< માથ્થી 17 >
1 ૧ છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા.
Altı gün sonra İsa, yanına yalnız Petrus, Yakup ve Yakup'un kardeşi Yuhanna'yı alarak yüksek bir dağa çıktı.
2 ૨ તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
Onların gözü önünde İsa'nın görünümü değişti. Yüzü güneş gibi parladı, giysileri ışık gibi bembeyaz oldu.
3 ૩ જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.
O anda Musa'yla İlyas öğrencilere göründü. İsa'yla konuşuyorlardı.
4 ૪ પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”
Petrus İsa'ya, “Ya Rab” dedi, “Burada bulunmamız ne iyi oldu! İstersen burada üç çardak kurayım: Biri sana, biri Musa'ya, biri de İlyas'a.”
5 ૫ તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.”
Petrus daha konuşurken parlak bir bulut onlara gölge saldı. Buluttan gelen bir ses, “Sevgili Oğlum budur, O'ndan hoşnudum. O'nu dinleyin!” dedi.
6 ૬ શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.
Öğrenciler bunu işitince, dehşet içinde yüzüstü yere kapandılar.
7 ૭ ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.”
İsa gelip onlara dokundu, “Kalkın, korkmayın!” dedi.
8 ૮ તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.
Başlarını kaldırınca İsa'dan başka kimseyi göremediler.
9 ૯ જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.”
Dağdan inerlerken İsa onlara, “İnsanoğlu ölümden dirilmeden, gördüklerinizi kimseye söylemeyin” diye buyurdu.
10 ૧૦ તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”
Öğrencileri O'na şunu sordular: “Peki, din bilginleri neden önce İlyas'ın gelmesi gerektiğini söylüyorlar?”
11 ૧૧ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે.
İsa, “İlyas gerçekten gelecek ve her şeyi yeniden düzene koyacak” diye yanıtladı.
12 ૧૨ પણ હું તમને કહું છું કે, “એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.”
“Size şunu söyleyeyim, İlyas zaten geldi, ama onu tanımadılar, ona yapmadıklarını bırakmadılar. Aynı şekilde İnsanoğlu da onların elinden acı çekecektir.”
13 ૧૩ ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.
O zaman öğrenciler İsa'nın kendilerine Vaftizci Yahya'dan söz ettiğini anladılar.
14 ૧૪ જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,
Kalabalığın yanına vardıklarında bir adam İsa'ya yaklaşıp önünde diz çöktü.
15 ૧૫ “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.
“Ya Rab” dedi, “Oğlumun haline acı! Sarası var, çok acı çekiyor. Sık sık ateşe, suya düşüyor.
16 ૧૬ તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.”
Onu senin öğrencilerine getirdim, ama iyileştiremediler.”
17 ૧૭ ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.”
İsa, “Ey imansız ve sapmış kuşak!” dedi. “Sizinle daha ne kadar kalacağım? Size daha ne kadar katlanacağım? Çocuğu buraya, bana getirin.”
18 ૧૮ પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.
İsa cini azarlayınca, cin çocuktan çıktı, çocuk o anda iyileşti.
19 ૧૯ પછી શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”
Sonra öğrenciler tek başlarına İsa'ya gelip, “Biz cini neden kovamadık?” diye sordular.
20 ૨૦ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.
İsa, “İmanınız kıt olduğu için” karşılığını verdi. “Size doğrusunu söyleyeyim, bir hardal tanesi kadar imanınız olsa şu dağa, ‘Buradan şuraya göç’ derseniz, göçer; sizin için imkânsız bir şey olmayacaktır.”
21 ૨૧ (પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”)
22 ૨૨ જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;
Celile'de bir araya geldiklerinde İsa onlara, “İnsanoğlu, insanların eline teslim edilecek ve öldürülecek, ama üçüncü gün dirilecek” dedi. Öğrenciler buna çok kederlendiler.
23 ૨૩ તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યો બહુ દિલગીર થયા.
24 ૨૪ પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?”
Kefarnahum'a geldiklerinde, iki dirhemlik tapınak vergisini toplayanlar Petrus'a gelip, “Öğretmeniniz tapınak vergisini ödüyor, değil mi?” diye sordular.
25 ૨૫ પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?”
Petrus, “Ödüyor” dedi. Petrus eve gelince, daha kendisi bir şey söylemeden İsa ona, “Simun, ne dersin?” dedi. “Dünya kralları gümrük ya da vergiyi kimlerden alır? Kendi oğullarından mı, yabancılardan mı?”
26 ૨૬ પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે.
Petrus'un, “Yabancılardan” demesi üzerine İsa, “O halde oğullar muaftır” dedi.
27 ૨૭ રખેને આપણે તેઓનું અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”
“Ama vergi toplayanları gücendirmeyelim. Göle gidip oltanı at. Tuttuğun ilk balığı çıkar, onun ağzını aç, dört dirhemlik bir akçe bulacaksın. Parayı al, ikimizin vergisi olarak onlara ver.”