< માથ્થી 19 >

1 ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા.
जेबे यीशु इना गल्ला बोली चुके, तेबे सेयो गलील प्रदेशो ते चली गे और यरदन नदिया ते पार यहूदिया प्रदेशो रे आए।
2 અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા.
तेबे एक बड़ी पीड़ तिना पीछे आईगी और तिने सेयो तेती ठीक कित्ते।
3 ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, “કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?”
तेबे फरीसी तिना खे परखणे खे तिना गे आए और बोलणे लगे, “क्या हर एक बजअ ते आपणी लाड़ी छाडणी खरी गल्ल ए?”
4 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?
यीशुए जवाब दित्तेया, “क्या तुसे नि पड़ी राखेया, जिने सेयो बणाई राखे तिने शुरूओ तेई मर्द और जवाणस बणाई की बोलेया,
5 અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’
‘इजी बजअ ते मांणू आपणे माया-बावा ते लग ऊई की आपणिया लाड़िया साथे रणा और सेयो दोनो एक तन ऊणे’
6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”
तो एबे सेयो, दो नि पर एक तन ए। इजी री खातर, जो परमेशरे जोड़ी राखेया, तिना खे मांणू लग नि करो।”
7 તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?”
तिने यीशुए खे बोलया, “तेबे मूसे कऊँ ठराई राखेया कि त्यागपत्र देई की तेसा खे छाडी देओ?”
8 ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું.
तिने तिना खे बोलेया, “मूसे तुसा रे मनो रे जिद्दी स्वभाव री बजअ ते तुसा खे आपणी लाड़ी छाडणे री आज्ञा दित्ती; पर शुरूओ रे एड़ा नि था।
9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.”
पर आऊँ तुसा खे सच बोलूँआ कि जो कोई व्याभिचार छाडी की ओर केसी बजअ ते आपणी लाड़िया खे त्यागपत्र देई की, केसी दुजिया साथे ब्या करोआ, से व्याभिचार करोआ। जो कोई तेसा छाडी रिया जवाणसा साथे ब्या करोआ, से बी व्याभिचार करोआ।”
10 ૧૦ તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.”
चेलेया तिना खे बोलेया, “जे मर्दो रा जवाणसा साथे एड़ा सम्बन्ध ए, तो क्या ब्या करना खरा निए?”
11 ૧૧ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ.
तिने तिना खे बोलेया, “सारे ये वचन मानी नि सकदे, बस सेयो ई जिना खे परमेशरे एतेरा दान देई राखेया।
12 ૧૨ કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે.”
कऊँकि कुछ नपुंसक एड़े ए, जो माया रे पेटो तेई एड़े जम्मी रे; और कुछ नपुंसक एड़े ए, जो मांणूए नपुंसक बणाए और कुछ नपुंसक एड़े ए, जिने स्वर्गो रे राज्य खे आपू खेई नपुंसक बणाई राखेया। जो कोई इजी खे समजी सकोआ, ओ समजी लओ।”
13 ૧૩ ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.
तेबे लोक बच्चेया खे तिना गे ल्याए, ताकि सेयो तिना पाँदे आपणा आथ राखो और प्रार्थना करो; पर चेले तिना खे बकणे लगे।
14 ૧૪ પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.”
यीशुए तिना खे बोलेया, “बच्चेया खे मांगे आऊणे देयो और तिना खे ना नि करो, कऊँकि स्वर्गो रा राज्य एड़ेया रा ईए।”
15 ૧૫ તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.
तेबे सेयो तिना पाँदे आथ राखी की तेथा ते चली गे।
16 ૧૬ ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?” (aiōnios g166)
तेबे एक मांणूए तिना गे आयी की बोलेया, “ओ गुरू! आऊँ एड़ा कुण जा खरा काम करुँ कि अनन्त जीवन पाऊँ?” (aiōnios g166)
17 ૧૭ ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”
यीशुए तेसखे बोलेया, “तूँ मांते पलाईया रे बारे रे कऊँ लगी रा पूछणे? खरा तो एक ईए, पर जे तूँ जिन्दगिया रे जाणा चाओ तो, आज्ञा खे मानेया कर।”
18 ૧૮ તે વ્યક્તિએ ઈસુને કહ્યું કે, ‘કઈ આજ્ઞાઓ?’ ત્યારે ઈસુએ કહ્યું કે, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર,
तिने यीशुए ते पूछेया, “कुण जी आज्ञा ए?” तिने बोलेया, “अत्या, व्याभिचार, चोरी नि करना और ना चूठी गवाई देणा,
19 ૧૯ પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”
आपणे माया-बावा रा आदर करना और आपणे पड़ोसिये साथे आपू जेड़ा प्यार करना।”
20 ૨૦ તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?”
तिने जवाने तिना खे बोलेया, “इना सबी गल्ला खे तो आऊँ मानूँआ, एबे मांदे किजी गल्ला री कमी ए?”
21 ૨૧ ઈસુએ તે જુવાનને કહ્યું કે, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.”
यीशुए तेसखे बोलेया, “जे तूँ सिद्ध बणना चाया, तो जा, आपणा सारा माल बेची की कंगाल़ा खे देई दे; तेबे ताखे स्वर्गो रे खजाना मिलणा और आयी की, मां पीछे आईजा।”
22 ૨૨ પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
पर इना गल्ला सुणी की से उदास ऊईगा और तेथा ते चली गा, कऊँकि से बऊत साऊकार था।
23 ૨૩ ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.
तेबे यीशुए आपणे चेलेया खे बोलेया, “आऊँ तुसा खे सच लगी रा बोलणे कि अमीरा रा स्वर्गो रे राज्य रे जाणा मुश्किल ए।
24 ૨૪ વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”
आऊँ तुसा खे फेर बोलूँआ कि परमेशरो रे राज्य रे अमीरा रा जाणा, ऊँटो रा सूईया रे नाके ते निकल़ना सान ए।”
25 ૨૫ ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?”
ये सुणी की चेलेया हैरान ऊई की बोलेया, “तेबे केसरा उद्धार ऊई सकोआ?”
26 ૨૬ પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”
यीशुए तिना री तरफा खे देखेया और बोलेया, “मांणूआ ते तो ये ऊई नि सकदा, पर परमेशरो ते सब कुछ ऊई सकोआ।”
27 ૨૭ ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, “અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”
तेबे पतरसे बोलेया, “देखो, आसे तो सब कुछ छाडी की तुसा पीछे आईगे रे, तो आसा खे क्या मिलणा?”
28 ૨૮ ઈસુએ તેઓને કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.
यीशुए तिना खे बोलेया, “आऊँ तुसा खे सच लगी रा बोलणे कि जेबे नई सृष्टि ऊणी और आँऊ माणूं रा पुत्र महिमा रे सिंहासनो रे बैठणा, तो तुसे बी, जो मां पीछे आयी रे, बारा सिंहासनो पाँदे बैठणे और इस्राएलो रे बारा गोत्रा रा न्याय करना
29 ૨૯ જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે. (aiōnios g166)
और जिने बी आपणे कअर, पाई, बईण, बाओ, माए, लाड़ी, बाल-बच्चे और डोरू मां पीछे छाडी राखे, तेसखे सौ गुणा मिलणा और से अनन्त जीवनो रा अक्कदार ऊणा। (aiōnios g166)
30 ૩૦ પણ ઘણાં જેઓ પ્રથમ તેઓ છેલ્લાં થશે; અને જેઓ છેલ્લાં તેઓ પ્રથમ થશે.”
पर एबे बऊत सारे लोक जो आपणे आपू खे एते दुनिया रे बड़े समजोए, सेयो परमेशरो री नजरा रे छोटे ऊई जाणे, और जिना खे संसार एबु छोटा समजोआ, सेयो परमेशरो री नजरा रे बड़े समजे जाणे।”

< માથ્થી 19 >