ראתה אותו ליד השער, ואמרה לאנשים סביבה:”גם הוא היה עם ישוע מנצרת!“
72 ૭૨ પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”
פטרוס שוב הכחיש את הדבר:”אני נשבע שאני אפילו לא מכיר את האיש הזה!“
73 ૭૩ થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”
כעבור זמן מה ניגשו אליו האנשים שעמדו שם ואמרו:”אנחנו יודעים שאתה אחד מתלמידיו; המבטא הגלילי שלך מסגיר אותך!“
74 ૭૪ ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.
פטרוס החל לקלל ונשבע:”אינני מכיר את האיש!“באותו רגע קרא התרנגול,
75 ૭૫ જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.
ופטרוס נזכר בדברי ישוע:”לפני שיקרא התרנגול תתכחש לי שלוש פעמים.“הוא יצא מהחצר ומירר בבכי.

< માથ્થી 26 >