< માથ્થી 21 >

1 જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને
અનન્તરં તેષુ યિરૂશાલમ્નગરસ્ય સમીપવેર્ત્તિનો જૈતુનનામકધરાધરસ્ય સમીપસ્થ્તિં બૈત્ફગિગ્રામમ્ આગતેષુ, યીશુઃ શિષ્યદ્વયં પ્રેષયન્ જગાદ,
2 કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.
યુવાં સમ્મુખસ્થગ્રામં ગત્વા બદ્ધાં યાં સવત્સાં ગર્દ્દભીં હઠાત્ પ્રાપ્સ્યથઃ, તાં મોચયિત્વા મદન્તિકમ્ આનયતં|
3 જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”
તત્ર યદિ કશ્ચિત્ કિઞ્ચિદ્ વક્ષ્યતિ, તર્હિ વદિષ્યથઃ, એતસ્યાં પ્રભોઃ પ્રયોજનમાસ્તે, તેન સ તત્ક્ષણાત્ પ્રહેષ્યતિ|
4 હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,
સીયોનઃ કન્યકાં યૂયં ભાષધ્વમિતિ ભારતીં| પશ્ય તે નમ્રશીલઃ સન્ નૃપ આરુહ્ય ગર્દભીં| અર્થાદારુહ્ય તદ્વત્સમાયાસ્યતિ ત્વદન્તિકં|
5 “સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”
ભવિષ્યદ્વાદિનોક્તં વચનમિદં તદા સફલમભૂત્|
6 ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું.
અનન્તરં તૌ શ્ષ્યિ યીશો ર્યથાનિદેશં તં ગ્રામં ગત્વા
7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા.
ગર્દભીં તદ્વત્સઞ્ચ સમાનીતવન્તૌ, પશ્ચાત્ તદુપરિ સ્વીયવસનાની પાતયિત્વા તમારોહયામાસતુઃ|
8 લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
તતો બહવો લોકા નિજવસનાનિ પથિ પ્રસારયિતુમારેભિરે, કતિપયા જનાશ્ચ પાદપપર્ણાદિકં છિત્વા પથિ વિસ્તારયામાસુઃ|
9 હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!”
અગ્રગામિનઃ પશ્ચાદ્ગામિનશ્ચ મનુજા ઉચ્ચૈર્જય જય દાયૂદઃ સન્તાનેતિ જગદુઃ પરમેશ્વરસ્ય નામ્ના ય આયાતિ સ ધન્યઃ, સર્વ્વોપરિસ્થસ્વર્ગેપિ જયતિ|
10 ૧૦ તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’
ઇત્થં તસ્મિન્ યિરૂશાલમં પ્રવિષ્ટે કોઽયમિતિ કથનાત્ કૃત્સ્નં નગરં ચઞ્ચલમભવત્|
11 ૧૧ ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”
તત્ર લોકોઃ કથયામાસુઃ, એષ ગાલીલ્પ્રદેશીય-નાસરતીય-ભવિષ્યદ્વાદી યીશુઃ|
12 ૧૨ પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં.
અનન્તરં યીશુરીશ્વરસ્ય મન્દિરં પ્રવિશ્ય તન્મધ્યાત્ ક્રયવિક્રયિણો વહિશ્ચકાર; વણિજાં મુદ્રાસનાની કપોતવિક્રયિણાઞ્ચસનાની ચ ન્યુવ્જયામાસ|
13 ૧૩ ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.”
અપરં તાનુવાચ, એષા લિપિરાસ્તે, "મમ ગૃહં પ્રાર્થનાગૃહમિતિ વિખ્યાસ્યતિ", કિન્તુ યૂયં તદ્ દસ્યૂનાં ગહ્વરં કૃતવન્તઃ|
14 ૧૪ ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.
તદનન્તરમ્ અન્ધખઞ્ચલોકાસ્તસ્ય સમીપમાગતાઃ, સ તાન્ નિરામયાન્ કૃતવાન્|
15 ૧૫ પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
યદા પ્રધાનયાજકા અધ્યાપકાશ્ચ તેન કૃતાન્યેતાનિ ચિત્રકર્મ્માણિ દદૃશુઃ, જય જય દાયૂદઃ સન્તાન, મન્દિરે બાલકાનામ્ એતાદૃશમ્ ઉચ્ચધ્વનિં શુશ્રુવુશ્ચ, તદા મહાક્રુદ્ધા બભૂવઃ,
16 ૧૬ તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”
તં પપ્રચ્છુશ્ચ, ઇમે યદ્ વદન્તિ, તત્ કિં ત્વં શૃણોષિ? તતો યીશુસ્તાન્ અવોચત્, સત્યમ્; સ્તન્યપાયિશિશૂનાઞ્ચ બાલકાનાઞ્ચ વક્ત્રતઃ| સ્વકીયં મહિમાનં ત્વં સંપ્રકાશયસિ સ્વયં| એતદ્વાક્યં યૂયં કિં નાપઠત?
17 ૧૭ પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.
તતસ્તાન્ વિહાય સ નગરાદ્ બૈથનિયાગ્રામં ગત્વા તત્ર રજનીં યાપયામાસ|
18 ૧૮ હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.
અનન્તરં પ્રભાતે સતિ યીશુઃ પુનરપિ નગરમાગચ્છન્ ક્ષુધાર્ત્તો બભૂવ|
19 ૧૯ રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ. (aiōn g165)
તતો માર્ગપાર્શ્વ ઉડુમ્બરવૃક્ષમેકં વિલોક્ય તત્સમીપં ગત્વા પત્રાણિ વિના કિમપિ ન પ્રાપ્ય તં પાદપં પ્રોવાચ, અદ્યારભ્ય કદાપિ ત્વયિ ફલં ન ભવતુ; તેન તત્ક્ષણાત્ સ ઉડુમ્બરમાહીરુહઃ શુષ્કતાં ગતઃ| (aiōn g165)
20 ૨૦ તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?”
તદ્ દૃષ્ટ્વા શિષ્યા આશ્ચર્ય્યં વિજ્ઞાય કથયામાસુઃ, આઃ, ઉડુમ્વરપાદપોઽતિતૂર્ણં શુષ્કોઽભવત્|
21 ૨૧ ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે.
તતો યીશુસ્તાનુવાચ, યુષ્માનહં સત્યં વદામિ, યદિ યૂયમસન્દિગ્ધાઃ પ્રતીથ, તર્હિ યૂયમપિ કેવલોડુમ્વરપાદપં પ્રતીત્થં કર્ત્તું શક્ષ્યથ, તન્ન, ત્વં ચલિત્વા સાગરે પતેતિ વાક્યં યુષ્માભિરસ્મિન શૈલે પ્રોક્તેપિ તદૈવ તદ્ ઘટિષ્યતે|
22 ૨૨ જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.”
તથા વિશ્વસ્ય પ્રાર્થ્ય યુષ્માભિ ર્યદ્ યાચિષ્યતે, તદેવ પ્રાપ્સ્યતે|
23 ૨૩ પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?”
અનન્તરં મન્દિરં પ્રવિશ્યોપદેશનસમયે તત્સમીપં પ્રધાનયાજકાઃ પ્રાચીનલોકાશ્ચાગત્ય પપ્રચ્છુઃ, ત્વયા કેન સામર્થ્યનૈતાનિ કર્મ્માણિ ક્રિયન્તે? કેન વા તુભ્યમેતાનિ સામર્થ્યાનિ દત્તાનિ?
24 ૨૪ ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.
તતો યીશુઃ પ્રત્યવદત્, અહમપિ યુષ્માન્ વાચમેકાં પૃચ્છામિ, યદિ યૂયં તદુત્તરં દાતું શક્ષ્યથ, તદા કેન સામર્થ્યેન કર્મ્માણ્યેતાનિ કરોમિ, તદહં યુષ્માન્ વક્ષ્યામિ|
25 ૨૫ જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
યોહનો મજ્જનં કસ્યાજ્ઞયાભવત્? કિમીશ્વરસ્ય મનુષ્યસ્ય વા? તતસ્તે પરસ્પરં વિવિચ્ય કથયામાસુઃ, યદીશ્વરસ્યેતિ વદામસ્તર્હિ યૂયં તં કુતો ન પ્રત્યૈત? વાચમેતાં વક્ષ્યતિ|
26 ૨૬ અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.”
મનુષ્યસ્યેતિ વક્તુમપિ લોકેભ્યો બિભીમઃ, યતઃ સર્વ્વૈરપિ યોહન્ ભવિષ્યદ્વાદીતિ જ્ઞાયતે|
27 ૨૭ પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.
તસ્માત્ તે યીશું પ્રત્યવદન્, તદ્ વયં ન વિદ્મઃ| તદા સ તાનુક્તવાન્, તર્હિ કેન સામરથ્યેન કર્મ્માણ્યેતાન્યહં કરોમિ, તદપ્યહં યુષ્માન્ ન વક્ષ્યામિ|
28 ૨૮ પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’
કસ્યચિજ્જનસ્ય દ્વૌ સુતાવાસ્તાં સ એકસ્ય સુતસ્ય સમીપં ગત્વા જગાદ, હે સુત, ત્વમદ્ય મમ દ્રાક્ષાક્ષેત્રે કર્મ્મ કર્તું વ્રજ|
29 ૨૯ ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો.
તતઃ સ ઉક્તવાન્, ન યાસ્યામિ, કિન્તુ શેષેઽનુતપ્ય જગામ|
30 ૩૦ અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ.
અનન્તરં સોન્યસુતસ્ય સમીપં ગત્વા તથૈવ કથ્તિવાન્; તતઃ સ પ્રત્યુવાચ, મહેચ્છ યામિ, કિન્તુ ન ગતઃ|
31 ૩૧ તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે.
એતયોઃ પુત્રયો ર્મધ્યે પિતુરભિમતં કેન પાલિતં? યુષ્માભિઃ કિં બુધ્યતે? તતસ્તે પ્રત્યૂચુઃ, પ્રથમેન પુત્રેણ| તદાનીં યીશુસ્તાનુવાચ, અહં યુષ્માન્ તથ્યં વદામિ, ચણ્ડાલા ગણિકાશ્ચ યુષ્માકમગ્રત ઈશ્વરસ્ય રાજ્યં પ્રવિશન્તિ|
32 ૩૨ કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.
યતો યુષ્માકં સમીપં યોહનિ ધર્મ્મપથેનાગતે યૂયં તં ન પ્રતીથ, કિન્તુ ચણ્ડાલા ગણિકાશ્ચ તં પ્રત્યાયન્, તદ્ વિલોક્યાપિ યૂયં પ્રત્યેતું નાખિદ્યધ્વં|
33 ૩૩ એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો.
અપરમેકં દૃષ્ટાન્તં શૃણુત, કશ્ચિદ્ ગૃહસ્થઃ ક્ષેત્રે દ્રાક્ષાલતા રોપયિત્વા તચ્ચતુર્દિક્ષુ વારણીં વિધાય તન્મધ્યે દ્રાક્ષાયન્ત્રં સ્થાપિતવાન્, માઞ્ચઞ્ચ નિર્મ્મિતવાન્, તતઃ કૃષકેષુ તત્ ક્ષેત્રં સમર્પ્ય સ્વયં દૂરદેશં જગામ|
34 ૩૪ ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.
તદનન્તરં ફલસમય ઉપસ્થિતે સ ફલાનિ પ્રાપ્તું કૃષીવલાનાં સમીપં નિજદાસાન્ પ્રેષયામાસ|
35 ૩૫ ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો.
કિન્તુ કૃષીવલાસ્તસ્ય તાન્ દાસેયાન્ ધૃત્વા કઞ્ચન પ્રહૃતવન્તઃ, કઞ્ચન પાષાણૈરાહતવન્તઃ, કઞ્ચન ચ હતવન્તઃ|
36 ૩૬ પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું.
પુનરપિ સ પ્રભુઃ પ્રથમતોઽધિકદાસેયાન્ પ્રેષયામાસ, કિન્તુ તે તાન્ પ્રત્યપિ તથૈવ ચક્રુઃ|
37 ૩૭ પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”
અનન્તરં મમ સુતે ગતે તં સમાદરિષ્યન્તે, ઇત્યુક્ત્વા શેષે સ નિજસુતં તેષાં સન્નિધિં પ્રેષયામાસ|
38 ૩૮ પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’
કિન્તુ તે કૃષીવલાઃ સુતં વીક્ષ્ય પરસ્પરમ્ ઇતિ મન્ત્રયિતુમ્ આરેભિરે, અયમુત્તરાધિકારી વયમેનં નિહત્યાસ્યાધિકારં સ્વવશીકરિષ્યામઃ|
39 ૩૯ ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
પશ્ચાત્ તે તં ધૃત્વા દ્રાક્ષાક્ષેત્રાદ્ બહિઃ પાતયિત્વાબધિષુઃ|
40 ૪૦ એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?”
યદા સ દ્રાક્ષાક્ષેત્રપતિરાગમિષ્યતિ, તદા તાન્ કૃષીવલાન્ કિં કરિષ્યતિ?
41 ૪૧ તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”
તતસ્તે પ્રત્યવદન્, તાન્ કલુષિણો દારુણયાતનાભિરાહનિષ્યતિ, યે ચ સમયાનુક્રમાત્ ફલાનિ દાસ્યન્તિ, તાદૃશેષુ કૃષીવલેષુ ક્ષેત્રં સમર્પયિષ્યતિ|
42 ૪૨ ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?
તદા યીશુના તે ગદિતાઃ, ગ્રહણં ન કૃતં યસ્ય પાષાણસ્ય નિચાયકૈઃ| પ્રધાનપ્રસ્તરઃ કોણે સએવ સંભવિષ્યતિ| એતત્ પરેશિતુઃ કર્મ્માસ્મદૃષ્ટાવદ્ભુતં ભવેત્| ધર્મ્મગ્રન્થે લિખિતમેતદ્વચનં યુષ્માભિઃ કિં નાપાઠિ?
43 ૪૩ એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.
તસ્માદહં યુષ્માન્ વદામિ, યુષ્મત્ત ઈશ્વરીયરાજ્યમપનીય ફલોત્પાદયિત્રન્યજાતયે દાયિષ્યતે|
44 ૪૪ આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”
યો જન એતત્પાષાણોપરિ પતિષ્યતિ, તં સ ભંક્ષ્યતે, કિન્ત્વયં પાષાણો યસ્યોપરિ પતિષ્યતિ, તં સ ધૂલિવત્ ચૂર્ણીકરિષ્યતિ|
45 ૪૫ મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે.
તદાનીં પ્રાધનયાજકાઃ ફિરૂશિનશ્ચ તસ્યેમાં દૃષ્ટાન્તકથાં શ્રુત્વા સોઽસ્માનુદ્દિશ્ય કથિતવાન્, ઇતિ વિજ્ઞાય તં ધર્ત્તું ચેષ્ટિતવન્તઃ;
46 ૪૬ તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.
કિન્તુ લોકેભ્યો બિભ્યુઃ, યતો લોકૈઃ સ ભવિષ્યદ્વાદીત્યજ્ઞાયિ|

< માથ્થી 21 >