< માથ્થી 15 >
1 ૧ તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,
Ipapo kwakauya kuna Jesu vanyori neVaFarisi vachibva kuJerusarema vachiti:
2 ૨ “તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.”
Sei vadzidzi venyu vachidarika tsika yevakuru? Nokuti havashambi maoko avo kana vachidya chingwa.
3 ૩ પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”
Asi akapindura akati kwavari: Nemhaka yei imwiwo muchidarika murairo waMwari nekuda kwetsika yenyu?
4 ૪ કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’
Nokuti Mwari wakaraira achiti: Kudza baba namai vako; uye kuti: Anotuka baba kana mai, anofanira kufa rufu.
5 ૫ પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’”
Asi imwi munoti: Ani nani anoti kuna baba kana kuna mai: Chipi nechipi chaungabatsirwa neni chibairo,
6 ૬ તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
naizvozvo haatongokudzi baba vake kana mai vake; naizvozvo mashayisa murairo waMwari maturo netsika yenyu.
7 ૭ ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,
Vanyepedzeri, Isaya wakaporofita zvakanaka pamusoro penyu achiti:
8 ૮ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે.
Vanhu ava vanoswedera kwandiri nemuromo wavo, vachindikudza nemiromo; asi moyo wavo uri kure neni.
9 ૯ તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
Asi vanondinamata pasina, vachidzidzisa dzidziso dziri mirairo yevanhu.
10 ૧૦ પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો.
Zvino akadanira chaunga kwaari, akati kwavari: Teererai munzwisise.
11 ૧૧ મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”
Hazvisi zvinopinda mumuromo zvinosvibisa munhu; asi izvo zvinobuda mumuromo, ndizvo zvinosvibisa munhu.
12 ૧૨ ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?”
Zvino vadzidzi vake vakaswedera vakati kwaari: Munoziva kuti VaFarisi vakati vachinzwa shoko iri vakagumbuka here?
13 ૧૩ પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે.
Asi wakapindura akati: Chinomera chimwe nechimwe Baba vangu vekudenga chavasina kudzvara chichadzurwa.
14 ૧૪ તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.
Varegei; vatungamiriri vakapofumara vemapofu. Zvino kana bofu richitungamirira bofu, achawira mugomba ari maviri.
15 ૧૫ ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.”
Petro akapindura akati kwaari: Tidudzirei mufananidzo uyu.
16 ૧૬ ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો?
Zvino Jesu akati: Imwiwo muchiri vasinganzwisisi nhai?
17 ૧૭ શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?
Nazvino hamunzwisisi here, kuti zvese zvinopinda mumuromo zvinoenda mudumbu, uye zvinoraswa kunze?
18 ૧૮ પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
Asi zvinhu zvinobuda mumuromo zvinobva mumoyo; izvo zvinosvibisa munhu.
19 ૧૯ કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે.
Nokuti mumoyo munobuda ndangariro dzakaipa, umhondi, ufeve, upombwe, umbavha, uchapupu hwenhema, kunyomba.
20 ૨૦ માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.”
Izvi ndizvo zvinosvibisa munhu; asi kudya nemaoko asina kushambwa hazvisvibisi munhu.
21 ૨૧ ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા.
Zvino Jesu wakabvapo akaenda kumiganhu yeTire neSidhoni.
22 ૨૨ જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.”
Zvino tarira, mukadzi muKenani wakabva kumiganhu iyo akadanidzira kwaari achiti: Ndinzwirei tsitsi, Ishe, Mwanakomana waDhavhidhi; mukunda wangu wakabatwa zvakaipa nedhimoni.
23 ૨૩ પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, “તે સ્ત્રીને મોકલી દો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.”
Asi haana kumupindura shoko. Vadzidzi vake ndokuuya kwaari vakamukumbirisa vachiti: Muindisei, nokuti anodanidzira shure kwedu.
24 ૨૪ તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.”
Asi wakapindura akati: Handina kutumwa zvimwe, kunze kwekumakwai akarasika eimba yaIsraeri.
25 ૨૫ પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.”
Zvino akauya akamunamata achiti: Ishe, ndibatsirei.
26 ૨૬ તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.”
Asi wakapindura akati: Hazvina kunaka kutora chingwa chevana ndokukandira imbwanana.
27 ૨૭ તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.”
Asi iye akati: Hongu, Ishe, asi nembwanana dzinodya zvezvimedu zvinowa patafura yavatenzi vadzo.
28 ૨૮ ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, “ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.” તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.
Zvino Jesu akapindura akati kwaari: Haiwa mukadzi, rutendo rwako rukuru! Ngazvive kwauri sezvaunoda. Mukunda wake akaporeswa kubva panguva iyo.
29 ૨૯ પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા.
Jesu ndokubva ipapo akauya parutivi rwegungwa reGarirea; akakwira mugomo, akagara ipapo.
30 ૩૦ ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું.
Zvino zvaunga zvikuru zvakauya kwaari zvine mhetamakumbo, mapofu, zvimumumu, zvirema, nevamwe vazhinji, vakavakanda patsoka dzaJesu; akavaporesa;
31 ૩૧ જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.
zvekuti zvaunga zvakashamisika zvichiona zvimumumu zvichitaura, zvirema zvakagwinya, vanokamhina vachifamba, nemapofu achiona; vakarumbidza Mwari waIsraeri.
32 ૩૨ ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.”
Jesu ndokudanira vadzidzi vake kwaari akati: Ndinonzwa tsitsi nechaunga, nokuti vakagara neni zvino mazuva matatu vasina chinhu chekudya, uye handidi kuvaindisa vasina kudya, zvimwe vangaziya panzira.
33 ૩૩ શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ?
Vadzidzi vake ndokuti kwaari: Tichawanepi zvingwa zvakawanda zvakadaro murenje, kuti tigutise chaunga chikuru chakadai?
34 ૩૪ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.”
Jesu ndokuti kwavari: Mune zvingwa zvingani? Vakati: Zvinomwe, nehove diki shomanene.
35 ૩૫ તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
Ndokuraira zvaunga kuti zvigare pasi pavhu.
36 ૩૬ તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી.
Akatora zvingwa zvinomwe nehove, akavonga, akamedura, ndokupa vadzidzi vake, vadzidzi vakapa chaunga.
37 ૩૭ સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી.
Vakadya vese vakaguta; vakanonga zvimedu zvakasara, matengu manomwe azere.
38 ૩૮ જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.
Zvino avo vakadya vakange vari varume zvuru zvina pasina vakadzi nevana.
39 ૩૯ લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.
Zvino wakati aregera zvaunga zvichienda, akapinda muchikepe, akasvika kumiganhu yeMagidhara.