< માથ્થી 22 >

1 ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં કહ્યું કે,
ⲁ̅ⲡⲁⲗⲓⲛ ⲟⲛ ⲁϥⲟⲩⲱϣⲃ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϩⲓⲧⲛϩⲉⲛⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ.
2 “સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો.
ⲃ̅ϫⲉ ⲉⲥⲧⲛⲧⲱⲛ ⲛϭⲓⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲩⲣⲱⲙⲉ ⲛⲣⲣⲟ. ⲡⲁⲓ ⲛⲧⲁϥⲉⲓⲣⲉ ⲛⲟⲩϣⲉⲗⲉⲉⲧ ⲙⲡⲉϥϣⲏⲣⲉ.
3 ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.
ⲅ̅ⲁϥϫⲟⲟⲩ ⲉⲃⲟⲗ ⲛⲛⲉϥϩⲙϩⲁⲗ ⲉⲧⲱϩⲙ ⲉⲛⲉⲧⲧⲁϩⲙ ⲉⲧϣⲉⲗⲉⲉⲧ. ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲙⲡⲟⲩⲟⲩⲱϣ ⲉⲉⲓ.
4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”
ⲇ̅ⲡⲁⲗⲓⲛ ⲟⲛ ⲁϥϫⲟⲟⲩ ⲛϩⲉⲛⲕⲉϩⲙϩⲁⲗ ⲉⲛⲁϣⲱⲟⲩ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲁϫⲓⲥ ⲛⲛⲉⲧⲧⲁϩⲙ ϫⲉ ⲉⲓⲥϩⲏⲏⲧⲉ ⲉⲓⲥⲡⲁⲁⲣⲓⲥⲧⲟⲛ ⲁⲓⲥⲃⲧⲱⲧϥ. ⲛⲁⲙⲁⲥⲉ ⲙⲛⲛⲉⲧⲥⲁⲛⲁϣⲧ ⲥⲉϣⲁⲁⲧ. ⲁⲩⲱ ⲛⲕⲁ ⲛⲓⲙ ⲥⲃⲧⲱⲧ ⲁⲙⲏⲓⲧⲛ ⲉⲧϣⲉⲗⲉⲉⲧ.
5 પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર.
ⲉ̅ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲁⲙⲉⲗⲉⲓ ⲁⲩⲃⲱⲕ. ϩⲟⲓⲛⲉ ⲙⲉⲛ ⲉⲛⲉⲩϭⲟⲟⲙ. ⲕⲉⲟⲩⲁ ⲇⲉ ⲉⲧⲉϥⲉⲓⲉⲡϣⲱⲧ.
6 બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા.
ⲋ̅ⲡⲕⲉⲥⲉⲉⲡⲉ ⲇⲉ ⲁⲩⲁⲙⲁϩⲧⲉ ⲛⲛⲉϥϩⲙϩⲁⲗ ⲁⲩⲥⲟⲥⲟⲩ ⲁⲩⲱ ⲁⲩⲙⲟⲟⲩⲧⲟⲩ.
7 તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.
ⲍ̅ⲡⲣⲣⲟ ⲇⲉ ⲁϥⲛⲟⲩϭⲥ. ⲁⲩⲱ ⲁϥϫⲟⲟⲩ ⲛⲛⲉϥⲥⲧⲣⲁⲧⲉⲩⲙⲁ ⲁϥⲧⲁⲕⲟ ⲛⲛⲣⲉϥϩⲱⲧⲃ ⲉⲧⲙⲙⲁⲩ. ⲁⲩⲱ ⲁϥⲣⲱⲕϩ ⲛⲧⲉⲩⲡⲟⲗⲓⲥ.
8 પછી તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા.
ⲏ̅ⲧⲟⲧⲉ ⲡⲉϫⲁϥ ⲛⲛⲉϥϩⲙϩⲁⲗ. ϫⲉ ⲡⲙⲁ ⲛϣⲉⲗⲉⲉⲧ ⲙⲉⲛ ⲥⲃⲧⲱⲧ ⲛⲉⲧⲧⲁϩⲙ ⲇⲉ ⲛⲉⲩⲙⲡϣⲁ ⲁⲛ.
9 એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’
ⲑ̅ⲃⲱⲕ ϭⲉ ⲉⲃⲟⲗ ⲉⲙⲙⲁ ⲛⲙⲟⲟϣⲉ ⲛⲛⲉϩⲓⲟⲟⲩⲉ ⲛⲧⲉⲧⲛⲧⲱϩⲙ ⲛⲛⲉⲧⲉⲧⲛⲛⲁϩⲉ ⲉⲣⲟⲟⲩ ⲉⲡⲙⲁ ⲛϣⲉⲗⲉⲉⲧ.
10 ૧૦ તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો.
ⲓ̅ⲁⲩⲉⲓ ϭⲉ ⲉⲃⲟⲗ ⲛϭⲓⲛϩⲙϩⲁⲗ ⲉⲧⲙⲙⲁⲩ ⲉⲛⲉϩⲓⲟⲟⲩⲉ ⲁⲩϫⲓ ⲉϩⲟⲩⲛ ⲛⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲛⲧⲁⲩϩⲉ ⲉⲣⲟⲟⲩ ⲡⲟⲛⲏⲣⲟⲥ ϩⲓⲁⲅⲁⲑⲟⲥ. ⲁϥⲙⲟⲩϩ ⲛϭⲓⲡⲙⲁ ⲛϣⲉⲗⲉⲉⲧ ⲛⲛⲉⲧⲛⲏϫ.
11 ૧૧ મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો.
ⲓ̅ⲁ̅ⲁϥⲃⲱⲕ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲛϭⲓⲡⲣⲣⲟ ⲉⲛⲁⲩ ⲉⲛⲉⲧⲛⲏϫ. ⲁϥⲛⲁⲩ ⲉⲩⲣⲱⲙⲉ ⲙⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ⲉⲙⲛϩⲃⲥⲱ ϩⲓⲱⲱϥ ⲙⲙⲁ ⲛϣⲉⲗⲉⲉⲧ.
12 ૧૨ ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો.
ⲓ̅ⲃ̅ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ϫⲉ ⲡⲉϣⲃⲏⲣ ⲛⲁϣ ⲛϩⲉ ⲁⲕⲉⲓ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲓⲙⲁ ⲉⲙⲛϩⲃⲥⲱ ϩⲓⲱⲱⲕ ⲙⲙⲁ ⲛϣⲉⲗⲉⲉⲧ. ⲛⲧⲟϥ ⲇⲉ ⲁⲣⲱϥ ⲧⲱⲙ.
13 ૧૩ ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’
ⲓ̅ⲅ̅ⲡⲉϫⲁϥ ⲛϭⲓⲡ(ⲣ)ⲣⲟ ⲛⲛⲉⲧⲇⲓⲁⲕⲟⲛⲉⲓ ϫⲉ ⲙⲟⲩⲣ ⲛⲛⲉϥϭⲓϫ ⲙⲛⲛⲉϥⲟⲩⲉⲣⲏⲧⲉ ⲛⲧⲉⲧⲛⲛⲟⲩϫⲉ ⲙⲙⲟϥ ⲉⲃⲟⲗ ⲉⲡⲕⲁⲕⲉ ⲉⲧϩⲓⲃⲟⲗ. ⲉϥⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲁⲩ ⲛϭⲓⲡⲣⲓⲙⲉ. ⲁⲩⲱ ⲡϭⲁϩϭϩ ⲛⲛⲟⲃϩⲉ.
14 ૧૪ કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”
ⲓ̅ⲇ̅ϩⲁϩ ⲅⲁⲣ ⲛⲉⲧⲧⲁϩⲙ ϩⲉⲛⲕⲟⲩⲓ ⲇⲉ ⲛⲉⲧⲥⲟⲧⲡ.
15 ૧૫ ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો.
ⲓ̅ⲉ̅ⲧⲟⲧⲉ ⲁⲩⲃⲱⲕ ⲛϭⲓⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲁⲩϫⲓ ⲛⲟⲩϣⲟϫⲛⲉ ϫⲉⲕⲁⲥ ⲉⲩⲉϭⲟⲡϥ ϩⲛⲟⲩϣⲁϫⲉ.
16 ૧૬ પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી.
ⲓ̅ⲋ̅ⲁⲩϫⲟⲟⲩ ⲛⲁϥ ⲛⲛⲉⲩⲙⲁⲑⲏⲧⲏⲥ ⲙⲛⲛϩⲏⲣⲱⲇⲓⲁⲛⲟⲥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲡⲥⲁϩ ⲧⲛⲥⲟⲟⲩⲛ ϫⲉ ⲛⲧⲕⲟⲩⲙⲉ. ⲁⲩⲱ ⲧⲉϩⲓⲏ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉⲕϯⲥⲃⲱ ⲛϩⲏⲧⲥ ϩⲛⲟⲩⲙⲉ. ⲁⲩⲱ ⲙⲡⲉⲕⲣⲟⲟⲩϣ ⲁⲛ ⲡⲉ ϩⲁⲗⲁⲁⲩ ⲛⲉⲕϭⲱϣⲧ ⲅⲁⲣ ⲁⲛ ⲡⲉ ⲉϩⲟ ⲛⲣⲱⲙⲉ.
17 ૧૭ માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”
ⲓ̅ⲍ̅ⲁϫⲓⲥ ϭⲉ ⲛⲁⲛ ϫⲉ ⲟⲩ ⲡⲉⲧⲥⲇⲟⲕⲉⲓ ⲛⲁⲕ. ⲉⲝⲉⲥⲧⲓ ⲉϯⲕⲩⲛⲥⲟⲥ ⲙⲡⲣⲣⲟ ϫⲛⲟⲩⲕ ⲉⲝⲉⲥⲧⲉⲓ.
18 ૧૮ પણ ઈસુએ તેઓનો દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારી પરીક્ષા કેમ કરો છો?
ⲓ̅ⲏ̅ⲛⲧⲉⲣⲉϥⲉⲓⲙⲉ ⲇⲉ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲉⲧⲉⲩⲡⲟⲛⲏⲣⲓⲁ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ. ϫⲉ ⲁϩⲣⲱⲧⲛ ⲧⲉⲧⲛⲡⲓⲣⲁⲍⲉ ⲙⲙⲟⲓ ⲛϩⲩⲡⲟⲕⲣⲓⲧⲏⲥ.
19 ૧૯ કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.
ⲓ̅ⲑ̅ⲙⲁⲧⲟⲩⲟⲓ ⲉⲡⲛⲟⲙⲓⲥⲙⲁ ⲙⲡⲕⲩⲛⲥⲟⲥ. ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲉⲓⲛⲉ ⲛⲁϥ ⲛⲟⲩⲥⲁⲧⲉⲉⲣⲉ.
20 ૨૦ ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?”
ⲕ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ. ϫⲉ ⲧⲁⲛⲓⲙ ⲧⲉ ⲧⲉⲓϩⲓⲕⲱⲛ ⲙⲛⲧⲉⲓⲉⲡⲉⲓⲅⲣⲁⲫⲏ.
21 ૨૧ તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.
ⲕ̅ⲁ̅ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲧⲁⲡⲣⲣⲟ ⲧⲉ. ⲧⲟⲧⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ϯ ϭⲉ ⲛⲛⲁⲡⲣⲣⲟ ⲙⲡⲣⲣⲟ. ⲁⲩⲱ ⲛⲁⲡⲛⲟⲩⲧⲉ ⲙⲡⲛⲟⲩⲧⲉ.
22 ૨૨ એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.
ⲕ̅ⲃ̅ⲁⲩⲥⲱⲧⲙ ⲇⲉ ⲁⲩⲣϣⲡⲏⲣⲉ. ⲁⲩⲱ ⲁⲩⲕⲱ ⲙⲙⲟϥ ⲁⲩⲃⲱⲕ.
23 ૨૩ તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું,
ⲕ̅ⲅ̅ϩⲙⲡⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲉⲣⲟϥ ⲛϭⲓⲛⲥⲁⲇⲇⲟⲩⲕⲁⲓⲟⲥ. ⲛⲁⲓ ⲉⲧϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲛⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲛⲁϣⲱⲡⲉ. ⲁⲩϫⲛⲟⲩϥ ⲇⲉ
24 ૨૪ “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”
ⲕ̅ⲇ̅ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲥⲁϩ. ⲁϥϫⲟⲟⲥ ⲛϭⲓⲙⲱⲩⲥⲏⲥ ϫⲉ ⲉϣⲱⲡⲉ ⲉⲣϣⲁⲛⲟⲩⲁ ⲙⲟⲩ ⲉⲙⲛⲧϥϣⲏⲣⲉ ⲙⲙⲁⲩ ⲉⲣⲉⲡⲉϥⲥⲟⲛ ϫⲓ ⲛⲧⲉϥⲥϩⲓⲙⲉ ⲛϥⲧⲟⲩⲛⲟⲥ ⲛⲟⲩⲥⲡⲉⲣⲙⲁ ⲙⲡⲉϥⲥⲟⲛ.
25 ૨૫ તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો.
ⲕ̅ⲉ̅ⲉⲛⲉ(ⲩ)ϣⲟⲟⲡ ⲇⲉ ϩⲁⲧⲏⲛ ⲡⲉ ⲛϭⲓⲥⲁϣϥ ⲛⲥⲟⲛ. ⲁⲩⲱ ⲡϣⲟⲣⲡ ⲁϥϫⲓϩⲓⲙⲉ ⲁϥⲙⲟⲩ ⲁⲩ(ⲱ) ⲉⲙⲛⲧϥϣⲏⲣⲉ ⲙⲙⲁⲩ ⲁϥⲕⲱ ⲛⲧⲉϥⲥϩⲓⲙⲉ ⲙⲡⲉϥⲥⲟⲛ.
26 ૨૬ તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા.
ⲕ̅ⲋ̅ϩⲟⲙⲟⲓⲱⲥ ⲡⲙⲉϩⲥⲛⲁⲩ ⲁⲩⲱ ⲡⲙⲉϩϣⲟⲙⲛⲧ ϣⲁⲉϩⲣⲁⲓ ⲉⲡⲙⲉϩⲥⲁϣϥ.
27 ૨૭ સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.
ⲕ̅ⲍ̅ⲙⲛⲛⲥⲱⲟⲩ ⲇⲉ ⲧⲏⲣⲟⲩ ⲁⲥⲙⲟⲩ ⲛϭⲓⲧⲉⲥϩⲓⲙⲉ.
28 ૨૮ એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”
ⲕ̅ⲏ̅ϩⲣⲁⲓ ϭⲉ ϩⲛⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲉⲥⲛⲁϣⲱⲡⲉ ⲛⲥϩⲓⲙⲉ ⲛⲛⲓⲙ ⲙⲡⲥⲁϣϥ. ⲁⲩϫⲓⲧⲥ ⲅⲁⲣ ⲧⲏⲣⲟⲩ.
29 ૨૯ ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.
ⲕ̅ⲑ̅ⲁϥⲟⲩⲱϣⲃ ⲇⲉ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲧⲉⲧⲛⲡⲗⲁⲛⲁ ⲉⲛⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲁⲛ ⲛⲛⲉⲅⲣⲁⲫⲏ. ⲟⲩⲧⲉ ⲧϭⲟⲙ ⲙⲡⲛⲟⲩⲧⲉ.
30 ૩૦ કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.
ⲗ̅ϩⲣⲁⲓ ⲅⲁⲣ ϩⲛⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ. ⲟⲩⲧⲉ ⲙⲉⲩϫⲓⲥϩⲓⲙⲉ. ⲟⲩⲧⲉ ⲙⲉⲩϩⲙⲟⲟⲥ ⲙⲛϩⲁⲓ ⲁⲗⲗⲁ ⲉⲩⲛⲁϣⲱⲡⲉ ⲛⲑⲉ ⲛⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲉⲧϩⲛⲧⲡⲉ.
31 ૩૧ પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું?
ⲗ̅ⲁ̅ⲉⲧⲃⲉⲧⲁⲛⲁⲥⲧⲁⲥⲓⲥ ⲇⲉ ⲛⲛⲉⲧⲙⲟⲟⲩⲧ. ⲙⲡⲉⲧⲛⲱϣ ⲙⲡⲉⲛⲧⲁⲩϫⲟⲟϥ ⲛⲏⲧⲛ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲙⲡⲛⲟⲩⲧⲉ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ.
32 ૩૨ ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.”
ⲗ̅ⲃ̅ϫⲉ ⲁⲛⲟⲕ ⲡⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲁⲃⲣⲁϩⲁⲙ. ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲓⲥⲁⲁⲕ. ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲓⲁⲕⲱⲃ. ⲡⲛⲟⲩⲧⲉ ⲛⲛⲉⲧⲙⲟⲟⲩⲧ ⲁⲛ ⲡⲉ. ⲁⲗⲗⲁ ⲡⲁⲛⲉⲧⲟⲛϩ ⲡⲉ.
33 ૩૩ લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.
ⲗ̅ⲅ̅ⲁⲩⲥⲱⲧⲙ ⲇⲉ ⲛϭⲓⲙⲙⲏⲏϣⲉ ⲁⲩⲣϣⲡⲏⲣⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛⲧⲉϥⲥⲃⲱ.
34 ૩૪ જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા.
ⲗ̅ⲇ̅ⲛⲧⲉⲣⲟⲩⲥⲱⲧⲙ ⲇⲉ ⲛϭⲓⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ϫⲉ ⲁϥϣⲧⲙⲣⲱⲟⲩ ⲛⲛⲥⲁⲇⲇⲟⲩⲕⲁⲓⲟⲥ ⲁⲩⲥⲱⲟⲩϩ ⲉⲛⲉⲩⲉⲣⲏⲟⲩ.
35 ૩૫ તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,
ⲗ̅ⲉ̅ⲁϥϫⲛⲟⲩϥ ⲛϭⲓⲟⲩⲁ ⲉⲃⲟⲗ ⲛϩⲏ(ⲧⲟ)ⲩ ⲟⲩⲛⲟⲙⲱⲇⲓⲇⲁⲥⲕⲁⲗⲟⲥ ⲉϥⲡⲓⲣⲁⲍⲉ ⲙⲙⲟϥ.
36 ૩૬ “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”
ⲗ̅ⲋ̅ϫⲉ ⲡⲥⲁϩ ⲁϣ ⲧⲉ ⲧⲛⲟϭ ⲛⲉⲛⲧⲟⲗⲏ ϩⲣⲁⲓ ϩⲙⲡⲛⲟⲙⲟⲥ.
37 ૩૭ ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’
ⲗ̅ⲍ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ. ϫⲉ ⲉⲕⲉⲙⲉⲣⲉⲡϫⲟⲉⲓⲥ ⲡⲉⲕⲛⲟⲩⲧⲉ ϩⲙⲡⲉⲕϩⲏⲧ ⲧⲏⲣϥ. ⲁⲩⲱ ϩⲣⲁⲓ ϩⲛⲧⲉⲕⲯⲩⲭⲏ ⲧⲏⲣⲥ. ⲁⲩⲱ ϩⲣⲁⲓ ϩⲛⲛⲉⲕⲙⲉⲉⲩⲉ ⲧⲏⲣⲟⲩ.
38 ૩૮ પહેલી અને મોટી આજ્ઞા તે છે.
ⲗ̅ⲏ̅ⲧⲁⲓ ⲧⲉ ⲧⲛⲟϭ ⲁⲩⲱ ⲧϣⲟⲣⲡ ⲉⲛⲉⲛⲧⲟⲗⲏ.
39 ૩૯ બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’
ⲗ̅ⲑ̅ⲧⲙⲉϩⲥⲛⲧⲉ ⲇⲉ ⲉⲧⲉⲓⲛⲉ ⲙⲙⲟⲥ ⲧⲉ ⲧⲁⲓ ϫⲉ ⲉⲕⲉⲙⲉⲣⲉⲡⲉⲧϩⲓⲧⲟⲩⲱⲕ ⲛⲧⲉⲕϩⲉ.
40 ૪૦ આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”
ⲙ̅ⲡⲛⲟⲙⲟⲥ ⲙⲛⲛⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲉⲩⲁϣⲉ ϩⲛⲧⲉⲓⲉⲛⲧⲟⲗⲏ ⲥⲛⲧⲉ.
41 ૪૧ હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે,
ⲙ̅ⲁ̅ⲉⲩⲥⲟⲟⲩϩ ⲇⲉ ⲉϩⲟⲩⲛ ⲛϭⲓⲛⲉⲫⲁⲣⲓⲥⲥⲁⲓⲟⲥ ⲁϥϫⲛⲟⲩⲟⲩ ⲛϭⲓⲓ̅ⲥ̅.
42 ૪૨ “ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”
ⲙ̅ⲃ̅ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲟⲩ ⲡⲉⲧⲥⲇⲟⲕⲉⲓ ⲛⲏⲧⲛ ⲉⲧⲃⲉⲡⲉⲭ̅ⲥ̅. ⲡϣⲏⲣⲉ ⲛⲛⲓⲙ ⲡⲉ. ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲡϣⲏⲣⲉ ⲛⲇⲁⲩⲉⲓⲇ ⲡⲉ.
43 ૪૩ ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’
ⲙ̅ⲅ̅ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ. ϫⲉ ⲛⲁϣ ⲛϩⲉ ⲇⲁⲩⲉⲓⲇ ⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϩⲙⲡⲉⲡ̅ⲛ̅ⲁ̅ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ.
44 ૪૪ જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’”
ⲙ̅ⲇ̅ϫⲉ ⲡⲉϫⲉⲡϫⲟⲉⲓⲥ ⲙⲡⲁϫⲟⲉⲓⲥ ϫⲉ ϩⲙⲟⲟⲥ ⲛⲥⲁⲟⲩⲛⲁⲙ ⲙⲙⲟⲓ ϣⲁⲛϯⲕⲱ ⲛⲛⲉⲕϫⲓⲛϫⲉⲉⲩⲉ ϩⲁⲡⲉⲥⲏⲧ ⲛⲛⲉⲕⲟⲩⲉⲣⲏⲧⲉ.
45 ૪૫ હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?”
ⲙ̅ⲉ̅ⲉϣϫⲉⲇⲁⲩⲉⲓⲇ ϭⲉ ⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟϥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲁϣ ⲛϩⲉ ⲡⲉϥϣⲏⲣⲉ ⲡⲉ.
46 ૪૬ એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.
ⲙ̅ⲋ̅ⲁⲩⲱ ⲙⲡⲉⲗⲁⲁⲩ ϭⲙϭⲟⲙ ⲉⲟⲩⲟϣⲃⲉϥ ⲛⲟⲩϣⲁϫⲉ ⲟⲩⲧⲉ ⲙⲡⲉⲗⲁⲁⲩ ⲧⲟⲗⲙⲁ ϫⲓⲛⲡⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲉϫⲛⲟⲩϥ.

< માથ્થી 22 >