< માથ્થી 14 >
1 ૧ તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી.
U qaƣlarda, Ⱨerod ⱨakim Əysaning nam-xɵⱨritidin hǝwǝr tepip,
2 ૨ તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”
hizmǝtkarlirigǝ: — Bu adǝm qɵmüldürgüqi Yǝⱨya bolidu, u ɵlümdin tirilgǝn bolsa kerǝk. Xuning üqün muxu alaⱨidǝ ⱪudrǝtlǝr uningda küqini kɵrsǝtmǝktǝ, — dedi.
3 ૩ કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.
Ⱨerodning bundaⱪ deyixining sǝwǝbi, u [ɵgǝy] akisi Filipning ayali Ⱨerodiyǝning wǝjidin Yǝⱨyani tutⱪun ⱪilip, zindanƣa taxliƣanidi.
4 ૪ કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.”
Qünki Yǝⱨya Ⱨerodⱪa [tǝnbiⱨ berip]: «Bu ayalni tartiwelixing Tǝwrat ⱪanuniƣa hilaptur» dǝp kǝlgǝnidi.
5 ૫ હેરોદ તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.
Ⱨerod [xu sǝwǝbtin] Yǝⱨyani ɵltürmǝkqi bolƣan bolsimu, biraⱪ halayiⱪtin ⱪorⱪⱪanidi, qünki ular Yǝⱨyani pǝyƣǝmbǝr, dǝp bilǝtti.
6 ૬ પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.
Əmma Ⱨerodning tuƣulƣan küni tǝbriklǝngǝndǝ, ayali Ⱨerodiyǝning ⱪizi otturiƣa qiⱪip ussul oynap bǝrdi. Bu Ⱨerodⱪa bǝk yaⱪti;
7 ૭ ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.
xuning üqün u uningƣa: — Ⱨǝrnemǝ tilisǝng xuni sanga berǝy, dǝp ⱪǝsǝm ⱪildi.
8 ૮ ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”
Lekin ⱪiz anisining küxkürtüxi bilǝn: — Qɵmüldürgüqi Yǝⱨyaning kallisini elip, bir tǝhsigǝ ⱪoyup ǝkǝlsilǝ, — dedi.
9 ૯ હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.
Padixaⱨ buningƣa ⱨǝsrǝt qǝkkǝn bolsimu, ⱪǝsǝmliri tüpǝylidin wǝ dastihanda olturƣanlar wǝjidin, [kallisini] elip kelinglar, dǝp buyrudi.
10 ૧૦ તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.
U adǝm ǝwǝtip, zindanda Yǝⱨyaning kallisini aldurdi.
11 ૧૧ અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
Xuning bilǝn kallisi bir tǝhsigǝ ⱪoyulup, ⱪizning aldiƣa elip kelindi. Ⱪiz buni anisining aldiƣa apardi.
12 ૧૨ ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.
[Yǝⱨyaning] muhlisliri bolsa berip, jǝsǝtni elip dǝpnǝ ⱪildi; andin berip Əysaƣa bu ixlarni hǝwǝr ⱪildi.
13 ૧૩ ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
Əysa bu hǝwǝrni anglap, ɵzi yalƣuz pinⱨan bir jayƣa ketǝy dǝp bir kemigǝ olturup u yǝrdin ayrildi. Halayiⱪ buning hǝwirini tapⱪanda, ǝtraptiki xǝⱨǝrlǝrdin kelixip, uning kǝynidin piyadǝ mangdi.
14 ૧૪ ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.
U [ ⱪirƣaⱪⱪa] qiⱪip kǝtkinidǝ, zor bir top adǝmlǝrni kɵrüwidi, ularƣa iq aƣritip, ularning aƣriⱪlirini saⱪaytti.
15 ૧૫ સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”
Kǝq kirgǝndǝ, muhlisliri uning yeniƣa kelip: — Bu qɵl bir jay ikǝn, waⱪitmu bir yǝrgǝ berip ⱪaldi. Halayiⱪni yolƣa seliwǝtkǝn bolsang, andin ular kǝntlǝrgǝ berip ɵzlirigǝ ozuⱪ setiwalsun, — dedi.
16 ૧૬ પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”
Lekin Əysa ularƣa: — Ularning ketixining ⱨajiti yoⱪ, ɵzünglar ularƣa ozuⱪ beringlar, — dedi.
17 ૧૭ તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”
Lekin muhlislar: — Bizdǝ bǝx nan bilǝn ikki danǝ beliⱪtin baxⱪa ⱨeq nǝrsǝ yoⱪ, — deyixti.
18 ૧૮ ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”
U: — Ularni manga elip kelinglar, dedi.
19 ૧૯ પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.
U halayiⱪni qɵplükning üstidǝ olturuxⱪa buyruƣandin keyin, bǝx nan bilǝn ikki beliⱪni ⱪoliƣa elip, asmanƣa ⱪarap [Hudaƣa] tǝxǝkkür eytti. Andin nanlarni oxtup muhlisliriƣa bǝrdi, muhlisliri halayiⱪⱪa ülǝxtürüp bǝrdi.
20 ૨૦ તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.
Ⱨǝmmǝylǝn yǝp toyundi. [Muhlislar] exip ⱪalƣan parqilarni liⱪ on ikki sewǝtkǝ teriwaldi.
21 ૨૧ જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
Ozuⱪlanƣanlarning sani ayallar wǝ balilardin baxⱪa tǝhminǝn bǝx ming kixi idi.
22 ૨૨ પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.
Arⱪidila, u muhlisliriƣa: Ɵzüm bu halayiⱪni yolƣa seliwetimǝn, angƣuqǝ silǝr kemigǝ olturup, dengizning ⱪarxi ⱪirƣiⱪiƣa ɵtüp turunglar, dǝp buyrudi.
23 ૨૩ લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.
Halayiⱪni yolƣa seliwǝtkǝndin keyin, u dua ⱪilix üqün ɵzi hilwǝt taƣⱪa qiⱪti. Kǝq kirgǝndimu u yǝrdǝ yalƣuz ⱪaldi.
24 ૨૪ પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
Bu qaƣda, kemǝ ⱪirƣaⱪtin heli kɵp qaⱪirim yürgǝnidi, lekin xamal ⱪarxi yɵnlixitin qiⱪiwatⱪaqⱪa, kemǝ dolⱪunlar iqidǝ qayⱪilip turatti.
25 ૨૫ રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.
Keqǝ tɵtinqǝ jesǝk waⱪtida, u dengizning üstidǝ mengip, muhlisliri tǝrǝpkǝ kǝldi.
26 ૨૬ શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.
Muhlislar uning dengizning üstidǝ mengip keliwatⱪanliⱪini kɵrüp, alaⱪzadǝ bolup: — Alwasti ikǝn! — dǝp ⱪorⱪup quⱪan selixti.
27 ૨૭ પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”
Lekin Əysa dǝrⱨal ularƣa: — Yürǝklik bolunglar, bu mǝn, ⱪorⱪmanglar! — dedi.
28 ૨૮ ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
Petrus buningƣa jawabǝn: — I Rǝb, bu sǝn bolsang, su üstidǝ mengip yeningƣa beriximƣa ǝmr ⱪilƣaysǝn, — dedi.
29 ૨૯ ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.
Kǝl, — dedi u. Petrus kemidin qüxüp, su üstidǝ mengip, Əysaƣa ⱪarap ketiwatatti;
30 ૩૦ પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”
lekin boranning ⱪattiⱪ qiⱪiwatⱪanliⱪini kɵrüp ⱪorⱪup, suƣa qɵküxkǝ baxlidi: — Rǝb, meni ⱪutⱪuzuwalƣaysǝn! — dǝp warⱪiridi.
31 ૩૧ ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”
Əysa dǝrⱨal ⱪolini uzitip, uni tutuwaldi wǝ uningƣa: — Əy ixǝnqi ajiz bǝndǝ, nemixⱪa guman ⱪilding? — dedi.
32 ૩૨ પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.
Ular kemigǝ qiⱪⱪanda, xamal tohtidi.
33 ૩૩ હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
Kemidǝ olturƣanlar uning aldiƣa kelip sǝjdǝ ⱪilip: — Bǝrⱨǝⱪ, sǝn Hudaning Oƣli ikǝnsǝn, — deyixti.
34 ૩૪ તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
Ular dengizning ⱪarxi tǝripigǝ ɵtkǝndǝ, Ginnisarǝt yurtida [ⱪuruⱪluⱪⱪa] qiⱪti.
35 ૩૫ જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
U yǝrdiki adǝmlǝr uni tonup ⱪelip, ǝtraptiki barliⱪ jaylarƣa hǝwǝr ǝwǝtti; xuning bilǝn kixilǝr barliⱪ bimarlarni uning aldiƣa elip kǝldi;
36 ૩૬ તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
ular uningdin bimarlarning ⱨeqbolmiƣanda uning tonining pexigǝ bolsimu ⱪolini tǝgküzüwelixiƣa yol ⱪoyuxini ɵtündi. Uningƣa ⱪolini tǝgküzgǝnlǝrning ⱨǝmmisi sǝllimaza saⱪaydi.