< માથ્થી 23 >

1 ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,
τοτε ο ιησουσ ελαλησεν τοισ οχλοισ και τοισ μαθηταισ αυτου
2 “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;
λεγων επι τησ μωσεωσ καθεδρασ εκαθισαν οι γραμματεισ και οι φαρισαιοι
3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
παντα ουν οσα εαν ειπωσιν υμιν τηρειν τηρειτε και ποιειτε κατα δε τα εργα αυτων μη ποιειτε λεγουσιν γαρ και ου ποιουσιν
4 કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’
δεσμευουσιν γαρ φορτια βαρεα και δυσβαστακτα και επιτιθεασιν επι τουσ ωμουσ των ανθρωπων τω δε δακτυλω αυτων ου θελουσιν κινησαι αυτα
5 લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.
παντα δε τα εργα αυτων ποιουσιν προσ το θεαθηναι τοισ ανθρωποισ πλατυνουσιν δε τα φυλακτηρια αυτων και μεγαλυνουσιν τα κρασπεδα των ιματιων αυτων
6 વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો,
φιλουσιν τε την πρωτοκλισιαν εν τοισ δειπνοισ και τασ πρωτοκαθεδριασ εν ταισ συναγωγαισ
7 તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.
και τουσ ασπασμουσ εν ταισ αγοραισ και καλεισθαι υπο των ανθρωπων ραββι ραββι
8 પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.
υμεισ δε μη κληθητε ραββι εισ γαρ εστιν υμων ο καθηγητησ ο χριστοσ παντεσ δε υμεισ αδελφοι εστε
9 પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.
και πατερα μη καλεσητε υμων επι τησ γησ εισ γαρ εστιν ο πατηρ υμων ο εν τοισ ουρανοισ
10 ૧૦ તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.
μηδε κληθητε καθηγηται εισ γαρ υμων εστιν ο καθηγητησ ο χριστοσ
11 ૧૧ પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે.
ο δε μειζων υμων εσται υμων διακονοσ
12 ૧૨ જે કોઈ પોતાને ઊંચો કરશે, તેને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઊંચો કરાશે.
οστισ δε υψωσει εαυτον ταπεινωθησεται και οστισ ταπεινωσει εαυτον υψωθησεται
13 ૧૩ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.
ουαι δε υμιν γραμματεισ και φαρισαιοι υποκριται οτι κατεσθιετε τασ οικιασ των χηρων και προφασει μακρα προσευχομενοι δια τουτο ληψεσθε περισσοτερον κριμα
14 ૧૪ (ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટી સજા ભોગવશો.)
ουαι υμιν γραμματεισ και φαρισαιοι υποκριται οτι κλειετε την βασιλειαν των ουρανων εμπροσθεν των ανθρωπων υμεισ γαρ ουκ εισερχεσθε ουδε τουσ εισερχομενουσ αφιετε εισελθειν
15 ૧૫ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો. (Geenna g1067)
ουαι υμιν γραμματεισ και φαρισαιοι υποκριται οτι περιαγετε την θαλασσαν και την ξηραν ποιησαι ενα προσηλυτον και οταν γενηται ποιειτε αυτον υιον γεεννησ διπλοτερον υμων (Geenna g1067)
16 ૧૬ ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’
ουαι υμιν οδηγοι τυφλοι οι λεγοντεσ οσ αν ομοση εν τω ναω ουδεν εστιν οσ δ αν ομοση εν τω χρυσω του ναου οφειλει
17 ૧૭ ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?
μωροι και τυφλοι τισ γαρ μειζων εστιν ο χρυσοσ η ο ναοσ ο αγιαζων τον χρυσον
18 ૧૮ અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’
και οσ εαν ομοση εν τω θυσιαστηριω ουδεν εστιν οσ δ αν ομοση εν τω δωρω τω επανω αυτου οφειλει
19 ૧૯ ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?
μωροι και τυφλοι τι γαρ μειζον το δωρον η το θυσιαστηριον το αγιαζον το δωρον
20 ૨૦ એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.
ο ουν ομοσασ εν τω θυσιαστηριω ομνυει εν αυτω και εν πασιν τοισ επανω αυτου
21 ૨૧ જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.
και ο ομοσασ εν τω ναω ομνυει εν αυτω και εν τω κατοικησαντι αυτον
22 ૨૨ જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
και ο ομοσασ εν τω ουρανω ομνυει εν τω θρονω του θεου και εν τω καθημενω επανω αυτου
23 ૨૩ ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
ουαι υμιν γραμματεισ και φαρισαιοι υποκριται οτι αποδεκατουτε το ηδυοσμον και το ανηθον και το κυμινον και αφηκατε τα βαρυτερα του νομου την κρισιν και τον ελεον και την πιστιν ταυτα εδει ποιησαι κακεινα μη αφιεναι
24 ૨૪ ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!
οδηγοι τυφλοι οι διυλιζοντεσ τον κωνωπα την δε καμηλον καταπινοντεσ
25 ૨૫ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે.
ουαι υμιν γραμματεισ και φαρισαιοι υποκριται οτι καθαριζετε το εξωθεν του ποτηριου και τησ παροψιδοσ εσωθεν δε γεμουσιν εξ αρπαγησ και αδικιασ
26 ૨૬ ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.
φαρισαιε τυφλε καθαρισον πρωτον το εντοσ του ποτηριου και τησ παροψιδοσ ινα γενηται και το εκτοσ αυτων καθαρον
27 ૨૭ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.
ουαι υμιν γραμματεισ και φαρισαιοι υποκριται οτι παρομοιαζετε ταφοισ κεκονιαμενοισ οιτινεσ εξωθεν μεν φαινονται ωραιοι εσωθεν δε γεμουσιν οστεων νεκρων και πασησ ακαθαρσιασ
28 ૨૮ તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.
ουτωσ και υμεισ εξωθεν μεν φαινεσθε τοισ ανθρωποισ δικαιοι εσωθεν δε μεστοι εστε υποκρισεωσ και ανομιασ
29 ૨૯ ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો.
ουαι υμιν γραμματεισ και φαρισαιοι υποκριται οτι οικοδομειτε τουσ ταφουσ των προφητων και κοσμειτε τα μνημεια των δικαιων
30 ૩૦ તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’
και λεγετε ει ημεν εν ταισ ημεραισ των πατερων ημων ουκ αν ημεν κοινωνοι αυτων εν τω αιματι των προφητων
31 ૩૧ તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.
ωστε μαρτυρειτε εαυτοισ οτι υιοι εστε των φονευσαντων τουσ προφητασ
32 ૩૨ તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.
και υμεισ πληρωσατε το μετρον των πατερων υμων
33 ૩૩ ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો? (Geenna g1067)
οφεισ γεννηματα εχιδνων πωσ φυγητε απο τησ κρισεωσ τησ γεεννησ (Geenna g1067)
34 ૩૪ તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો.
δια τουτο ιδου εγω αποστελλω προσ υμασ προφητασ και σοφουσ και γραμματεισ και εξ αυτων αποκτενειτε και σταυρωσετε και εξ αυτων μαστιγωσετε εν ταισ συναγωγαισ υμων και διωξετε απο πολεωσ εισ πολιν
35 ૩૫ કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.
οπωσ ελθη εφ υμασ παν αιμα δικαιον εκχυνομενον επι τησ γησ απο του αιματοσ αβελ του δικαιου εωσ του αιματοσ ζαχαριου υιου βαραχιου ον εφονευσατε μεταξυ του ναου και του θυσιαστηριου
36 ૩૬ હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.
αμην λεγω υμιν οτι ηξει παντα ταυτα επι την γενεαν ταυτην
37 ૩૭ ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!
ιερουσαλημ ιερουσαλημ η αποκτενουσα τουσ προφητασ και λιθοβολουσα τουσ απεσταλμενουσ προσ αυτην ποσακισ ηθελησα επισυναγαγειν τα τεκνα σου ον τροπον επισυναγει ορνισ τα νοσσια εαυτησ υπο τασ πτερυγασ και ουκ ηθελησατε
38 ૩૮ જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું.
ιδου αφιεται υμιν ο οικοσ υμων ερημοσ
39 ૩૯ કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”
λεγω γαρ υμιν ου μη με ιδητε απ αρτι εωσ αν ειπητε ευλογημενοσ ο ερχομενοσ εν ονοματι κυριου

< માથ્થી 23 >