< માથ્થી 18 >
1 ૧ તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?”
तदानीं शिष्या यीशोः समीपमागत्य पृष्टवन्तः स्वर्गराज्ये कः श्रेष्ठः?
2 ૨ ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને
ततो यीशुः क्षुद्रमेकं बालकं स्वसमीपमानीय तेषां मध्ये निधाय जगाद,
3 ૩ તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.
युष्मानहं सत्यं ब्रवीमि, यूयं मनोविनिमयेन क्षुद्रबालवत् न सन्तः स्वर्गराज्यं प्रवेष्टुं न शक्नुथ।
4 ૪ માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે.
यः कश्चिद् एतस्य क्षुद्रबालकस्य सममात्मानं नम्रीकरोति, सएव स्वर्गराजये श्रेष्ठः।
5 ૫ વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.
यः कश्चिद् एतादृशं क्षुद्रबालकमेकं मम नाम्नि गृह्लाति, स मामेव गृह्लाति।
6 ૬ પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.
किन्तु यो जनो मयि कृतविश्वासानामेतेषां क्षुद्रप्राणिनाम् एकस्यापि विध्निं जनयति, कण्ठबद्धपेषणीकस्य तस्य सागरागाधजले मज्जनं श्रेयः।
7 ૭ માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે!
विघ्नात् जगतः सन्तापो भविष्यति, विघ्नोऽवश्यं जनयिष्यते, किन्तु येन मनुजेन विघ्नो जनिष्यते तस्यैव सन्तापो भविष्यति।
8 ૮ માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. (aiōnios )
तस्मात् तव करश्चरणो वा यदि त्वां बाधते, तर्हि तं छित्त्वा निक्षिप, द्विकरस्य द्विपदस्य वा तवानप्तवह्नौ निक्षेपात्, खञ्जस्य वा छिन्नहस्तस्य तव जीवने प्रवेशो वरं। (aiōnios )
9 ૯ જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. (Geenna )
अपरं तव नेत्रं यदि त्वां बाधते, तर्हि तदप्युत्पाव्य निक्षिप, द्विनेत्रस्य नरकाग्नौ निक्षेपात् काणस्य तव जीवने प्रवेशो वरं। (Geenna )
10 ૧૦ સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે.
तस्मादवधद्धं, एतेषां क्षुद्रप्राणिनाम् एकमपि मा तुच्छीकुरुत,
11 ૧૧ (કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.)
यतो युष्मानहं तथ्यं ब्रवीमि, स्वर्गे तेषां दूता मम स्वर्गस्थस्य पितुरास्यं नित्यं पश्यन्ति। एवं ये ये हारितास्तान् रक्षितुं मनुजपुत्र आगच्छत्।
12 ૧૨ તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી?
यूयमत्र किं विविंग्घ्वे? कस्यचिद् यदि शतं मेषाः सन्ति, तेषामेको हार्य्यते च, तर्हि स एकोनशतं मेषान् विहाय पर्व्वतं गत्वा तं हारितमेकं किं न मृगयते?
13 ૧૩ જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે.
यदि च कदाचित् तन्मेषोद्देशं लमते, तर्हि युष्मानहं सत्यं कथयामि, सोऽविपथगामिभ्य एकोनशतमेषेभ्योपि तदेकहेतोरधिकम् आह्लादते।
14 ૧૪ એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી.
तद्वद् एतेषां क्षुद्रप्राएिनाम् एकोपि नश्यतीति युष्माकं स्वर्गस्थपितु र्नाभिमतम्।
15 ૧૫ વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.
यद्यपि तव भ्राता त्वयि किमप्यपराध्यति, तर्हि गत्वा युवयोर्द्वयोः स्थितयोस्तस्यापराधं तं ज्ञापय। तत्र स यदि तव वाक्यं शृणोति, तर्हि त्वं स्वभ्रातरं प्राप्तवान्,
16 ૧૬ પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.
किन्तु यदि न शृणोति, तर्हि द्वाभ्यां त्रिभि र्वा साक्षीभिः सर्व्वं वाक्यं यथा निश्चितं जायते, तदर्थम् एकं द्वौ वा साक्षिणौ गृहीत्वा याहि।
17 ૧૭ જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવો ગણ.
तेन स यदि तयो र्वाक्यं न मान्यते, तर्हि समाजं तज्ज्ञापय, किन्तु यदि समाजस्यापि वाक्यं न मान्यते, तर्हि स तव समीपे देवपूजकइव चण्डालइव च भविष्यति।
18 ૧૮ હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે.
अहं युष्मान् सत्यं वदामि, युष्माभिः पृथिव्यां यद् बध्यते तत् स्वर्गे भंत्स्यते; मेदिन्यां यत् भोच्यते, स्वर्गेऽपि तत् मोक्ष्यते।
19 ૧૯ વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે.
पुनरहं युष्मान् वदामि, मेदिन्यां युष्माकं यदि द्वावेकवाक्यीभूय किञ्चित् प्रार्थयेते, तर्हि मम स्वर्गस्थपित्रा तत् तयोः कृते सम्पन्नं भविष्यति।
20 ૨૦ કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.”
यतो यत्र द्वौ त्रयो वा मम नान्नि मिलन्ति, तत्रैवाहं तेषां मध्येऽस्मि।
21 ૨૧ ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?”
तदानीं पितरस्तत्समीपमागत्य कथितवान् हे प्रभो, मम भ्राता मम यद्यपराध्यति, तर्हि तं कतिकृत्वः क्षमिष्ये?
22 ૨૨ ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.
किं सप्तकृत्वः? यीशुस्तं जगाद, त्वां केवलं सप्तकृत्वो यावत् न वदामि, किन्तु सप्तत्या गुणितं सप्तकृत्वो यावत्।
23 ૨૩ એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો.
अपरं निजदासैः सह जिगणयिषुः कश्चिद् राजेव स्वर्गराजयं।
24 ૨૪ તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું.
आरब्धे तस्मिन् गणने सार्द्धसहस्रमुद्रापूरितानां दशसहस्रपुटकानाम् एकोऽघमर्णस्तत्समक्षमानायि।
25 ૨૫ પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.
तस्य परिशोधनाय द्रव्याभावात् परिशोधनार्थं स तदीयभार्य्यापुत्रादिसर्व्वस्वञ्च विक्रीयतामिति तत्प्रभुरादिदेश।
26 ૨૬ એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’
तेन स दासस्तस्य पादयोः पतन् प्रणम्य कथितवान्, हे प्रभो भवता घैर्य्ये कृते मया सर्व्वं परिशोधिष्यते।
27 ૨૭ ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું.
तदानीं दासस्य प्रभुः सकरुणः सन् सकलर्णं क्षमित्वा तं तत्याज।
28 ૨૮ પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’
किन्तु तस्मिन् दासे बहि र्याते, तस्य शतं मुद्राचतुर्थांशान् यो धारयति, तं सहदासं दृष्द्वा तस्य कण्ठं निष्पीड्य गदितवान्, मम यत् प्राप्यं तत् परिशोधय।
29 ૨૯ ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’”
तदा तस्य सहदासस्तत्पादयोः पतित्वा विनीय बभाषे, त्वया धैर्य्ये कृते मया सर्व्वं परिशोधिष्यते।
30 ૩૦ તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો.
तथापि स तत् नाङगीकृत्य यावत् सर्व्वमृणं न परिशोधितवान् तावत् तं कारायां स्थापयामास।
31 ૩૧ ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું.
तदा तस्य सहदासास्तस्यैतादृग् आचरणं विलोक्य प्रभोः समीपं गत्वा सर्व्वं वृत्तान्तं निवेदयामासुः।
32 ૩૨ ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું.
तदा तस्य प्रभुस्तमाहूय जगाद, रे दुष्ट दास, त्वया मत्सन्निधौ प्रार्थिते मया तव सर्व्वमृणं त्यक्तं;
33 ૩૩ મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’”
यथा चाहं त्वयि करुणां कृतवान्, तथैव त्वत्सहदासे करुणाकरणं किं तव नोचितं?
34 ૩૪ તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો.
इति कथयित्वा तस्य प्रभुः क्रुद्ध्यन् निजप्राप्यं यावत् स न परिशोधितवान्, तावत् प्रहारकानां करेषु तं समर्पितवान्।
35 ૩૫ એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.”
यदि यूयं स्वान्तःकरणैः स्वस्वसहजानाम् अपराधान् न क्षमध्वे, तर्हि मम स्वर्गस्यः पितापि युष्मान् प्रतीत्थं करिष्यति।