< માથ્થી 13 >
1 ૧ તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.
ⲁ̅ϩⲙ ⲡⲉϩⲟⲟⲩ ⲉⲧⲙⲙⲁⲩ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲓⲏⲥ ϩⲙ ⲡⲏⲓ ⲁϥϩⲙⲟⲟⲥ ϩⲁⲧⲛⲑⲁⲗⲁⲥⲥⲁ
2 ૨ અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.
ⲃ̅ⲁⲩⲥⲱⲟⲩϩ ⲉⲣⲟϥ ⲛϭⲓ ϩⲉⲛⲙⲏⲏϣⲉ ⲉⲛⲁϣⲱⲟⲩ ϩⲱⲥⲧⲉ ⲉⲧⲣⲉϥⲁⲗⲉ ⲉⲡϫⲟⲓ ⲛϥϩⲙⲟⲟⲥ ⲡⲙⲏⲏϣⲉ ⲇⲉ ⲧⲏⲣϥ ⲛⲉϥⲁϩⲉⲣⲁⲧϥ ⲡⲉ ϩⲓⲡⲉⲕⲣⲟ
3 ૩ ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.
ⲅ̅ⲁϥϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲩ ϩⲙ ⲡϣⲁϫⲉ ϩⲓⲧⲛ ϩⲉⲛⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲓⲥ ϩⲏⲏⲧⲉ ⲁϥⲉⲓ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲡⲉⲧϫⲟ ⲉϫⲟ
4 ૪ તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા.
ⲇ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲛⲧⲉⲣⲉϥϫⲟ ϩⲟⲓⲛⲉ ⲙⲉⲛ ⲁⲩϩⲉ ϩⲁⲧⲛⲧⲉϩⲓⲏ ⲁⲩⲉⲓ ⲛϭⲓ ⲛϩⲁⲗⲁⲧⲉ ⲛⲧⲡⲉ ⲁⲩⲟⲩⲟⲙⲟⲩ
5 ૫ કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.
ⲉ̅ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲁⲩϩⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲙⲙⲁ ⲙⲡⲉⲧⲣⲁ ⲡⲙⲁ ⲉⲧⲉⲙⲛⲕⲁϩ ⲉⲛⲁϣⲱϥ ⲛϩⲏⲧϥ ⲁⲩⲱ ⲛⲧⲉⲩⲛⲟⲩ ⲁⲩϯ ⲟⲩⲱ ϫⲉ ⲙⲛ ϩⲁϩ ⲛⲕⲁϩ ϩⲁⲣⲟⲟⲩ
6 ૬ પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.
ⲋ̅ⲡⲣⲏ ⲇⲉ ⲛⲧⲉⲣⲉϥϣⲁ ⲁⲩⲣⲕⲁⲩⲙⲁ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϫⲉ ⲙⲛ ⲛⲟⲩⲛⲉ ⲙⲙⲟⲟⲩ ⲁⲩϣⲟⲟⲩⲉ
7 ૭ કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં.
ⲍ̅ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲁⲩϩⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲛ ⲛϣⲟⲛⲧⲉ ⲁⲩⲉⲓ ⲉϩⲣⲁⲓ ⲛϭⲓ ⲛϣⲟⲛⲧⲉ ⲁⲩⲟϭⲧⲟⲩ
8 ૮ બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં.
ⲏ̅ϩⲉⲛⲕⲟⲟⲩⲉ ⲇⲉ ⲁⲩϩⲉ ⲉϩⲣⲁⲓ ⲉϫⲙ ⲡⲕⲁϩ ⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲁⲩϯ ⲕⲁⲣⲡⲟⲥ ⲟⲩⲁ ⲙⲉⲛ ⲁϥϯϣⲉ ⲟⲩⲁ ⲇⲉ ⲁϥϯⲥⲉ ⲕⲉⲧ ⲇⲉ ⲁϥϯⲙⲁⲁⲃ
9 ૯ જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”
ⲑ̅ⲡⲉⲧⲉⲟⲩⲛⲧϥⲙⲁⲁϫⲉ ⲙⲙⲁⲩ ⲉⲥⲱⲧⲙ ⲙⲁⲣⲉϥⲥⲱⲧⲙ
10 ૧૦ પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?”
ⲓ̅ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲇⲉ ⲉⲣⲟϥ ⲛϭⲓ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲉⲧⲃⲉ ⲟⲩ ⲕϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲩ ϩⲛ ϩⲉⲛⲡⲁⲣⲁⲃⲟⲗⲏ
11 ૧૧ ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.
ⲓ̅ⲁ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲛⲧⲁⲩⲧⲁⲁⲥ ⲛⲏⲧⲛ ⲉⲉⲓⲙⲉ ⲉⲙⲙⲩⲥⲧⲏⲣⲓⲟⲛ ⲛⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲛⲏ ⲇⲉ ⲙⲡⲟⲩⲧⲁⲁⲥ ⲛⲁⲩ
12 ૧૨ કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
ⲓ̅ⲃ̅ⲡⲉⲧⲉ ⲟⲩⲛⲧⲁϥ ⲅⲁⲣ ⲥⲉⲛⲁϯ ⲛⲁϥ ⲛϥⲣϩⲟⲩⲟ ⲁⲩⲱ ⲡⲉⲧⲉⲙⲛⲧⲁϥ ⲡⲕⲉⲧⲉⲩⲛⲧⲁϥ ⲥⲉⲛⲁϥⲓⲧϥ ⲛⲧⲟⲟⲧϥ
13 ૧૩ એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી.
ⲓ̅ⲅ̅ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲉⲓϣⲁϫⲉ ⲛⲙⲙⲁⲩ ϩⲛ ϩⲉⲛⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ϫⲉ ⲉⲩⲉⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲛⲥⲉⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲁⲛ ⲁⲩⲱ ⲉⲩⲉⲥⲱⲧⲙ ⲛⲥⲉⲥⲱⲧⲙ ⲁⲛ ⲟⲩⲧⲉ ⲛⲥⲉⲛⲟⲉⲓ ⲁⲛ
14 ૧૪ યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.
ⲓ̅ⲇ̅ⲥⲛⲁϫⲱⲕ ⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲧⲉⲡⲣⲟⲫⲏⲧⲓⲁ ⲛⲏⲥⲁⲓⲁⲥ ⲉⲧϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ϩⲛ ⲟⲩⲥⲱⲧⲙ ⲧⲉⲧⲛⲛⲁⲥⲱⲧⲙ ⲛⲧⲉⲧⲛⲧⲙⲛⲟⲓ ⲁⲩⲱ ϩⲛ ⲟⲩⲛⲁⲩ ⲧⲉⲧⲛⲁⲛⲁⲩ ⲛⲧⲉⲧⲛⲧⲙⲉⲓⲱⲣϩ
15 ૧૫ કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”
ⲓ̅ⲉ̅ⲁϥⲛϣⲟⲧ ⲅⲁⲣ ⲛϭⲓ ⲡϩⲏⲧ ⲙⲡⲓⲗⲁⲧⲟⲥ ⲁⲩⲱ ⲁⲩⲥⲱⲧⲙ ϩⲛ ⲛⲉⲩⲙⲁⲁϫⲉ ϩⲛ ⲟⲩϩⲣⲟϣ ⲁⲩⲱ ⲁⲩϣⲧⲁⲙ ⲛⲛⲉⲩⲃⲁⲗ ϫⲉ ⲛⲛⲉⲩⲛⲁⲩ ϩⲛ ⲛⲉⲩⲃⲁⲗ ⲛⲥⲉⲥⲱⲧⲙ ϩⲙ ⲛⲉⲩⲙⲁⲁϫⲉ ⲛⲥⲉⲛⲟⲓ ϩⲙ ⲡⲉⲩϩⲏⲧ ⲛⲥⲉⲕⲟⲧⲟⲩ ⲧⲁⲧⲁⲗϭⲟⲟⲩ
16 ૧૬ પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે.
ⲓ̅ⲋ̅ⲛⲁⲓⲁⲧⲟⲩ ⲛⲛⲉⲧⲛⲃⲁⲗ ϫⲉ ⲥⲉⲛⲁⲩ ⲉⲃⲟⲗ ⲁⲩⲱ ⲛⲉⲧⲛⲙⲁⲁϫⲉ ϫⲉ ⲥⲉⲥⲱⲧⲙ
17 ૧૭ હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.
ⲓ̅ⲍ̅ϩⲁⲙⲏⲛ ⲅⲁⲣ ϯϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲏⲧⲛ ϫⲉ ⲁϩⲁϩ ⲙⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ϩⲓⲇⲓⲕⲁⲓⲟⲥ ⲉⲡⲉⲓⲑⲩⲙⲉⲓ ⲉⲛⲁⲩ ⲉⲛⲉⲧⲉⲧⲛⲛⲁⲩ ⲉⲣⲟⲟⲩ ⲁⲩⲱ ⲙⲡⲟⲩⲛⲁⲩ ⲁⲩⲱ ⲉⲥⲱⲧⲙ ⲉⲣⲟⲓ ⲉⲛⲉⲧⲉⲧⲛⲥⲱⲧⲙ ⲉⲣⲟⲟⲩ ⲁⲩⲱ ⲙⲡⲟⲩⲥⲱⲧⲙ
18 ૧૮ હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો.
ⲓ̅ⲏ̅ⲛⲧⲱⲧⲛ ⲇⲉ ⲥⲱⲧⲙ ⲉⲧⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲙⲡⲉⲧϫⲟ
19 ૧૯ ‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.
ⲓ̅ⲑ̅ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲥⲱⲧⲙ ⲉⲡϣⲁϫⲉ ⲛⲧⲙⲛⲧⲣⲣⲟ ⲉⲛϥⲛⲟⲓ ⲙⲙⲟϥ ⲁⲛ ϣⲁϥⲉⲓ ⲛϭⲓ ⲡⲡⲟⲛⲏⲣⲟⲥ ⲛϥⲧⲱⲣⲡ ⲙⲡⲉⲛⲧⲁⲩϫⲟϥ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲉϥϩⲏⲧ ⲡⲁⲓ ⲡⲉⲛⲧⲁⲩϫⲟϥ ϩⲁⲧⲛⲧⲉϩⲓⲏ
20 ૨૦ પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે;
ⲕ̅ⲡⲉⲛⲧⲁⲩϫⲟϥ ⲇⲉ ⲉϫⲛ ⲙⲙⲁ ⲙⲡⲉⲧⲣⲁ ⲡⲁⲓ ⲡⲉⲧⲥⲱⲧⲙ ⲉⲡϣⲁϫⲉ ⲉⲧϫⲓ ⲙⲙⲟϥ ⲛⲧⲉⲩⲛⲟⲩ ϩⲛ ⲟⲩⲣⲁϣⲉ
21 ૨૧ તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.
ⲕ̅ⲁ̅ⲙⲛ ⲛⲟⲩⲛⲉ ⲇⲉ ϣⲟⲟⲡ ϩⲣⲁⲓ ⲛϩⲏⲧϥ ⲁⲗⲗⲁ ⲟⲩⲡⲣⲟⲥⲟⲩⲟⲉⲓϣ ⲡⲉ ⲉⲣϣⲁⲛⲟⲩⲑⲗⲓⲯⲓⲥ ⲇⲉ ϣⲱⲡⲉ ⲏ ⲟⲩⲇⲓⲱⲅⲙⲟⲥ ⲉⲧⲃⲉ ⲡϣⲁϫⲉ ⲛⲧⲉⲩⲛⲟⲩ ϣⲁϥⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ
22 ૨૨ કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. (aiōn )
ⲕ̅ⲃ̅ⲡⲉⲛⲧⲁⲩϫⲟϥ ⲇⲉ ⲉϫⲛ ⲛϣⲟⲛⲧⲉ ⲡⲁⲓ ⲡⲉⲧⲥⲱⲧⲙ ⲉⲡϣⲁϫⲉ ⲉⲣⲉⲡⲣⲟⲟⲩϣ ⲙⲡⲉⲓⲁⲓⲱⲛ ⲙⲛ ⲧⲁⲡⲁⲧⲏ ⲛⲧⲙⲛⲧⲣⲙⲙⲁⲟ ⲱϭⲧ ⲙⲡϣⲁϫⲉ ⲉϥϣⲱⲡⲉ ⲁϫⲛⲕⲁⲣⲡⲟⲥ (aiōn )
23 ૨૩ સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”
ⲕ̅ⲅ̅ⲡⲉⲛⲧⲁⲩϫⲟϥ ⲇⲉ ⲉϫⲙ ⲡⲕⲁϩ ⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲡⲁⲓ ⲡⲉⲧⲥⲱⲧⲙ ⲉⲡϣⲁϫⲉ ⲉⲧⲛⲟⲓ ⲙⲙⲟϥ ⲉϥϯ ⲕⲁⲣⲡⲟⲥ ⲟⲩⲁ ⲙⲉⲛ ⲉϥⲉⲓⲣⲉ ⲛϣⲉ ⲕⲉⲧ ⲇⲉ ⲛⲥⲉ ⲕⲉⲟⲩⲁ ⲇⲉ ⲙⲙⲁⲁⲃ
24 ૨૪ ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.
ⲕ̅ⲇ̅ⲁϥⲕⲱ ⲛⲁⲩ ⲉϩⲣⲁⲓ ⲛⲕⲉⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲥⲧⲛⲧⲱⲛ ⲛϭⲓ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲩⲣⲱⲙⲉ ⲉⲁϥϫⲟ ⲛⲟⲩϭⲣⲟϭ ⲉⲛⲁⲛⲟⲩϥ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲉϥⲥⲱϣⲉ
25 ૨૫ પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.
ⲕ̅ⲉ̅ϩⲙ ⲡⲧⲣⲉⲩⲛⲕⲟⲧⲕ ⲇⲉ ⲛϭⲓ ⲛⲣⲱⲙⲉ ⲁϥⲉⲓ ⲛϭⲓ ⲡⲉϥϫⲁϫⲉ ⲁϥϫⲟ ⲛϩⲉⲛⲉⲛⲧⲏϭ ⲛⲧⲙⲏⲧⲉ ⲙⲡⲥⲟⲩⲟ ⲁϥⲃⲱⲕ
26 ૨૬ પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
ⲕ̅ⲋ̅ⲛⲧⲉⲣⲉϥϯⲟⲩⲱ ⲇⲉ ⲛϭⲓ ⲡⲉⲭⲟⲣⲧⲟⲥ ⲁⲩⲱ ⲁϥⲉⲓⲣⲉ ⲛⲟⲩⲕⲁⲣⲡⲟⲥ ⲧⲟⲧⲉ ⲁⲩⲟⲩⲱⲛϩ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲛⲉⲛⲧⲏϭ
27 ૨૭ ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’
ⲕ̅ⲍ̅ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲇⲉ ⲛϭⲓ ⲛϩⲙϩⲁⲗ ⲉⲡⲉⲩϫⲟⲉⲓⲥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ⲛⲁϥ ϫⲉ ⲡϫⲟⲉⲓⲥ ⲙⲏ ⲛⲟⲩϭⲣⲟϭ ⲉⲛⲁⲛⲟⲩϥ ⲁⲛ ⲡⲉⲛⲧⲁⲕϫⲟϥ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲉⲕⲥⲱϣⲉ ⲛⲧⲁϥϩⲉ ϭⲉ ⲉⲉⲛⲧⲏϭ ⲧⲱⲛ
28 ૨૮ તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’”
ⲕ̅ⲏ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲟⲩϫⲁϫⲉ ⲛⲣⲱⲙⲉ ⲡⲉⲛⲧⲁϥⲉⲓⲣⲉ ⲙⲡⲁⲓ ⲛⲧⲟⲟⲩ ⲇⲉ ⲡⲉϫⲁⲩ ⲛⲁϥ ϫⲉ ⲕⲟⲩⲱϣ ϭⲉ ⲉⲧⲣⲉⲛⲃⲱⲕ ⲛⲧⲛⲥⲟⲟⲩϩⲟⲩ ⲉϩⲟⲩⲛ
29 ૨૯ પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.
ⲕ̅ⲑ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲙⲙⲟⲛ ⲙⲏⲡⲟⲧⲉ ⲛⲧⲉⲧⲛⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲛⲛⲧⲏϭ ⲛⲧⲉⲧⲛⲡⲱⲣⲕ ⲛⲙⲙⲁⲩ ⲙⲡⲕⲉⲥⲟⲩⲟ
30 ૩૦ કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”
ⲗ̅ⲁⲗⲱⲧⲛ ϩⲁⲣⲟⲟⲩ ⲛⲥⲉⲁⲓⲁⲓ ϩⲓⲟⲩⲥⲟⲡ ϣⲁⲡⲉⲩⲟⲉⲓϣ ⲙⲡⲱϩⲥ ⲁⲩⲱ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲉⲩⲟⲉⲓϣ ⲙⲡⲱϩⲥ ϯⲛⲁϫⲟⲟⲥ ⲛⲛⲁϫⲁⲓⲟϩⲥ ϫⲉ ⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲛϣⲟⲣⲡ ⲛⲛⲉⲛⲧⲏϭ ⲛⲧⲉⲧⲛⲙⲟⲣⲟⲩ ⲛϩⲛϣⲟⲗ ⲉⲡⲣⲟⲕϩⲟⲩ ⲡⲉⲥⲟⲩⲟ ⲇⲉ ⲛⲧⲉⲧⲛⲥⲟⲟⲩϩϥ ⲉϩⲟⲩⲛ ⲉⲧⲁⲁⲡⲟⲑⲏⲕⲏ
31 ૩૧ ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું.
ⲗ̅ⲁ̅ⲁϥⲕⲱ ⲛⲁⲩ ⲟⲛ ⲉϩⲣⲁⲓ ⲛⲕⲉⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲥⲧⲛⲧⲱⲛ ⲛϭⲓ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲩⲃⲗⲃⲓⲗⲉ ⲛϣⲗⲧⲏⲙ ⲧⲁⲓ ⲉⲁⲩⲣⲱⲙⲉ ϫⲓⲧⲥ ⲁϥϫⲟ ⲙⲙⲟⲥ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲉϥⲥⲱϣⲉ
32 ૩૨ તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”
ⲗ̅ⲃ̅ⲧⲁⲓ ⲙⲉⲛ ⲉⲩⲕⲟⲩⲓ ⲧⲉ ⲉⲛⲉϭⲣⲟⲟϭ ⲧⲏⲣⲟⲩ ϩⲟⲧⲁⲛ ⲇⲉ ⲉⲥϣⲁⲛⲁⲩⲝⲁⲛⲉ ϣⲁⲥⲣⲟⲩⲛⲟϭ ⲛⲟⲩⲟⲟⲧⲉ ⲛⲥϣⲱⲡⲉ ⲉⲩⲛⲟϭ ⲛϣⲏⲛ ϩⲱⲥⲧⲉ ⲛⲥⲉⲉⲓ ⲛϭⲓ ⲛϩⲁⲗⲁⲧⲉ ⲛⲧⲡⲉ ⲛⲥⲉⲟⲩⲱϩ ϩⲛ ⲛⲉⲥⲕⲗⲁⲇⲟⲥ
33 ૩૩ તેમણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”
ⲗ̅ⲅ̅ⲁϥϫⲱ ⲛⲁⲩ ⲛⲕⲉⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲉⲥⲧⲛⲧⲱⲛ ⲛϭⲓ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲩⲑⲁⲃ ⲉⲁⲩⲥϩⲓⲙⲉ ϫⲓⲧϥ ⲁⲥϩⲟⲡϥ ϩⲛ ϣⲟⲙⲛⲧ ⲛϣⲓ ⲛⲛⲟⲉⲓⲧ ϣⲁⲛⲧⲉϥϫⲓⲑⲁⲃ ⲧⲏⲣϥ
34 ૩૪ એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી; દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ.
ⲗ̅ⲇ̅ⲛⲁⲓ ⲇⲉ ⲧⲏⲣⲟⲩ ⲁϥϫⲟⲟⲩ ⲛϭⲓ ⲓⲏⲥ ϩⲛ ϩⲉⲛⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲛⲙⲙⲏⲏϣⲉ ⲁⲩⲱ ⲁϫⲙⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲙⲡⲉϥϫⲉⲗⲁⲁⲩ ⲛⲁⲩ
35 ૩૫ એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “હું મારું મુખ ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, સૃષ્ટિનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”
ⲗ̅ⲉ̅ϫⲉⲕⲁⲥ ⲉϥⲉϫⲱⲕ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲡⲉⲛⲧⲁⲩϫⲟⲟϥ ϩⲓⲧⲙ ⲡⲉⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ϯⲛⲁⲟⲩⲱⲛ ⲉⲣⲱⲓ ϩⲛ ϩⲉⲛⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲛⲧⲁϫⲱ ⲛⲛⲉⲧϩⲏⲡ ϫⲓⲛⲉⲡϣⲁⲥⲱⲛⲧ ⲙⲡⲕⲟⲥⲙⲟⲥ
36 ૩૬ ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.”
ⲗ̅ⲋ̅ⲧⲟⲧⲉ ⲁϥⲕⲱ ⲛⲙⲙⲏⲏϣⲉ ⲁϥⲉⲓ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲏⲓ ⲁⲩϯⲡⲉⲩⲟⲩⲟⲓ ⲉⲣⲟϥ ⲛϭⲓ ⲛⲉϥⲙⲁⲑⲏⲧⲏⲥ ⲉⲩϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲃⲱⲗ ⲉⲣⲟⲛ ⲛⲧⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲛⲛⲉⲛⲧⲏϭ ⲛⲧⲥⲱϣⲉ
37 ૩૭ ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે.
ⲗ̅ⲍ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲁϥⲟⲩⲱϣⲃ ⲉϥϫⲱ ⲙⲙⲟⲥ ϫⲉ ⲡⲉⲧϫⲟ ⲙⲡⲉϭⲣⲟϭ ⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲡⲉ ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ
38 ૩૮ ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે;
ⲗ̅ⲏ̅ⲧⲥⲱϣⲉ ⲇⲉ ⲡⲉ ⲡⲕⲟⲥⲙⲟⲥ ⲡⲉϭⲣⲟϭ ⲉⲧⲛⲁⲛⲟⲩϥ ⲛⲉ ⲛϣⲏⲣⲉ ⲛⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲉⲛⲧⲏϭ ⲇⲉ ⲛⲉ ⲛϣⲏⲣⲉ ⲙⲡⲡⲟⲛⲏⲣⲟⲥ
39 ૩૯ જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે. (aiōn )
ⲗ̅ⲑ̅ⲡϫⲁϫⲉ ⲛⲧⲁϥϫⲟⲟⲩ ⲡⲉ ⲡⲇⲓⲁⲃⲟⲗⲟⲥ ⲡⲱϩⲥ ⲇⲉ ⲡⲉ ⲧⲥⲩⲛⲧⲉⲗⲉⲓⲁ ⲙⲡⲁⲓⲱⲛ ⲛϫⲁⲓⲟϩⲥ ⲇⲉ ⲛⲉ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ (aiōn )
40 ૪૦ એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતના અંતે થશે. (aiōn )
ⲙ̅ⲛⲑⲉ ϭⲉ ⲛϣⲁⲩⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲛⲛⲉⲛⲧⲏϭ ⲛⲥⲉⲣⲟⲕϩⲟⲩ ϩⲣⲁⲓ ϩⲛ ⲟⲩⲕⲱϩⲧ ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲉⲧⲛⲁϣⲱⲡⲉ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲥⲩⲛⲧⲉⲗⲉⲓⲁ ⲙⲡⲁⲓⲱⲛ (aiōn )
41 ૪૧ માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે,
ⲙ̅ⲁ̅ⲡϣⲏⲣⲉ ⲙⲡⲣⲱⲙⲉ ⲛⲁϫⲟⲟⲩ ⲛⲛⲉϥⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲥⲉⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲉϥⲙⲛⲧⲣⲣⲟ ⲛⲛⲉⲥⲕⲁⲛⲇⲁⲗⲟⲛ ⲧⲏⲣⲟⲩ ⲙⲛ ⲛⲉⲧⲉⲓⲣⲉ ⲛⲧⲁⲛⲟⲙⲓⲁ
42 ૪૨ અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
ⲙ̅ⲃ̅ⲛⲥⲉⲛⲟϫⲟⲩ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲉϩⲣⲱ ⲛⲥⲁⲧⲉ ⲉϥⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲁⲩ ⲛϭⲓ ⲡⲣⲓⲙⲉ ⲁⲩⲱ ⲡϭⲁϩϭϩ ⲛⲛⲟⲃϩⲉ
43 ૪૩ ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
ⲙ̅ⲅ̅ⲧⲟⲧⲉ ⲛⲇⲓⲕⲁⲓⲟⲥ ⲥⲉⲛⲁⲣⲟⲩⲟⲉⲓⲛ ⲛⲑⲉ ⲙⲡⲣⲏ ϩⲛ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲙⲡⲉⲩⲉⲓⲱⲧ ⲡⲉⲧⲉⲟⲩⲛⲧϥⲙⲁⲁϫⲉ ⲙⲙⲁⲩ ⲉⲥⲱⲧⲙ ⲙⲁⲣⲉϥⲥⲱⲧⲙ
44 ૪૪ વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
ⲙ̅ⲇ̅ⲉⲥⲧⲛⲧⲱⲛ ⲛϭⲓ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲩⲁϩⲟ ⲉϥϩⲏⲡ ϩⲛ ⲧⲥⲱϣⲉ ⲡⲁⲓ ⲛⲧⲁⲟⲩⲣⲱⲙⲉ ϩⲉ ⲉⲣⲟϥ ⲁϥϩⲟⲡϥ ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉϥⲣⲁϣⲉ ϣⲁϥⲃⲱⲕ ⲛϥϯ ⲉⲃⲟⲗ ⲛⲛⲕⲁ ⲛⲓⲙ ⲉⲧϣⲟⲟⲡ ⲛⲁϥ ⲛϥϣⲱⲡ ⲛⲧⲥⲱϣⲉ ⲉⲧⲙⲙⲁⲩ
45 ૪૫ વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.
ⲙ̅ⲉ̅ⲡⲁⲗⲓⲛ ⲟⲛ ⲉⲥⲧⲛⲧⲱⲛ ⲛϭⲓ ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲩⲣⲱⲙⲉ ⲛⲉϣⲱⲧ ⲉϥϣⲓⲛⲉ ⲛⲥⲁϩⲉⲛⲱⲛⲉ ⲙⲙⲉ ⲉⲛⲁⲛⲟⲩⲟⲩ
46 ૪૬ જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
ⲙ̅ⲋ̅ⲛⲧⲉⲣⲉϥϩⲉ ⲇⲉ ⲉⲩⲱⲛⲉ ⲙⲙⲉ ⲉⲛⲁϣⲉⲥⲟⲩⲛⲧϥ ⲁϥⲃⲱⲕ ⲁϥϯ ⲉⲃⲟⲗ ⲛⲛⲕⲁ ⲛⲓⲙ ⲉⲧⲛⲧⲁϥ ⲁϥϣⲟⲡϥ ⲛⲁϥ
47 ૪૭ વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા.
ⲙ̅ⲍ̅ⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉⲥⲧⲛⲧⲱⲛ ⲉⲩⲁⲃⲱ ⲉⲁⲩⲛⲟϫⲥ ⲉⲑⲁⲗⲁⲥⲥⲁ ⲉⲁⲥⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲛⲅⲉⲛⲟⲥ ⲛⲓⲙ ⲛⲧⲏⲃⲧ
48 ૪૮ જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.
ⲙ̅ⲏ̅ⲧⲁⲓ ⲛⲧⲉⲣⲉⲥⲙⲟⲩϩ ⲁⲩⲉⲓⲛⲉ ⲙⲙⲟⲥ ⲉϩⲣⲁⲓ ⲁⲩⲱ ⲁⲩϩⲙⲟⲟⲥ ϩⲓⲡⲉⲕⲣⲟ ⲁⲩⲕⲱⲧϥ ⲛⲛⲉⲧⲛⲁⲛⲟⲩⲟⲩ ⲉⲛⲉⲩϩⲛⲁⲁⲩ ⲛⲉⲑⲟⲟⲩ ⲇⲉ ⲁⲩⲛⲟϫⲟⲩ ⲉⲃⲟⲗ
49 ૪૯ એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, (aiōn )
ⲙ̅ⲑ̅ⲧⲁⲓ ⲧⲉ ⲑⲉ ⲉⲧⲛⲁϣⲱⲡⲉ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲥⲩⲛⲧⲉⲗⲉⲓⲁ ⲙⲡⲁⲓⲱⲛ ⲥⲉⲛⲏⲩ ⲉⲃⲟⲗ ⲛϭⲓ ⲛⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲥⲉⲡⲱⲣϫ ⲉⲃⲟⲗ ⲛⲙⲡⲟⲛⲏⲣⲟⲥ ⲛⲧⲙⲏⲧⲉ ⲛⲛⲇⲓⲕⲁⲓⲟⲥ (aiōn )
50 ૫૦ અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
ⲛ̅ⲛⲥⲉⲛⲟⲩϫⲉ ⲙⲙⲟⲟⲩ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲉϩⲣⲱ ⲛⲥⲁⲧⲉ ⲉϥⲛⲁϣⲱⲡⲉ ⲙⲙⲁⲩ ⲛϭⲓ ⲡⲣⲓⲙⲉ ⲁⲩⲱ ⲡϭⲁϩϭϩ ⲛⲛⲟⲃϩⲉ
51 ૫૧ શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓએ ઈસુને કહ્યું કે, “હા.”
ⲛ̅ⲁ̅ⲁⲧⲉⲧⲛⲛⲟⲓ ⲛⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ⲡⲉϫⲁⲩ ϫⲉ ⲁϩⲉ ⲡϫⲟⲉⲓⲥ
52 ૫૨ ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”
ⲛ̅ⲃ̅ⲛⲧⲟϥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲉⲧⲃⲉ ⲡⲁⲓ ⲅⲣⲁⲙⲙⲁⲧⲉⲩⲥ ⲛⲓⲙ ⲉⲁϥϫⲓⲥⲃⲱ ⲉⲧⲙⲛⲧⲣⲣⲟ ⲛⲙⲡⲏⲩⲉ ⲉϥⲧⲛⲧⲱⲛ ⲉⲩⲣⲱⲙⲉ ⲛⲣⲙⲙⲁⲟ ⲡⲁⲓ ⲉⲧⲛⲟⲩϫⲉ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲉϥⲁϩⲟ ⲛϩⲉⲛⲃⲣⲣⲉ ⲙⲛ ϩⲉⲛⲁⲥ
53 ૫૩ ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા.
ⲛ̅ⲅ̅ⲁⲥϣⲱⲡⲉ ⲇⲉ ⲛⲧⲉⲣⲉⲓⲏⲥ ⲟⲩⲱ ⲛⲛⲉⲓⲡⲁⲣⲁⲃⲟⲗⲏ ⲁϥⲡⲱⲱⲛⲉ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ
54 ૫૪ પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી?
ⲛ̅ⲇ̅ⲁϥⲉⲓ ⲉϩⲣⲁⲓ ⲉⲡⲉϥϯⲙⲉ ⲁϥϯⲥⲱ ⲛⲁⲩ ϩⲣⲁⲓ ϩⲛ ⲧⲉⲩⲥⲩⲛⲁⲅⲱⲅⲏ ϩⲱⲥⲧⲉ ⲉⲧⲣⲉⲩⲣϣⲡⲏⲣⲉ ⲛⲥⲉϫⲟⲟⲥ ϫⲉ ⲛⲧⲁⲡⲁⲓ ϩⲉ ⲉⲧⲉⲓⲥⲟⲫⲓⲁ ⲧⲱⲛ ⲙⲛ ⲛⲉⲓϭⲟⲙ
55 ૫૫ શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી?
ⲛ̅ⲉ̅ⲙⲏ ⲙⲡⲁⲓ ⲁⲛ ⲡⲉ ⲡϣⲏⲣⲉ ⲙⲡϩⲁϣⲉ ⲙⲏ ⲛⲧⲉϥⲙⲁⲁⲩ ⲁⲛ ⲧⲉ ⲛϣⲁⲩⲙⲟⲩⲧⲉ ⲉⲣⲟⲥ ϫⲉ ⲙⲁⲣⲓϩⲁⲙ ⲁⲩⲱ ⲛⲉϥⲥⲛⲏⲩ ⲡⲉ ⲓⲁⲕⲱⲃⲟⲥ ⲙⲛ ⲓⲱⲥⲏⲥ ⲙⲛ ⲥⲓⲙⲱⲛ ⲙⲛ ⲓⲟⲩⲇⲁⲥ
56 ૫૬ શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”
ⲛ̅ⲋ̅ⲁⲩⲱ ⲛⲉϥⲥⲱⲛⲉ ⲛⲥⲓⲙⲱⲛ ⲙⲏ ⲛⲥⲉϣⲟⲟⲡ ⲁⲛ ⲧⲏⲣⲟⲩ ϩⲁⲧⲏⲛ ⲛⲧⲁⲡⲁⲓ ϭⲉ ϩⲉ ⲉⲛⲁⲓ ⲧⲏⲣⲟⲩ ⲧⲱⲛ
57 ૫૭ તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.”
ⲛ̅ⲍ̅ⲁⲩⲱ ⲛⲉⲩⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲛϩⲏⲧϥ ⲓⲏⲥ ⲇⲉ ⲡⲉϫⲁϥ ⲛⲁⲩ ϫⲉ ⲙⲛ ⲡⲣⲟⲫⲏⲧⲏⲥ ⲥⲏϣ ⲉⲓ ⲙⲏⲧⲓ ϩⲣⲁⲓ ϩⲛ ⲡⲉϥϯⲙⲉ ⲙⲙⲓⲛ ⲙⲙⲟϥ ⲁⲩⲱ ϩⲣⲁⲓ ϩⲙ ⲡⲉϥⲏⲓ
58 ૫૮ તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.
ⲛ̅ⲏ̅ⲙⲡⲉϥⲣϩⲁϩ ⲛϭⲟⲙ ϩⲙ ⲡⲙⲁ ⲉⲧⲙⲙⲁⲩ ⲉⲧⲃⲉ ⲧⲉⲩⲙⲛⲧⲁⲧⲛⲁϩⲧⲉ