< માથ્થી 21 >
1 ૧ જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને
Vakati vachiswedera kuJerusarema, vasvika kuBhetifage pagomo reMiorivhi, ipapo Jesu akatuma vadzidzi vaviri,
2 ૨ કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.
achiti kwavari: Endai kumusha wakatarisana nemwi, pakarepo muchawana mbongoro yakasungirwa, nedhongwana rinayo; sunungurai, muuyise kwandiri.
3 ૩ જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”
Kana ani nani achitaura chinhu kwamuri, muchati: Ishe anozvida; pakarepo achazvitumira.
4 ૪ હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,
Izvozvi zvese zvakaitika, kuti zvizadziswe zvakataurwa nemuporofita, achiti:
5 ૫ “સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”
Udzai mukunda weZiyoni: Tarira Mambo wako anouya kwauri, ari munyoro, akatasva mbongoro, nedhongwana, mwana wechipfuwo chemutoro.
6 ૬ ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું.
Vadzidzi vakaenda, vakaita Jesu sezvaakavaraira,
7 ૭ તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.
vakauisa mbongoro nedhongwana, vakaisa nguvo dzavo pamusoro pazvo; vakamugadza pamusoro pazvo.
8 ૮ લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
Chaunga chikuru kwazvo chikawarira nguvo dzacho munzira; vamwe vakatema matavi pamiti vakawarira munzira.
9 ૯ હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”
Zvaunga zvakange zvakamutungamirira nevakange vachitevera vakadanidzira, vachiti: Hosana kuMwanakomana waDavhidhi! Wakaropafadzwa iye anouya muzita raIshe! Hosana kumusoro-soro!
10 ૧૦ તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’
Wakati apinda muJerusarema, guta rese rikazungunuswa, richiti: Ndiani uyu?
11 ૧૧ ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”
Zvaunga zvikati: Uyu ndiJesu muporofita weNazareta reGarirea.
12 ૧૨ પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં.
Zvino Jesu wakapinda mutembere yaMwari, akadzingira vese vaitengesa nevaitenga mutembere, akapidigura matafura evaitsinhanha mari, nezvigaro zvevaitengesa njiva.
13 ૧૩ ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.”
Akati kwavari: Kwakanyorwa kuchinzi: Imba yangu ichanzi imba yemunyengetero; asi imwi munoiita bako remakororo.
14 ૧૪ ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.
Zvino kwakauya kwaari mapofu nevaikamhina mutembere; akavaporesa.
15 ૧૫ પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
Asi vapristi vakuru nevanyori vakati vachiona zvinhu zvinoshamisa zvaakange achiita, nevana vachidanidzira mutembere vachiti: Hosana kuMwanakomana waDhavhidhi! vakatsamwa,
16 ૧૬ તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”
vakati kwaari: Unonzwa zvavanotaura ivava here? Jesu akati kwavari: Hongu, hamuna kutongoverenga here, kuti: Mumuromo mavacheche nevanoyamwa makapedzeredza rumbidzo?
17 ૧૭ પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.
Akavasiya, akabuda panze peguta, achienda Bhetaniya, ndokurarapo.
18 ૧૮ હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.
Kuzoti mangwanani-ngwanani wakati achidzokera kuguta, akanzwa nzara.
19 ૧૯ રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ. (aiōn )
Zvino wakati achiona umwe muonde panzira, akaenda kwauri, akasawana chinhu kwauri, asi mashizha chete; akati kwauri: Ngakurege kuva nezvibereko kwauri kusvikira narinhi. Pakarepo muonde ukasvava. (aiōn )
20 ૨૦ તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?”
Vadzidzi vakati vachiona, vakashamisika, vachiti: Muonde wasvava pakarepo sei?
21 ૨૧ ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે.
Jesu akapindura akati kwavari: Zvirokwazvo ndinoti kwamuri: Dai maiva nerutendo, musiri vasina chokwadi, hamungaiti izvi kumuonde chete, asi kunyange kana mukati kugomo iri: Simudzwa ukandirwe mugungwa; zvichaitwa.
22 ૨૨ જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.”
Nezvese zvipi nezvipi zvamunokumbira mumunyengetero, kana muchitenda, muchazvigamuchira.
23 ૨૩ પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?”
Wakati apinda mutembere, vapristi vakuru nevakuru vevanhu vakauya kwaari achidzidzisa, vakati: Munoita zvinhu izvozvi nesimba ripi? Ndiani akakupai simba iri?
24 ૨૪ ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.
Jesu akapindura akati kwavari: Neni ndichakubvunzai shoko rimwe; kana mukandiudza iro, neni ndichakuudzai kuti ndinoita izvi nesimba ripi.
25 ૨૫ જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
Rubhabhatidzo rwaJohwani rwakabvepi? Kudenga here kana kuvanhu? Zvino vakataurirana pakati pavo vachiti: Kana tikati: Kudenga; uchati kwatiri: Saka sei musina kumutenda?
26 ૨૬ અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.”
Asi kana tikati: Kuvanhu; tinotya chaunga; nokuti vese vakatora Johwani semuporofita.
27 ૨૭ પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.
Vakapindura Jesu vakati: Hatizivi. Iye ndokuti kwavari: Neni handingakuudziyi simba randinoita naro izvi.
28 ૨૮ પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’
Zvino munofungei? Munhu waiva nevanakomana vaviri; akauya kune wekutanga, akati: Mwana, enda nhasi unobata mumunda wangu wemizambiringa.
29 ૨૯ ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો.
Iye akapindura akati: Handidi; asi pashure akatendeuka akaenda.
30 ૩૦ અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ.
Akaenda kune wechipiri akataura saizvozvo. Iye akapindura akati: Ndinoenda, ishe; akasaenda.
31 ૩૧ તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે.
Ndeupi pavaviri akaita kuda kwababa? Vakati kwaari: Wekutanga. Jesu akati kwavari: Zvirokwazvo ndinoti kwamuri: Vateresi nezvifeve vanokutangirai kupinda muushe hwaMwari.
32 ૩૨ કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.
Nokuti Johwani akauya kwamuri nenzira yekururama, mukasamutenda; asi vateresi nezvifeve vakamutenda, asi imwi makati muchiona, hamuna kutendeuka shure kwaizvozvi kuti mumutende.
33 ૩૩ એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો.
Inzwai umwe mufananidzo. Kwaiva neumwe munhu, mwene weimba, wakasima munda wemizambiringa, akaisa ruzhowa rwakaukomberedza, akachera pekusvinira waini mauri, akavaka shongwe, akauhaisa kuvarimi, akaenda kunze kwenyika.
34 ૩૪ ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.
Kuzoti nguva yezvibereko yaswedera, akatuma varanda vake kuvarimi kuti vagamuchire zvibereko zvake.
35 ૩૫ ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો.
Asi varimi vakabata varanda vake, umwe vakarova, umwe vakauraya, umwe vakataka nemabwe.
36 ૩૬ પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું.
Akatumazve vamwe varanda vazhinji kune vekutanga; vakavaitira saizvozvo.
37 ૩૭ પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”
Asi pakupedzisira akatuma mwanakomana wake kwavari, achiti: Vacharemekedza mwanakomana wangu.
38 ૩૮ પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’
Asi varimi vakati vachiona mwanakomana, vakataurirana, vachiti: Uyu ndiye mugari wenhaka; uyai, ngatimuurayeyi tibate nhaka yake.
39 ૩૯ ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
Zvino vakamubata vakaposhera panze kunze kwemunda wemizambiringa vakamuuraya.
40 ૪૦ એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?”
Naizvozvo kana mwene wemunda wemizambiringa achisvika, uchaitei kuvarimi avo?
41 ૪૧ તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”
Vakati kwaari: Achaparadza zvakaipa ava vakaipa, akahaisa vamwe varimi munda wemizambiringa, vachamupa zvibereko nenguva dzazvo.
42 ૪૨ ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?
Jesu akati kwavari: Hamuna kutongoverenga here pamagwaro panoti: Ibwe vavaki ravakaramba, ndiro rakava musoro wekona; kubva kuna Ishe izvi zvaitika zvinoshamisa pameso edu?
43 ૪૩ એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.
Naizvozvo ndinoti kwamuri: Ushe hwaMwari huchatorwa kubva kwamuri, hukapiwa kurudzi rwunobereka zvibereko zvahwo.
44 ૪૪ આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”
Uye anowira pamusoro pebwe iri, achavhunikanya; asi pane upi neupi warinowira richamukuya.
45 ૪૫ મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે.
Vapristi vakuru neVaFarisi vakati vachinzwa mifananidzo yake, vakaziva kuti anotaura nezvavo.
46 ૪૬ તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.
Zvino vakati vachitsvaka kumubata vakatya zvaunga nokuti vaimutora semuporofita.