< માથ્થી 10 >
1 ૧ પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.
अनन्तरं यीशु र्द्वादशशिष्यान् आहूयामेध्यभूतान् त्याजयितुं सर्व्वप्रकाररोगान् पीडाश्च शमयितुं तेभ्यः सामर्थ्यमदात्।
2 ૨ તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;
तेषां द्वादशप्रेष्याणां नामान्येतानि। प्रथमं शिमोन् यं पितरं वदन्ति, ततः परं तस्य सहज आन्द्रियः, सिवदियस्य पुत्रो याकूब्
3 ૩ ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી;
तस्य सहजो योहन्; फिलिप् बर्थलमय् थोमाः करसंग्राही मथिः, आल्फेयपुत्रो याकूब्,
4 ૪ સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.
किनानीयः शिमोन्, य ईष्करियोतीययिहूदाः ख्रीष्टं परकरेऽर्पयत्।
5 ૫ ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો.
एतान् द्वादशशिष्यान् यीशुः प्रेषयन् इत्याज्ञापयत्, यूयम् अन्यदेशीयानां पदवीं शेमिरोणीयानां किमपि नगरञ्च न प्रविश्ये
6 ૬ પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.
इस्रायेल्गोत्रस्य हारिता ये ये मेषास्तेषामेव समीपं यात।
7 ૭ તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”
गत्वा गत्वा स्वर्गस्य राजत्वं सविधमभवत्, एतां कथां प्रचारयत।
8 ૮ માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો.
आमयग्रस्तान् स्वस्थान् कुरुत, कुष्ठिनः परिष्कुरुत, मृतलोकान् जीवयत, भूतान् त्याजयत, विना मूल्यं यूयम् अलभध्वं विनैव मूल्यं विश्राणयत।
9 ૯ સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો;
किन्तु स्वेषां कटिबन्धेषु स्वर्णरूप्यताम्राणां किमपि न गृह्लीत।
10 ૧૦ મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.
अन्यच्च यात्रायै चेलसम्पुटं वा द्वितीयवसनं वा पादुके वा यष्टिः, एतान् मा गृह्लीत, यतः कार्य्यकृत् भर्त्तुं योग्यो भवति।
11 ૧૧ જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.
अपरं यूयं यत् पुरं यञ्च ग्रामं प्रविशथ, तत्र यो जनो योग्यपात्रं तमवगत्य यानकालं यावत् तत्र तिष्ठत।
12 ૧૨ ઘરમાં જઈને તેઓને સલામ કહો.
यदा यूयं तद्गेहं प्रविशथ, तदा तमाशिषं वदत।
13 ૧૩ જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.
यदि स योग्यपात्रं भवति, तर्हि तत्कल्याणं तस्मै भविष्यति, नोचेत् साशीर्युष्मभ्यमेव भविष्यति।
14 ૧૪ જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો.
किन्तु ये जना युष्माकमातिथ्यं न विदधति युष्माकं कथाञ्च न शृण्वन्ति तेषां गेहात् पुराद्वा प्रस्थानकाले स्वपदूलीः पातयत।
15 ૧૫ હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.
युष्मानहं तथ्यं वच्मि विचारदिने तत्पुरस्य दशातः सिदोममोरापुरयोर्दशा सह्यतरा भविष्यति।
16 ૧૬ જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ.
पश्यत, वृकयूथमध्ये मेषः यथाविस्तथा युष्मान प्रहिणोमि, तस्माद् यूयम् अहिरिव सतर्काः कपोताइवाहिंसका भवत।
17 ૧૭ તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.
नृभ्यः सावधाना भवत; यतस्तै र्यूयं राजसंसदि समर्पिष्यध्वे तेषां भजनगेहे प्रहारिष्यध्वे।
18 ૧૮ તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.
यूयं मन्नामहेतोः शास्तृणां राज्ञाञ्च समक्षं तानन्यदेशिनश्चाधि साक्षित्वार्थमानेष्यध्वे।
19 ૧૯ પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.
किन्त्वित्थं समर्पिता यूयं कथं किमुत्तरं वक्ष्यथ तत्र मा चिन्तयत, यतस्तदा युष्माभि र्यद् वक्तव्यं तत् तद्दण्डे युष्मन्मनः सु समुपस्थास्यति।
20 ૨૦ કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.
यस्मात् तदा यो वक्ष्यति स न यूयं किन्तु युष्माकमन्तरस्थः पित्रात्मा।
21 ૨૧ ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.
सहजः सहजं तातः सुतञ्च मृतौ समर्पयिष्यति, अपत्यागि स्वस्वपित्रोे र्विपक्षीभूय तौ घातयिष्यन्ति।
22 ૨૨ મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
मन्नमहेतोः सर्व्वे जना युष्मान् ऋृतीयिष्यन्ते, किन्तु यः शेषं यावद् धैर्य्यं घृत्वा स्थास्यति, स त्रायिष्यते।
23 ૨૩ જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.
तै र्यदा यूयमेकपुरे ताडिष्यध्वे, तदा यूयमन्यपुरं पलायध्वं युष्मानहं तथ्यं वच्मि यावन्मनुजसुतो नैति तावद् इस्रायेल्देशीयसर्व्वनगरभ्रमणं समापयितुं न शक्ष्यथ।
24 ૨૪ શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.
गुरोः शिष्यो न महान्, प्रभोर्दासो न महान्।
25 ૨૫ શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે!
यदि शिष्यो निजगुरो र्दासश्च स्वप्रभोः समानो भवति तर्हि तद् यथेष्टं। चेत्तैर्गृहपतिर्भूतराज उच्यते, तर्हि परिवाराः किं तथा न वक्ष्यन्ते?
26 ૨૬ તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી.
किन्तु तेभ्यो यूयं मा बिभीत, यतो यन्न प्रकाशिष्यते, तादृक् छादितं किमपि नास्ति, यच्च न व्यञ्चिष्यते, तादृग् गुप्तं किमपि नास्ति।
27 ૨૭ હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.
यदहं युष्मान् तमसि वच्मि तद् युष्माभिर्दीप्तौ कथ्यतां; कर्णाभ्यां यत् श्रूयते तद् गेहोपरि प्रचार्य्यतां।
28 ૨૮ શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. (Geenna )
ये कायं हन्तुं शक्नुवन्ति नात्मानं, तेभ्यो मा भैष्ट; यः कायात्मानौ निरये नाशयितुं, शक्नोति, ततो बिभीत। (Geenna )
29 ૨૯ શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી.
द्वौ चटकौ किमेकताम्रमुद्रया न विक्रीयेते? तथापि युष्मत्तातानुमतिं विना तेषामेकोपि भुवि न पतति।
30 ૩૦ તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.
युष्मच्छिरसां सर्व्वकचा गणितांः सन्ति।
31 ૩૧ તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
अतो मा बिभीत, यूयं बहुचटकेभ्यो बहुमूल्याः।
32 ૩૨ માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ;
यो मनुजसाक्षान्मामङ्गीकुरुते तमहं स्वर्गस्थतातसाक्षादङ्गीकरिष्ये।
33 ૩૩ પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ.
पृथ्व्यामहं शान्तिं दातुमागतइति मानुभवत, शान्तिं दातुं न किन्त्वसिं।
34 ૩૪ એમ ન ધારો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તલવાર લઈને આવ્યો છું.
पितृमातृश्चश्रूभिः साकं सुतसुताबधू र्विरोधयितुञ्चागतेास्मि।
35 ૩૫ કેમ કે પુત્રને તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માની વિરુદ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુદ્ધ કરવાને હું આવ્યો છું.
ततः स्वस्वपरिवारएव नृशत्रु र्भविता।
36 ૩૬ માણસના દુશ્મન તેના ઘરનાં થશે.
यः पितरि मातरि वा मत्तोधिकं प्रीयते, स न मदर्हः;
37 ૩૭ મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી.
यश्च सुते सुतायां वा मत्तोधिकं प्रीयते, सेापि न मदर्हः।
38 ૩૮ જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી.
यः स्वक्रुशं गृह्लन् मत्पश्चान्नैति, सेापि न मदर्हः।
39 ૩૯ જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.
यः स्वप्राणानवति, स तान् हारयिष्यते, यस्तु मत्कृते स्वप्राणान् हारयति, स तानवति।
40 ૪૦ જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.
यो युष्माकमातिथ्यं विदधाति, स ममातिथ्यं विदधाति, यश्च ममातिथ्यं विदधाति, स मत्प्रेरकस्यातिथ्यं विदधाति।
41 ૪૧ જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનો બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનો બદલો પામશે.
यो भविष्यद्वादीति ज्ञात्वा तस्यातिथ्यं विधत्ते, स भविष्यद्वादिनः फलं लप्स्यते, यश्च धार्म्मिक इति विदित्वा तस्यातिथ्यं विधत्ते स धार्म्मिकमानवस्य फलं प्राप्स्यति।
42 ૪૨ હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનો બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”
यश्च कश्चित् एतेषां क्षुद्रनराणाम् यं कञ्चनैकं शिष्य इति विदित्वा कंसैकं शीतलसलिलं तस्मै दत्ते, युष्मानहं तथ्यं वदामि, स केनापि प्रकारेण फलेन न वञ्चिष्यते।