< માથ્થી 11 >

1 ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે શીખવવા તથા ઉપદેશ આપવા તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.
And it was doon, whanne Jhesus hadde endid, he comaundide to hise twelue disciplis, and passide fro thennus to teche and preche in the citees of hem.
2 હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને
But whanne Joon in boondis hadde herd the werkis of Crist, he sente tweyne of hise disciplis,
3 તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
and seide to him, `Art thou he that schal come, or we abiden another?
4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો.
And Jhesus answeride, and seide `to hem, Go ye, and telle ayen to Joon tho thingis that ye han herd and seyn.
5 અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.
Blynde men seen, crokid men goon, meselis ben maad clene, deefe men heren, deed men rysen ayen, pore men ben takun to `prechyng of the gospel.
6 જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”
And he is blessid, that shal not be sclaundrid in me.
7 જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
And whanne thei weren goon awei, Jhesus bigan to seie of Joon to the puple, What thing wenten ye out in to desert to se? a reed wawed with the wynd?
8 પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
Or what thing wenten ye out to see? a man clothid with softe clothis? Lo! thei that ben clothid with softe clothis ben in the housis of kyngis.
9 તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને.
But what thing wenten ye out to se? a prophete? Yhe, Y seie to you, and more than a prophete.
10 ૧૦ જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”
For this is he, of whom it is writun, Lo! Y sende myn aungel bifor thi face, that shal make redi thi weye bifor thee.
11 ૧૧ હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.
Treuli Y seie to you, ther roos noon more than Joon Baptist among the children of wymmen; but he that is lesse in the kyngdom of heuenes, is more than he.
12 ૧૨ યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.
And fro the daies of Joon Baptist til now the kyngdom of heuenes suffrith violence, and violent men rauyschen it.
13 ૧૩ કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.
For alle prophetis and the lawe `til to Joon prophecieden; and if ye wolen resseyue,
14 ૧૪ જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
he is Elie that is to come.
15 ૧૫ જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
He that hath eris of heryng, here he.
16 ૧૬ પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે
But to whom schal Y gesse this generacioun lijk? It is lijk to children sittynge in chepyng, that crien to her peeris,
17 ૧૭ ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”
and seien, We han songun to you, and ye han not daunsid; we han morned to you, and ye han not weilid.
18 ૧૮ કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’
For Joon cam nether etynge ne drynkynge, and thei seien, He hath a deuel.
19 ૧૯ માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, તો તેઓ કહે છે કે, ‘જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”
The sone of man cam etynge and drynkynge, and thei seien, Lo! a man a glotoun, and a drinkere of wijne, and a freend of pupplicans and of synful men. And wisdom is iustified of her sones.
20 ૨૦ ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તેમણે તેઓની ટીકા કરી.
Thanne Jhesus bigan to seye repreef to citees, in whiche ful manye vertues of him weren doon, for thei diden not penaunce.
21 ૨૧ “ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.
Wo to thee! Corosaym, woo to thee! Bethsaida; for if the vertues that ben doon in you hadden be doon in Tyre and Sidon, sumtyme thei hadden don penaunce in heyre and aische.
22 ૨૨ વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.
Netheles Y seie to you, it schal be lesse peyne to Tire and Sidon in the dai of doom, than to you.
23 ૨૩ ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. (Hadēs g86)
And thou, Cafarnaum, whethir thou schalt be arerid vp in to heuene? Thou shalt go doun in to helle. For if the vertues that ben don in thee, hadden be don in Sodom, perauenture thei schulden haue dwellid `in to this dai. (Hadēs g86)
24 ૨૪ વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”
Netheles Y seie to you, that to the lond of Sodom it schal be `lesse peyne in the dai of doom, than to thee.
25 ૨૫ તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણાઓથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.
In thilke tyme Jhesus answeride, and seide, Y knowleche to thee, fadir, lord of heuene and of erthe, for thou hast hid these thingis fro wijse men, and redi, and hast schewid hem to litle children;
26 ૨૬ હા, પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
so, fadir, for so it was plesynge tofore thee.
27 ૨૭ મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.
Alle thingis ben youune to me of my fadir; and no man knewe the sone, but the fadir, nethir ony man knewe the fadir, but the sone, and to whom the sone wolde schewe.
28 ૨૮ ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
Alle ye that traueilen, and ben chargid, come to me, and Y schal fulfille you.
29 ૨૯ મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.
Take ye my yok on you, and lerne ye of me, for Y am mylde and meke in herte; and ye schulen fynde reste to youre soulis.
30 ૩૦ કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”
`For my yok is softe, and my charge liyt.

< માથ્થી 11 >