< માથ્થી 14 >

1 તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી.
At that time Herod the tetrarch heard the report of Jesus,
2 તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”
and he said to his boys, This is John the immerser. He has risen from the dead, and because of this the powers work in him.
3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.
For Herod having arrested John, bound him and put him in prison because of Herodias, his brother Philip's wife.
4 કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.”
For John said to him, It is not permitted for thee to have her.
5 હેરોદ તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.
And though he wanted to kill him, he feared the multitude because they held him as a prophet.
6 પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.
But Herod's birthday being brought, the daughter of Herodias danced in the midst, and pleased Herod.
7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.
Whereupon he promised with an oath to give her whatever she would ask.
8 ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”
And she, having been put forward by her mother, says, Give me here on a platter the head of John the immerser.
9 હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.
And he became sad, but because of the oaths, and of those dining together, the king commanded it to be given.
10 ૧૦ તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.
And having sent, he beheaded John in the prison.
11 ૧૧ અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
And his head was brought on a platter, and given to the maiden, and she brought it to her mother.
12 ૧૨ ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.
And after coming, his disciples took up the body and buried it, and having gone, they informed Jesus.
13 ૧૩ ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
Now when Jesus heard it, he departed from there in a boat into a desolate place in private. And when the multitudes heard of it, they followed him on foot from the cities.
14 ૧૪ ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.
And having come forth, Jesus saw a great multitude, and he felt compassion toward them, and healed the feeble of them.
15 ૧૫ સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”
And having become evening, his disciples came to him, saying, The place is desolate, and the hour is now past. Send the multitudes away, so that having gone into the villages, they may buy food for themselves.
16 ૧૬ પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”
But Jesus said to them, They have no need to depart. Give ye them to eat.
17 ૧૭ તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”
And they say to him, We have not here, except five loaves and two fishes.
18 ૧૮ ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”
But he said, Bring them here to me.
19 ૧૯ પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.
And after commanding the multitudes to sit down on the grass, having taken the five loaves, and the two fishes, having looking up to heaven, he blessed. And having broken them in pieces, he gave the loaves to the disciples, and the disciples to the multitudes.
20 ૨૦ તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.
And they all ate, and were filled. And they took up that which remained of the fragments, twelve baskets full.
21 ૨૧ જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
And those who ate were about five thousand men, besides women and children.
22 ૨૨ પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.
And straightaway Jesus compelled the disciples to enter into the boat, and to go ahead of him to the other side, until he would dismiss the multitudes.
23 ૨૩ લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.
And having dismissed the multitudes, he went up onto the mountain in private to pray. And having become evening, he was there alone.
24 ૨૪ પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
But the boat was now in the midst of the sea, being buffeted by the waves, for the wind was contrary.
25 ૨૫ રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.
And in the fourth watch of the night Jesus went to them, walking upon the sea.
26 ૨૬ શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.
And when the disciples saw him walking on the sea, they were troubled, saying, It is a ghost, and they cried out from fear.
27 ૨૭ પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”
But straightaway Jesus spoke to them, saying, Cheer up. It is I, fear not.
28 ૨૮ ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
And having answered him, Peter said, Lord, if it be thou, bid me come to thee on the waters.
29 ૨૯ ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.
And he said, Come. And having come down from the boat, Peter walked upon the water to go to Jesus.
30 ૩૦ પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”
But seeing the boisterous wind, he was afraid, and having begun to sink, he cried out, saying, Lord, save me.
31 ૩૧ ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”
And straightaway having stretched forth his hand, Jesus took hold of him, and says to him, O thou of little faith, why did thou doubt?
32 ૩૨ પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.
And when they entered into the boat, the wind ceased.
33 ૩૩ હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
And those who came in the boat worshiped him, saying, Thou really are the Son of God.
34 ૩૪ તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.
And when they crossed over, they came to the land of Gennesaret.
35 ૩૫ જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.
And when they recognized him, the men of that place sent into that whole region round about, and brought to him all those faring badly.
36 ૩૬ તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
And they besought him that they might only touch the hem of his garment. And as many as touched were healed.

< માથ્થી 14 >