< માથ્થી 17 >

1 છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા.
ⲁ̅ⲙⲛⲛⲥⲁⲥⲟⲟⲩ ⲇⲉ ⲛϩⲟⲟⲩ ⲁϥϫⲓ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲙⲡⲉⲧⲣⲟⲥ ⲙⲛⲓⲁⲕⲱⲃⲟⲥ ⲙⲛⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲉϥⲥⲟⲛ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛⲟⲩⲧⲟⲟⲩ ⲉϥϫⲟⲥⲉ ⲙⲁⲩⲁⲁⲩ.
2 તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
ⲃ̅ⲁϥϣⲃⲧϥ ⲙⲡⲉⲩⲙⲧⲟ ⲉⲃⲟⲗ. ⲡⲉϥϩⲟ ⲁϥⲧⲁⲁⲧⲉ ⲛⲑⲉ ⲙⲡⲣⲏ. ⲁⲩⲱ ⲛⲉϥϩⲟⲓⲧⲉ ⲁⲩⲟⲩⲃⲁϣ ⲛⲑⲉ ⲙⲡⲟⲩⲟⲉⲓⲛ.
3 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.
ⲅ̅ⲉⲓⲥϩⲏⲏⲧⲉ ⲁⲩⲟⲩⲱⲛϩ ⲛⲁϥ ⲉⲃⲟⲗ ⲛϭⲓⲙⲱⲩⲥⲏⲥ ⲙⲛϩⲏⲗⲓⲁⲥ ⲉⲩϣⲁϫⲉ ⲛⲙⲙⲁϥ.
4 પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”
ⲇ̅ⲁϥⲟⲩⲱϣⲃ ⲇⲉ ⲛϭⲓⲡⲉⲧⲣⲟⲥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲓ̅ⲥ̅. ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲁⲛⲟⲩⲥ ⲛⲁⲛ ⲉⲧⲣⲉⲛϭⲱ ⲙⲡⲉⲓⲙⲁ. ⲕⲟⲩⲱϣ ⲉⲧⲣⲉⲛⲧⲁⲙⲉⲓⲟ ⲙⲡⲉⲓⲙⲁ ⲛϣⲟⲙⲧⲉ ⲛⲥⲕⲩⲛⲏ. ⲟⲩⲉⲓ ⲛⲁⲕ. ⲟⲩⲉⲓ ⲙⲙⲱⲩⲥⲏⲥ. ⲟⲩⲉⲓ ⲛϩⲏⲗⲓⲁⲥ.
5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.”
ⲉ̅ⲉⲧⲓ ⲉϥϣⲁϫⲉ ⲉⲓⲥϩⲏⲏⲧⲉ ⲉⲓⲥⲟⲩⲕⲗⲟⲟⲗⲉ ⲛⲟⲩⲟⲉⲓⲛ ⲁⲥⲣϩⲁⲓⲃⲉⲥ ⲉϩⲣⲁⲓ ⲉϫⲱⲟⲩ. ⲁⲩⲱ ⲉⲓⲥⲟⲩⲥⲙⲏ ⲉⲃⲟⲗ ϩⲛⲧⲉⲕⲗⲟⲟⲗⲉ ⲉⲥϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲡⲁⲓ ⲡⲉ ⲡⲁϣⲏⲣⲉ ⲡⲁⲙⲉⲣⲓⲧ ⲡⲉⲛⲧⲁⲡⲁⲟⲩⲱϣ ϣⲱⲡⲉ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧϥ. ⲥⲱⲧⲙ ⲛⲥⲱϥ.
6 શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.
ⲋ̅ⲁⲩⲥⲱⲧⲙ ⲇⲉ ⲛϭⲓⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲁⲩϩⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙⲡⲉⲩϩⲟ ⲁⲩⲱ ⲁⲩⲣϩⲟⲧⲉ ⲉⲙⲁⲧⲉ.
7 ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.”
ⲍ̅ⲁϥϯⲡⲉϥⲟⲩⲟⲓ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲁϥϫⲱϩ ⲉⲣⲟⲟⲩ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲧⲱⲟⲩⲛ ⲙⲡⲣⲣϩⲟⲧⲉ.
8 તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.
ⲏ̅ⲁⲩϥⲓ ⲇⲉ ⲛⲛⲉⲩⲃⲁⲗ ⲉϩⲣⲁⲓ ⲙⲡⲟⲩⲛⲁⲩ ⲉⲗⲁⲁⲩ ⲉⲓⲙⲏⲧⲉⲓ ⲓ̅ⲥ̅ ⲙⲁⲩⲁⲁϥ.
9 જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.”
ⲑ̅ⲉⲩⲛⲏⲩ ⲇⲉ ⲉⲡⲉⲥⲏⲧ ϩⲓⲡⲧⲟⲟⲩ ⲁϥϩⲱⲛ ⲉⲧⲟⲟⲧⲟⲩ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲙⲡⲣϫⲱ ⲉⲗⲁⲁⲩ ⲙⲡϩⲟⲣⲁⲙⲁ ϣⲁⲛⲧⲉⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲧⲱⲟⲩⲛ ⲉⲃⲟⲗ ϩⲛⲛⲉⲧⲙⲟⲟⲩⲧ.
10 ૧૦ તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”
ⲓ̅ⲁⲩϫⲛⲟⲩϥ ⲇⲉ ⲛϭⲓⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲁϩⲣⲟⲟⲩ ϭⲉ ⲛⲉⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ϩⲁⲡⲥ ⲉⲧⲣⲉϩⲏⲗⲓⲁⲥ ⲉⲓ ⲛϣⲟⲣⲡ.
11 ૧૧ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે.
ⲓ̅ⲁ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥⲟⲩⲱϣⲃ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁⲩ. ϫⲉ ϩⲏⲗⲓⲁⲥ ⲙⲉⲛ ⲛⲏⲩ ⲛϥⲁⲡⲟⲕⲁⲑⲓⲥⲧⲁ ⲛϩⲱⲃ ⲛⲓⲙ.
12 ૧૨ પણ હું તમને કહું છું કે, “એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.”
ⲓ̅ⲃ̅ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲁϩⲏⲗⲓⲁⲥ ⲟⲩⲱ ⲉϥⲉⲓ ⲁⲩⲱ ⲙⲡⲟⲩⲥⲟⲩⲱⲛϥ. ⲁⲗⲗⲁ ⲁⲩⲉⲓⲣⲉ ⲛⲁϥ ⲛⲛⲉⲛⲧⲁⲩⲟⲩⲁϣⲟⲩ. ⲧⲁⲓ ⲟⲛ ⲧⲉ ⲑⲉ ⲙⲡϣⲏⲣⲉ ⲙⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲉϥⲛⲁϣⲡϩⲓⲥⲉ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲟⲟⲧⲟⲩ.
13 ૧૩ ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.
ⲓ̅ⲅ̅ⲧⲟⲧⲉ ⲁⲩⲉⲓⲙⲉ ⲛϭⲓⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ϫⲉ ⲛⲧⲁϥϫⲟⲟⲥ ⲛⲁⲩ ⲉⲧⲃⲉⲓⲱϩⲁⲛⲛⲏⲥ ⲡⲃⲁⲡⲧⲓⲥⲧⲏⲥ.
14 ૧૪ જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,
ⲓ̅ⲇ̅ⲛⲧⲉⲣⲉϥⲉⲓ ⲇⲉ ϣⲁⲡⲙⲏⲏϣⲉ ⲁⲩⲣⲱⲙⲉ ϯⲡⲉϥⲟⲩⲟⲓ ⲉⲣⲟϥ ⲉϥⲥⲟⲡⲥ ⲙⲙⲟϥ
15 ૧૫ “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.
ⲓ̅ⲉ̅ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲛⲁ ⲙⲡⲁϣⲏⲣⲉ ϫⲉ ϥϩⲓⲧⲉ ⲁⲩⲱ ϥⲙⲟⲕϩ. ϩⲁϩ ⲅⲁⲣ ⲛⲥⲟⲡ ϣⲁϥϩⲉ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲕⲱϩⲧ ⲁⲩⲱ ϩⲁϩ ⲛⲥⲟⲡ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲙⲟⲟⲩ.
16 ૧૬ તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.”
ⲓ̅ⲋ̅ⲁⲓⲉⲓⲛⲉ ⲇⲉ ⲙⲙⲟϥ ⲛⲛⲉⲕⲙⲁⲑⲏⲧⲏⲥ ⲙⲡⲟⲩⲉϣϭⲙϭⲟⲙ ⲉⲣⲡⲁϩⲣⲉ ⲉⲣⲟϥ.
17 ૧૭ ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.”
ⲓ̅ⲍ̅ⲁϥⲟⲩⲱϣⲃ ⲇⲉ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲱ ⲧⲅⲉⲛⲉⲁ ⲛⲁⲡⲓⲥⲧⲟⲥ. ⲁⲩⲱ ⲉⲧϭⲟⲟⲙⲉ. ϣⲁⲧⲛⲁⲩ ϯⲛⲁϣⲱⲡⲉ ⲛⲙⲙⲏⲧⲛ. ϣⲁⲧⲛⲁⲩ ϯⲛⲁⲁⲛⲉⲓⲭⲉ ⲙⲙⲱⲧⲛ ⲁⲩⲉⲓⲥϥ ⲛⲁⲓ ⲉⲡⲉⲓⲙⲁ.
18 ૧૮ પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.
ⲓ̅ⲏ̅ⲁϥⲉⲡⲓⲧⲓⲙⲁ ⲛⲁϥ ⲛϭⲓⲓ̅ⲥ̅ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲛϩⲏⲧϥ ⲛϭⲓⲡⲇⲁⲓⲙⲱⲛⲓⲟⲛ. ⲁⲡϣⲏⲣⲉ ϣⲏⲙ ⲗⲟ ϫⲓⲛⲧⲉⲩⲛⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ.
19 ૧૯ પછી શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”
ⲓ̅ⲑ̅ⲧⲟⲧⲉ ⲙⲙⲁⲑⲏⲧⲏⲥ ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲉⲓ̅ⲥ̅ ⲛⲥⲁⲟⲩⲥⲁ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ. ϫⲉ ⲉⲧⲃⲉⲟⲩ ⲁⲛⲟⲛ ⲙⲡⲉⲛⲉϣϭⲙϭⲟⲙ ⲉⲛⲟϫϥ ⲉⲃⲟⲗ.
20 ૨૦ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.
ⲕ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲉⲧⲃⲉⲧⲉⲧⲛⲕⲟⲩⲓ ⲙⲡⲓⲥⲧⲓⲥ. ϩⲁⲙⲏⲛ ⲅⲁⲣ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ. ϫⲉ ⲉϣⲱⲡⲉ ⲟⲩⲛⲧⲏⲧⲛⲡⲓⲥⲧⲓⲥ ⲙⲙⲁⲩ ⲛⲑⲉ ⲛⲟⲩⲃⲗⲃⲓⲗⲉ ⲛϣⲗⲧⲏⲙ. ⲧⲉⲧⲛⲛⲁϫⲟⲟⲥ ⲙⲡⲉⲓⲧⲟⲟⲩ. ϫⲉ ⲡⲱⲱⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲙⲡⲉⲓⲙⲁ ⲉⲡⲏ ⲛϥⲡⲱⲱⲛⲉ ⲛⲧⲉⲧⲙⲗⲁⲁⲩ ⲣⲁⲧϭⲟⲙ ⲛⲏⲧⲛ.
21 ૨૧ (પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”)
ⲕ̅ⲁ̅
22 ૨૨ જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;
ⲕ̅ⲃ̅ⲉⲩⲙⲟⲟϣⲉ ⲇⲉ ϩⲛⲧⲅⲁⲗⲓⲗⲁⲓⲁ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ⲛϭⲓⲓ̅ⲥ̅. ϫⲉ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲥⲉⲛⲁⲡⲁⲣⲁⲇⲓⲇⲟⲩ ⲙⲙⲟϥ ⲉⲧⲟⲟⲧⲟⲩ ⲛⲛⲣⲱⲙⲉ.
23 ૨૩ તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યો બહુ દિલગીર થયા.
ⲕ̅ⲅ̅ⲛⲥⲉⲙⲟⲟⲩⲧϥ ⲛϥⲧⲱⲟⲩⲛ ϩⲙⲡⲙⲉϩϣⲟⲙⲛⲧ ⲛϩⲟⲟⲩ. ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲗⲩⲡⲉⲓ ⲉⲙⲁⲧⲉ.
24 ૨૪ પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?”
ⲕ̅ⲇ̅ⲛⲧⲉⲣⲟⲩⲉⲓ ⲇⲉ ⲉϩⲣⲁⲓ ⲉⲕⲁⲫⲁⲣⲛⲁⲟⲩⲙ ⲁⲛⲉⲧϫⲓⲕⲓⲧⲉ ϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲉⲡⲉⲧⲣⲟⲥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲙⲉⲣⲉⲡⲉⲧⲛⲥⲁϩ ϯⲧⲉϥⲕⲓⲧⲉ.
25 ૨૫ પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?”
ⲕ̅ⲉ̅ⲡⲉϫⲁϥ ϫⲉ ϣⲱ. ⲛⲧⲉⲣⲉϥⲉⲓ ⲇⲉ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲏⲓ ⲁⲓ̅ⲥ̅ ⲣϣⲟⲣⲡ ⲉⲣⲟϥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ. ϫⲉ ⲟⲩ ⲡⲉⲧⲥⲇⲟⲕⲉⲓ ⲛⲁⲕ ⲥⲓⲙⲱⲛ. ⲛⲣⲣⲱⲟⲩ ⲛⲧⲉⲡⲕⲁϩ ⲉⲩϫⲓⲧⲉⲗⲟⲥ ⲛⲧⲛⲛⲓⲙ ⲏ ⲕⲩⲛⲥⲟⲥ. ⲉⲩϫⲓ ⲛⲧⲛⲛⲉⲩϣⲏⲣⲉ. ϫⲛⲉⲩϫⲓ ⲛⲧⲛⲛϣⲙⲙⲟ.
26 ૨૬ પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે.
ⲕ̅ⲋ̅ⲛⲧⲉⲣⲉϥϫⲟⲟⲥ ⲇⲉ ϫⲉ ⲛⲧⲛⲛϣⲙⲙⲟ ⲡⲉϫⲁϥ ⲛⲁϥ ⲛϭⲓⲓ̅ⲥ̅ ϫⲉ ⲉⲓⲉ ϩⲉⲛⲣⲙϩⲉ ⲛⲉ ⲛϣⲏⲣⲉ.
27 ૨૭ રખેને આપણે તેઓનું અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”
ⲕ̅ⲍ̅ϫⲉⲕⲁⲥ ⲇⲉ ⲛⲛⲉⲛⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲙⲙⲟⲟⲩ. ⲃⲱⲕ ⲉⲑⲁⲗⲁⲥⲥⲁ ⲛⲅⲛⲟⲩϫⲉ ⲛⲟⲩⲟⲓⲙⲉ ⲛⲅϥⲓ ⲙⲡⲧⲏⲃⲧ ⲉⲧⲛⲏⲩ ⲉϩⲣⲁⲓ ⲛϣⲟⲣⲡ. ⲁⲩⲱ ⲉⲕϣⲁⲛⲟⲩⲱⲛ ⲉⲣⲱϥ ⲕ(ⲛ)ⲁϩⲉ ⲉⲩⲥⲁⲧⲉⲉⲣⲉ. ϥⲓ ⲛⲧⲉⲧⲙⲙⲁⲩ ⲛⲅⲧⲁⲁⲥ ϩⲁⲣⲟⲓ ⲛⲙⲙⲁⲕ.

< માથ્થી 17 >